For Personal Problems! Talk To Astrologer

બુધનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ 2017: રાશિવાર શુભાશુભ અસરો


Share on :


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે. તે વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે. શુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો શુભ ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો અશુભ ફળ આપે છે. તેની વાણી માયાળુ છે. ધંધામાં કૂટનીતિ માટે બુધ કારક ગણવામાં આવે છે. સદા આનંદમાં રહેતો આ ગ્રહ વાયુ તત્વનો છે. દરેક પ્રકારના રસ તેને ભાવે છે. જાતકને સારી વાકછટા બુધના પ્રભાવથી મળે છે. તે ત્વચાનો કારક છે અને કુંડળીમાં જો પાપગ્રહ સાથે યુતિમાં હોય તો થાઈરોઈડની શક્યતા વધારે છે. તે ઉત્તર દિશાનો સ્વામી છે અને પૂર્વ દિશામાં તથા લગ્નમાં બળવાન છે. કન્યા રાશિ તેની ઉચ્ચની રાશિ છે અને કન્યા તેમજ મિથુન રાશિનો સ્વામી છે. મગજના રોગો, ચિત્તભ્રમ, બોલવાની સમસ્યા (જીભ અચકાવી અને તોતળાપણું), યાદશક્તિ ઓછી રહેવી તેમજ ચામડીને લગતા રોગો અને થાઈરોઈડ જેવા રોગો બુધના અશુભ પ્રભાવના કારણે થઈ શકે છે. તારીખ 2-11-2017ના રોજ રાત્રે 00.47 કલાકે બુધ રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશી તારીખ 24-11-2017ના રોજ બપોરે 14.06 કલાક સુધી ત્યાં જ ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિમાં બુધ તારીખ 2 થી 4 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં, તારીખ 5 થી 13 નવેમ્બર સુધી અનુરાધા નક્ષત્રમાં અને તારીખ 14થી 24 નવેમ્બરે બપોર સુધી જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિમાં બુધનું ભ્રમણ રાશિવાર કેવું ફળ આપશે તે અહીં બતાવાયું છે…

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો વૃશ્વિક રાશિની જેમ લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા અહીંયા ક્લિક કરો.)

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો સ્વામી થાય છે અને અષ્ટમ સ્થાનમાંથી તે ભ્રમણ કરશે. નાના ભાઈબહેનો તેમજ મિત્રોની બાબતોમાં બુધનું આ ગોચર અશુભ ફળદાયી નીડવશે જ્યારે નોકરી, નોકરચાકર, મોસાળ, રોગ વગેરે બાબતોમાં મધ્યમ ફળદાયી રહેશે. તારીખ 2થી 4 નવેમ્બર સુધી મિત્રો તેમજ નાના ભાઈબહેનો સાથે નજીવી બાબતોમાં પણ વિવાદ થઈ શકે છે. આ સમયમાં મુસાફરી ટાળવાની સલાહ છે. નોકરી, નોકરચાકરનું ફળ, મોસાળ પક્ષ સાથે સંબંધો વગેરે બાબતોમાં તારીખ 4 થી 13 નવેમ્બર સુધી મધ્યમ ફળ મળશે જ્યારે તારીખ 14થી 24 નવેમ્બર સુધીનો સમય શુભ ફળદાયી રહેશે. અાપના પ્રોફેશન માટે અા સમય સરેરાશ છે. પરંતુ જો અાપ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ ખરીદો છો તો તકો ઉજળી થવાની શક્યતા વધુ રહેશે.

વૃષભઃ 
આપના માટે બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે અને સાતમા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ જાતકો માટે બુધ આર્થિક તેમજ પારિવારિક બાબતોમાં શુભ પરિણામ આપશે. પ્રણયજીવન, વિદ્યાભ્યાસ, સંતાનો, રમતગમત, અંગતજીવન વગેરે માટે તારીખ 4થી 13 નવેમ્બર સુધીનો સમય મધ્યમ રહેશે જ્યારે ત્યારપછી 24 નવેમ્બર સુધીનો સમય બહેતર ફળ આપનારો પુરવાર થશે. આર્થિક બાબતોના નિર્ણયો તમે સમજીવિચારીને લઈ શકશો. ગ્રહો નિરસ પ્રણયજીવનના અણસાર અાપે છે. શું તમે તેને રોમાચિંત બનાવવા માંગો છો. તો અાજે જ પ્રણયસંબંધ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો.

