For Personal Problems! Talk To Astrologer

બુધનું સિંહ રાશિમાં વક્રી ભ્રમણ 2017: અાપના જીવનમાં બનનારી ઘટનાઓ વિશે ગણેશજી પાસેથી જાણીએ..!


Share on :


સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે. સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે. સામાન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્વમાં આવતી બાબતોમાં સારું પરિણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વિપરિત પરિણામ જોવા મળે છે. બુધ 21 જુલાઇ 2017થી 26 સપ્ટેમ્બર 2017 સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરે છે.  બુધ 13 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 સુધી સિંહ રાશિમાં વક્રી ભ્રમણ કરશે, અા ભ્રમણની દરેક રાશિના જાતકો પર શુભાશુભ અસરો જોવા મળશે. દરેક રાશિ પર થનારી અસરો પર અેક નજર કરીએ. 

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિના જાણવા માટે અહીંયા ક્લિક કરો. 


મેષ:
મેષ રાશિના જાતકો માટે અા ગોચર પંચમ સ્થાનમાં ત્રિકોણમાંથી પસાર થશે. 13 અોગસ્ટ થી 22 અોગસ્ટ 2017 સુધી પારિવારિક સંબંધોમાં મધ્યમ પરિણામની પ્રાપ્તિ થાય. અાર્થિક રૂકાવટો અાવે. સંતાન, વિદ્યાભ્યાસ, પ્રેમ, લોટરી-સટ્ટો, અાર્થિક તેમજ રમતગમત જેવી બાબતોમાં મધ્યમ સમય કહી શકાય. 22 અોગસ્ટ થી 5 સપ્ટેમ્બરના ચરણ દરમિયાન પરિવારનું વાતાવરણ કલુષિત રહે. નાણાંકીય ખોટ સહન કરવી પડે. પ્રણયસંબંધોમાં ભંગાણ થાય. વિદ્યાભ્યાસમાં નિષ્ફળતા મળે તથા સંતાનોલક્ષી સમસ્યાઓ સતાવે. સટ્ટાકીય પ્રવૃત્તિઅોથી દૂર રહેવાની ગણેશજીની સલાહ છે. રમતગમત ક્ષેત્ર માટે પ્રતિકૂળ સમય રહેશે. શું અાપના પ્રણય સંબંધોમાં વણઉકેલાયેલા પ્રશ્નોથી દ્વિધામાં છો? તો તમે ઉકેલ મેળવી શકો છો. હમણાં જ પ્રણય સંબંધે મુંઝવાયેલા છો? પુછો એક સવાલ રિપોર્ટની ખરીદી કરો અને ઉપયોગી માર્ગદર્શન મેળવો. 


વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં બુધનું વક્રી ભ્રમણ ચોથા સ્થાનમાંથી પસાર થશે. 13 થી 22 અોગસ્ટ 2017 દરમિયાન વૃષભ રાશિના જાતકોની શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ જોવા મળે. અકારણ માનસિક ચિંતાઓ ઉદ્ભવે. સ્થાવર જંગમ મિલકતોને લગતા પ્રશ્નોમાં રૂકાવટો અાવે. અકસ્માતની અણસાર હોવાથી વાહન ચલાવવામાં કાળજી રાખવી. માતા સાથે મતભેદ થાય. 22 અોગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધીમાં બિમારીની સંભાવના હોવાથી સ્વાસ્થ્યની વિશેષ રીતે કાળજી રાખવી અાવશ્યક છે. માનસિક અસ્વસ્થતા રહે. વાહન અંગે કાળજી રાખવી. અમે તમારી સંપત્તિની ગૂંચવાયેલી બાબતોનો સચોટ ઉકેલ પૂરો પાડી શકીએ છીએ. અાજે જ સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટની ખરીદી કરીને જીવનને સમૃદ્વ બનાવો. 


