For Personal Problems! Talk To Astrologer

બુધનું મિથુન રાશિમાં ભ્રમણ: વિવિધ રાશિના જાતકો પર તેની શુભાશુભ અસરો વિશે જાણો..!


Share on :


સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે. સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે. પૃથ્વીથી આશરે 3 કરોડ 59 માઈલ દૂર છે. સૂર્યથી તેનું અંતર 28 અંશથી વધારે ન હોવાથી જન્મ કુંડળીમાં તેનું સ્થાન સૂર્યની સાથે અથવા સૂર્યથી બીજા કે બારમા સ્થાનમાં હોય છે. તે ઉત્તર દિશાનો સ્વામી છે. ક્રીડાંગણ તેનું સ્થાન છે. શુદ્ધવર્ણનો અને રજોગુણી નપુંસક સંજ્ઞક ગ્રહ છે. બુધ વૈશ્યો અને શુદ્રોનો કારક છે. શરીરમાં ચામડી પર તેનું પ્રભુત્વ છે. તેનો રંગ લીલો છે. તે અથર્વવેદનો સ્વામી છે. તેના દેવતા વિષ્ણુ અને રત્ન પાનું (પન્ના) છે. ગોચરનો બુધ મિથુન રાશિમાં 18 જૂનથી 2 જુલાઇ સુધી ભ્રમણ કરશે. અા ભ્રમણની દરેક રાશિના જાતકો પર અસર થશે. ચાલો તેની અસર વિશે જાણીઅે..!

મેષ રાશિ: 
18 જૂનથી 2 જુલાઇ સુધી બુધનું ભ્રમણ થશે. અા સમયમાં અાપને અહીં દર્શાવેલા દરેક પાસાઅોમાં ખૂબ સારું ફળ મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. મેષ રાશિના જાતકોઅે અા સમય દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું. નાના ભાઇ બહેન સાથે વૈચારિક મતભેદ ઉદ્ભવે. મિત્રો સાથે વાદ વિવાદ થાય. નોકરી, નોકર-ચાકર, તંદુરસ્તી, મોસાળ પક્ષ વગેરે બાબતોમાં નકારાત્મક પરિણામો મળે. 21 જૂનથી 27 જૂન દરમિયાન ટૂંકા અંતરની મુસાફરી થાય. નાના ભાઇ બહેનો તથા મૈત્રિક સંબંધોમાં સાનુકૂળ સમય છે. નોકરીમાં અનુકૂળતા જોવા મળે. મોસાળ પક્ષથી કોઇ રીતે લાભ થાય. શારીરિક તંદુરસ્તી સારી રહે. 27 જૂનથી 2 જુલાઇ સુધીમાં મુસાફરીમાં અંતરાયો અાવી શકે. નાના ભાઇ બહેનો સાથે વિસંગતતા સર્જાય. નોકરીમાં ઉપરી અધિકારીઅો સાથે ચકમક રહે. મોસાળથી મધ્યમ લાભ થાય. તબિયત માટે કાળજી રાખવી. તમારુ નોકરીનું ભાવિ સારું રહેશે.  ગ્રહો તમારી નોકરી માટે સારા સંકેતો અાપી રહ્યા છે, પણ જો તેમ છત્તાં તમારે કોઇ પ્રશ્ન હોય તો તમે કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને જવાબ મેળવી શકો છો. 

વૃષભ રાશિ:
વૃષભ રાશિ માટે અા ભ્રમણ અાર્થિક, પારિવારિક, પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાન, રમતગમત, અાર્થિક બાબતોમાં શુભ પરિણામ અાપશે તેવું ગણેશજીને લાગે છે. 18-21 જૂન દરમિયાન અાર્થિક અને પારિવારિક બાબતોમાં સમસ્યાઅો રહે. પ્રણયસંબંધો નિરસ રહે. વિદ્યાભ્યાસમાં મન ના લાગે. સંતાનો સાથે કોઇ કારણે મતભેદ સર્જાય. રમતગમત ક્ષેત્રમાં નિષ્ફળતા સાંપડે. 21-27 જૂન દરમિયાન પ્રણયસંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. અાર્થિક બાબતે વૃદ્વિ થાય. પરિવારમાં અાનંદ જળવાઇ રહે. વિદ્યાર્થી જાતકને પરીક્ષામાં સારું ફળ પ્રાપ્ત થાય. સંતાનો સાથે સારો તાલમેલ રહે. 27 જૂનથી 2 જુલાઇ દરમિયાન નાણાંકીય ખેંચ વર્તાય. પરિવારમાં કુસંપ રહે. પ્રણયસંબંધમાં ગેરસમજ ઊભી થાય. રમતગમતમાં મધ્યમ પરિણામ મળે. તમારી નાણાકીય સ્થિતિમાં અાવનારી સમસ્યાઅોને ઉકેલવાનો સમય અાવી ચૂક્યો છે. તમે તમારું ભાવિ જાણીને તેનો ઉકેલ મેળવી શકો છો. અાજે જ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને અાર્થિક ભાવિ વિશે જાણી શકો છો તેમજ સમસ્યાઅોનો ઉકેલ પણ મેળવી શકો છો. 

