For Personal Problems! Talk To Astrologer

બુધનું કુંભ રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન


Share on :


બુધ એ કાળપુરુષની કુંડળીમાં બુદ્ધિનો કારક છે અને સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો આંતરિક ગ્રહ છે. બુધ બળવાન હોય તેવી વ્યક્તિમાં બુદ્ધિ, વાણી ચાતુર્ય, સૌમ્યતા જોવા મળે છે અને તેઓ દીર્ઘાયુ ભોગવે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. બુધ શુભ ગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે શુભ ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય ત્યારે અશુભ ફળ આપે છે. બુધ બળવાન હોય તેવા જાતકોમાં ગ્રહણશક્તિ ખૂબ સારી હોય છે.

જો જાતકની કુંડળીમાં બુધ અને સૂર્ય યુતિમાં હોય તો જાતક ખૂબ જ સ્કોલર (હોંશિયાર) હોય છે અને સારી પ્રસિદ્ધિ મેળવે છે. ચંદ્ર સાથે બુધની યુતિ હોય તેવા જાતકો મીતભાષી, ભાગ્યશાળી હોય છે જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય તો જાતક તત્વજ્ઞાનમાં રુચિ ધરાવનારા, સંગીત અને નૃત્યના શોખીન હોય છે. શુક્ર સાથે બુધ યુતિમાં હોય તેવા જાતકો સારા વક્તા અને નેતા બનવાના ગુણ ધરાવતા હોય છે. શનિ સાથે બુધની યુતિ જાતકને નિરાશાવાદી બનાવે છે અને જો તે શુભ ગ્રહથી દૃશ્ટ ન હોય તો તેમને નિદાન ન થઈ શકે તેવા રોગો થઈ શકે છે. બુધની યુતિ રાહુ સાથે હોય તો શુભ ફળદાયી માનવામાં આવે છે અને અસ્તનો હોય તો તેનું શુભત્વ ઘટે છે. તા. 15-2-2018થી ગોચરનો બુધ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશે છે અને તા. 3-3-2018 સુધી આ રાશિમાં જ તેનું ભ્રમણ થશે. કુંભ રાશિમાં બુધના ભ્રમણના કારણે રાશિવાર કેવું ફળ મળશે તેની વિગતવાર ચર્ચા અહીં કરવામાં આવી છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો.)

મેષઃ  
આ રાશિ માટે બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક થઈને અગિયારમે ભ્રમણ કરે છે. લાભ સ્થાનમાં બુધનું ભ્રમણ શુભ મનાય છે. ભાઈ-ભાડુંથી લાભની આશા રાખી શકો છો. મુસાફરીની સંભાવનાઓ પ્રબળ બનશે. મિત્રો અને વડીલો તરફથી તમારા કામકાજમાં સારો સહયોગ મળશે. અગાઉ કોઈ સંભવિત લાભ અટક્યા હોય તો હાલમાં તેનો ઉકેલ આવી શકે છે. તા. 28-2 પછી તમારા અટકેલા કાર્યોમાં ગતિ વધુ તેજ થશે. બાળકોની ચિંતા દૂર થાય. પ્રોફેશનલ મોરચે તમારી વૃદ્ધિની પણ અપેક્ષા રાખી શકો છો. શું કારકિર્દીમાં અસંતોષ છે? તો અાજે જ જીવનમાં અામૂલ પરિવર્તન લાવવા માટે અમારા નિષ્ણાતો પાસેથી સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

વૃષભઃ  
આપની રાશિથી બુધ દશમ ભાવમાં અર્થાત્ કર્મ સ્થાનમાં ભ્રમણ કરે છે. આપને આર્થિક રીતે લાભદાયી સમય ગણી શકાય. બુધ સંબંધિત ક્ષેત્રો જેમ કે શિક્ષણ, લેખન, પત્રકારકત્વ, મીડિયા, બેંકિંગ વગેરેમાં તમે સારું પરફોર્મન્સ આપી શકશો. જેમની જન્મકુંડળીમાં બુધ બળવાન હોય તેઓ આ સમયમાં બુધના ગોચરનું વધુ સારું ફળ મેળવી શકે છે. આવા લોકોને સ્કોલરશીપ અથવા અન્ય કોઈ ફાયદો થઈ શકે છે. લેખકોને મનમાં નવા વિચારોની સ્ફૂર્ણા થાય અને નવા પ્રકાશન બહાર પાડી શકો. માર્કેટિંગ ક્ષેત્રે પણ સારું પરફોર્મન્સ મેળવી શકશો. તા. 28-2 પછી બુધ વધુ સારું ફળ આપશે. આ સમયમાં તમને નવું નવું શીખવા મળશે અને નવા લોકો સાથે ઓળખાણ વધશે. મકાન-વાહનના યોગો પણ નકારી શકાય નહીં. તમારા હૃદયને શાંતિ મળે તેવા બનાવો તમારા જીવનમાં બની શકે છે. તમને જીવનસાથી ક્યારે મળશે? ક્યારે માંડશો પ્રભુતામાં પગલા? જાણવા માટે અહીંયા ક્લિક કરો અને સાથોસાથ તકોને ઉજળવી કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષની પરામર્શ સેવાનો લાભ ઉઠાવો. 