મિથુનઃ 
આપના માટે બુધ લગ્નેશ એટલે કે પ્રથન સ્થાન અને સુખેશ એટલે કે ચતુર્થ સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાંથી તેનું ભ્રમણ થાય છે. આ બુધના પ્રભાવમાં આપની શારીરિક તંદુરસ્તી કથળી શકે છે. માનસિક ચિંતાનો બોજો વધશે. સ્થાવર મિલકતો, માતા, વાહન તેમજ ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા વધશે અને તેમાં સફળતા પણ મેળવી શકશો. તારીખ 2 થી 4 નવેમ્બર દરમિયાન સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. આ તબક્કો માનસિક પરિતાપ વાળો છે. તારીખ 5થી 14 નવેમ્બર સુધીનો સમય સ્થાવર અને જંગમ મિલકતો, માતા સંબંધિત બાબતો અને વાહન સુખ માટે મધ્યમ ફળદાયી રહેશે જ્યારે ત્યારપછીના તબક્કામાં સારું ફળ મળવાની આશા રાખી શકો છો. વ્યક્તિગત જીવનમાં રહેલ પ્રતિકૂળ પરિસ્થિતિ અાપણને સતત ચિંતિત રાખે છે. શું અાપના વ્યક્તિગત જીવનમાં કોઇ સમસ્યાઓ છે? તો અાજે જ અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને સમસ્યાનું નિવારણ મેળવો. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે વૃશ્ચિક રાશિનો બુધ વ્યયેશ અને પરાક્રમેશ થઈને પાંચમે ત્રિકોણ સ્થાનમાંથી પસાર થાય છે. આ જાતકો માટે વૃશ્ચિક રાશિનો બુધ ધાર્મિક બાબતોમાં તેમજ અન્ય પ્રકારે આકસ્મિક ખર્ચની શક્યતા વધારશે. બીમારીમાં સુધારો આવે. તારીખ 2 થી 4 નવેમ્બર દરમિયાન ધાર્મિક સ્થળે જવાનું થાય તેમજ અણધાર્યા ખર્ચની શક્યતા પણ વધશે. તારીખ 5 થી 14 નવેમ્બર દરમિયાન લાંબા અંતરની મુસાફરી, કાકા સાથેના કામકાજો, નાના ભાઈબહેનો તેમજ મિત્રો સંબંધિત બાબતો, વ્યવસાયિક ક્ષેત્રમાં મધ્યમ ફળ મળે જ્યારે તે પછીનો સમય આ બાબતોમાં સારું ફળ અપાવનારો પુરવાર થશે. પ્રેમસંબંધો માટે મધ્યમ ફળદાયી તબક્કો રહેશે. જીવનમાં પૈસા ખૂબ જ મહત્વના છે. તમે સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને નાણાંકીય સમસ્યાનો હલ મેળવી શકો છો. 

સિંહઃ 
આપની રાશિ માટે બુધ લાભ સ્થાન અને ધન સ્થાનનો માલિક બને છે અને ચોથા સ્થાન એટલે કે કેન્દ્રમાંથી પસાર થાય છે. આ ગોચરના પ્રભાવ હેઠળ આપના મૈત્રિ સંબંધોમાં સુમેળ વધશે. આપના પરિચિતો અને મિત્ર વર્તુળમાં વધારો થવાની સંભાવના પણ છે. તારીખ 2 થી 4 નવેમ્બર દરમિયાન સંબંધોમાં સાચવવું પડશે પરંતુ ત્યારબાદ તારીખ 5 થી 14 દરમિયાન મિત્રો સાથે સંબંધોમાં અગાઉના મતભેદો દૂર થશે અને પારદર્શકતા વધશે. આર્થિક તેમજ પારિવારિક બાબતોમાં પણ આ તબક્કો મધ્યમ ફળદાયી રહેશે. જોકે ત્યારપછી તારીખ 24ના મધ્યાહન સુધી ઉપરોક્ત બાબતોમાં તમે ઘણું સારું ફળ મેળવશો. અાપની અાર્થિક સ્થિતિ માટે તબક્કો મધ્યમ ફળદાયી રહે. શું અાપના અાર્થિક ભાવી અંગે વધુ જાણવા માંગો છો. તો અાજે જ સમૃદ્વિ માટેનો રિપોર્ટ મેળવો.

