For Personal Problems! Talk To Astrologer

મોદી સરકારઃ ‘સબકા વિશ્વાસ’ને સાર્થક કરશે


Share on :


2014માં પહેલી વખત સંપૂર્ણ બહુમતિ સાથે સત્તારૂઢ થયેલી ભાજપ સરકાર માત્ર પક્ષ નહીં પરંતુ દેશ માટે પણ ઐતિહાસિક પરિવર્તનની ઘડી લાવી હતી. કારણ કે, આ તબક્કો એવો હતો જ્યારે ભારતમાં ઘણા લાંબાસમયથી કોઇ એક જ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નહોતી. કોઇ પક્ષ જનતાનો મૂડ પારખવામાં સફળ રહ્યો નહોતો તેવા સંજોગોમાં ખૂબ જ ટુંકા સમયમાં પોતાના પ્રભાવી નેતૃત્વ અને દમદાર વક્તવ્યથી સમગ્ર દેશને નરેન્દ્ર મોદીએ આંજી દીધા અને તે પછી જે કંઇ બન્યું તેનો સાક્ષી સમગ્ર દેશ છે. પહેલી ટર્મમાં ભાજપના પાંચ વર્ષના શાસનમાં સમય જતા સરકારને લોકો ભાજપની સરકાર નહીં પરંતુ મોદી સરકાર તરીકે ઓળખતી થઇ. કદાચ, આ પરિવર્તન જ મોદીનું લોકપ્રિયતાનું પ્રમાણ આપે છે. 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી તો, કેટલાક મહત્વના મુદ્દાઓથી ઘેરાયેલી મોદી સરકાર ફરી આવશે કે નહીં તે બાબતે રાજકીય પંડિતોમાં પણ આશંકાઓ હતી. જોકે, 303 સીટનો ઐતિહાસિક જનાદેશ મેળવીને મોદી સરકારે ફરી પુરવાર કરી બતાવ્યું કે જનતા જનાર્દન છે માટે જો જનતાને સાથે રાખશો તો જનતા પણ તમને સાથે રાખશે. આ કારણે જ પહેલી ટર્મમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે સાથે બીજી ટર્મમાં ‘સબકા વિશ્વાસ’નો ઉમેરો થયો. પહેલી ટર્મમાં થોડી સૌમ્ય રહેલી મોદી સરકારે બીજી ટર્મમાં આવતા વેંત જ ફાસ્ટ બેટિંગ શરૂ કરીને પહેલા 100 દિવસમાં જ 370ની કલમ નાબુદી અને ત્રિપલ તલાકને જાકારો આપવા સહિત સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇને પોતાના વિઝનનો પરચો આપી દીધો. હવે સવાલ એ છે કે, આગામી સમયમાં શું? મોદી સરકાર જનતાને આપેલા વચનો પાળવામાં અથવા દેશને ખરા અર્થમાં વિકાસ મોડેલ બનાવવામાં સમર્થ પુરવાર થશે. આવો આ બાબતને જાણીએ જ્યોતિષીય પરિપ્રેક્ષ્યથી જાણીએ.

નરેન્દ્ર દામોદરદાસ મોદીની કુંડળી
જન્મ તારીખ – 17 સપ્ટેમ્બર 1950 
જન્મ સમય – ૧૦.૦૦ સવારે 
જન્મ સ્થળ વડનગર, ગુજરાત, ભારત

સ્વતંત્ર ભારતની કુંડળી
સ્વતંત્ર ભારતની તારીખ – ૧૫-૦૮-૧૯૪૭
સ્વતંત્ર ભારત સમય – ૧૨.૦૦ am
સ્વતંત્ર ભારતનું સ્થળ – દિલ્હી, ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મકુંડળીમાં એક ખૂબ નોંધપાત્ર મુદ્દો એ છે કે, તુલા લગ્નનો સ્વામી શુક્ર, યોગકારક શનિ સાથે અગિયારમાં ભાવ છે જે લોકપ્રિયતા અને રાજકારણ માટે ખુબજ સારો છે. શુક્ર ડ્રેસિંગ, પ્રવાસ અને પોતાને પ્રસ્તુત કરવાની સારી ભાવના માટેનો ગ્રહ છે, તેથી શુક્ર સારી તક આપે છે, ભલે કોઈ તેને પસંદ કરે કે નહીં.