મિથુનઃ  
બુધ મિથુન રાશિનો જ સ્વામી છે અને તમારી રાશિથી નવમે એટલે કે ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરે છે. જોકે, જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર આ ભાવમાં બુધનું ગોચર શુભ માનવામાં આવતું નથી. સારા આશયથી તમે કરેલા કાર્યો બદલ તમને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું. કોઈક તબક્કે ભાગ્ય સાથ ન આપતું હોય તેવું પણ મનમાં લાગ્યા કરશે. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. કદાચ મુસાફરીનું આયોજન થાય તો પણ તેમાં વિઘ્નની શક્યતા વધશે. સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે. પેટને લગતી કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે. ત્રિદોષથી થતા રોગો, માઈગ્રેન, ત્વચાના રોગો થવાની શક્યતા વધશે. શું નોકરીમાં ફેરબદલ કરવી છે? નોકરી બદલાવી કે નહીં તે અંગે મનોમન ચિંતિત છો? તો અમારા વિદ્વાન જ્યોતિષીઓને પરામર્શથી તમારી દરેક શંકાઓ દૂર થશે. 


કર્કઃ  
આપની રાશિથી બુધ અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરે છે અને તેનું શુભ ફળ મળવાની શક્યતા જણાઈ રહી છે. જો જન્મ કુંડળીમાં આકસ્મિક ધન પ્રાપ્તિના યોગો હશે તો હાલમાં તમને અચાનક ધન લાભ થવાની આશા રાખી શકો છો. આ સમય દરમિયાન ગૂઢ અને આધ્યાત્મિક વિદ્યામાં તમારી રુચિ વધે. અગમનિગમની વાતો અને પરાવિજ્ઞાનના રહસ્યો ઉકેલવા માટે અથવા ધાર્મિક બાબતો ઊંડાણપૂર્વક સમજવા માટે તમે પ્રયાસરત થશો. કૌટુંબિક અથવા અગાઉ કોઈ અટકેલા કાર્યો હાલમાં ઉકેલાઈ શકે છે. તમારા માર્ગમાંથી આપોઆપ વિઘ્નો દૂર થવા લાગશે. અરેન્જ મેરેજ કે પછી લવ મેરેજ? તમારા નસીબમાં શું લખ્યું છે? હમણાં જ અમારા તજજ્ઞ જ્યોતિષ સાથે ચર્ચા કરીને સચોટ જવાબ મેળવો. 

સિંહઃ 
આ રાશિથી બુધ સાતમા સ્થાનમાં ભ્રમણ કરે છે જે આપના માટે મધ્યમ ફળદાયી પુરવાર થશે. ખાસ કરીને પતિ-પત્નીને એકબીજાથી અસંતોષની લાગણી અનુભવાશે. તેના કારણે તમારી વચ્ચે મતભેદની શક્યતા વધશે. સંબંધોમાં નિરસતા વર્તાશે. પ્રોફેશનલ મોરચે ગોચરના બુધનો તમને તા. 28-2 પછી લાભ મળી શકે છે. ત્યાં સુધી મધ્યમ ફળ મળે. આ સમયમાં તમારે ખાસ કરીને સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે તેમ ગણેશજી જણાવી રહ્યા છે. શું કારકિર્દીમાં સંઘર્ષ હેઠળથી પસાર થઇ રહ્યા છે અને યોગ્ય તકોથી પણ વંચિત છો? તો અા પાછળનું જ્યોતિષીય કારણ જાણીને ઉકેલ મેળવો અને પ્રગતી કરો. 

