For Personal Problems! Talk To Astrologer

બુધનું કુંભ રાશિમાં ગોચર અાપના જીવનને કઇ રીતે અસર કરશે? જાણો ગણેશજી પાસેથી..!


Share on :


બુધનું કુંભ રાશિમાં ગોચર: અા સમય કંઇક નવું કરવા માટેનો છે તેમજ પરિણામ અાપવામાં નિષ્ફળ રહેલા વિચારો કે પદ્વતિઅોનો ત્યાગ કરવાનો છે. 

બુધ ગોચરની તારીખ:
22 ફેબ્રુઅારી, 2017ના રોજ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તેમજ 11 માર્ચ, 2017 સુધી ત્યાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તે તેની નીચની રાશિ મીનમાં પ્રવેશ કરશે. 

બુધ વક્રી 2017: સ્થિતિ વધુ બગડે તે પહેલા પૂર્વાયોજન માટે સુસજ્જ રહો
અહીં નોંધપાત્ર બાબત અે છે કે 10 અેપ્રિલ, 2017થી 3 મે, 2017 વચ્ચે બુધ વક્રી ગતિમાં પરિભ્રમણ કરશે. તેથી અા તબક્કાની શરૂઅાત પહેલા અાર્થિક, ડોક્યુમેન્ટ્સ, કાયદાકીય કરારો કે સોદાઅો, વ્યવહારોને લગતી બાબતોને પૂર્ણ કરવા કે નિર્ણય લેવા માટે ગણેશજી અાપને સલાહ અાપી રહ્યા છે. 

કુંભ રાશિમાં બુધ – ચાલો ઘટનાને સમજીઅે
બુધ અેક અેવો ગ્રહ છે જે અાપણી વાત, વ્યક્ત કરવાની રીત, વસ્તુ પ્રત્યેનો દૃષ્ટિકોણ તેમજ વસ્તુને સમજવાની બાબતો પર પ્રભાવ પાડે છે. જાતકો માટે ખૂબ મહત્વપૂર્ણ અેવો અા ગ્રહ વ્યક્તિને ચાતુર્ય અને તર્કસંગત દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. અા મહત્વનો ગ્રહ વાયુતત્વની રાશિ કુંભમાં અાગમન કરી રહ્યો છે કે જે સંશોધનાત્મક અને વૈજ્ઞાનિક વિચારધારાને વધુ પ્રબળ બનાવે છે. 

બુધનું કુંભ રાશિમાં ગોચર: અા સમયમાં ચોરી થઇ શકે છે તેથી અાપની વસ્તુને કાળજીપૂર્વક સાચવજો..!
બુધ અાપણી વિચારવાની, યાદ રાખવાની અને સંસ્મરણોને અેકત્રિત કરવાના સામર્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે અા ગ્રહ રાહુ અથવા કેતુ સાથે યુતિમાં હોય છે ત્યારે અાપણે વધુ કાળજી રાખવી પડે છે. શા માટે? તેનું કારણ છે રાહુ અને કેતુ. રાહુ અને કેતુ ગુંચવણ અને અાભાસનું સર્જન કરે છે અને અાપણા મન પર ઘેરો કરે છે. તેથી અાપણે વસ્તુઅો ભૂલી જઇઅે છીઅે. 

ઉદાહરણ તરીકે, અચાનક તમારી કારની ચાવી ક્યાં રાખી છે તે ભૂલી જાવ કે પછી અેટીઅેમથી બહાર નીકળતા વસ્તુઅો લેતા ભૂલી જાવ. તમે બંધ કરવાનું ચૂકી જતા કેટલીક મહત્વની વસ્તુઅો પણ ગુમાવી બેસો છો. તદુપરાંત ચોરી, ખીસ્સુ કાપવું જેવી ઘટનાઅો પણ અા સમયમાં બને તેવી શક્યતા છે. તેથી વધુ સાવચેત અને સતર્ક રહો અને અાપની વસ્તુઅોની કાળજી રાખો. 