મિથુન રાશિ:
મિથુન રાશિના જાતકો માટે અા ભ્રમણ શારીરિક અને માનસિક પરિસ્થિતિ, સ્થાવર અને જંગમ મિલકતો, માતા તથા વાહન સંબંધિત બાબતોમાં શુભ ફળદાયી પૂરવાર થાય. 18-21 જૂનના સમયગાળામાં શારીરિક અને માનસિક થાક અનુભવાય જેને કારણે માનસિક ઉદ્વેગ અને ઉચાટ રહ્યા કરે. સ્થાવર-જંગમ મિલકતો અંગેના કામકાજોમાં વિધ્ન કે કોઇ ગુંચવાડો થાય તેવી સંભાવના છે. માતા સાથે મતભેદો સર્જાય. અકસ્માત થવાની સંભાવના હોવાથી વાહન ચલાવવામાં કાળજી રાખવી. 21- 27 જૂન દરમિયાન સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. મન પ્રફુલ્લિત રહે. માલ-મિલકતને લગતા પ્રશ્નોનો સુખદ રીતે ઉકેલ અાવતા મન હરખાય. માતા સાથુ સંબંધો વધુ સૂમેળભર્યા બને. 27 જૂનથી 2 જુલાઇ દરમિયાન વાહન લે વેચમાં કોઇ જાતનો વિલંબ થાય. માતા-પિતા સાથે કોઇ મતભેદ રહે. દરેક સમસ્યાઅોનું નિરાકરણ હોય છે. તમે અા સમસ્યાઅોનું નિરાકરણ મેળવીને જીવનને વધુ સુંદર બનાવી શકો છો. તમારી સૌથી વિકટ સમસ્યાનો જવાબ મેળવો અને જીવનને સરળ બનાવો. 

કર્ક રાશિ:
બુધ 18 જૂનથી 2 જુલાઇ દરમિયાન મિથુન રાશિમાં ભ્રમણ કરશે જે કર્ક રાશિના જાતકોને મુસાફરી, નાના ભાઇ બહેન, મિત્રો સાથેના સંબંધો, પ્રવૃત્તિઅો, અાકસ્મિક ખર્ચ અને બિમારી તેમજ ધાર્મિક બાબતોમાં શુભ ફળ અાપશે તેવું ગણેશજી કહે છે. 18-21 જૂન દરમિયાન બને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું. નાના ભાઇ બહેનો સાથે મતભેદ થાય. મિત્રો સાથે વિખવાદ થાય. અાકસ્મિક ખર્ચ અાવી જતા અાર્થિક અાયોજન ખોરવાય. બિમારી થવાની સંભાવના નકારી શકાય નહીં. ધાર્મિક કામકાજોને લઇને કોઇ ખર્ચ થાય. 21-27 જૂન દરમિયાન કોઇ યાત્રા પ્રવાસનું અાયોજન થાય. પરિવારમાં સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બને. મિત્રો સાથે મિલન મેળાવડાના પ્રસંગો યોજાય. સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. તીર્થયાત્રાનું અાયોજન થાય. 27 જૂનથી 2 જુલાઇના ગાળામાં મિત્રો સાથે કોઇ વાતને લઇને વિવાદ થાય, ભાઇ-બહેન સાથે કોઇ બોલાચાલી થઇ શકે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ રહે. સંબંધો ખૂબ જ મહત્વના છે. તે જીવનના દરેક સ્તરે અાપણને ખૂબજ મદદરૂપ બને છે. અમારો 2017ના વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ મેળવો અને સંબંધોને વધુ અમૂલ્ય બનાવો. 

