For Personal Problems! Talk To Astrologer

વક્રી બુધનું ધન અને વૃશ્ચિકમાં ભ્રમણ – રાશિવાર ફળકથન


Share on :


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે. શુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો શુભ ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો અશુભ ફળ આપે છે. તેની વાણી માયાળુ છે. ધંધામાં વ્યૂહનીતિ ઘડવા માટે બુધ મુખ્ય કારક ગણવામાં આવે છે. આ ગ્રહ વાયુ તત્વનો છે અને જાતકને સારી વાકછટા બુધના પ્રભાવથી મળે છે. તે ત્વચાનો કારક છે અને કુંડળીમાં જો પાપગ્રહ સાથે યુતિમાં હોય તો થાઈરોઈડની શક્યતા વધારે છે. તે ઉત્તર દિશાનો સ્વામી છે અને પૂર્વ દિશામાં તથા લગ્નમાં બળવાન છે. કન્યા રાશિ તેની ઉચ્ચની રાશિ છે અને કન્યા તેમજ મિથુન રાશિનો સ્વામી છે. તારીખ 3-12-2017ના રોજ બપોરે 13.05 કલાકે બુધ વક્રી થઈ 23-12-2017ના રોજ સવારે 7.21 કલાકે ફરી માર્ગી થાય છે.  તા. 3-12-2017થી 10-12-2017 દરમિયાન બુધ ધન રાશિ મૂળ નક્ષત્રમાં અને તા. 11-12 2017થી 23-12-2017 સુધી વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરશે. વક્રી બુધની બારેય રાશિના જાતકો પર શું અસર પડશે તે અહીં વિગતવાર દર્શાવ્યું છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમે તમારી લગ્ન રાશિ જાણવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરો

મેષ –  મેષ રાશિના જાતકો માટે ધન રાશિનો બુધ તારીખ 3 થી 10 સુધી નાના ભાઈબહેનો અને મિત્રો સાથે સંબંધોમાં સામીપ્ય વધારશે. ટુંકા અંતરની મુસાફરીની શક્યતા બનશે અને તેના લાભ પણ થઈ શકે છે. મોસાળ પક્ષ સાથે સારું બનશે. નોકરચાકર અને તમારા હાથ નીચે કામ કરતા લોકો તરફથી સારું સુખ મેળવી શકશો. શત્રુઓ આ સમયમાં તમારી સામે ફાવી શકશે નહીં. શારીરિક તંદુરસ્તી પણ સારી રહેશે. તા 11 થી 23 સુધી વૃશ્ચિક રાશિમાં વક્રી બુધના ભ્રમણના કારણે નાના ભાઈબહેન અને મિત્રો સાથે થોડો અણબનાવ થઈ શકે છે. મુસાફરીમાં પણ અંતરાયો વધશે અથવા આયોજન ખોરવાશે. મોસાળ પક્ષ સાથે વ્યવહારમાં સંભાળવું પડશે. નોકરચાકરનું સુખ મધ્યમ રહેશે. આ સમયમાં શત્રુઓ તમારી સામે બાંયો ચડાવશે માટે સાવચેતી રાખવી. સ્વાસ્થ માટે પણ સારો તબક્કો નથી માટે ખાવાપીવામાં સંયમ રાખવો. અા સમયમાં તમારા અાંતરિક સંબંધો સૂમેળભર્યા રહેશે. જો કે તમે અા અંગે વધુ જાણવા ઇચ્છુક હોવ તો 2018 વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ અાજે જ મેળવો.  