કન્યાઃ  
આપનો રાશિ પતિ બુધ છે અને અત્યારે આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં તેનું ભ્રમણ થઈ રહ્યું છે. ભાવફળ પ્રમાણે આ ભ્રમણ આપને શુભત્ત્વ પ્રાપ્ત કરાવનારું પુરવાર થશે. વ્યાવસાયિકો તેમજ નોકરિયાતો તેમના લક્ષ્ય પાર પાડી શકશે અને પૂર્વાનુુમાન પ્રમાણે કામ કરી શકશે. વિદેશમાં જવા માંગતા જાતકોને હાલમાં જન્મકુંડળીમાં વિદેશ યોગ હશે તો શુભ ફળ મળી શકે છે. આ સમયમાં તમારા કામકાજમાં શુભ પરિવર્તનની સંભાવના પણ નકારી શકાય નહીં. તમારા હાથમાં વધુ સારી જવાબદારી આવી શકે છે. શું ઓફિસમાં રહેલી પળોજણોથી મન વ્યાકુળ અને તણાવમય છે? તો સ્થિતિમાં સુધારો ક્યારે અાવશે તે અંગે વિસ્તૃતમાં જાણો. 

તુલાઃ  
આ રાશિથી બુધ પંચમ સ્થાનમાંથી ભ્રમણ કરે છે. ખાસ કરીને પ્રેમસંબંધોમાં તકલીફોની શક્યતા જણાઈ રહી છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને નિરસતા વધશે. આ સમયમાં બાળકોની કારકિર્દી સંબંધિત ચિંતા વધી શકે છે. તમે બુદ્ધિપૂર્વક લીધેલા નિર્ણયો પણ ખોટા પડી શકે છે. કૌટુંબિક સમસ્યાઓમાં ગુંચવાયેલા રહેવાથી તમે માનસિક તાણ અનુભવશો. તા. 28-2 બાદ તમારી સ્થિતિમાં સુધારો આવશે પરંતુ છતાંય અતિ ઉત્સાહમાં ન આવતા. મિત્રો પાછળ અથવા પરિવારમાં પોતાની કે અન્ય કોઈ સભ્યોની સારવાર પાછળ ખર્ચની સંભાવના વધશે. શું દાંપત્યજીવનમાં કડવાશ વ્યાપેલી છે? પારસ્પરિક દલીલબાજી અને ગેરસમજથી પરેશાન છો? તો અમારા તજજ્ઞ જ્યોતિષ અાચાર્યનું પરામર્શ મેળવીને દાંપત્યજીવનમાં સુખ, શાંતિ અને ઉમંગ લાવો. 

વૃશ્ચિકઃ  
આપની રાશિથી ચતુર્થ સ્થાન એટલે કે સુખ સ્થાનમાંથી બુધનું ભ્રમણ થઈ રહ્યું છે જે શુભ ફળદાયી માનવામાં આવે છે. જો તમારી જન્મકુંડળીમાં સારા યોગ હશે તો હાલમાં મકાન અથવા વાહન ખરીદીનું આયોજન પારી પાડી શકો છો. હૃદયમાં શાંતિ થાય તેવી કોઈ ઘટના તમારા જીવનમાં બની શકે છે. આત્મીય સંબંધોમાં વધારો થશે. આર્થિક વૃદ્ધિના યોગો પણ નકારી શકાય નહીં. કાર્યક્ષેત્રમાં અન્યોનો સાથ સહકાર મળી રહેશે. જન્મ કુંડળીમાં જો સારી દશા ચાલતી હોય તો આ સમયમાં ખાસ કરીનો નોકરિયાતોને પ્રમોશનની સંભાવના વધી જશે. શું તમે પરફેક્ટ રાઇટ શોધી રહ્યા છો? તમે માત્ર ૨૪ કલાકમાં સાચા પ્રેમને પામવા માટેનો ઉકેલ પ્રાપ્ત કરશો. 

ધનઃ  
આ રાશિના જાતકોને ત્રીજા સ્થાનમાંથી બુધનું ભ્રમણ થઈ રહ્યું છે. આપના માટે આ ગોચર મધ્યમ ફળદાયી રહેશે તેવું જણાઈ રહ્યું છે. ખાસ કરીને નોકરિયાતોને ઉપરીઓ સાથે મતભેદ ન થાય તેની કાળજી લેવી પડશે. તમારા હાથમાં આવેલી કોઈપણ તક વધુ પડતો વિચાર કરવામાં હાથમાંથી સરી પડે તેવું બની શકે છે. નવું સાહસ ખેડવામાં અથવા નવી શરૂઆત કરવામાં પણ કંઈક આવી જ સ્થિતિ ઉભી થઈ શકે છે. માનસિક સંઘર્ષના કારણે મનોમન થોડી અશાંતિ રહેશે. જોકે, છતાં પણ એટલું કહી શકાય કે આ સમય તમારા માટે સાવ નિરાશાજનક અથવા નુકસાનકારક નથી. કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવામાં ગૂંચવાયેલા છો? અમારા તજજ્ઞ જ્યોતિષીઓ તમને ચોક્કસ માર્ગદર્શન પુરુ પાડશે અને તમારા સામર્થ્યને અનુરૂપ ક્ષેત્રનું સૂચન અાપશે.

