અગ્રણી ફાસ્ટફૂડ ચેઈન મેકડોનાડ્લ્સ દ્વારા ગુરુવાર, 29-6-2017ના રોજ દિલ્હીમાં 55માંથી 43 રેસ્ટોરન્ટ અચાનક જ બંધ કરી દેવામાં આવતા 1700 કર્મચારીઓને ઘરે બેસાવાનો વારો આવ્યો છે. દિલ્હીમાં કનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ (સીપીઆરએલ) સાથે ભાગીદારીમાં મેકડોનાલ્ડ્સ દ્વારા ફાસ્ટફૂડ ચેઈન ચલાવવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, જે રેસ્ટોરન્ટ લોકોનું પેટ ભરતી હતી તેના જ કર્મચારીઓને ભુખ્યા સુવાની નોબત આવી છે. આ સમગ્ર વિવાદ પાછળ લાઈસન્સનો ઈશ્યૂ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મેકડોનાલ્ડ્સના ભારતમાં પ્રારંભ સમયની કુંડળીમાં ગ્રહોની સ્થિતિનો અભ્યાસ કરીને ગણેશજી જણાવી રહ્યા છે કે, આટલી સફળ રેસ્ટોરન્ટ ચેઈન અચાનક બંધ થવા પાછળ કયા પાસા જવાબદાર છે અને આગામી સમયમાં શું સ્થિતિ આવી શકે છે. જે કર્મચારીઓને ઘરે બેસવાનો વારો અાવ્યો છે તેઓએ જીવનમાં સંઘર્ષમય તબક્કામાંથી પસાર થવું પડશે પણ નજીકના ભવિષ્યમાં અાપનું ભવિષ્ય પણ સંઘર્ષમય રહેશે? આ પ્રશ્નના સચોટ જવાબ માટે 2017નો વાર્ષિક રિપોર્ટ
આજે જ મેળવો.
1996માં ભારતમાં પહેલી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ કંપનીએ દેશભરમાં સંખ્યાબંધ રેસ્ટોરન્ટ શરૂ કરીને અત્યાર સુધીમાં કરોડો ગ્રાહકોને પોતાના અનન્ય સ્વાદના ચાહક બનાવી દીધા છે. 1996માં 13 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં બંસત લોક ખાતે કંપનની પહેલી રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મેકડોનાલ્ડ્સ ચેઈનની દુનિયાની આ સૌથી પહેલી એવી રેસ્ટોરન્ટ હતી જ્યાં ગાય અને ડુક્કરનાં માંસમાંથી બનાવેલી ખાદ્ય ચીજો નહોતી પીરસવામાં આવતી.
ભારતમાં મેકડોનાલ્ડ્સના પ્રારંભ સમયની કુંડળી
તારીખ – 13/10/1996
સ્થળ – નવી દિલ્હી
સૂર્યકુંડળી
કંપનીની સૂર્ય કુંડળી પ્રમાણે બુધ-રાહુ-સૂર્ય તેના લગ્ન સ્થાનમાં જ છે જેના કારણે હંમેશા ભારતમાં તેમણે નવા નવા પડકારોનો સામનો કરવો પડે છે. હરીફ કંપની સંબંધિત સમસ્યા, ભારતમાં ફ્રેન્ચાઈઝી અંગેનો કોઈ ઈશ્યૂ અથવા બીજી કોઈપણ મેનેજમેન્ટ કે કાયદા સંબંધિત બાબતોમાં આ રેસ્ટોરન્ટ હંમેશા વિવાદોના ઘેરામાં રહી છે તેના માટે આ યુતિ જ જવાબદાર ગણી શકાય. બીજી વાત કે, મેકડોનાલ્ડ્સ ભારતમાં સ્થાનિક કંપની સાથે ભાગીદારીમાં કામ કરી રહી છે. આથી તેની સ્થાપના સમયની કુંડળીમાં સ્વાભાવિકપણે ભાગીદારીનું સ્થાન સારું હોવું જરૂરી છે. જોકે, કંપનીની કુંડળીમાં સપ્તમ સ્થાન એટલે કે ભાગીદારીના સ્થાનમાં જ ધીમી ગતિના ગ્રહ શનિ અને પાપગ્રહ કેતુની નકારાત્મક યુતિ છે જે ભાગીદારી અને ફ્રેન્ચાઈઝી સંબંધિત નવા નવા પ્રશ્નો ઉભા કરે છે. આ યુતિના કારણે જ ભાગીદારી અને ફ્રેન્ચાઈઝી સંબંધિત કામકાજોમાં અચાનક અને અનઅપેક્ષિત પરિવર્તનો જોવા મળે છે. અા બદલાવથી મેક ડોનાલ્ડની રેવેન્યુને અસર થશે, તમારી અાર્થિક સ્થિતિ અંગે ચિંતિત છો?
તો આજે જ 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને દરેક અસમંજસ દૂર કરો.
શું હજુ પણ આ સ્થિતિ યથાવત્ રહેશે, શું આનો કોઈ ઉકેલ ખરો?
ગોચરના ગ્રહો અને કંપનીના પ્રારંભ સમયની કુંડળીના ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરતા જોઈ શકાય છે કે, કુંડળીમાં આર્થિક સ્થાનનો માલિક શુક્ર વ્યય સ્થાનમાં રહેવાથી દુષિત છે. આ કારણે વ્યવસાયમાં નફાની તકો ઓછી અને નુકસાનની શક્યતા વધી જાય છે. સૂર્ય-મંગળ-બુધ જેવા ગ્રહો અંશાત્મક હોવાથી સરકાર, પ્રોફેશનના સ્થાનમાંથી પસાર થાય છે જે લાઇસન્સ અને કર્મચારીઓને લગતી સમસ્યાઓ સર્જે છે.
જો સારા પાસાની વાત કરીએ તો ગોચરનો ગુરુ હાલમાં લગ્નસ્થાનમાંથી અંશાત્મક પસાર થાય છે અને આવનાર સમયમાં શુક્ર પણ પોતાનું બળ પાછુ મળવશે. આથી 10 જુલાઈ 2017 પછી સ્થિતિમાં હાલના ધોરણે સુધારો આવવાની સંભાવના જણાઈ રહી છે.
જોકે ઓક્ટોબર 2017 પછી કંપનીને બ્રાન્ડને, આંતરિક પ્રશ્નો, વિસ્તરણ, કર્મચારીઓ સાથે સંબંધો, ઉત્પાદન ક્ષમતા, મોનોપોલી, કંપનીના મેનેજમેન્ટ અને માલિકી સંબંધિત બાબતોમાં અત્યંત સાવચેતીપૂર્વક નિર્ણયો લેવાના રહેશે. આ તમામ મોરચે તેમની ગતિવિધીઓ ઘણી ધીમી પડતા લાંબાગાળે નુકસાનદાયક પુરવાર થઈ શકે છે. જોકે સપ્ટેમ્બર 2017થી ગુરુ રાશિ બદલીને તુલા રાશિમાં એટલે કે કંપનીના ધન સ્થાનમાં આવશે જેના કારણે આર્થિક ઉન્નતિ મામલે આશાનું કિરણ દેખાશે. કંપની અવનવા ઉપાયોથી નાણાંની આવકમાં વૃદ્ધિના પ્રયાસો કરશે. ટુંકમાં કહીએ તો આગામી સમયમાં પણ કંપની માટે કપરાં ચઢાણ હોવાથી દરેક મોરચે સંતુલન સાધીને સાચવું પડશે.
ગણેશજીના આશીર્વાદ સાથે
03 Jul 2017
View All blogs