કન્યાઃ 
આપના માટે બુધ લગ્નેશ અને કર્મેશ થઈને ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનમાંથી પસાર થાય છે. આ જાતકોને વૃશ્ચિકનો બુધ શારીરિક તેમજ માનસિક બાબતોમાં મજબૂતી આપનારો પુરવાર થશે. શરૂઆતના તબક્કામાં આપને સ્વાસ્થ્યની નજીવી સમસ્યા થઈ શકે છે પરંતુ આ સમય ખૂબ ટુંકો રહેશે. તારીખ 5મી પછી આપના સ્વાસ્થ્યમાં દેખીતો સુધારો આવે અને સ્ફૂર્તિભર્યો સમય માણી શકશો. તારીખ 14 સુધીનો સમય પિતા સાથેના સંબંધો, વ્યવસાયિક બાબતો, ચિંતા અને સ્વાસ્થ્ય મામલે મધ્યમ ફળદાયી રહેશે પરંતુ તારીખ 15થી 24સુધીનો તબક્કો શ્રેષ્ઠ ફળદાયી પુરવાર થઈ શકે છે. જીવનમાં પ્રોફેશન ખૂબ અગત્યનું છે. શું તમારા જીવનમાં કોઇ ફરિયાદ છે? તો તમે કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન – વિગતવાર જવાબ રિપોર્ટ પ્રાપ્ત કરીને તેને નિવારી શકશો.

તુલાઃ 
આપના માટે બુધ ભાગ્યેશ અને વ્યયેશ થાય છે અને આપની રાશિથી બીજા સ્થાન એટલે કે ધન સ્થાન વૃશ્ચિક રાશિમાંથી બુધનું ભ્રમણ ભાગ્યવૃદ્ધિમાં અવરોધો લાવનારું પુરવાર થશે. ધાર્મિક મુસાફરી માટે મધ્યમ સમય છે જ્યારે આકસ્મિક ખર્ચથી બચી શકશો. અગાઉથી કોઈ બીમારી હશે તો રાહત મળવાની આશા રાખી શકો છો. શરૂઆતમાં કઠીન સમય પછી આ ગોચરના મધ્ય સમયમાં એટલે કે તારીખ 14 સુધીમાં ભાગ્યનો સાથ મધ્યમ મળે પરંતુ તે પછી સ્થિતિ બહેતર થશે. આ ગોચર દરમિયાન વિદ્યાર્થીઓ તેમના ભાવી અભ્યાસ અંગે ગંભીરતાપૂર્વક વિચારે તેવી સંભાવના છે. શિક્ષણ અે જ સફળતાનો પાયો છે. શું શિક્ષણમાં કોઇ તકલીફ છે? તો શિક્ષણ અંગે પૂછો અેક પ્રશ્ન (સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટ તમને તકલીફમાંથી ઉગારશે.

વૃશ્ચિકઃ 
આપના માટે બુધ અષ્ટમ સ્થાન અને અગિયારમા સ્થાનનો માલિક બને છે અને આપની જ રાશિમાંથી એટલે કે દેહભુવનમાંથી પસાર થાય છે. મોટાભાઈ બહેન સાથે સંબંધોમાં સુમેળ વધશે. વડીલો પાસેથી સાથ-સહકારની અપેક્ષા રાખી શકો છો. આર્થિક મોરચે પ્રગતિપૂર્ણ તબક્કો છે પરંતુ ખાસ કરીને શરૂઆતના બે દિવસમાં તમારે થોડા અશુભ પરિણામનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. સ્થિતિ આમતો આપની તરફેણમાં જ છે પરંતુ તબક્કાવાર સુધારો દેખાશે. ખાસ કરીને વારસાગત બાબતો, મિત્રો સાથેના સંબંધો અને તંદુરસ્તીમાં તારીખ 14મી પછી સુધારો દેખાશે. શું વારસાગત મિલકતને લઇને રહેલી તકલીફોથી ચિંતાતુર રહો છો? તો અાજે જ વારસાગત મિલકત અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને ચિંતામુક્ત બનો. 

ધનઃ 
ધન જાતકો માટે બુધ સપ્તમેશ અને કર્મેશ થાય છે અને આપની રાશિથી બારમા એટલે કે વ્યય સ્થાનમાં વૃશ્ચિક રાશિમાંથી પસાર થાય છે. વ્યવસાયિક બાબતો અને પિતા સાથેના સંબંધોમાં આપના માટે આ ગોચર શુભ ફળદાયી નીવડશે. જોકે દાંપત્યજીવન, અંગત જીવન, ભાગીદારીના સંબંધો, જાહેરજીવન વગેરેમાં આ ગોચર આપની તરફેણમાં નથી જેમાં ખાસ કરીને શરૂઆતનો તબક્કો વધુ સાચવી લેવા જેવો છે. આ બાબતોમાં ક્યાંક અશુભ સમાચાર પણ મળી શકે છે. છેલ્લા ચરણમાં વ્યવસાયિક મોરચે શુભ કાર્ય થવાની આશા રાખી શકો છો. જીવનમાં દાંપત્યસુખ ખૂબ જ મહત્વનું છે. પણ દાંપત્યજીવનમાં કષ્ટ ભોગવી રહ્યા છો? તો અાજે જ દાંપત્યજીવન વિશે પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ) રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સૂમેળભર્યા દાંપત્યજીવનનો અાનંદ માણો.

