For Personal Problems! Talk To Astrologer

માયાવતી- પ્રારંભિક અવરોધો બાદ પ્રગતીની આશા વધશે


Share on :


ઉત્તર પ્રદેશની રાજનીતિમાં જાતિવાદના પાસાને ઘણું મહત્વનું માનવામાં આવે છે. આથી જ સક્ષમ દલિત નેતા તરીકે ઉભરી આવેલા બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ચાર વખત સત્તાનું સુકાન સંભાળવામાં સફળતા મેળવી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસવાદ તરફ વળેલી જનતાએ આ રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી બળવાન ગણાતા બે મુખ્ય પક્ષો બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીને જાકારો આપીને વર્ષોથી ઉત્તરપ્રદેશમાં સત્તાથી અળગા રહેલા ભાજપને સ્પષ્ટ બહુમતિ આપને નવા સમીકરણો માંડ્યા છે. બદલાયેલી આ રાજકીય સ્થિતિમાં આજે પણ માયાવતીએ એક સક્ષમ દલિત નેતા તરીકે પોતાની છબી અકબંધ જાળવી રાખી છે. 15 જાન્યુઆરીએ માયાવતીનો જન્મ દિવસ હોવાથી તેમની સૂર્ય કુંડળીના અભ્યાસના આધારે અહીં તેમના આગામી વર્ષ અંગે ફળકથન આપવામાં આવ્યું છે.

જન્મતારીખ – 15-1-1956
જન્મ સ્થળ  – નવી દિલ્હી
સૂર્ય કુંડળીઅમારા વિદ્વાન જ્યોતિષીઓએ તૈયાર કરેલો અાપનો હસ્તલિખીત રિપોર્ટ મેળવો.

કુંડળીમાં  ગ્રહોની સ્થિતિ
સૂર્ય કુંડળી પ્રમાણે માયાવતીનો જન્મ મકર લગ્નમાં થયો છે. લગ્નેશ  શનિ અગિયામા સ્થાનમાં મંગળ અને રાહુ સાથે યુતિમાં છે. લગ્ન સ્થાનમાં સૂર્ય, ચંદ્ર ને બુધ છે. બીજા સ્થાનમાં કુંભ રાશીમાં શુક્ર છે અને અષ્ટમ સ્થાનમાં સિંહ રાશિમાં રહેલો ગુરુ તેના પર પૂર્ણ દૃશ્ટિ કરે છે. પાંચમા સ્થાનમાં વૃષભ રાશિમાં કેતુ છે. નરેન્દ્ર મોદી વિશે પણ વાંચવુ ગમશે.
 
મકર લગ્ન પ્રમાણે માયાવતી એક પરિપકવ અને રાજકીય માનસિકતા ધરાવે છે. ઉપરાંત લગ્નેશ શનિની મંગળ અને રાહુ સાથે યુતિ થતી હોવાથી દલિત તેમજ મુસ્લિમ વર્ગ પ્રત્યે તેઓ વધુ સહાનુભૂતિ ધરાવે છે તેમજ તેમના થકી સત્તામાં આવવાનું પણ સામર્થ્ય મેળવી શકે છે. સપ્તમેશ ચંદ્ર લગ્નમાં રહેવાથી જાહેરજીવનમાં તેઓ ઘણી સારી લોકપ્રિયતા ધરાવે છે અને સૂર્ય (આત્મા), ચંદ્ર (મન) તેમજ બુધ (બુદ્ધિ)ની યુતિ આપને ઘણી સારી તર્કશક્તિ અને ગજબની નિર્ણયશક્તિ આપે છે. પાંચમે રહેલા કેતુ અને અગિયારમે રહેલા શનિ, મંગળ તેમજ રાહુની યુતિ માયાવતીને જીવનમાં સંઘર્ષની સંભાવનાઓ પણ દર્શાવે છે. જ્યારે યોગકારક શુક્ર પર ગુરુની પૂર્ણ દૃશ્ટિ આર્થિક રીતે લાભદાયી છે. ગ્રહો પ્રમાણે તેનું આગામી વર્ષ પડકારજનક છે. તમારો જન્મદિવસ રિપોર્ટ મેળવીને અાગામી પડકારો વિશે જાણીને પૂર્વાયોજન સાથે પ્રગતી કરો. 

