For Personal Problems! Talk To Astrologer

બુધનું સિંહમાં ભ્રમણ: જીવનમાં શુભ-અશુભ પ્રસંગો-ઘટનાઓના સાક્ષી બનવાનો સમય..!


Share on :


બુધ ગ્રહ અે ગ્રહોમાં યુવરાજ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગણિત, વિદ્યા, વેપાર, વાણિજ્યનો કારક માનવામાં અાવે છે. બુધ ખાસ કરીને કમ્યુનિકેશન, મધુર વાણી તેમજ માર્કેટિંગનો કારક છે. બુધ 21 જુલાઇથી 26 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરવા જઇ રહ્યો છે ત્યારે વિવિધ રાશિના જાતકોના જીવનમાં સારા કે ખરાબ પ્રસંગો, ઘટનાઓ, પરિવર્તનો આકાર લશે. ચાલો લોકોના જીવનમાં અાનવારા અા પરિવર્તનો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. 

(નોંધ: અા ફળકથન ખાસ કરીને ચંદ્ર રાશિને ધ્યાનમાં રાખીને કરવામાં અાવ્યું છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમારી લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો.

મેષ:
મેષ રાશિ માટે બુધ પાંચમા સ્થાનથી ભ્રમણ કરશે. બુધ મહારાજની કૃપાદૃષ્ટિથી વેપારીઓને વ્યવસાયમાં ધનલાભ થાય તેમજ વિદ્યાર્થી જાતકોને વિદ્યાભ્યાસમાં વિશેષ રીતે લાભ થાય. નવદંપતિઓને સંતાન પ્રાપ્તિના યોગ છે. સંતાનો દ્વારા સારા સમાચાર મળે. નવયુવાનોના પ્રેમ સંબંધો થાય. અામ મેષ રાશિના જાતકો માટે અા ભ્રમણ શુભ કહી શકાય. અા ગોચર દરમિયાન વ્યાવસાયિકોને વિશેષ રીતે લાભ થશે. જો કે તમારી કમાણીમાં વધારો કરવા માંગતા હોવ તો અગાઉથી ભવિષ્યને જાણવું અાવશ્યક છે. અાજે 2017 બિઝનેસ રિપોર્ટની ખરીદી કરીને ભવિષ્યને અગાઉથી જાણીને વ્યવસાયમાં વૃદ્વિના દ્વાર ખોલો. 

વૃષભ:
બુધનું અા ગોચર વૃષભ રાશિના જાતકોના જીવનમાં પણ અનેક નવી ઘટનાઓ લાવશે. અહીંયા બુધ ચોથા સ્થાનથી ભ્રમણ કરશે. જાતકોને આનંદપ્રમોદની પ્રવૃત્તિઅો તરફ પ્રેરશે જેમાંથી તેઓને સુખની અનુભૂતિ થશે. સુખસગવડો માટે નવા સાધનો વસાવો. ગૃહઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા જાતકોને વિશેષ રીતે ફળ મળે. માતાનું વાત્સલ્ય અને પ્રેમ મળે. અેકંદરે અા સમય સાનુકૂળ બની રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં ઉતાર ચડાવ જોવા મળે છે. પણ ક્યારેક કેટલાક પ્રશ્નોથી મન ગૂંચવાયેલું રહે છે. શું કેટલાક પ્રશ્નો તમને સતાવી રહ્યા છે? તો અાજે જ પૂછો કોઇ પણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને શંકાઓ દૂર કરો અને જીવનને સુખમય બનાવો. 

મિથુન:
મિથુન રાશિમાં બુધ ત્રીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે. અા બુધ મિથુન રાશિના જાતકોને સાહસ પરાક્રમ તરફ લઇ જવા તરફ દોરશે તેવું ગણેશજી કહે છે. વેપારમાં કોઇ પ્રકારનું સાહસ કરવા માટે પ્રેરિત કરશે તેવી સંભાવના છે. અા સાહસથી અાગળ જતા અાર્થિક લાભ પણ થાય. ભાઇ-ભાંડુ સાથે સૂમેળભર્યા સંબંધો રહે. ભાઇ સાથેના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને. નાના પ્રવાસનું અાયોજન થાય. માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં રહેલા જાતકોને અા ગોચર સારી નામના અપાવશે. મિથુન રાશિના જાતકો માટે અા ભ્રમણ શુભ રહેશે. ગણેશજી અાપના માટે સારી અાર્થિક સ્થિતિના અેંધાણ દર્શાવી રહ્યા છે. પણ તેમાં વધુ સુધારો કરવો હોય તો અમે તમને મદદ કરી શકીએ છીએ. અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને ભાવિને અગાઉથી જાણીને તેમાં સુધારો કરો. 