સિંહ રાશિ:
મિથુન રાશિનો બુધ મૈત્રી તેમજ મોટા ભાઇ બહેન સાથેના સંબંધો, અાર્થિક લાભ, પારિવારિક સુખમાં શુભ ફળદાયી નિવડે. 18-21 જૂન સુધીમાં મૈત્રી સંબંધોમાં અણબનાવ થાય. મોટા ભાઇ કે બહેન સાથે મનદુ:ખના પ્રસંગો બને. અાર્થિક લાભ અટકે કે તેમા વિલંબ થાય. પરિવારમાં અંજપો અને અસમંજસનો માહોલ પ્રવર્તે. 21-27 જૂન દરમિયાન મિત્રો સાથે અાનંદની પળો વ્યતિત કરશો. અટકેલા અાર્થિક લાભ મળતા અાર્થિક રીતે વધુ સદ્વર થાવ. 27 જૂનથી 2 જુલાઇના સમયગાળામાં નાણાકીય કટોકટી કે કોઇ બીજો પ્રશ્ન તમારા મનને વ્યાકૂળ કરે. પરિવારમાં પણ કોઇ કારણોસર નિરસ વાતાવરણ પ્રવર્તે. જો નક્કર અાર્થિક અાયોજન કરવામાં અાવે તો અાર્થિક સફળતા પ્રાપ્ત કરી શકાય છે, તમે અમારો 2017 અાર્થિક રિપોર્ટ મેળવીને ચોક્કસ અાર્થિક અાયોજન સાથે અાગળ વધી શકો છો જે તમારી સમૃદ્વિમાં વધારો કરશે. 

કન્યા રાશિ:
મિથુન રાશિમાં બુધ કન્યા રાશિના જાતકો માટે શારીરિક અને માનસિક, કાર્યક્ષેત્ર, પિતા સંબંધિત બાબતોમાં શુભ ફળ અાપશે. અાપને કાર્યક્ષેત્રે કોઇ નવીન તકો સાંપડે જેને કારણે પ્રગતિના દ્વાર ખુલે. 18-21 જૂન દરમિયાન શારીરિક થાક લાગે. મનમાં ઉચાટ અને ઉદ્વેગ રહ્યા કરે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઅો સાથે અણબનાવ કે બોલાચાલી થવાની શક્યતાઓ હોવાથી વિનમ્ર વ્યવહાર કરવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. પિતા સાથે કોઇ બાબતે તકરાર થાય. 21-27 જૂન દરમિયાન નોકરીમાં સાનુકૂળતા રહે. દરેક કામકાજો વિના વિધ્ને પાર પડે. માતા પિતા સાથેના સંબંધો વધુ અતૂટ બને. 27 જૂનથી 2 જુલાઇ સુધીમાં સ્વાસ્થ્ય કથળે તેવી સંભાવના હોવાથી વિશેષ રીતે તકેદારી રાખવાની સલાહ છે. કામકાજના સ્થળે ઉપરીઅો સાથે કોઇ ટકરાવ ના થાય તે ખાસ ધ્યાન રાખવું. તમે તમારા ભવિષ્ય વિશે જાણીને કેટલાક ચોક્કસ પરિવર્તનોથી સમસ્યાઅોનું નિરાકરણ મેળવવા ઇચ્છો તો અાજે જ 2017નો કારકિર્દી રિપોર્ટ અચૂક ખરીદો. 

તુલા રાશિ:
મિથુન રાશિમાં બુધનું ભ્રમણ અાપને ધાર્મિક યાત્રા માટે ખૂબ જ સાનુકૂળ જણાઇ રહ્યું છે. ભાગ્યવૃદ્વિની તકો સાંપડે. અાર્થિક અને સ્વાસ્થ્ય, નાના સાળા-સાળીની બાબતોમાં સારું ફળ પ્રાપ્ત થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 18-21 જૂન દરમિયાન ધાર્મિક યાત્રા માટે મધ્યમ સમય કહી શકાય. ભાગ્યવૃદ્વિ થવામાં વિધ્નો અાવે. અાકસ્મિક બિમારીથી સાચવવું. અણધાર્યો ખર્ચ થાય. 21-27 જૂન દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેતા શારીરિક સ્ફૂર્તિ અને જોશનો અહેસાસ થાય. માનસિક પ્રફુલ્લિતા જળવાઇ રહે. 27 જૂનથી 2 જુલાઇના સમયમાં કામકાજમાં નસીબનો સાથ ના મળતા તે વિલંબમાં પડે કે અટકે. લાંબા ગાળાની ખુશી માટે પ્રોફેશનલ જીવનમાં સફળતા ખૂબજ અાવશ્યક છે. તો કારકિર્દીમાં ક્યા ક્ષેત્રે સફળતા મળશે રિપોર્ટથી તમે પ્રોફેશનલ જીવનમાં સફળતાના શિખરો સર કરશો. 