મિથુન:
મિથુન રાશિના જાતકો માટે અા બુધ ત્રીજા ભાવમાંથી ભ્રમણ કરશે તેવું ગણેશજી કહે છે. 13 થી 22 અોગસ્ટ 2017 દરમિયાન નાના ભાઇ બહેન સાથે અોછુ બને. મિત્રો સાથે પણ વિખવાદ થાય. ટૂંકા અને લાંબા અંતરની મુસાફરીમાં કોઇ અવરોધ કે વિધ્ન નડતરરૂપ બનશે. અારોગ્યમાં સાચવવું. અાકસ્મિક ખર્ચ થાય. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 દરમિયાન લાંબા અને ટૂંકા અંતરની મુસાફરી હિતાવહ ના હોવાનું ગણેશજી કહે છે. અણધાર્યો ખર્ચ અાવી પડે તેવી સંભાવના હોવાથી નાણાકીય રીતે પૂર્વતૈયારી રાખવાની ગણેશજીની સલાહ છે. ક્યારેક જીવનમાં અણધાર્યું અાર્થિક સંકટ અાવી પડે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. પણ તમે અમારો 2017 અાર્થિક રિપોર્ટ મેળવીને અગાઉથી ભાવિને જાણીને નક્કર અાર્થિક અાયોજન કરી શકશો. 

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે બુધના વક્રી ભ્રમણની વાત કરીએ તો તે ચંદ્રથી બીજા ભાવમાંથી ગોચર કરશે. 13 થી 22 અોગસ્ટ 2017 દરમિયાન પારિવારિક સંબંધોમાં નરમાશનો માહોલ જોવા મળે તો નવાઇ નહીં. નાણાંકીય કામોમાં કોઇ અવરોધથી અાર્થિક અાયોજન ખોરવાય તેવા અણસાર છે. મૈત્રી કે ભાઇ બહેન સાથેના સંબંધો માટે પણ મધ્યમ સમય છે. 22અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 દરમિયાન ખોટ થવાની સંભાવના હોવાથી નક્કર અાર્થિક અાયોજન કરવું અનિવાર્ય બને. મિત્રો સાથેના સંબંધોમાં ભંગાણ થવાની પણ સંભાવના હોવાથી સૌહાર્દપૂર્ણ સંબંધો પ્રસ્થાપિત કરવા વધુ અાવશ્યક બને અને સંબંધોમાં પણ પૂરતી કાળજી રાખવી સલાહભર્યું છે.  સંબંધોમાં મજબૂતાઇ અને સારસંભાળ ખૂબ જરૂરી છે, પણ શું અાપના સંબંધોમાં કોઇ સમસ્યાઓ તો નથી ને? તો અમારો સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને તેનો ઉકેલ મેળવી શકો છો.  

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે બુધનું ગોચર લગ્ન ભાવમાં થશે. 13 અોગસ્ટ 2017 થી 22 અોગસ્ટ 2017 દરમિયાન શારીરિક અને માનસિક પરિસ્થિતિ અંગે સંવેદનશીલ સમય હોવાનું ગણેશજી કહે છે. પિતા સાથે ઓછુ બને. વ્યાવસાયિક બાબતોમાં ઉતાર ચડાવ રહ્યા કરે. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 દરમિયાન સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. અકારણ માનસિક ચિંતાઓ સતાવે. અપયશ મળે કે પછી સત્તા છીનવાઇ જાય તેવા અણસાર છે. વેપારમાં વિશેષ તકેદારી રાખવી પડે. ક્યારેક જીવનમાં બિઝનેસમાં વૃદ્વિ માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લેવી પડે છે. અમે તમને મદદ કરી શકીએ છીએ. અમારો 2017 બિઝનેસ રિપોર્ટ મેળવીને અાપના બિઝનેસમાં વૃદ્વિ કરો. 