બુધનું કુંભ રાશિમાં ગોચર: દરેક રાશિનું ફળકથન
(નોંધઃ અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે પણ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે)

મેષ
– અગિયારમા ભાવમાં બુધ
અા ગોચર દરમિયાન, અાપને મિત્રો સાથે રહેવાનું પસંદ અાવશે તેમજ તેની મિત્રતાનો પણ અાનંદ માણશો. ગણેશજી કહે છે અાપ મિત્રો સાથે નાની પણ અાંનદદાયક ટૂરનું અાયોજન કરશો તેમજ અદ્દભુત સમય વ્યતિત કરશો. કામની પ્રશંસા થાય અને નોકરીમાં કોઇ અણધાર્યો લાભ પણ થાય. અા તબક્કા દરમિયાન સ્વાસ્થ્ય સુખાકારી પણ જળવાઇ રહે. નવા કમ્યુનિકેશન સાધનો, ગેજેટ્સ અથવા ગિઝમોની ખરીદી કરવા માટે ઉત્તમ સમય છે. અા ગોચર દરમિયાન નજીકના પાત્ર તરફથી ભેટ સોગાદોની પ્રાપ્તિ  થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અાપને કઇ સમસ્યા નડશે: અાપના ભાઇ-બહેન કે પીતરાઇ સાથે અાકસ્મિક ગેરસમજ કે દલીલબાજી થવાની શક્યતા છે. તેથી વાણી અને વ્યવહારમાં સંયમ રાખજો.  


વૃષભ
દસમા ભાવમાં બુધ
કામના સ્થળે વિજાતીય પાત્રો તરફનું અાકર્ષણ વધે કે તેની સાથે પ્રણયસંબંધો બંધાય તેવી શક્યતા છે. અાર્થિક લાભ કે નાણાકીય બાબતોને લઇને સમય શુભ જણાઇ રહ્યો છે. બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન અાપનું પરફોર્મન્સ વખાવણાલાયક રહેશે તેમજ તેનું લાભદાયી વળતર પણ પ્રાપ્ત થાય. અાપની સર્જનાત્મક્તા ખીલી ઉઠશે અને અાપના વિચારોને ક્રિયામાં પરિવર્તિત કરી શકશો. પરિવારમાંથી કોઇ અાપની ઘરની મુલાકાત લે અથવા તમે સંબંધીઅો સાથે સમય વ્યતિત કરશો અને નાણાં પણ ખર્ચશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અાપને અા સમસ્યા નડી શકે છે: અા તબક્કા દરમિયાન અાપ બેધ્યાન બનશો. તેથી તમારે કેટલાક લક્ષ્યાંકો નિર્ધારિત કરવા પડશે અને પ્રાથમિક્તા અાપવી પડશે. 


મિથુન
નવમા ભાવમાં બુધ
બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો વધુ સારું પરફોર્મ કરી શકશે તેવું ગણેશજી જણાવે છે. કોઇ યાત્રાધામની મુલાકાતનું અાયોજન થાય. વાહનો તરફથી કોઇ લાભ થાય કે પછી નવા વાહનની ખરીદીના પણ યોગ છે. અાપને અાંતરિક સંતોષ અાપતી પ્રવૃત્તિઅોમાં રચ્યાપચ્યા રહેવાનું મન થાય.  વ્યક્તિત્વ વિકાસ અને નવા કૌશલ્યને અપનાવવા માટે ઉત્તમ સમય છે. અા સમયગાળામાં પિતા અને શિક્ષક સાથે વધુ સમય વ્યતિત કરવાની ઝંખના થાય અને તેઅો પાસેથી કંઇક શીખવાની અાપનામાં ધગશ જોવા મળશે.

અાપને અા સમસ્યા નડી શકે છે: નવા સોદા કે કરારો કરવામાં વધુ સાવચેતી રાખવી પડશે. તેથી સાવધ અને સર્તક રહેજો. 


