ભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે. 19 એપ્રિલે તેમના જન્મ દિવસ નિમિત્તે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે તેમની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આગામી વર્ષ અંગે ફળકથન આપવામાં આવ્યું છે.
જન્મતારીખ – 19-04-1957
જન્મસમય- અજ્ઞાત
જન્મસ્થળ – એડન, યમન
અંકશાસ્ત્ર અનુસાર ફળકથન
તેની સફળતા પાછળના મુખ્ય પરિબળો
અંકશાસ્ત્ર મુજબ અભ્યાસ કરતા મૂકેશ અંબાણની જન્મ તારીખ 19-04-1957 હોવાથી તેનો મૂળાંક 1+9=10=1 છે જે સૂર્યનો અંક છે. આ ઉપરાંત તેમનો ભાગ્યાંક 1+9+0+4+1+9+5+7=36=3+6=9 થાય છે જે મંગળનો અંક છે. ભાગ્યાંક અને મૂળાંકના ગ્રહો જોતા તેઓ સાહજિક રીતે જ સફળતા મેળવી શકે છે. મૂળાંક સૂર્યનો છે જ્યારે ભાગ્યાંક મંગળનો છે અર્થાત 1+9= 10=1 એટલે કે બંને સરવાળો કરતા પણ સૂર્યનો જ અંક આવે છે. આ કારણે તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે અને તેઓ અતિ સક્રિય રહે. તેમની જન્મતારીખ જોતા તેમાં ત્રણ વખત સૂર્યનો અંક, બે વખત મંગળનો અંક, એક વખત બુધનો અંક અને એક વખત કેતુનો અંક આવે છે. તેનું સંયોજન કરતા મંગળનો અંક મળે છે. આ કારણે તેઓ કોઈપણ લક્ષ્ય હાંસલ કરવા માટે અથાગ પરિશ્રમ કરવામાં પાછા પડતા નથી અને સાથી દીર્ઘ દૃષ્ટિ તેમજ કુશાગ્ર બુદ્ધિ તેમને સાથ આપે છે. આ કારણે જ તેઓ ભારતના પ્રથમ ક્રમના ધનાઢ્ય વ્યક્તિ અને સૌથી મોટા ઉદ્યોગપતિ છે.
અા તો વાત થઇ મુકેશ અંબાણીના ભવિષ્યની. શું તમે પણ તમારું ભવિષ્ય જાણવા માટે ઉત્સુક છો? તો અાજે જ
જન્મદિવસ રિપોર્ટ પ્રીમિયમ ઓર્ડર કરો અને તમારું ભવિષ્ય જાણો.
મુકેશ અંબાણી માટે વર્ષ 2019 પ્રગતિકારક નિવડે
હવે જો વર્ષ 2018નો વર્ષાંક જોવામાં આવે તો 2+0+1+8 = 11 =2 થાય છે જે ચંદ્રનો અંક છે. અહીં વર્ષાંક 2 (ચંદ્ર) અને મૂળાંક 1 (સૂર્ય) બંને મિત્ર છે. તેમજ વર્ષાંક 2 (ચંદ્ર) અને ભાગ્યાંક 9 (મંગળ) પણ એકબીજાના મિત્ર હોવાથી વર્ષ 2018 તેમના માટે સારું અને પ્રગતિકારક રહે. વર્ષ 2019નો વર્ષાંક જોતા 2+0+1+9 = 12 = 3 એટલે કે ગુરુનો અંક આવે છે. વર્ષ 2019નો વર્ષાંક 3 (ગુરુ) અને મૂળાંક 1 (સૂર્ય) એકબીજાના મિત્ર છે. તેમજ વર્ષાંક 3 (ગુરુ) અને ભાગ્યાંક 9 (મંગળ) પણ એકબીજાના મિત્ર હોવાથી તેમને વર્ષ 2019માં પણ ખૂબ સારી પ્રગતિ મળવાની સંભાવના નકારી શકાય નહીં.
જન્મના ગ્રહોની સ્થિતિ
અાત્મવિશ્વાસથી ઉત્તમ પરફોર્મન્સ અાપશે
મૂકેશ અંબાણીની સૂર્યકુંડળી અનુસાર મેષ લગ્ન આવે છે અને લગ્નેશ મંગળ બીજા સ્થાનમાં વૃષભ રાશિમાં છે. પંચમેશ સૂર્ય પ્રથમ સ્થાનમાં છે. સુખેશ ચંદ્ર ભાગ્ય સ્થાનમાં ધન રાશિમાં છે. તૃતિયેશ અને છષ્ઠેશ બુધ મેષ રાશિમાં છે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરુ પાંચમા સ્થાનમાં છે જ્યારે ધનેશ અને સપ્તમેશ શુક્ર પ્રથમ ભાવમાં છે. કર્મેશ અને લાભેશ શનિ અષ્ટમ સ્થાનમાં છે. રાહુ સપ્તમ સ્થાનમાં અને કેતુ પ્રથમ સ્થાનમાં છે.