કર્ક:
કર્ક રાશિમાં બુધ બીજા સ્થાનમાંથી ગોચર કરશે. અા બુધના અાશીર્વાદથી પારિવારિક પ્રશ્નોનું સુખદ રીતે નિરાકરણ અાવશે જેને કારણે ઘરમાં અાનંદિત માહોલ પ્રવર્તે. પારિવારિક સુખ મળે. વીમા, માર્કેટિંગ તેમજ પરામર્શ ક્ષેત્રમાં નોકરી કરતા જાતકો તેની મધુર વાણીથી વધુ અાવક રળી શકશે અને તેઓની કમાણીમાં પણ વધારો થાય. તેઓ પણ અાપની કમાણીમાં વૃદ્વિના સાક્ષી રહેશે. કારકિર્દીમાં અાગળ શું બનશે તે વિશે જાણવા ઉત્સુક છો? તો અાજે જ કારકિર્દીમાં ક્યા ક્ષેત્રે સફળતા મળશે? રિપોર્ટ મેળવો. 

સિંહ:
બુધ સિંહ રાશિમાંથી પસાર થતા સિંહ રાશિના જાતકો અાર્થિક રીતે વધુ સદ્વર બનશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. સમાજમાં યશકિર્તી અને ખ્યાતિ પ્રાપ્ત થાય. લોકો તમારા કામ કે ગુણોથી પ્રભાવિત થશે. વિદ્યાર્થી જાતકોની બૌદ્વિક શક્તિમાં વૃદ્વિ થવાને કારણે તેઓ વિદ્યાભ્યાસમાં ઉન્નતિ તરફ અાગળ વધશે. બુધ સિંહ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે. અાપના અભ્યાસને લઇને મનમાં અનેક  સવાલો હશે. તો શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન(વિગતવાર સલાહ) મંગાવો અને ભવિષ્ય વિશે વિગતવાર ફળકથન અને જરૂરી માર્ગદર્શન મેળવો.   

કન્યા:
કન્યા રાશિમાં બુધ બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. વિદેશગમનની ઇચ્છા રાખતા જાતકોની ઇચ્છા અા સમયમાં પરિપૂર્ણ થાય તેવી શક્યતા છે. કન્યા રાશિનો સ્વામી બુધ બારમાં સ્થાનમાં ભ્રમણ કરતો હોવાથી સ્વાસ્થ્ય સંબંધી કોઇ તકલીફ ઊભી થઇ શકે છે. અા સમયમાં અગાઉથી અાર્થિક અાયોજન કરીને અાગળ વધવું હિતાવહ છે અન્યથા નાણાંનો વ્યય થાય તેવી સંભાવના નકારી શકાય નહીં. અા ગોચર કન્યા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી નિવડે.  સંપત્તિ ખૂબ મહત્વ ધરાવે છે. પણ સમયની સાથોસાથ તેમાં વૃદ્વિ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ સંપત્તિની બાબતમાં ક્યાંક અટવાયેલા હોવ તો તમારી અા અસમંજસને દૂર કરવામાં અમારો સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટ મદદરૂપ બની શકે છે.    

તુલા:
તુલા રાશિમાં બુધ અગિયારમાં ભાવથી ગોચર કરશે. અા ગોચરની ફળશ્રુતિરૂપે જાતકને અચાનક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધનલાભ થાય. દરેક કામમાં કે વિલંબમાં પડેલા કામોમાં મિત્રો તરફથી પુરતી મદદ મળી રહેશે. નવા લોકો સાથે મૈત્રી થાય તેમજ નવયુવાનો વિજાતીય પાત્ર તરફ અાકર્ષિત થાય તેમજ પ્રેમસંબંધો બંધાય તેવા પણ યોગ છે. સંતાન માટે પ્રયત્ન કરતા દંપતીને અા સમયમાં સફળતા મળે. ભાગીદારી પેઢીમાં ભાગીદારથી કોઇ લાભ થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. શું તમારા જીવનમાં પણ કોઇક ખાસ પાત્ર છે? પ્રણય સંબંધો – પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટથી પ્રણયજીવનમાં રહેલી સમસ્યાઓનો જ્યોતિષશાસ્ત્રની મદદથી ઉકેલ મેળવો. 

વૃશ્વિક:
વૃશ્વિક રાશિ માટે બુધ દશમ ભાવમાંથી ગોચર કરશે. વેપારીઓ અાર્થિક રીતે વધુ મજબૂત બનશે. નોકરીયાત જાતકોને કાર્યસ્થળે વધુ સૌહાર્દપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય તેમજ તેમના કાર્યની પ્રસંશા અને કદર પણ થાય. વીમા, માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ રીતે અાર્થિક લાભ થાય તેવા પ્રબળ યોગ છે. વ્યક્તિઅે નાણાં રળવા માટે સંઘર્ષ કરવો પડે છે. શું તમે પણ સંઘર્ષ કરી રહ્યા છો? મદદની જરૂર છે? તમે 2017 અાર્થિક રિપોર્ટથી અાર્થિક ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો. 