કન્યા:
કન્યા રાશિના જાતકો માટે બુધનું અા ભ્રમણ બારમા સ્થાનમાં રહેશે જેની આપના પર શુભાશુભ અસરો જોવા મળશે. 13 થી 22 અોગસ્ટ 2017ના ચરણમાં ધાર્મિક કે તીર્થયાત્રામાં કોઇ રૂકાવટો અાવવાથી તેમાં વિલંબ થાય કે પછી યાત્રા અટકે. ભાગ્યવૃદ્વિમાં કોઇ વિધ્ન અાવવાથી પ્રગતિ પણ રૂંધાશે. અાકસ્મિક બિમારી પણ અાવી શકે છે તેથી અારોગ્યમાં સાચવવું. અણધાર્યા ખર્ચ થવાના યોગ હોવાથી બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવા. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 વચ્ચે ધાર્મિક યાત્રા ટાળવી. જો કે અા સમયમાં વિદેશને લગતા કાર્યોમાં પ્રગતિ થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. ક્યારેક જીવન ખુદ અેક ગૂંચવાયેલો કોયડો બની રહે છે. તમે પણ અેમા ફસાઇ ગયા છો? તો અાજે જ અમારો પૂછો કોઇ પણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને જીવનમાં રહેલી મુંઝવણ, શંકાઓ, પ્રશ્નોને દૂર કરીને અેક બહેતર જીવન તરફ કદમ માંડો. 

તુલા:
બુધ તુલા રાશિના જાતકો માટે અગિયારમાં સ્થાનમાંથી પસાર થશે. 13 થી 22 અોગસ્ટ દરમિયાન મોટા ભાઇ બહેન સાથે મધ્યમ બને. મિત્રો સાથે કોઇ અણબનાવના પ્રસંગો બને. અાર્થિક લાભની શક્યતા ઓછી રહેશે. વારસાગત મિલકતને લગતા કામોમાં રૂકાવટો સર્જાય. અારોગ્ય સાચવવું. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 દરમિયાન મિત્રો સાથે કોઇ બોલાચાલી ના થાય તેની કાળજી રાખવી. વારસાગત કામોમાં વિધ્ન અાવી શકે છે તેથી હાલ પૂરતા અા કામો મુલતવી રાખવા સલાહભર્યું છે. તમે જ્યોતિષીય સેવાનો લાભ ઉઠાવીને બહેતર જીવન બનાવી શકો છો. હમણાં જ 2017 અાર્થિક રિપોર્ટ ઓર્ડર કરો અને અાર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી અેવો સચોટ ઉકેલ મેળવો. 

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે અા ભ્રમણ કર્મ સ્થાન અેટલે કે દશમા ભાવમાંથી પસાર થશે તેવું ગણેશજી કહે છે. 13 અોગસ્ટ થી 22 અોગસ્ટ 2017 સુધીમાં પિતા સાથે ઓછુ બને. વ્યવસાયમાં કોઇ ચિંતાઓ સતાવે. લીગલ મેટરથી સાચવવું. કમ્યુનિકેશનના કારણે ઉપરી અધિકારીઓ અને વડીલો સાથે સમસ્યા થઈ શકે છે. બિઝનેસમાં અાવનારી સમસ્યાઓને અગાઉથી જાણવા માટે 2017 બિઝનેસ રિપોર્ટ અાજે જ મેળવો અને બિઝનેસમાં નફો કરો. 

ધન:
આપના માટે બુધનું અા ભ્રમણ આપની રાશિથી નવમામાં સ્થાનમાંથી થશે. 13 થી 22 અોગસ્ટ દરમિયાન ભાગ્યવૃદ્વિને લગતી તકો અોછી મળે તેમજ ધાર્મિક જાત્રા કે તીર્થયાત્રા કરવાનું ટાળવું. નોકરી, નોકરચાકર તેમજ મોસાળ સંબંધિત બાબતો માટે મધ્યમ ફળદાયી સમય છે. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017દરમિયાન નોકરી માટે ખરાબ સમય કહી શકાય. ભાગ્યનો અોછો સાથ મળે. પ્રગતિની તકો પણ અોછી મળશે.  પડોશીઓ સાથે કોઇ અણબનાવના પ્રસંગો બને તેવી પણ સંભાવના છે. પ્રોફેશનલ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ઇચ્છુક છો? તો અમારો 2017 કારકિર્દી રિપોર્ટથી કારકિર્દીમાં બનનારી સંભવિત ઘટનાઓ વિશે અગાઉથી જાણીને વધુ તૈયારી સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવો. 

