For Personal Problems! Talk To Astrologer

જળતત્વની રાશિ કર્ક રાશિમાં અગ્નિતત્વના ગ્રહ મંગળનો પ્રવેશઃ જાણો દરેક રાશિ પર તેનો પ્રભાવ


Share on :


12 જુલાઈ 2017થી મંગળ કર્ક રાશિમાં એટલે કે જળતત્વની રાશિમાં પ્રવેશ કરશે. અા ગોચર 26 અોગસ્ટ, 2017ના રોજ પૂર્ણ થશે.

મંગળને સામાન્યપણે કુજા કે અંગારક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત દંતકથાઓ અનુસાર તેનો જન્મ ધરતીમાતાની કુખે થયો હોવાથી વ્યાપક પ્રમાણમાં ભૂમિપુત્ર તરીકે પણ ઓળખાય છે. ખગોળની દૃશ્ટિએ જોવામાં આવે તો તેની બાહ્યત્તમ સપાટીમાં લોહ ઓક્સાઈડનું પ્રમાણ વિપુલ માત્રામાં હોવાથી તેની સપાટી લાલ રંગની છે માટે તેને રાતો ગ્રહ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને અગ્નિતત્વનો રાતો ગ્રહ કહેવામાં આવે છે અને રાશિચક્રમાં પહેલી તેમજ આઠમી એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. દંતકથાઓ અનુસાર મંગળને યુદ્ધનો દેવતા કહેવાય છે અને ખગોળમંડળમાં તે તમામ ગ્રહોનો સેનાપતિ છે. મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને જળ તત્વની રાશિમાં પ્રવેશ કરશે. તમામ રાશિ પર મંગળનો અલગ અલગ પ્રભાવ જોવા મળશે જે અહીં રાશિવાર જણાવવામાં આવ્યું છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમારી લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

મેષ: મેષ રાશિના જાતકો માટે મંગળ ચોથા સ્થાનથી ભ્રમણ કરશે.  જે તેમને તેમના દાંપત્યજીવનમાં મતભેદ થાય તેવા પ્રસંગોનું નિર્માણ કરે. તેની સાથોસાથ મંગળ તેના નોકરી ધંધામાં પણ અસર કરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. કામકાજમાં વધારો થાય. જો કે ગુરુની દૃષ્ટિ હોવાને કારણે મહેનતનું યોગ્ય વળતર પણ પ્રાપ્ત થાય. અામ મેષ રાશિના જાતકો માટે મંગળનું ભ્રમણ મધ્યમ ફળદાયી નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જીવન ઉતાર-ચડાવથી ભરપૂર છે. જેમાં અનેક વણઉકેલાયેલા સવાલો છે. પણ તમારા અા જ સવાલોનો અમે સચોટ જવાબ અાપી શકીએ છીએ. અાજે જ પૂછો કોઇ પણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવોને તમને મૂંઝવણમાં મૂકતા સવાલોનો જવાબ મેળવો. 

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે મંગળ ત્રીજા સ્થાનથી ભ્રમણ કરશે. જે તેના સાહસ અને પરાક્રમમાં પણ વધારો કરશે. રમતગમત સાથે સંકળાયેલા જાતકો માટે અા સમય સિદ્વિ પ્રાપ્ત કરવાનો કહી શકાય. શત્રુઅો પરાસ્ત થાય. વૃષભ રાશિના જાતકોને શ્વસુર પક્ષથી પણ લાભ થાય તેવા યોગ છે. સમગ્ર દૃષ્ટિઅે જોતા વૃષભ રાશિના જાતકો માટે મંગળનું અા ગોચર શુભ ફળદાયી નિવડે. સંબંધો મધુરાશથી ભરપૂર તો ક્યારેક કડવાશ પણ હોય છે. પણ તેને બદલવા માટે અમારી પાસે વિકલ્પ છે. તમે પણ 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ મેળવીને તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવી શકો છો. 