ગોચરનો ગુરુ તા.04-11-2019 પછી ગોચરના શનિ સાથે ત્રીજા ભાવમાં રહેશે જે સાહસ અને પરાક્રમ માટે સારો છે. પીએમ મોદીની વહીવટી ક્ષમતા, લોકપ્રિયતા જેવા ઘણા મુદ્દાઓ છે જે મોદી સરકાર માટે લાભદાયક રહેશે. ચંદ્ર દશમ ભાવનો માલિક છે અને હાલમાં તેમની ચંદ્રની મહાદશા ચાલે છે જે તેમની સરકારને પ્રગતિ અને પ્રસિદ્ધિ અપાવશે.

નરેન્દ્ર મોદીની કુંડળી અને સ્વતંત્ર ભારતની કુંડળીનો અભ્યાસ કરતા હાલમાં ભારત દેશની ચંદ્રની મહાદશા ચાલે છે અને તે ચંદ્ર મોદીની કુંડળીમાં કર્મેશ થઇને ધન ભાવમાં મંગળ સાથે યુતિમાં છે જે ચંદ્ર-મંગળ લક્ષ્મી યોગ કરે છે. તેથી આ યોગ હોવાથી બન્ને માટે સારો સમય કહી શકાય. ભારત દેશની આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. અણધાર્યો આર્થિક લાભ પણ થાય. જો કે એજ સમય અણધાર્યા ખર્ચા બેચેનીમાં વધારો કરે. જે રીતે સમય પસાર થશે તેમ કમાણીમાં વધારો થશે અને નવુ હસ્તાંતરણ કરશે જેથી ભારત દેશના લોકોની જીવનશૈલીમાં પણ સંતોષકારક રીતે સુધારો થાય. લાંબા ગાળાના રોકાણથી ફળદાયી પરિણામ પ્રાપ્ત થશે.

મોદીની જન્મની રાશિ વૃશ્ચિક છે અને હાલમાં વૃશ્ચિક રાશિને શનિની સાઢેસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. તેમને કેટલાક વિવાદનો સામનો કરવો પડશે. જોકે, ફેબ્રુઆરીથી શનિનું રાશિ પરિવર્તન થતા તેમની સાડાસાતી પૂર્ણ થશે જેથી સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. મોદી પાસે દેશ અને જનતાના વિકાસ તેમજ પ્રગતિનું વિઝન છે અને તેનો અમલ કરવા માટે યોગ્ય ટીમનો સહકાર પણ છે.

નરેન્દ્ર મોદી પોતાની સરકારની બીજી ટર્મમાં સ્થાનિક બાબતોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને પણ ઘણું મહત્વ આપશે. આ કારણે, તેમના ભાષણો અને તેમના પ્રભાવથી વિવાદો અને ચર્ચાઓ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. ત્રીજા ભાવમાં શનિ અને ગુરુના ભ્રમણના કારણે ગરીબો લક્ષી યોજનાઓ અને તેમના ઉત્થાન પર તેઓ વધુ ધ્યાન આપશે. જોકે, મોદી સરકાર માટે સાવ શાંતિથી નૈયા પાર પડે તેવી સ્થિતિ નથી કારણ કે, સ્વતંત્ર ભારતની કુંડળીમાં સપ્ટેમ્બર મહિનામાં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરીને અનુક્રમે લગ્નસ્થાનમાં વૃષભ અને સપ્તમ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાંથી પસાર થશે. મોદીની રાશિ પણ વૃશ્ચિક હોવાથી તેમાંથી કેતુનું ભ્રમણ થશે. આ સ્થિતિ જોતા વિરોધીઓ અને પીઠ પાછળ પ્રહાર કરનારાઓથી સાવધાન રહેવું પડશે. 

ગણેશાસ્પીક્સ ટીમ 

04 Nov 2019


View All blogs

More Articles