વૃષભ – ધન રાશિમાં વક્રી બુધના ભ્રમણ દરમિયાન શરૂઆતના ચરણમાં પારિવારિક સુખમાં વધારો થાય. આર્થિક રીતે પણ તમારી ઉન્નતિના યોગ બળવાન થશે.  વિદ્યાર્થી જાતકો આ સમયમાં સારી પ્રગતી કરી શકે છે. સંતાનો તરફથી માનસિક શાંતિ જોવા મળે. પ્રેમસંબંધિત બાબતોમાં વાત આગળ વધશે. રમતગમતમાં જોડાયેલા જાતકો પણ બહેતર પરફોર્મન્સ આપશે. જોકે તા. 11મી પછી પારિવારિક સુખ મધ્યમ રહેશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા ઘટે તેમજ તેમની સાથે કોઈપણ ચર્ચા કરવામાં પણ તમે પુરી રુચિ ન લઈ શકો. આર્થિક મોરચે ક્યાંકને ક્યાંક અવરોધો વધશે. વિદ્યાર્થીઓને ભણવામાં વધુ ધ્યાન આપવું પડશે. પ્રેમસંબંધોમાં નજીવી બાબતે ઉભી થયેલી ગેરસમજ વિવાદનું કારણ ન બને તેનું ધ્યાન રાખવું. આર્થિક રીતે આ તબક્કો મધ્યમ જણાઈ રહ્યો છે. રમતગમતમાં તમારા માટે પ્રતિકૂળ માહોલ બની રહ્યો હોય તેવું લાગ્યા કરશે. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. તમે અાર્થિક સદ્વરતા માટે ઉચિત માર્ગદર્શનની શોધમાં છો? તો હમણાં જ 2018 અાર્થિક રિપોર્ટ મેળવીને જીવનમાં અાર્થિક ઉન્નતિના દ્વારા ખોલો. 

મિથુન – વક્રી બુધનું પ્રથમ ચરણ એટલે કે 3 થી 10 તારીખ સુધીનો તબક્કો તમને શારીરિક અને માનસિક મજબૂતી આપનારો રહેશે. સ્થાવર તેમજ જંગમ મિલકતો ઉકેલવા માટે આ સમય અનુકૂળ જણાઈ રહ્યો છે. માતા સાથે તમારે આત્મીયતા વધશે. વાહન સંબંધિત કામકાજો ઉકેલાય. જોકે બીજા ચરણમાં વક્રી બુધના વૃશ્ચિક રાશિમાં ભ્રમણ દરમિયાન સ્વાસ્થ્યની તમારે ઘણી કાળજી લેવી પડશે. ઋતુગત સમસ્યાઓથી બચવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય તેવા ખોરાકનું સેવન કરવું અને યોગ્ય સાવચેતી રાખવી. બિનજરૂરી ચિંતાઓના કારણે માનસિક સ્થિતિ પણ થોડી ડામાડોળ રહેશે. સ્થાવર અથવા જંગમ મિલકતોના કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. માતા સાથે વાણી અને વર્તનમાં સાચવવું અન્યથા ગેરસમજ ઉભી થઈ શકે છે. વાહનોમાં રિપેરિંગ અથવા અન્ય કોઈ કારણથી ખર્ચ આવી શકે છે. ગ્રહો મુજબ પરિવાર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રહેશે. જો કે સંબંધોમાં કોઇ સમસ્યાઓ હોય તો તમે 2018 વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ મેળવીને સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.  

કર્ક – કર્ક જાતકોમાં ધન રાશિમાં વક્રી બુધના પ્રભાવ હેઠળ તારીખ 10મી સુધી નાના ભાઈબહેનો અને મિત્રો સાથે સારા સંબંધો રહેશે અને તમારા કાર્યો અથવા દરેક પ્રકારે તેમનો સાથસહકાર ઘણો મળશે. પ્રોફેશનલ અથવા વ્યવહારિક હેતુઓથી ટુંકા અંતરની મુસાફરીના યોગ બનશે. ધાર્મિક યાત્રાની સંભાવના પણ નકારી શકાય નહીં. આ સમયમાં શુભ કાર્યો પાછળ આકસ્મિક ખર્ચની સંભાવના છે.  વૃશ્ચિક રાશિમાં બુધ આવતા નાના ભાઈબહેનો અને મિત્રો સાથે કોઈ બાબતે મનદુઃખ થઈ શકે છે. તેઓ સંજોગોવસાત તમારી સાથે ન રહે તો તમારી લાગણીને ઠેસ પહોંચી શકે છે. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. બીમારી અથવા અન્ય કોઈ પ્રકારે આકસ્મિક ખર્ચ આવી શકે છે. જો કે તમે આર્થિક અાયોજનથી સ્થિતિને બહેતર રીતે સંભાળી શકો છો. તમે 2018 આર્થિક રિપોર્ટના સહારે અા સ્વપન સાકાર કરી શકશો. 

