For Personal Problems! Talk To Astrologer

બુધનું મીન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન


Share on :


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે. સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરિક ગ્રહ બુધ છે. બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિમાં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશક્તિ, સૌમ્યતા વધારે જોવા મળે છે. તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકે છે. આવા જાતકો દીર્ઘાયુ ભોગવે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તે ઉત્તર દિશામાં બળવાન છે. બુધ જો જાતકની કુંડળીમાં શુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો સારું ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો નબળું ફળ આપે છે. બળવાન બુધ વાળા જાતકોમાં ગ્રહણશક્તિ ખૂબ સારી હોય છે. બુધ જ્યારે કુંડળીમાં રાહુ અથવા કેતુના નક્ષત્રમાં અથવા રાકુ-કેતુ સાથે યુતિમાં હોય તો થાઈરોઈડની સમસ્યા થવાની શક્યતા વધુ રહે છે. સૂર્ય સાથે બુધની યુતિ હોય તેવા જાતકો જીવનમાં સ્કોલર વ્યક્તિ તરીકે નામના મેળવે છે અને ઘણી સારી પ્રસિદ્ધિ પામે છે. જો ચંદ્ર સાથે બુધની યુતિ હોય તો આવા જાતકો લેખક, કવિ બની શકે છે. આવા જાતકો ભાગ્યશાળી હોય છે. ગુરુ સાથે બુધની યુતિ હોય તેવા જાતકો તત્વચિંતક હોય છે. સંગીત, નૃત્યના શોખની હોય છે. શુક્ર સાથે બુધની યુતિ વાળા જાતકો સારા વક્ત હોય છે અને નેતા બનવાના ગુણધર્મો ધરાવે છે. સામાન્ય રીતે તેઓ માર્કેટિંગ તથા મીડિયામાં સંકળાયેલા હોય છે. જો શનિ સાથે બુધની યુતિ હોય તો તેવા જાતકો એકાઉન્ટમાં પ્રગતિ કરી શકે છે. તેઓ અમુકઅંશે નિરાશાવાદી હોય છે. બુધ સાથે રાહુ અથવા કેતુની યુતિ હોય તો તેવા જાતકો ઘણી વખત ચિત્તભ્રમનો શિકાર બની શકે છે. બુધ પોતે શૂન્ય છે માટે કુંડળીમાં જેની સાથે યુતિમાં હોય તે પ્રમાણે તેના ગુણધર્મો જોવા મળે છે.
તા. 3-3-2018ના રોજ સવારે 6.55 વાગ્યાથી ગોચરનો બુધ મીન રાશિમાં ભ્રમણ કરે છે. આ બુધ 9-5-2018 સાંજે 17.28 કલાક સુધી ત્યાં જ રહેશે. આ બુધ 23-3-2018ના રોજ સવારે 5.48 કલાકે વક્રી થાય છે અને 15-4-2018ના રોજ બપોરે 14.42 કલાકે માર્ગી થાય છે. મીન રાશિનો બુધ 3-3થી 5-3 સુધી પૂર્વા ભાદ્રપ્રદ નક્ષત્રમાં, 5-3થી 13-3 સુધી ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં અને 13-3થી 23-3 સુધી રેવતી નક્ષત્રમાં માર્ગી રહેશે. 23-3થી 3-4 સુધી વક્રી બુધ રેવતીમાં, 3-4થી 15-4 ઉત્તર ભાદ્રપ્રદમાં વક્રી રહેશે જ્યારે અને 15-4થી 23-4 સુધી ઉત્તર ભાદ્રપ્રદમાં માર્ગી રહેશે. 23-4થી 9-5 સુધી રેવતીમાં માર્ગી ભ્રમણ કરશે. મીન રાશિમાં ભ્રમણ કરતો આ બુધ બારેય રાશિમાં કેવું ફળ આપશે તેનું વિવરણ અહીં આપવામાં આવ્યું છે.

નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમારી લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે મીનનો બુધ તૃતિયેશ અને છષ્ઠેશ થાય છે અને આપની રાશિથી બારમા સ્થાનમાંથી પસાર થાય છે. આ સમયમાં 3-3થી 5-3 અને 23-3થી 15-4 દરમિયાન ખાસ કરીને નાના ભાઈ બહેનો, નોકરચાકર, મિત્રો, ટૂંકા અંતરની મુસાફરી, વિવિધ પ્રવૃત્તિઓ, મોસાળ પક્ષ, નોકરી, શત્રુ, રોગ વગેરે બાબતોમાં નકારાત્મક પરિણામ મળે જ્યારે 5-3થી 23-3 અને 15-4થી 9-5 સુધી ઉપરોક્ત બાબતોમાં શુભ ફળની આશા રાખી શકો છો.

શું તમને કારકિર્દીથી અસંતોષ છે? તો કારકિર્દીમાં મોટા પરિવર્તન માટે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

વૃષભઃ 
આપના માટે મીન રાશિનો બુધ ધનેશ અને પંચમેશ થઈને આપની રાશિથી અગિયારમા એટલે કે લાભ સ્થાનમાંથી પસાર થાય છે. આર્થિક બાબતો, પ્રણયસંબંધો, નવા સંબંધોની શરૂઆત, વિદ્યાભ્યાસ, સંતાનો સંબંધિત બાબતો, સંતાન પ્રાપ્તિ સંબંધિત બાબતો, કૌટુંબિક બાબતો, શેર-સટ્ટા, રમત-ગમત વગેરે બાબતોમાં તા. 3-3થી 5-3 અને 23-3 થી 15-4 દરમિયાન તમારે વધુ સાચવવું પડશે કારણ કે આ સમયમાં બુધનું ગોચર આપના માટે થોડુ મુશ્કેલ પુરવાર થશે. જોકે તે સિવાયનો તબક્કો અર્થાત 5-3થી 23-3 અને 15-4થી 9-5 સુધીનો સમય આપના માટે એકંદરે બહેતર ફળદાયી પુરવાર થશે.

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

મિથુનઃ 
મિથુન રાશિના જાતકો માટે મીનનો બુધ પહેલા અને ચોથા (દેહસ્થાન અને સુખસ્થાન) સ્થાનનો સ્વામી બને છે અને આપની રાશિથી દશમ એટલે કે કર્મ સ્થાનમાંથી પસાર થાય છે. તા. 3-3થી 5-3 અને 23-3થી 15-4 દરમિયાન ખાસ કરીને માનસિક અને શારીરિક બાબતે તમે થોડી અસ્થિરતા અનુભવશો. બેચેની રહેશે. સ્થાવર કે જંગમ મિલકતોના કાર્યોમાં પણ અપેક્ષા કરતા ઓછુ ફળ મળે. માતા, વાહન અને ઉચ્ચ અભ્યાસના પ્રશ્નો તમને થોડા સતાવી શકે છે. જોકે તા. 5-3થી 23-3 અને 15-4થી 9-5 સુધીના સમયમાં તમે બુધના શુભ પ્રભાવનો ઘણો સારો લાભ ઉઠાવી શકશો.

શું તમે નોકરીમાં મંદ પ્રગતિથી નાખુશ છો? તો તમે અહીંયા ક્લિક કરીને કારકિર્દીને સકારાત્મક દિશા તરફ વાળી શકો છો. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે મીનનો બુધ ત્રીજા અને બારમા (પરાક્રમ અને વ્યય) સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી નવમા એટલે કે ભાગ્ય સ્થાનમાંથી તેનું ભ્રમણ થાય છે. આપને ખાસ કરીને તા. 3-3 થી 5-3 અને 23-3 થી 15-4 દરમિયાન નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સાચવવું પડશે. ટૂંકા અંતરની મુસાફરી શક્ય હોય તો ટાળજો અથવા જોખમો સામે સાવચેત રહેજો. તમારી ધાર્મિક મુસાફરીમાં પણ વિઘ્નો આવી શકે છે. આ ઉપરાંત આકસ્મિક ખર્ચ માટે તૈયારી રાખવી. જોકે, તા 5-3 થી 23-3 અને 15-4 થી 9-5 સુધીના સમયમાં તમને આ બાબતોમાં સકારાત્મક પરિણામ મળવાની આશા રાખી શકો છો.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