મિથુન: મિથુન રાશિના જાતકોની વાત કરીઅે તો તેના માટે અા મંગળ બીજા સ્થાનમાંથી પસાર થશે તેવું ગણેશજી કહે છે. અા જાતકોને ધન સંબધિત કોઇ સમસ્યા થઇ શકે છે. પારિવારિક પ્રશ્નો સર્જાય. પરિવારજનો વચ્ચે કોઇ કારણોસર મતભેદ થાય. ખાસ કરીને અા સમયમાં અકસ્માત થવાની સંભાવના હોવાથી મિથુન રાશિના જાતકોઅે વાહન ચલાવતી વખતે વિશેષ રીતે કાળજી રાખવી તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. અેકંદરે મિથુન રાશિના જાતકો માટે અા ગોચર અશુભ છે. જીવન અનિશ્વિતતાઓથી ભરપૂર છે. ક્યારેક જીવનની શાંતિ પણ છીનવાઇ જાય છે. પણ તમે સાવધ રહીને તેનો સારી રીતે સામનો કરી શકો છો. અાજે જ 2017નો વાર્ષિક રિપોર્ટ મેળવીને તમારુ ભવિષ્ય તમને કઇ રીતે મજબૂત કરશે તે વિશે જાણો. 

કર્ક: કર્ક રાશિમાં મંગળ તેમના ચંદ્ર પરથી ભ્રમણ કરશે જેને કારણે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ સર્જાશે તેવું કહી શકાય. કર્ક રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય. જે જાતકો વ્યવસાય સાથે સંકળાયેલા હશે અને ખાસ કરીને ઔદ્યોગિક વ્યવસાયમાં હશે તેઓને વિશેષ રીતે લાભ થાય તેવું ગણેશજી કહે છે. જો કે ચંદ્ર પરથી મંગળના ભ્રમણને કારણે જાતકના સ્વભાવમાં ઉગ્રતા અાવી શકે છે. તેથી સંબંધોમાં તમારા અાક્રમક વલણથી કોઇ વિખવાદ કે તકરાર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સમગ્રપણે કર્ક રાશિના જાતકો માટે અા ભ્રમણ શુભ કહી શકાય. અાપણે હરહંમેશ બહેતરને બદલે શ્રેષ્ઠ અાપવાનું હોય છે. અા વાત અાર્થિક બાબત માટે અેકદમ સાર્થક કહી શકાય અને અેટલે જ 2017નો અાર્થિક રિપોર્ટ તમારા અાર્થિક ભાવિને વધુ મજબૂત અને સલામત બનાવી શકે છે. 

સિંહ: સિંહ રાશિના જાતકો પર પણ અા ગોચરની અસર જોવા મળશે. તેઅો માટે મંગળ વ્યય સ્થાનથી પસાર થશે. અા મંગળના દુષ્પ્રભાવને કારણે તેઅોને અચાનક ધનનો વ્યય થાય તેવા સંજોગો ઊભા કરે તેવી શક્યતા છે. નોકરીયાત જાતકોને નોકરીમાં સહકર્મીઅો સાથે કોઇ અણબનાવ થાય તેવું પણ બની શકે છે. વેપારીઅોને વ્યવસાયમાં ખોટ સહન કરવાનો વારો અાવે. વાહન ચલાવતી વખતે પણ ઇજા કે અકસ્માત થવાની સંભાવના હોવાથી કાળજી રાખવી. અામ સિંહ રાશિના જાતકો માટે મંગળનું બારમાં સ્થાનમાંથી ભ્રમણ અશુભ કહી શકાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. વ્યાવસાયિકોના વ્યાપારમાં પ્રતિકૂળતાઓ ખૂબ જ હોય છે. વ્યવસાયમાં વૃદ્વિ માટે ગ્રહોનો સાથ મળે તે પણ અાવશ્યક છે. તેથી જ ભવિષ્યને અગાઉથી જાણીને તમે વ્યવસાયમાં સમૃદ્વિ પામી શકો છો. 2017 બિઝનેસ રિપોર્ટથી તમે સુનિયોજીત રીતે વ્યવસાયમાં અાગળ વધશો. 