મકરઃ 
વૃશ્ચિક રાશિમાં બુધનું ભ્રમણ આપની રાશિથી અગિયારમા સ્થાન એટલે કે લાભ સ્થાનમાંથી થાય છે. આ ઉપરાંત બુધ આપના છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બને છે. આ ગોચર ખાસ કરીને નોકરી, નોકરચાકરનું સુખ, કામકાજના સ્થળે આપની હાથ નીચે કામ કરતા લોકો દ્વારા સહકાર, મોસાળ પક્ષ, રોગ અને શત્રુ, નોકરીમાં નવી તકો, ભાગ્યવૃદ્ધિની તકો, લાંબી મુસાફરી મામલે સારું ફળ આપશે. શરૂઆતમાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે જેમાં ખાસ કરીને વાણી અને ત્વચા સંબંધિત પ્રશ્નો થઈ શકે છે. વ્યક્તિગત જીવનમાં રહેલી તકલીફોનું નિવારણ મળી શકે છે. અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટ તમારા વ્યક્તિગત જીવનમાં સુખ-શાંતિ લાવી શકે છે.

કુંભઃ 
આપના માટે બુધ પંચમ અને અષ્ટમ સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી દશમ ભાવ એટલે કે કર્મ સ્થાનમાંથી પસાર થતો હોવાથી સ્વાભાવિક રીતે આપના કર્મ (પ્રોફેશનલ) કાર્યોમાં તેની વધુ અસર જોવા મળશે. પ્રેમસંબંધો, સંતાન સુખ, વિદ્યાભ્યાસ, આર્થિક બાબતો, વારસાગત મિલકતો, શારીરિક સ્વાસ્થ્યમાં બુધના ગોચરની અસર જોવા મળે. શરૂઆતના ચરણમાં પ્રણય સંબંધોમાં થોડી નિરસતા વર્તાશે અથવા તમે પ્રિયપાત્રને પુરતો સમય નહીં આપી શકો. સંતાનોનું સુખ મધ્યમ મળે. જોકે આ ગોચરના પાછલા ચરણમાં બૌદ્ધિક પ્રતિભાથી પ્રોફેશનલ મોરચે પરફોર્મન્સ સુધારી શકશો. વારસાગત મિલકતો માટે તારીખ 14 પછીનો સમય બહેતર છે. બુધ ગોચર પ્રમાણે અા અાપનું ફળકથન છે. શું અાપના જીવન વિશે વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ મેળવવા ઇચ્છો છો? તો અાજે જ શું કહે છે મારા જન્માક્ષર સુવિધાનો લાભ ઉઠાવો.

મીનઃ 
મીન રાશિના જાતકો માટે બુધ ચતુર્થ સ્થાન અને સપ્તમ સ્થાનનો માલિક છે અને આપની રાશિથી નવમ સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનમાંથી પસાર થાય છે. માતાનું સુખ, સ્થાવર અને જંગમ મિલકતો, વાહન, ઉચ્ચ અભ્યાસ, ભાગીદારીના સંબંધો અને જાહેરજીવન મામલે આ ગોચર આપના માટે શુભ ફળદાયી રહેશે. શરૂઆતના ચરણમાં દાંપત્યજીવન અને અંગત જીવનમાં થોડા વિપરિત સંજોગોનો સામનો કર્યા પછી તબક્કાવાર સ્થિતિ સુધરતી જણાશે. તારીખ 14થી 24 સુધીના પરિણામો આપના માટે ઉત્તમ ફળદાયી પુરવાર થઈ શકે છે. દાંપત્યજીવનમાં પ્રતિકૂળ સંજોગોનો અણસાર દેખાય છે. અા બાબતે રહેલી ગૂંચવણોને દાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય રિપોર્ટથી દૂર કરી શકાય છે. 


ગણેશજીના આશીર્વાદ સાથે,
પ્રકાશભાઈ પંડ્યા

ત્વરિત ઉપાય માટે અાજે જ જ્યોતિષ સાથે સીધી વાતચીત કરો.

18 Oct 2019


View All blogs

More Articles