મકરઃ  
આ રાશિના જાતકોને બીજા એટલે કે ધન સ્થાનમાંથી બુધનું ભ્રમણ થઈ રહ્યું છે. આપના માટે આ ગોચર શુભ ફળદાયી રહેવાની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે. આ સમય દરમિયાન ખાસ કરીને તમારી વાકછટા ખીલી ઉઠશે અને તમે વાતચીત દ્વારા પોતાના કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શખશો. અનચાક ધન પ્રાપ્તિ થાય તેમજ અનઅપેક્ષિત રીતે કામ પાર પડે તેવું પણ બની શકે છે. જો અગાઉથી કોઈ કૌટુંબિક સમસ્યા ચાલતી હોય તો તેનો ઉકેલ આવી શકે છે. રોજબરોજના કાર્યો તમે સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક પાર પાડી શકશો અને તેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. શું તમે નોકરીમાં પરિવર્તન માટે ઇચ્છુક છો? તમે અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કર નિર્ણય લો. 

કુંભઃ  
આપની રાશિમાંથી જ બુધનું ભ્રમણ થઈ રહ્યું છે જે ખાસ શુભ ફળદાયી જણાતું નથી. આ સમય દરમિયાન ખાસ કરીને તમારી બેદરકારી અથવા ગાફેલિયતના કારણે તમારે ભોગવવું  પડશે. તમારી માનસિક અસ્વસ્થતા પણ વધી શકે છે. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી વાદ-વિવાદમાં પડવાનું ટાળજો. શારીરિક તકલીફ રહે તેમજ ઋતુગત સમસ્યાઓના કારણે અચાનક સ્વાસ્થ્ય કથળી શકે છે. તેના કારણે તમારા કામકાજ અને કારકિર્દી પર વિપરિત અસર ન પડે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. શું તમારી અાર્થિક સ્થિતિથી અસંતુષ્ટ છો? તો અમારા વિદ્વાન જ્યોતિષવિદો પાસેથી અસરકારક ટિપ્સ મેળવીને વધુ નાણાં કમાવ. 

મીનઃ  
આપની રાશિથી બારમા સ્થાનમાં બુધનું ભ્રમણ થઈ રહ્યું છે. આપના માટે આ ગોચર અશુભ ફળ આપનારું પુરવાર થશે. ખાસ કરીને કારકિર્દી મોરચે તમારાથી ખોટા નિર્ણયો લેવાઈ જાય અને તેની વિપરિત અસરો પડે તેવું બની શકે છે. તેના કારણે તમારી પીછેહટ થઈ શકે છે. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો તેમ ગણેશજી ભારપૂર્વક જણાવી રહ્યા છે.અત્યારે તમારી બુદ્ધિનો દુર્વ્યય થાય અને તેના કારણે તમારા કાર્યો નિષ્ફળ નીવડી શકે છે. હિતશત્રુઓથી ખાસ સાવધાન રહેવું. જ્ઞાનતંતુઓમાં નબળાઈ આવવાની શક્યતા પણ જણાઈ રહી છે. શું તમે અેક સારી નોકરીની શોધમાં છો? તો અમારી સેવાનો લાભ ઉઠાવીને નોકરી બદલવા માટે સાનુકૂળ સમય અંગે જાણકારી મેળવો. 

નોંધઃ  ઉપર જણાવેલ ફળકથનમાં જો અશુભ ફળ દર્શાવ્યું હોય પરંતુ જાતકની જન્મકુંડળીમાં સારી દશા ચાલતી હોય તો આ ગોચર મધ્યમ ફળદાયી પુરવાર થઈ શકે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે, 
બિંદુબેન પંડ્યા

સમસ્યાઓના ઉકેલ માટે હમણાં જ અમારા જ્યોતિષવિદો સાથે વાત કરો. 

15 Feb 2018


View All blogs

More Articles