કર્ક
અાઠમા ભાવમાં બુધ
બુધના કુંભ રાશિમાં ગોચરથી મુસાફરીમાં કોઇ અાકસ્મિક વિધ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા હોવાનું ગણેશજી કહે છે. અા સમયગાળામા કોઇપણ પ્રકારના વિલંબને ટાળવા માટે ઘરેથી નોકરી માટે વહેલા નીકળવું વધારે સલાહભર્યું છે. અાપના વ્યક્તિગત જીવનમાં અશાંતિનો માહોલ રહે. અાપના દેવાની ચૂકવણી કરવાનો અવસર પ્રાપ્ત થાય. અા ગોચર દરમિયાન શ્વસુર પક્ષને લઇને કોઇ નાણાકીય ખર્ચ થાય. વિદ્યાર્થી જાતકો માટે તર્કશાસ્ત્ર અને ગણિત જેવા વિષયોમાં સારા માર્ક્સ મેળવવા વધુ અઘરુ કામ બને તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અાપને અા સમસ્યાનો પરેશાન કરશે: કમ્યુનિકેશનને લઇને કોઇ સમસ્યા સર્જાય. લેખિત સંદેશાવ્યવહાર કે કમ્યુનિકેશનમાં વધારે કાળજી રાખવી પડશે. તેથી ગણેશજી અાપને સતર્ક રહેવાનું સૂચન કરે છે. 


સિંહ
સાતમા ભાવમાં બુધ
બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન જીવનસાથી સાથે કેટલીક અાનંદની પળો વ્યતિત કરવાનો અવસર પ્રાપ્ત થાય. મિત્રો સાથે સમય વ્યતિત કરવાની અાપને તક સાંપડે. પરિવારજનો પાસેથી કોઇ ભેટસોગાદ મળે. નજીકના પાત્રો સાથે કોઇ ટૂર કે પિકનીક પર જવા માટે ઉત્તમ સમય છે. વ્યવસાયમાં ભાગીદારો પાસેથી લાભ થાય. નવું જોડાણ કે ભાગીદારી પ્રસ્થાપિત કરવા માટે ખૂબ સાનુકૂળ સમય હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે. 

અાપને અા સમસ્યા કરી શકે છે પરેશાન: અા સમય સાનુકૂળ હોવા છતાં, બુધની કેતુ સાથે યુતિ પાછળથી કેટલીક ગેરસમજ ઉભી કરે. તેથી નવા લોકોના સંપર્કમાં અાવતા પહેલા પૂરતી તકેદારી રાખવાનું ગણેશજી કહે છે. 

અાજે જ 2017ના વર્ષનો વિસ્તૃત રિપોર્ટ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવો

કન્યા
છઠ્ઠા ભાવમાં બુધ
બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન, સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવાનું ગણેશજી કહે છે. સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી અાગળ જતા ભારી પડી શકે છે તેથી સમય સાથે સાવધાન રહેજો. નિયમીતપણે કસરત કરો તેમજ અારોગ્યપ્રદ ભૌજનશૈલી અપનાવજો. કાર્યસ્થળે પણ સમય પડકારજનક રહેવાના અણસાર હોવાથી સર્તક રહેજો. કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ થાય. હિતશત્રુઅોથી માનહાનિ થવાની શક્યતા હોવાથી પ્રતિષ્ઠાને કોઇ નુકસાન થાય તેનું વિશેષ ધ્યાન રાખજો. કેટલાક પડકારો હોવા છતાં દૈનિક જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકશો તેમજ વસ્તુઅોને વધુ સુવ્યવસ્થિત કરી શકશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અા સમસ્યાઅો પરેશાન કરી શકે છે: નોકરીમાં સહકર્મીઅો સાથે ગેરસમજ થાય. કોઇપણ પ્રકારની બિનજરૂરી દલીલબાજી કે સંઘર્ષથી દૂર રહેવું ઉચિત પગલું રહેશે તેવું ગણેશજી કહે છે. 