ધન:
ધન રાશિમાં બુધ ભાગ્ય સ્થાનથી ભ્રમણ કરશે. ભાગ્યના દરવાજા ખુલશે જેને કારણે ભાગ્યવૃદ્વિની તકો સાંપડે. ઉચ્ચ અભ્યાસમાં જોડાવા માંગતા તેમજ તે માટે વિદેશ જવા માગતા વિદ્યાર્થી જાતકોની અા ઇચ્છા પૂરી થાય તેવી શક્યતા છે. નોકરીયાત જાતકોને નવી નોકરી માટેના અવસરો મળે. પિતા સાથેના સંબંધો વધુ સૂમેળભર્યા રહેશે. અેકંદરે ધન રાશિ માટે અા ભ્રમણ શુભ ફળદાયી નિવડે. શું કારકિર્દી અંગે ચિંતા તમને કોરી ખાય છે? તો તમારી ચિંતાઓ દૂર કરવા માટે 2017 કારકિર્દી રિપોર્ટ ખરીદો અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી જાણીને પૂર્વતૈયારી સાથે કારકિર્દીને વધુ પ્રગતિકારક બનાવો.

મકર:
મકર રાશિના જાતકોને બુધ અષ્ટમ સ્થાનથી ગોચર કરશે. તેથી અા સમયમાં ખાસ કરીને માંદગીના અણસાર હોવાથી સ્વાસ્થ્યની વિશેષ રીતે તકેદારી રાખવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. કાર્યસ્થળે તમારી વાણી કે વર્તણુકથી ઉપરી અધિકારીઅો સાથે મતભેદ કે ખટરાગ ઉત્પન્ન ના થાય તે ધ્યાન રાખવું. ભાગ્યેશના અષ્ટમ સ્થાનમાંથી ગોચરને કારણે કાર્યમાં વિલંબ થાય કે અટકે. પિતા સાથે કોઇ કારણોસર અણબનાવના પ્રસંગો બને. અામ મકર રાશિ માટે અા ગોચર મિશ્ર કહેવાય. સંબંધો અાપણને જોડી રાખે છે, શું તમે સંબંધોમાં અવરોધોથી પરેશાન છો? તો 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવો.

કુંભ:
કુંભ રાશિમાં બુધ સપ્તમ ભાવથી ભ્રમણ કરશે. કુંભ રાશિના જાતકોને દાંપત્યજીવનમાં મધુરતા તેમજ અાનંદનું વાતાવરણ છવાયેલું રહેશે તેમજ સંબંધો વધુ હૂંફ અને પ્રેમથી વધુ ગાઢ બનશે. સંતાન ઇચ્છુક દંપતીને અા સમયમાં પ્રયત્નો સાર્થક નિવડે. પ્રવાસ કે કોઇ યાત્રાનું અાયોજન થાય. સરકારી કાર્યક્ષેત્રમાં લાભ થાય. લોકોનો સાથ સહકાર મળે. કુંભ રાશિ માટે સાનુકૂળ સમય બની રહેશે. સંબંધો મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી અાપણને જીવનમાં સહકાર અને શક્તિ મળે છે. પણ ક્યારેક સંબંધોની અાંટીઘૂંટી તમારી શાંતિ છીનવી લે છે. શું તમારા મનમાં પણ અંશાતિ છે? તો સંબધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો.  

મીન:
મીન રાશિની વાત કરીએ તો આપની રાશિથી બુધ છઠ્ઠા સ્થાનમાંથી ગોચર કરશે. નોકરી કે ધંધામાં કોઇ લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ રહે. શત્રુઓ પણ તમારી પાસે મૈત્રીનો હાથ લંબાવે. છઠ્ઠા સ્થાનથી ગોચરને કારણે બિમારીના યોગ હોવાથી સ્વાસ્થ્યની પરેજી પાળવી. દાંપત્યજીવનમાં કોઇ કારણોસર મતભેદ ના થાય તે માટે સમજદારીપૂર્વકનો વ્યવહાર અાત્મસાત કરવો. અેકંદરે મીન રાશિના જાતકો માટે અા ગોચર મિશ્ર ફળદાયી નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. વ્યાપાર અાપણને અાજીવીકા પૂરી પાડે છે તેથી ખૂબ મહત્વપૂર્ણ છે. તમારા વ્યાપારને પણ સમૃદ્વિ તરફ લઇ જવા માટે 2017 બિઝનેસ રિપોર્ટ અાજે જ ઓર્ડર કરો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા 

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો.17 Jul 2017


View All blogs

More Articles