સિંહઃ 
સિંહ રાશિના જાતકો માટે મીનનો બુધ બીજા અને અગિયારમા (ધનેશ અને લાભેશ) સ્થાનો માલિક છે આઠમા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ જાતકોને બુધ મધ્યમ પરિણામો આપે. તા. 3-3 થી 5-3 દરમિયાન કૌટુંબિક, આર્થિક બાબતો, મોટા ભાઈબહેન સાથેના સંબંધો, મિત્રો અને નવા લોકો સાથે મુલાકાતો વગેરે બાબતોમાં નકારાત્મક પરિણામ મળે. પરંતુ તા. 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન આ તમામ બાબતોમાં શુભ પરિણામો મળવાની જ્યારે 13-3થી 23-3 દરમિયાન નબળા પરિણામો મળવાની શક્યતા છે. 

તમારા લગ્ન ક્યારે થશે તે જાણવા માટે ઉત્સુક છો? તો અાજે જ ચોક્કસ સમયગાળો જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

કન્યાઃ 
આપના માટે મીનનોબુધ પહેલા અને દસમા સ્થાન (લગ્નેશ અને કર્મેશ)નો માલિક બને છે અને સાતમા સ્થાન એટલે કે કેન્દ્રમાંથી ભ્રમણ કરશે. આ સમયમાં ખાસ કીરને શારીરિક અને માનસિક પરિસ્થિતિ તેમજ કાર્યક્ષેત્રમાં અને પિતા સંબંધિત બાબતોમાં શુભ પરિણામ મળે. તા. 3-3થી 5-3 દરમિયાન આપને થોડો અજંપો અને અપેક્ષા કરતા નકારાત્મક ફળ મળે. તા. 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. કાર્યક્ષેત્રમાં પણ અગાઉની તુલનાએ પ્રગતિ થાય. પિતા સાથે સંબંધો સારા રહે. તા. 23-3થી 15-4 દરમિયાન આ બાબતોમાં નકારાત્મક પરિણામ મળે.

શું તમે કારકિર્દીમાં ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છો? તો અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી સચોટ માર્ગદર્શન મેળવો.

તુલા: 
તુલા રાશિના જાતકો માટે મીનનો બુધ ભાગ્યેશ અને વ્યયેશ થઈને છઠ્ઠા એટલે કે રોગ સ્થાનમાંથી ભ્રમણ કરે છે. ખાસ કરીને 3-3-થી 5-3 દરમિયાન ધાર્મિક બાબતો, ભાગ્ય વૃદ્ધિ. લાંબા અંતરની મુસાફરી, આકસ્મિક ખર્ચ, બીમારી વગેરે બાબતોમાં અશુભ ફળ મળે. તા. 5-3થી 23-3 અને 15-4થી 9-5 સુધી આ બાબતોમાં શુભ ફળ મળે જ્યારે 23-3થી 15-4 દરમિયાન બુધ વક્રી હોવાથી આ બાબતોમાં નકારાત્મક પરિણામ મળે.

શું તમે નોકરીમાં મંદ પ્રગતિથી નાખુશ છો? તો તમે અહીંયા ક્લિક કરીને કારકિર્દીને સકારાત્મક દિશા તરફ વાળી શકો છો. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે મીનો બુધ લાભેશ અને અષ્ટમેશ થઈને પાંચમે ત્રિકોણ સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ જાતકોને મોટાભાઈ બહેનો, આર્થિક બાબતો, વારસાગત મિલકતો, મિત્રો સાથે સંબંધો અને સ્વાસ્થ્ય વગેરે બાબતોમાં ખાસ કરીને 3-3થી 5-3 દરમિયાન અને 23-3 અને 15-4 દરમિયાન નકારાત્મક પરિણામો મળે જ્યારે 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન આ તમામ બાબતોમાં સારા પરિણામની આશા રાખી શકો છો.