શું અાપની કારકિર્દીને લઇને ચિંતિત છો? તો અાજે જ કારકિર્દી રિપોર્ટ મેળવો

તુલા
પાચમા ભાવમાં બુધ 
બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન, અાપ વધુ સર્જનાત્મક બનશો. અંગત જીવનમાં પણ કોઇ સમસ્યા નથી જણાતી તેમજ જીવનસાથી જોડે પણ અાનદિંત પળો વ્યતિત કરશો. પ્રિયપાત્રને કેટલીક કિંમત ભેટસોગાદો અાપશો. ઉચ્ચ અભ્યાસની ઇચ્છા રાખતા જાતકો માટે ખૂબ સાનુકૂળ સમય છે, અને કમ્યુનિકેશન મારફતે અાપને લાભ થાય તેવું ગણેશજી કહે છે. ધાર્મિક યાત્રા કે યાત્રાધામનુ મુલાકાતના યોગ હોવાનું ગણેશજી જણાવે છે. 

અા સમસ્યાઅો કરી શકે છે પરેશાન: સ્ટોક માર્કેટ કે સટ્ટાકીય પ્રવૃત્તિઅો માટે સમય પ્રતિકૂળ હોવાનું ગણેશજી કહે છે. તેથી તેમાં રોકાણ કરવામાં સાવચેતી રાખજો. 

શિક્ષણ અંગે પૂછો અેક પ્રશ્નથી અાપના અભ્યાસનું ભાવિ જાણો


વૃશ્વિક
ચોથા ભાવમાં બુધ
અા ગોચર દરમિયાન મિત્રો સાથે અાનંદિત સમય પસાર કરશો. મિત્રો સાથે અાપના અાત્મીય વિચારો કે રહસ્યોનું અાદાન પ્રદાન કરો. ગણેશજીને લાગે છે કે શ્વસુર પક્ષ તરફથી કોઇ વ્યક્તિ સાથે મુલાકાતના પ્રસંગો બને. માતાના સંબંધીઅો મારફતે લાભ પ્રાપ્ત થાય તેવા યોગ છે. વાહનને લઇને અણધાર્યો ખર્ચો અાવી પડે જે અાપની પરેશાનીમાં વધારો કરી જાય. માતાના સ્વાસ્થ્યને લઇને અશુભ સમય હોવાથી તેની પૂરતી કાળજી રાખવાનું ગણેશજીનું સૂચન છે. 

સાવધાન! અા સમસ્યાઅો પરેશાન કરી શકે છે: વારસાગત બાબતો સંબંધિત કોઇ ગૂંચવણ થાય તેવી સંભાવના છે.

સંપત્તિ અંગે પૂછો અેક પ્રશ્ન પર ક્લિક કરો અને સુનિશ્વિત અાર્થિક અાયોજન કરો

ધન
ત્રીજા ભાવમાં બુધ
બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન જીવનસાથી સાથે સાનુકૂળ સમય વ્યતિત કરશો. નજીકના લાકો સાથે હળવાશભરી વાર્તાલાપથી મન પ્રસન્નચિત રહે. કમ્યુનિકેશન કૌશલ્ય વધુ ચોટદાર બને તેમજ જો કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય તો ખૂબ જ ઉત્તમ સમય છે. પ્રોફેશનલ મોરચે મુસાફરીના યોગ હોવાનું ગણેશજી કહે છે. અાપના લેખન કૌશલ્યને ધારદાર બનાવવા માટે અા સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો છો.

સાવધાન! અા સમસ્યાઅો મને ચિંતિત કરશે: કાર્યસ્થળે ઉપરીવર્ગ સાથેના વાણી વ્યવહારમાં સાચવજો. પ્રોફેશનલ મોરચે અાપના પ્રત્યુત્તરની રીતમાં સ્પષ્ટતા રાખવી અનિવાર્ય હોવાનું ગણેશજી કહે છે. 

કારકિર્દી અંગે અાપના ગ્રહો શું કહે છે? જાણવા કારકિર્દી રિપોર્ટ પર ક્લિક કરો

મકર
બીજા ભાવમાં બુધ
અા તબક્કા દરમિયાન અાપના માટે ગ્રહો સાનુકૂળ જણાઇ રહ્યા છે તેમજ અાર્થિક લાભ અપાવતી અનેક તકો સાંપડે તેવું ગણેશજી જણાવે છે. અાપના દુશ્મનો અથવા પ્રતિસ્પર્ધીઅોના અાપને હાનિ પહોંચાડવાના દરેક પ્રયાસો નિષ્ફળ જાય અને તેઅોનું સામર્થ્ય અોછું થાય. પરિવારમાં કોઇ ધાર્મિક પ્રસંગોનું અાયોજન થાય અને તેમાં અાપે પૂરતો સમય અને ધ્યાન અાપવું પડે. પિતા તરફથી લાભ થવાની સંભાવના છે. 