કન્યા: કન્યા રાશિમાં મંગળ લાભ સ્થાનમાંથી પસાર થશે. જે તેમને અચાનક કોઇ ધન લાભ કરાવે. કન્યા રાશિના જાતકોને કામમાં મિત્રોનો સારો અેવો સહયોગ પ્રાપ્ત થશે. તબીબી કે પછી અેન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિદ્યાભ્યાસ કરતા જાતકો વધુ સારું પરફોર્મન્સ અાપી શકશે. અા દરેક પરિબળોને ધ્યાનમાં રાખતા કહી શકાય કે અા રાશિ માટે મંગળનું અા ગોચર શુભ રહેશે. ગ્રહોની સ્થિતિ તમારી અાર્થિક સ્થિતિ માટે મહત્વ ધરાવે છે. તમારું ભવિષ્ય જાણીને અાર્થિક ભાવિને મજબૂત કરવા માંગતા હોવ તો 2017નો અાર્થિક રિપોર્ટ મેળવીને સફળતા હાંસલ કરી શકો છો. 

તુલા: તુલા રાશિના જાતકો માટે મંગળ કર્મ સ્થાનમાંથી પસાર થશે. અા મંગળ તેમના માટે ફાયદાકારક સાબિત થાય. વ્યવસાયમાં વૃદ્વિ થાય તેમજ નોકરીયાત જાતકોને નોકરીમાં બઢતી થાય તેવા પણ યોગ બને. જો કે બીજી તરફ મંગળની દૃષ્ટિ માતૃસ્થાન પર પણ પડતી હોવાથી માતા સાથે કોઇ કારણોસર મતભેદ કે અણબનાવના પ્રસંગો ઊભા થાય તેવું બની શકે છે. જાતકની અાર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. સમગ્રપણે અા ગોચર તેઅો માટે મિશ્ર ફળદાયી નિવડે. અાર્થિક સ્થિતિ સંવેદનશીલ હોવાથી તેમાં જોખમ ભારે પડી શકે છે. તેથી જ અાર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે ભવિષ્યને અગાઉથી જાણવું જરૂરી બની રહે છે. તમે પણ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક દૃષ્ટિઅે સ્વનિર્ભર બની શકો છો. 

વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોના જીવનમાં પણ મંગળના અો ગોચરથી અનેક પરિવર્તનો જોવા મળશે. તેઅો માટે મંગળ નવમાં સ્થાનમાંથી પસાર થશે. અા સમય તેઅો માટે ભાગ્યોદયનો કહી શકાય. ભાગ્યવૃદ્વિની તકો સાંપડે. વ્યાવસાયિક લાભ કે પછી નોકરીયાત જાતકોને નોકરીમાં બઢતી મળે તેવું બની શકે છે. વિદેશ પ્રવાસનું પણ અાયોજન થાય. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા વિદ્યાર્થી જાતકોને પણ સફળતા પ્રાપ્ત થાય. અા રીતે ખાસ કરીને કારકિર્દી વિષયક બાબતો માટે અા સમય ખૂબ સારો કહેવાય. કારકિર્દીમાં સફળતા માટે વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરે તે અાવશ્યક છે. પણ જો વિદ્યાભ્યાસમાં અડચણ અાવતી હોય તો તમે તેના મૂળ વિશે જાણીને સચોટ ઉકેલ પ્રાપ્ત કરશો. તેના માટે હમણાં જ શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન(વિગતવાર સલાહ) રિપોર્ટ મેળવો. 

ધન: મંગળનું અા ભ્રમણ ધન રાશિના જાતકોના જીવનમાં પણ પ્રભાવ પાડશે. અહીંયા મંગળ અષ્ટમ ભાવથી પસાર થશે. ધન રાશિના માટે અષ્ટમ ભાવનો મંગળ લગ્નજીવનમાં મતભેદ ઉત્પન્ન કરી શકે છે. દાંપત્યજીવન ઉપરાંત પારિવારિક જીવનમાં પણ પરિવારના સભ્યો સાથે મતભેદના પ્રસંગો ઊભા થાય તેવી શક્યતા નકારી શકાય નહીં. અકસ્માત કે ઇજાના અશુભ યોગ બનતા હોવાથી વાહન કાળજીપૂર્વક ચલાવવાની ગણેશજી ચેતવણી અાપી રહ્યા છે. અાર્થિક અાયોજન ખોરવાય તેવી સંભાવના જોતા અાર્થિક અાયોજન કૂનેહપૂર્વક અગાઉથી કરી રાખવું હિતાવહ રહેશે. અેકંદરે ધન રાશિના જાતકો માટે અા ભ્રમણ અશુભ હોવાથી તેઅોને ખાસ ધ્યાન રાખવું.  સંબંધો ગૂંચવણોથી ભરપૂર હોય છે. ક્યારેક સ્થિતિ વધુ ખરાબ પણ થઇ જાય છે. સંબંધોમાં રહેલી સમસ્યાઓના ઉકેલ માટે અાજે જ 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ મેળવો. 