મકર:
મકર રાશિના જાતકો માટે બુધનું અા ભ્રમણ અષ્ટમમાં સ્થાનમાં થશે.13 થી 22 અોગસ્ટ 2017 દરમિયાન અંગતજીવન, પ્રણયસંબંધો, લોટરી-સટ્ટો, વિદ્યાભ્યાસ, રમત-ગમત વગેરે બાબતો માટે સમયગાળ મિશ્ર ફળદાયી રહે. વારસાગત મિલકતો માટે મધ્યમ સમય. સ્વાસ્થય પણ નરમ ગરમ રહે. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 દરમિયાન પ્રણયસંબંધોમાં વિખવાદ સર્જાય. વિદ્યાભ્યાસમાં નિષ્ફળતા સાંપડે. સંતાનને લગતી સમસ્યાઓ ચિંતિત કરી જાય. અાર્થિક ખોટ થવાના પણ અણસાર છે. શેરબજારમાં કરેલા રોકાણનું ઓછુ વળતર કે પછી નુકસાન થાય. જીવનમાં સમૃદ્વિથી સંપન્ન થવામાં અવરોધ છે? તો હમણાં જ સંપત્તિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટથી સમૃદ્વિનું સર્જન કરીને ભવિષ્યને સુખમય બનાવો.

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે બુધનું અા ભ્રમણ સપ્તમ સ્થાનમાં થશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 13 થી 22 અોગસ્ટ દરમિયાન સ્થાવર જંગમ મિલકતોને લગતા કામોમાં કોઇ રૂકાવટો અાવે. વાહન તેમજ માતા સંબંધિત બાબતો માટે મધ્યમ સમય. દાંપત્યજીવન, અંગતજીવન, જાહેરજીવન તથા ભાગીદારીની બાબતો માટે મિશ્ર ફળદાયી સમય છે. 22 અોગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન નોકરીમાં સાવચેતી રાખવાની સલાહ છે. દાંપત્યજીવન તથા અંગતજીવનમાં કોઇ વિખવાદ સર્જાય. ભાગીદારીમાં મતભેદ થાય. જાહેરજીવનમાં જશ ના મળે. દાંપત્યજીવનમાં સમસ્યાઓથી બેચેન છો? તો દાંપત્યજીવન અંગે પૂછો અેક પ્રશ્ન (વિગતવાર જવાબ) રિપોર્ટથી બેચેની દૂર કરો. 

મીન
મીન રાશિના જાતકો માટે બુધ છઠ્ઠા ભાવમાંથી પસાર થાય છે. 13 અોગસ્ટ 2017 થી 22 અોગસ્ટ 2017 સુધી નાના અંતરની મુસાફરી, ભાઇ બહેન, મિત્રો, વ્યાવસાયિક, નોકર-ચાકર, રોગ, મોસાળ સંબંધિત બાબતો માટે મધ્યમ ફળદાયી નિવડે. 22 અોગસ્ટ 2017 થી 5 સપ્ટેમ્બર 2017 સુધી મુસાફરી કરવી હિતાવહ નથી. નાના ભાઇ બહેન સાથે કોઇ કારણોસર મતભેદ જોવા મળે. મિત્રો સાથે બોલાચાલી થાય. નોકરીમાં અપયશ મળે. ઉપરી અધિકારીઓ સાથે કોઇ વિખવાદ થવાની શક્યતા છે. મોસાળ પક્ષથી વિસંવાદિતા સર્જાય. શત્રુઅોથી ચેતતા રહેવું. પ્રોફેશનલ જીવનમાં ગળાકાપ સ્પર્ધાનો માહોલ છે ત્યારે તેમાં ટકી રહેવુ પણ ખૂબ કપરુ અને કઠીન સાબિત થાય છે, તેથી જ તમે તેમાં સફળ થાવ અે માટે અમે અાપને મદદ કરી શકીએ છીએ. અમારો 2017 કારકિર્દી રિપોર્ટથી કારકિર્દીના ભાવિનો ચિતાર મેળવીને પૂર્વતૈયારી સાથે સ્પર્ધામાં ટકીને સફળ થઇ શકો છો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ. પંડ્યા, ધર્મેશ જોષી

10 Aug 2017


View All blogs

More Articles