સમસ્યાઅો: અાર્થિક દૃષ્ટિઅે કોઇ પગલું લેવા માટે લોભિત થશો પણ તેનાથી ધાર્યું પરિણામ નહીં મળે. તેથી અા પ્રકારની સ્થિતિમાં પ્રોફેશનલ માર્ગદર્શન લેવું વધારે અનિવાર્ય હોવાનું ગણેશજી કહે છે. 

2017નો અાર્થિક રિપોર્ટ પ્રાપ્ત કરીને અાર્થિક માર્ગદર્શન મેળવો

કુંભ
પહેલા ભાવમાં બુધ
ગણેશજીને લાગે છે કે અા ગોચરથી પ્રણય અને સંબંધોને લગતી બાબતોમાં કોઇ સારા સમાચાર સાંભળવા મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અાપની ખુશીમાં જીવનસાથીની મહત્વની ભૂમિકા રહેશે. શ્વસુર પક્ષથી ત્વરિત મદદ મળી રહે. અા ગોચરના અાશીર્વાદથી અાપની કોમ્યુનિકેશન કળા વધુ ચોટદાર બને તેમજ ખુદને વધુ સ્પષ્ટતા સાથે વ્યક્ત કરી શકશો. સર્જનાત્મક ક્ષેત્રો, કલા અથવા મનોરંજનના ક્ષેત્રોમાં સક્રિય જાતકોને અા સમયથી વધુ ફાયદો થશે તેથી અા સમયનો મહત્તમ ઉપયોગ કરવાનું ગણેશજીનું સૂચન છે. 

અા સમસ્યાનો નડી શકે છે: પરિવારમાં વડિલવર્ગની તબિયત કથળે તેવી સંભાવના હોવાથી સાવચેતી રાખવી.

સંબંધો અંગે પૂછો અેક સવાલ અને મેળવો પ્રણયસંબંધો અંગે સચોટ માર્ગદર્શન

મીન

બારમા ભાવમાં બુધ
અા સમયગાળા દરમિયાન ખુદને વ્યક્ત કરવામાં મુશ્કેલી થાય. અણધાર્યો ખર્ચ અાવી પડે જે અાપની પરેશાનીમાં વધારો કરી જાય. તેનાથી મનમાં વ્યાકૂળતા અને બેચેની રહ્યા કરે. અા ગોચર દરમિયાન જીવનસાથી જોડે કોઇ મતેભદ કે ગેરસમજ થાય. માતાને કોઇ સમસ્યાની ફરીયાદ રહે. મનમાં અશાંતિ રહ્યા કરે તેમજ વાહનને લઇને વધુ નાણાં ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇચ્છિત પરિણામની વંચિત રહેશો તેથી પૂરતી તૈયારી રાખવી પડશે. પણ કેટલાક સારા સમાચારો પણ છે. જો અાપ અાધ્યાત્મિક્તા અને ફિલસૂફીમાં રુચી ધરાવો છો તો ચોક્કસપણે પ્રગતિ કરી શકશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

અા સમસ્યાઅોથી પરેશાની રહે: ડ્રાઇવિંગમાં સાચવવું પડે તેમજ વાહનની સ્થિતિ સારી રહે તેવી ખાતરી કરવી. 

વ્યક્તિગત સમસ્યાઅો અંગે અમને જણાવો. અાજે જ વ્યક્તિગત અંગે પૂછો ત્રણ સવાલો રિપોર્ટ અોર્ડર કરો.

ગણેશજીના અાશીર્વાદ સાથે
ભાવેશ પંડ્યા

ગણેશાસ્પિક્સના અા લેખ વાંચવાનું અાપને ચોક્કસ ગમશે:

18 Feb 2017


View All blogs

More Articles