ગોચરના ગ્રહોની સ્થિતિ અને તેનો પ્રભાવ
વર્તમાન સમયમાં આપના લગ્ન સ્થાનમાં રહેલા સૂર્ય, ચંદ્ર, બુધ પરથી મકર રાશિમાંથી કેતુનું ભ્રમણ થઈ રહ્યું છે.  સાતમા સ્થાનમાંથી કર્ક રાશિમાંથી રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે. ચંદ્રથી દશમ સ્થાનમાંથી તુલા રાશિમાં મંગળ અને ગુરુ ભ્રમણ કરી રહ્યા છે. શનિ આપના જન્મના ચંદ્રથી બારમા સ્થાનમાંથી ધન રાશિમાંથી પસાર થાય છે. શું તમે આર્થિક ઉન્નતિ ઇચ્છો છો? તો અાજે જ 2018 નો આર્થિક રિપોર્ટ મેળવો. 

અંકશાસ્ત્ર પ્રમાણે જોતા 2018નું વર્ષ 2+0+1+8=11=2 એટલે કે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આપની જન્મ તારીખ 15-1-1956 છે માટે આપનો ભાગ્યાંક 1+5+1+1+9+5+6=28=10=1 છે એટલે કે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય અને ચંદ્ર બંને મિત્રો છે માટે આ વર્ષમાં મહેનત કરવાથી તેઓ રાજનીતિમાં પોતાનું સ્થાન જાળવી શકશે. જોકે તેમણે સંઘર્ષની તૈયારી રાખવી પડશે.

સૂર્ય કુંડળી પ્રમાણે ગ્રહોનું વિશ્લેષણ કરીએ તો, ધન રાશિનો શનિ ચંદ્રથી બારમા સ્થાનમાં ભ્રમણ કરે છે. શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો છે. આ કારણે તેમના કામકાજમાં અવરોધોની સંભાવના છે. તેઓ જે પણ કામ કરે તેમાં સામાન્ય કરતા વધુ મહેનત પડે અને વધુ પ્રયાસો કરવા પડે. આ ઉપરાંત લગ્ન સ્થાનમાં રહેલા સૂર્ય પરથી કેતનુ ભ્રમણ ચાલી રહ્યું છે જે શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. યશ-માન-કિર્તીમાં પણ ઘટાડો થઈ શકે છે. ચંદ્ર પરથી પસાર થતો કેતુ માનસિક અજંપો વધારે જ્યારે બુધ પરથી પસાર થતો કેતુ વિચારોમાં પરિપકવતા સાથે થોડી ભ્રામકતા પણ લાવે. સપ્તમ સ્થાનમાં કર્ક રાશિમાંથી રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે જેના કારણે જાહેરજીવનમાં અપયશની શક્યતા વધશે. સ્મૃતિ ઇરાની વિશે પણ વાંચવુ ગમશે.

સૂર્ય, ચંદ્રથી દશમ સ્થાનમાં તુલા રાશિમાં પસાર થતો ગુરુ તમારા યોગકારક શુક્રને પંચમ દૃશ્ટિથી જુએ છે. તેના કારણે આપને 2018માં અનેક તકલીફો વચ્ચે પણ પ્રગતિની શક્યતા પ્રબળ બનશે. તા 2-5-2018થી 6-11-2018 સુધીના સમયમાં મકર રાશિમાં મંગળ અને કેતુની યુતિ થાય છે અેના કારણે રાજકીય ક્ષેત્રે મોટી અસમંજસપૂર્ણ સ્થિતિ સર્જાઈ શકે છે. તા 12-10-2018 પછી વૃશ્ચિક રાશિમાં ગુરુ પ્રવેશ કરશે. તેના પ્રભાવ હેઠળ માયાવતીના જાહેરજીવનમાં યશ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે.

ગણેશજી આપને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની ક્ષમતા આપે તેવી પ્રાર્થના,

ગણેશજીના આશીર્વાદ સાથે

સુરેશ શર્મા

અંગત ઉપાયો માટે હમણાં જ જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 

13 Jan 2018


View All blogs

More Articles