સિંહ – ધન રાશિમાં વક્રી બુધના પ્રભાવ હેઠળ આપને પારિવારિક સુખ સારું મળશે. પરિવારમાં તમારું માન-મોભો વધશે અને મહત્વના કાર્યો કે ચર્ચામાં તમને સાથે રાખવામાં આવશે. આર્થિક ઉન્નતિ માટે પણ આશાસ્પદ તબક્કો છે. તારીખ 11થી બુધ વૃશ્ચિકમાં આવશે માટે તે સમયમાં સિંહ જાતકોને પારિવારિક વિખવાદોથી દૂર રહેવાની સલાહ છે. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી મેળાવડામાં અથવા લોકોની વચ્ચે રહીને ચર્ચામાં ભાગ લેવાના બદલે એકલા અને મૌન રહેવાનું પસંદ કરજો, અન્યતા આપ્તજનો સાથે જ વિવાદ થશે. આર્થિક કામકાજોમાં પણ અવરોધો આવે.  મોટા ભાઈબહેનો સાથે સંબંધો મધ્યમ કક્ષાના રહેશે. મિત્રો પણ સમસ્યાના સમયમાં મો ફેરવીને બેઠા હોય તેવું લાગશે. કારકિર્દી માટે અા તબક્કો ઉત્તમ જણાઇ રહ્યો છે. તમે 2018 કારકિર્દી રિપોર્ટ મેળવીને તમારી કારકિર્દીમાં વધુ પ્રગતી કરી શકશો. 

કન્યા – કન્યા જાતકોને વક્રી બુધના ધન રાશિમાં ભ્રમણ દરમિયાન ચુસ્તિ-સ્ફૂર્તિ સારી રહેશે અને માનસિક રીતે પણ ફ્રેશ રહેવાથી નવા નવા વિચારો સકારાત્મક આવશે. તમારા વર્તમાન કામકાજોમાં પ્રગતી થશે અને નવું કંઈક સાહસ ખેડવા માટે પણ તમે વિચારી શકો છો. પિતા સાથે સંબંધોમાં ઘણો સુલેહ રહેશે અને તમારા કાર્યોમાં તેમનું માર્ગદર્શન મળી રહેશે. વક્રી બુધનું બીજા ચરણનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં થશે. તેના પ્રભાવ હેઠળ શારીરિક તંદુરસ્તી જોખમાઈ શકે છે. ખાસ કરીને તમારા ગજા બહારનું કામનું ભારણ ન લેવું તેમજ અતિશય શ્રમ ન કરવો. પિતા સાથે વિસંગતતા સર્જાઈ શકે છે. તમારા પ્રોફેશનલ કામકાજોને પાર પાડવા માટે સંઘર્ષની તૈયારી રાખજો.  તમે પ્રોફેશનલ જીવનમાં રહેલા સંઘર્ષને દૂર કરવા માટે અમારા 2018 કારકિર્દી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવી શકો છો. 

તુલા – તારીખ 3 થી 10 ડિસેમ્બર સુધી વક્રી બુધ ધન રાશિમાં એટલે કે આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમયમાં તમને ભાગ્યવૃદ્ધિની કોઈ તકો મળી શકે છે. ધાર્મિક મુસાફરીની તૈયારી રાખજો. તમે આ સમયમાં જનસેવા અને ધાર્મિક કાર્યો, અનુષ્ઠાન વગેરેમાં ભાગ લો તેવી સંભાવના પણ છે. શુભ કાર્યોમાં આકસ્મિક ખર્ચ થશે. તારીખ 11થી 23 દરમિયાન ખાસ કરીને તમારું ભાગ્ય અગાઉની તુલનાએ ઓછુ સાથ આપતું હોય તેવું લાગ્યા કરશે. મુસાફરીમાં અંતરાયો આવી શકે છે. બીમારીથી સંભાળવું અન્યથા તેની પાછળ આકસ્મિક ખર્ચ આવશે જે તમારા બજેટને ડામાડોળ કરી શકે છે. તમે આર્થિક બાબતોનું પૂર્વાયોજન કરીને તમે નાણાકીય સદ્વરતા મેળવી શકો છો. અાજે જ સંપત્તિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને અાર્થિક ભાવીને સલામત બનાવો.                                                                         