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

ધનઃ 
ધન રાશિના જાતકો માટે મીનનો બુધ સાતમા અને દસમા સ્થાનો સ્વામી બને છે અને ચોથા સ્થાનમાંથી ભ્રમણ કરે છે. આ જાતકોને 3-3થી 5-3 અને 23-3થી 15-4 દરમિયાન દાંપત્યજીવન, અંગત જીવન, જાહેરજીવન, કર્મ ક્ષેત્ર, પિતા સાથેના સંબંધો, ભાગીદારી, વગેરે બાબતોમાં વધારે સાચવવું પડશે જ્યારે 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન આ બાબતોમાં સારું ફળ મળવાનીઆશા રાખી શકો છો.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

મકરઃ 
મકર રાશિના જાતકો માટે મીનનો બુધ છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક થઈને ત્રીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે. તા. 3-3થી 5-3 અને 23-3 થી 15-4 દરમિયાન નોકરી, મોસાળ પક્ષ, સાળા-સાળી, રોગ-શત્રુ, ભાગ્ય વૃદ્ધિને લગતી બાબતો, ધાર્મિક બાબતો, નોકર-ચાકર વગેરે બાબતોમાં મધ્યમ અથવા નબળું ફળ મળી શકે છે જ્યારે 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન આ બાબતોમાં સારું ફળ મળવાની આશા રાખી શકો છો. 

શું તમે કારકિર્દીમાં ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છો? તો અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી સચોટ માર્ગદર્શન મેળવો.


કુંભઃ 
કુંભ રાશિના જાતકો માટે મીનનો બુધ પંચમ અને અષ્ટમ સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી બીજા એટલે કે ધન સ્થાનમાંથી ભ્રમણ કરે છે. પ્રણય સંબંધો, સંતાન સુખ, વિદ્યાભ્યાસ, શેર-સટ્ટાકીય બાબતો, રમતગમત, આર્થિક, વારસો, સામાન્ય તંદુરસ્તી વગેરે બાબતોમાં તા. 3-3થી 5-3 અને 23-3થી 15-4 દરમિયાન નબળું પરિણામ મળી શકે છે જ્યારે તા. 5-3થી 23-3 અને 15-4થી 9-5 દરમિયાન સારું પરિણામ મળી શકે છે.

શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે કેમ? તમારી દરેક શંકાઓને દૂર કરવા હમણાં જ નિષ્ણાતોનું માર્ગદર્શન પ્રાપ્ત કરો.

મીનઃ 
આપના માટે બુધ સપ્તમ સ્થાન અને ચતુર્થ સ્થાનનો માલિક બને છે અને આપની રાશિમાંથી એટલે કે લગ્ન સ્થાનમાંથી પસાર થાય છે. આ સમયમાં ખાસ કરીને તા. 3-3થી 5-3 અને 23-3થી 15-4 દરમિયાન સ્થાવર મિલકતો, માતા, બહેન, ઉચ્ચ અભ્યાસ, દાંપત્યજીવન, અંગત અથવા જાહેર જીવન, ભાગીદારી વગેરેમાં સામાન્ય અથવા નકારાત્મક પરિણામ મળી શકે છે, જ્યારે 5-3થી 23-3 અને 15-4થી 5-9 દરમિયાન આ બાબતોમાં તમે સારું ફળ મળવાની આશા રાખી શકો છો.

શું તમારા માટે નોકરીમાં ફેરબદલ લખેલી છે? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે પરામર્શ મારફતે અા અંગે સ્પષ્ટતા મેળવો.

ગણેશજીના આશીર્વાદ સાથે,
બિંદુબેન પંડ્યા

અાપની વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાતચીત કરો. 

03 Mar 2018


View All blogs

More Articles