મકર: મકર રાશિ માટે મંગળ સાતમાં સ્થાનમાંથી ભ્રમણ કરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અહીંયા મંગળ નીચનો બનતો હોવાથી દાંપત્યજીવનમાં કોઇ સમસ્યા અાવે તેવી શક્યતા લગભગ નહીંવત્ છે. ગણેશજી અનુસાર ચંદ્ર મંગળની પ્રતિયુતિ બનતી હોવાથી જાતકને અણધાર્યો ધનલાભ થાય જેને કારણે તેની અાર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પત્ની સાથેના સંબંધો સૂમેળભર્યા નહીં રહે. બીજી તરફ મંગળની પાપ દૃષ્ટિ ચંદ્ર પર હોવાને કારણે મન અશાંત રહે. પરંતુ અેકંદરે મંગળનું અા ભ્રમણ સાનુકૂળ બની રહેશે. તમારી અાર્થિક સ્થિતિ પણ અાગળ મજબૂત બનશે તેવી શક્યતા છે. જો કે પણ કઇ રીતે તમારી અાર્થિક સ્થિતિ વધુ સારી બનશે તે વિશે અસંમજસમાં હોવ તો અાજે જ 2017 અાર્થિક રિપોર્ટ ઓર્ડર કરો. 

કુંભ: કુંભ રાશિના જાતકો માટે મંગળ અહીંયા છઠ્ઠા સ્થાનમાંથી ભ્રમણ કરશે જે તેઅોને શત્રુઅો પર વિજયી બનાવશે. જાતકોને લાંબા સમયથી કોઇ કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં સંભાળવું પડશે. આ સમયમાં કોઈને કોઈ પ્રકારે ખર્ચનું પ્રમાણ વધશે. સુરક્ષાદળ સાથે સંકળાયેલા જાતકોને બઢતીના યોગ બને. છઠ્ઠુ સ્થાન રોગનું પણ સ્થાન ગણવામાં અાવે છે તેથી સ્વાસ્થ્યની વિશેષ રીતે પરેજી પાળવી. સમગ્રપણે કુંભ રાશિના જાતકો માટે અા ગોચર મધ્યમ ફળદાયી રહેશે. ગ્રહો અાપના માટે મિશ્ર સ્થિતિ દર્શાવે છે. જો તમારે કોઇ પ્રશ્ન હોય અને તેના ઉકેલથી તમને શાંતિ થશે તેવું લાગતું હોય તો પૂછો કોઇ પણ પ્રશ્ન  તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. 

મીન: મીન રાશિમાં મંગળ પાંચમા સ્થાનમાંથી ભ્રમણ કરશે. અાર્થિક દૃષ્ટિઅે મીન રાશિના જાતકોને ધન લાભ થવાના પ્રબળ યોગ છે. વેપારીઅોને ધંધામાં અાર્થિક લાભની પ્રાપ્તિ થાય. અેન્જિનિયરિંગ કે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં સફળતાના અવસરો સાંપડે. પાંચમા સ્થાનેથી મંગળ પેટ સંબંધિત બિમારીઅો પણ લાવી શકે છે. તેથી ખાસ કરીને ખાન-પાનમાં સંયમ રાખવો. સમગ્રપણે મીન રાશિના જાતકો માટે અા ગોચર સંભાળવા જેવું છે. ગર્ભવતી મહિલાઓને આ સમયમાં વિશેષ કાળજી લેવી પડશે. વ્યાવસાયિકો સારો નફો રળશે. જો કે તમારા વ્યાવસાયમાં અાવનારા પરિવર્તનો વિશે જાણવા ઉત્સુક હોવ તો 2017નો બિઝનેસ રિપોર્ટ મેળવીને વ્યાવસાયની ભાવિ ઘટનાઓ વિશે સંપૂર્ણ ચિતાર મેળવી શકો છો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
જૈમિન વ્યાસ, ધર્મેશ જોષી

07 Jul 2017


View All blogs

More Articles