વૃશ્વિક રાશિ:
વૃશ્વિક રાશિના જાતકો માટે બુધનું મિથુન રાશિમાં ભ્રમણ મિત્રો, અાર્થિક લાભ, મોટા ભાઇ-બહેન, વારસાગત મિલકત અને સ્વાસ્થ્ય માટે શુભ ફળદાયી નિવડે. 18-21 જૂનના તબક્કામાં અાર્થિક દૃષ્ટિઅે નાણાંની ખેંચ રહે. મિત્રો સાથે કોઇ બાબતે મનદુ:ખના પ્રસંગો બની શકે. મોટા ભાઇ બહેન સાથે સંબંધોમાં થોડી નરમાશનું વાતાવરણ પ્રવર્તે. વારસાગત મિલકતની બાબતોમાં કોઇ ગુંચવાડો થાય. 21-27 જૂન દરમિયાન મિત્રો સાથેના સંબંધો સૂમેળભર્યા બની રહે. અાર્થિક લાભની પ્રાપ્તિ થાય. વારસાગત મિલકતને લગતા કામો ઉકેલાઇ જાય. ભાઇબહેન સાથે પ્રેમભાવ વધે. 27 જૂનથી 2 જુલાઇ દરમિયાન નાણાકીય દૃષ્ટિઅે સંગીન સમય કહી શકાય. કમાણી વધે. માલ-મિલકતને લઇને અટેકલા કામો હવે જલ્દી અાગળ વધશે. નાણાકીય સમસ્યાઅો અાપણી બચત અને સંપત્તિ અેમ બન્નેમાં ઘટાડો કરે છે. પણ બેફિકર રહો તમે તેને બદલી શકો છો. તમે અાજે જ સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન (સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટથી નાણાકીય પ્રશ્નો અંગે સચોટ માર્ગદર્શન મેળવો. તેનાથી તમારી સમૃદ્વિ વધારી શકશો તેમજ વધુ સમૃદ્વ જીવન તરફ આગળ વધશો.  

ધન રાશિ:
મિથુન રાશિમાં બુધ 18 જૂનથી 2 જુલાઇ સુધી ગોચર કરશે, જે ધન રાશિના જાતકો પર પણ અસર કરશે. તેઅોને કામકાજ, પિતા સંબંધિત બાબતો, જાહેર અને અંગત જીવન, દાંપત્યસુખ, ધંધાકીય ભાગીદારી વગેરે બાબતે શુભ પરિણામ અાપશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 18-21 જૂન દરમિયાન કાર્યક્ષેત્રમાં સહકર્મીઅો સાથે મતભેદ કે પછી અન્ય કોઇ સમસ્યા સર્જાય. પિતા સાથે ગેરસમજ કે પછી વિસંવાદિતા રહે. જાહેરજીવનમાં અપયશ મળે. અંગત અને દાંપત્યજીવનમાં પ્રશ્નો ઉદ્ભવે. ભાગીદારીમાં તકરાર થવાની શક્યતા રહે. 21-27 જૂન દરમિયાન કાર્યક્ષેત્રે પ્રગતિ થાય. જાહેરજીવનમાં યશકિર્તી અને ખ્યાતિ પ્રાપ્ત થાય. 27 જૂનથી 2 જુલાઇ સુધીમાં પિતા સાથે સંબંધોમાં નરમાશ રહે. અંગતજીવન, દાંપત્યજીવન, જાહેરજીવન તેમજ ભાગીદારીના સંબંધોમાં વિસંવાદિત સર્જાય. સંબંધોમાં અનેક શંકાઅો હોય છે જેમાં અાપણે હરહંમેશ ગુંચવાયેલા રહીઅે છીએ. પરંતુ તમારી સંબંધોમાં રહેલી અા મૂંઝવણ દૂર કરવા માટે અમારો સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ ચોક્કસપણે મદદ કરી શકે છે. અા રિપોર્ટથી સંબંધોમાં રહેલી અાંટીઘૂટીના મૂળ સુધી પહોંચશો અને તેનો ઉકેલ જાણીને તેને વધુ મધુર બનાવી શકશો. 

મકર રાશિ:
મિથુન રાશિનો બુધ (તા.18-6-2017 થી 2-7-2017) નોકરી, નોકર ચાકરનું સુખ, મોસાળ પક્ષ, શારીરિક તંદુરસ્તી, શત્રુ, ધાર્મિક બાબતો અને ભાગ્યવૃદ્વિ માટે શુભ બની રહે. 18-21 જૂન સુધી નોકરીમાં સાચવવું. ઉપરી અધિકારીઅો સાથે વાદવિવાદ થઇ શકે. મોસાળથી લાભ ના મળે. નોકર-ચાકર સાથે બોલાચાલી થાય. સ્વાસ્થ્ય નરમગરમ રહે માટે કાળજી રાખવી. નસીબનો સાથ ના મળે. 21-27 જૂન દરમિયાન નોકરી, નોકરચાકર, શારીરિક તંદુરસ્તી માટે સારો સમય કહી શકાય. 27 જૂનથી 2 જુલાઇ સુધીમાં સ્વાસ્થ્ય મધ્યમ રહે. મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં કોઇ અણબનાવની શક્યતા નકારી શકાય નહીં. તમારા કેટલાક પ્રશ્નોનો જવાબ મેળવવો અતિ મુશ્કેલ હોય છે, જો કે ચિંતા ના કરશો, અંગત સમસ્યા – પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ) રિપોર્ટથી તમને પ્રશ્નના જવાબ સહિત સચોટ માર્ગદર્શન પણ મળશે. 