મૂકેશ અંબાણીની કુંડળી જોતા સૂર્ય ઉચ્ચ રાશિમાં છે જેના પર ગુરુની દૃશ્ટિ છે જેથી તેમનામાં કોઈપણ કામ અથવા નિર્ણય અંગે ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે. ચંદ્ર પર ગુરુની દૃશ્ટિ ગજકેસરી જેવું ફળ આપે. ભાગ્યેશ ગુરુ ની શુક્ર, બુધ અને સૂર્ય પર દૃશ્ટિ હોવાથી તેઓ ખૂબ સારી ધંધાકીય સફળથા મેળવી શકે અને ધંધામાં તેઓ દીર્ઘદૃષ્ટિ પણ કેળવી શકે.શનિ અને મંગળની પ્રતિયુતિ એક સંઘર્ષની સ્થિતિ પણ દર્શાવે છે. સાથે સાથે આ કારણે જ તેઓ સંઘર્ષ કરીને સફળ ઉદ્યોગપતિ થવાનું સામર્થ્ય ધરાવે છે. મંગળ અને શનિ પર ગુરુની સ્ક્વેર દૃષ્ટિ પણ પોઝિટિવ રિઝલ્ટ આપે છે.
અાપની ભવિષ્યમાં કમાણી કેવી રહેશે? જીવનમાં સમૃદ્વિ ક્યારે અાવશે? જાણવા માટે હમણાં જ
2018 આર્થિક રિપોર્ટ ની સેવાનો લાભ ઉઠાવો.
ગોચરના ગ્રહોની સ્થિતિ
ગોચરના ગ્રહો જોતા સૂર્ય અને બુધ બારમા સ્થાનમાં મીન રાશિમાંથી ભ્રમણ કરે છે. મંગળ અને શનિ જન્મના ચંદ્ર પરથી ધન રાશિમાંથી ભ્રમણ કરે છે. ગોચરનો શુક્ર મેષ રાશિમાંથી જન્મના સૂર્ય, બુધ, શુક્ર અને કેતુ પરથી ભ્રમણ કરે છે. ગોચરનો રાહુ ચોથા સ્થાનમાં કર્ક રાશિમાંથી જ્યારે ગોચરનો કેતુ દશમે મકર રાશિમાંથી ભ્રમણ કરે છે. ગોચરનો ગુરુ સાતમા સ્થાનમાં જન્મના રાહુ પરથી ભ્રમણ કરે છે.
મુકેશ અંબાણીનું આગામી વર્ષ કેવું રહેશે?
જન્મના અને ગોચરના ગ્રહોની સ્થિતિના અભ્યાસ પરથી કહી શકાય કે ચોથા સ્થાનમાં રાહુ અને દશમ સ્થાનમાં કેતુનુ ભ્રમણ તેમને હાલમાં કાર્યક્ષેત્રમાં થોડો સંઘર્ષ કરાવે. આ સ્થિતિ 8-3-2019 સુધી રહેશે. ઉપરાંત ભાગ્ય સ્થાનમાં જન્મના ચંદ્ર પરથી પસાર થતો શનિ તેમના માટે સાડાસાતીનો બીજો તબક્કો પણ સુચવે છે. આ કારણે તેમને કોઈપણ કાર્યમાં અપેક્ષિત સફળતા હાંસલ કરવા થોડી વધુ મહેનત કરવી પડે. ગોચરનો ગુરુ સપ્તમ સ્થાનમાં જાહેરજીવનના ક્ષેત્રમાંથી પસાર થાય છે જે જન્મના સૂર્ય, શુક્ર બુધને પૂર્ણ દૃશ્ટિથી જુએ છે. ગુરુના શુભ પ્રભાવ હેઠળ તેમને જાહેરજીવન, કાર્યક્ષેત્રમાં સારી સિદ્ધિ અને સફળતા મળી શકે છે. તેમને યશ, માન, પ્રતિષ્ઠા અને કિર્તી મળે. તેમની એક્ટિવિટીમાં પણ વધારો થાય. આ ગુરુ 12-10-2018 પછી વૃશ્ચિક રાશિમાં જન્મના શનિ પરથી પસાર થશે અને જન્મના મંગળને પૂર્ણ દૃશ્ટિથી જોશે. આ ગુરુ પણ તેમને કાર્યક્ષેત્રમાં અને આર્થિક મોરચે સારી સફળતા અપાવે. તેમની તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે. 2-5-2018 થી 6-11-2018 સુધી મકર રાશિનો મંગળ તેમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા અપાવે. 6-11-2018 થી 23-12-2018 સુધી કુંભ રાશિનો મંગળ તેમની સાનુકૂળતામાં વધારો કરે. આ ઉપરાંત 23-12-2018 થી 5-2-2019 સુધી મીન રાશિમાં મંગળ રહેશે જેમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. આ ઉપરાંત 5-2-2019 થી 22-3-2019 સુધી મેષ રાશિમાં મંગળ રહેશે જે સંઘર્ષનો સંકેત આપે છે. તા. 22-3-2019 થી 7-5-2019 સુધી વૃષભ રાશિમાં મંગળ રહેશે જે આર્થિક મોરચે સારી પ્રગતિનો સંકેત આપે છે. આમ 2018-19નું વર્ષ આપને થોડા સંઘર્ષ સાથે સારી સફળતા અને પ્રગતિ તેમજ યશ-કિર્તી અપાવનારું પુરવાર થશે.
ગણેશજીના આશીર્વાદ સાથે
પ્રકાશભાઈ પંડ્યા
19 Apr 2018
View All blogs