વૃશ્ચિક – આપના માટે ધન રાશિમાં વક્રી બુધના આ ભ્રમણમાં વિશેષરૂપે ભાઈ બહેન સાથે સંબંધોમાં સુલેહ અને સહકારનો સંકેત મળી રહ્યો છે. મિત્રો સાથે મુલાકાતો, ફરવા જવું અથવા કોઈ બાબતે તેમની સાથે ચર્ચા કે સહકારના કારણે તમે એકબીજાની નજીક આવશો. આ ઉપરાંત તમારા જીવનમાં નવા મિત્રોના આગમનની શક્યતા પણ છે. વારસાગત મિલકતના અટવાયેલા કાર્યોમાં હવે આશાનું કિરણ દેખાશે. આર્થિક મોરચે પણ તમારે ખાસ ચિંતાની જરૂર નથી. કામની સાથે તમે સારી તંદુરસ્તી પણ માણી શકશો. જોકે બુધના ભ્રમણના પાછલા ચરણમાં એટલે કે તા. 11થી વક્રી બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશી 23મી સુધી અહીં વક્રી રહેશે. આ સમય દરમિયાન પરિસ્થિતિમાં પલટો આવશે. મિત્રો અને ભાઈબહેનો સાથે સંબંધમાં અંતર વધશે. વારસાગત મિલકતોની બાબતો જો આ સમયમાં છંછેડશો તો આપ્તજનો સાથે જ વિવાદ જાગશે. સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડશે. અમે તમારા ભાવી વિશે જણાવી શકીએ છીએ. અમારો અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટ ખરીદો અને તેનો ઉકેલ મેળવો.

ધન – આ સમય દરમિયાન દાંપત્યજીવનમાં સુસંગતતા વધશે અને તમે એકબીજાને વધુ સમજવાનો પ્રયાસ કરશો તેમજ એકબીજાની જવાબદારી સાથે મળીને નિભાવશો. અંગત સંબંધોમાં પ્રગતિની શક્યતા વધશે. જાહેરજીવનમાં પણ તમે સક્રીય થશો અને લોક કલ્યાણનું કોઈ કામ કરીને યશ પ્રાપ્તિના હકદાર બનશો. ભાગીદારીના સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. પિતા સાથે સારું બનશે. પ્રોફેશનલ મોરચે પણ તમારી પ્રગતિ થતા માનસિક પ્રફુલ્લિતા વધશે. જોકે તારીખ 11 પછીનો સમય થોડો મુશ્કેલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને પ્રોફેશનલ મોરચે અને જાહેરજીવનમાં વધુ પડતી વ્યસ્તતાના કારણે દાંપત્યજીવનમાં તણાવ આવી શકે છે. તમે લોકો માટે કામ કરશો પરંતુ તેનો યશ ન મળતા મન થોડુ વ્યાકુળ રહેશે. ભાગીદારીના કાર્યોમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નિર્ણય એકલા ન લેતા. કામકાજમાં થોડી સંઘર્ષપૂર્ણ સ્થિતિ રહેશે. તમારા બિઝનેસમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિ છે? તો અમે મદદરૂપ થઇ શકીએ છીએ. તમે વ્યવસાય અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને ચિંતા હળવી કરી શકો છો.   

મકર – ધન રાશિમાં વક્રી બુધનું ભ્રમણ વ્યાવસાયિક ક્ષેત્રે પ્રગતિની નવી તકો આપનારું પુરવાર થશે. મોસાળ પક્ષ સાથેના સંબંધો વધશે. કામકાજમાં અથવા અન્ય પ્રકારે તેમના તરફથી સહકાર અને લાભ મળી શકે છે. નોકરચાકર અને તમારી હાથ નીચે કામ કરતા લોકો તમને સારો સાથ સહકાર આપશે. શત્રુઓ આ સમયમાં તમારી સામે ફાવી શકશે નહીં. સ્વાસ્થ્ય સુખાકારી પણ સારી રીતે ભોગવી શકશો. ભાગ્યવૃદ્ધિને લગતી કોઈ તક મળી શકે છે. તમારા હાથે ધાર્મિક અથવા શુભ કાર્યો થવાની શકયતા રહેશે. તા. 11 વક્રી બુધ વૃશ્ચિકમાં આવી જશે જેના કારણે નોકરિયાતોને ઉપરીઓ તેમજ સહકર્મીઓ સાથે વ્યવહારમાં સંયમ રાખવો અન્યથા નજીવી તકરાર મોટુ સ્વરૂપ લઈ શકે છે. વ્યાવસાયિકોને પણ વિવાદથી દૂર રહેવાની તેમજ વિરોધીઓ અને શત્રુઓ સામે એલર્ટ રહેવાની સલાહ છે. સ્વાસ્થ્યની તમારે વિશેષ કાળજી લેવી પડશે. આ સમયમાં મોસાળ પક્ષ સાથે તમારું કમ્યુનિકેશન ઘટશે. ભાગ્યવૃદ્ધિ માટે તમારા પ્રયાસોનું પુરતું ફળ ન મળતું હોય તેવું લાગ્યા કરશે. સંબંધોમાં કેટલાક પડકારો જણાઇ રહ્યા છે. પણ તમે અંગત સમસ્યાઓનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટ મેળવીને પડકારોને દૂર કરી શકશો.