કુંભ રાશિ:
બુધના મિથુન રાશિમાં ભ્રમણથી કુંભ રાશિના જાતકો પર પણ શુભાશુભ અસરો જોવા મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. ખાસ કરીને 18 જૂનથી 2 જુલાઇના સમયગાળામાં વિદ્યાભ્યાસ, પ્રણય, સંતાન, રમતગમત, લોટરી-સટ્ટો, અાર્થિક બાબતો વગેરેમાં મધ્યમ ફળ અાપશે જ્યારે વારસાગત મિલકતો અને શારીરિક તંદુરસ્તી મામલે શુભ કહી શકાય. 18-21 જૂન દરમિયાન વિદ્યાભ્યાસ, પ્રણય, સંતાન, રમતગમત, લોટરી-સટ્ટો, અાર્થિક બાબતોમાં મધ્યમ ફળ અાપે. 21-27 જૂનના ચરણમાં વિદ્યાભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. પ્રણયસંબંધોને અાગલા સ્તર સુધી લઇ જઇ શકાય. સંતાનોને લઇને કોઇ શુભ સમાચાર મળે. લોટરી-સટ્ટાથી સારા પ્રમાણમાં નાણાંની કમાણી થાય. 27 જૂનથી 2 જુલાઇ દરમિયાન વિદ્યાભ્યાસમાં અેકાગ્રતા ના જળવાય, રમતગમતમાં પણ નિષ્ફળતા મળે. વારસાગત મિલકતને લગતા પ્રશ્નો વધારે ગુંચવાય.  પ્રણયસંબંધોની સંભાળ ખૂબ જરૂરી છે. પણ જો તમારા પ્રણયજીવનમાં કોઇ ચિંતાઅો હોય તો તમે પ્રણય સંબંધો – પૂછો અેક પ્રશ્ન (સંક્ષિપ્ત જવાબ) મેળવીને સમસ્યાનું નિરાકરણ મેળવીને પ્રણયજીવનને ફરીથી ખુશીઅોથી હર્યુંભર્યુ બનાવી શકશો. 

મીન રાશિ:
મિથુન રાશિનો બુધ (તા.18-6-2017 થી 2-7-2017) સ્થાવર મિલકતો, માતા અને વાહન સંબંધિત બાબતો, અંગત અને જાહેર જીવન, દાંપત્ય સંબંધો, ભાગીદારીને લગતા કાર્યોમાં શુભ ફળ અાપશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 18-21 જૂન દરમિયાન સ્થાવર મિલકતોને લગતા કામકાજોમાં વિલંબ થાય, અંગતજીવન અને જાહેરજીવનમાં કોઇ મુશ્કેલીઅો નડે. વાહનની લે-વેચમાં વિધ્ન અાવે. 21-27 જૂન દરમિયાન જાહેરજીવનમાં જશ મળે. વાહનની ખરીદીના યોગ બને. દાંપત્યજીવનમાં સુખમય માહોલ પ્રવર્તે. અંગત જીવનમાં પણ સાનુકૂળતા સધાય. 27 જૂનથી 2 જુલાઇ દરમિયાન દાંપત્યજીવનમાં મધુરતા રહે. ભાગીદારીના કામકાજોમાં મધ્યમ પરિણામ મળે. માતા સાથે સૂમેળભર્યા સંબંધોથી મન પ્રફુલ્લિત રહે. સ્થાવર મિલકતને લગતા કામો મંદ ગતિઅે આગળ વધે તેવી શક્યતા છે. શું જીવનમાં તગડી કમાણી કરીને અેક વૈભવી અને સુખસગવડોથી ભરપૂર જીવનનો અાનંદ માણવા ઇચ્છો છો? તો અાજે જ સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ (સંક્ષિપ્ત જવાબ) સેવાનો લાભ ઉઠાવીને જીવનને સમૃદ્વ બનાવો.  

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા


19 Jun 2017


View All blogs

More Articles