કુંભ – ધન રાશિમાં વક્રી બુધનું ભ્રમણ તમારા માટે પ્રણયસંબંધોમાં મીઠાશનો સંકેત આપે છે. આ સમયમાં સંતાનો તરફથી તમને આદરભાવ મળે તેમજ તેમના કારણે કોઈને કોઈ પ્રકારે ખુશી મળે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસમાં પ્રગતિનો સમય છે. તમે બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચાઓમાં ભાગ લેશો. તમારી પાસે નાણાંનો પ્રવાહ એકધારી ગતિએ આવશે માટે આર્થિક ચિંતાની જરૂર નથી. રમત-ગમતમાં જોડાયેલા જાતકો સારું પરફોર્મન્સ આપશે. પૈતૃક મિલકતોના કાર્યો હાલમાં પાર પડવાની સંભાવના છે. જોકે તારીખ 11 ડિસેમ્બરથી વક્રી બુધ વૃશ્ચિક રાશિમાં રહેશે જે ઠીક સમય નથી. પ્રિયપાત્ર સાથે તણાવ અને મનદુઃખના પ્રસંગો બની શકે છે. વિદ્યાભ્યાસમાં મન ઓછુ લાગશે. નિયમિત મેડિટેશન કરવું. આર્થિક સ્થિતિ એકંદરે મધ્યમ રહેશે. વારસાગત મિલકતોના કાર્યોમાં વિલંબ કે અવરોધ આવી શકે છે. તંદુરસ્તીની તમારે વિશેષ કાળજી લેવી પડશે. તમે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ખુશીના હકદાર બની શકો છો. અાજે જ જીવન અંગેનો વિસ્તૃત રિપોર્ટ મેળવો અને જીવનમાં સકારાત્મક પરિવર્તનના સાક્ષી બનો. 
 
મીન – મીન રાશિના જાતકો માટે 10 ડિસેમ્બર સુધી વક્રી બુધના પ્રભાવ હેઠળ સ્થાવર કે જંગમ મિલકત સંબંધિત કાર્યો પાર પડવાની સંભાવના જણાઈ રહી છે. માતા સાથે તમારી આત્મીયતા વધશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સમયમાં ભણવામાં સારું ધ્યાન આપશે અને લક્ષ્યની વધુ નીકટ પહોંચી શકશે. વિવાહિતો ઉત્તમ દાંપત્ય સુખ માણી શકશે. જાહેરજીવનમાં તમે યશ પ્રાપ્તિ મેળવો અને તમારી સિદ્ધિઓના કારણે કદાચ સન્માનના હકદાર પણ બની શકો છો. ભાગ્યનો સાથ મળતા તમને આત્મસંતુષ્ટી રહેશે. ભાગીદારીના કાર્યોમાં અત્યારે આશાસ્પદ તબક્કો છે. તારીખ 11 થી કોઈપણ મિલકતો સંબંધિત કામકાજોમાં ચેતીને ચાલજો નહીંતર ગાફેલિયતમાં લીધેલો ખોટો નિર્ણય તમને મોટુ નુકસાન કરાવશે. વાહનો સંબંધિત બિનજરૂરી ખર્ચ આવી શકે છે. જીવનસાથી જોડે આમ તો તમારે મનમેળ રહેશે પરંતુ છતાંય સંબંધોમાં કંઈક ખુટતુ હોય અથવા નિરસતા હોય તેવું લાગ્યા કરશે. માતા સંબંધિત કોઈક પ્રશ્નો તમને વધુ ચિંતિત રાખશે. અા તબક્કો વિદ્યાર્થીઓ માટે અાશાસ્પદ છે. પરંતુ અભ્યાસને લગતા પ્રશ્નો હોય તો શિક્ષણ અંગે પૂછો અેક પ્રશ્ન (સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટ મેળવો. 

ગણેશજીના આશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા, ધર્મેશ જોષી


અંગત પ્રશ્નોના ઉકેલ માટે અાજે જ જ્યોતિષી સાથે સીધી વાતચીત કરો.

01 Dec 2017


View All blogs

More Articles