For Personal Problems! Talk To Astrologer

મંગળ -કેતુની યુતિ 2018 : મકર ભવન અમંગલ કારી


Share on :


છેલ્લા કેટલાય સમયથી ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે રાજકીય તણાવ ચાલી રહ્યો છે. હંમેશા દુનિયા પર પોતાની ધાક જમાવી રાખવા માંગતા અમેરિકાને ઉત્તર કોરિયા જરાય ગાંઠતુ નથી. વારંવાર તેમના શસ્ત્ર પરીક્ષણોથી ઉશ્કેરાયેલા અમેરિકાને 2018ના અારંભે જ ઉત્તર કોરિયાના તાનાશાહ વડા કિમ જોંગે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી દીધી કે પરમાણુ શસ્ત્રોનું બટન તેમના ટેબલ પર જ છે અને ગમે ત્યારે હુમલો કરી શકે છે. કિમ જોંગે અગાઉ પણ આવી ધમકીઓ આપી જ છે પરંતુ બંને  દેશો વચ્ચે વધતો તણાવ અને આગામી સમયમાં રચાઈ રહેલી ગ્રહોની સ્થિતિને જો ધ્યાનમાં રાખીએ તો જ્યોતિષીય દૃશ્ટિએ આ ધમકી જરાય હળવાશથી લેવા જેવી નથી.

3-5-2018થી 6-11-2018 સુધી મંગળ અને કેતુની મકર રાશિમાં યુતિ કરશે. મંગળ મૂળ અગ્નિતત્વનો ગ્રહ છે અને ક્રોધનો કારક છે. દક્ષિણ દિશાનો સ્વામી છે અને અગ્નિસ્થાન હોય ત્યાં પોતાનું સ્થાન ધરાવે છે. તે ક્ષત્રિય વર્ણનો અને તમોગુણી છે. દક્ષિણ દિશામાં અને દશમ સ્થાનમાં મંગળ બળવાન બને છે. સ્વભાવે ક્રુર ગ્રહ છે. શરીરમાં મજ્જા અને માંસ પર તેનું પ્રભુત્વ છે. યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર વિદ્યાનો કારક છે.

બીજી તરફ કેતુ પર નજર કરીએ તો, કેતુ છાયાગ્રહ છે. બધી જ દિશાઓમાં કાર્યરત છે. વાયુ પ્રકૃતિ ધરાવે છે. ભ્રમણાઓ પેદા કરે છે. અનિશ્ચિતતા સર્જે છે. આકસ્મિક અને અણધાર્યા પરિવર્તનો લાવે છે. અણધારી અને ગંભીર માંદગી માટે પણ તેને કારક માનવામાં આવે છે.

આ બંને ગ્રહો મકર રાશિમાં ભેગા થાય છે. સામાન્યપણે મંગળ કોઈપણ રાશિમાં 45 દિવસ રહે છે પરંતુ આ યુતિ દરમિયાન મંગળ વારંવાર વક્રી અને માર્ગી થતો હોવાથી 185 દિવસ અહીંયા જ રહેશે. મકર રાશિ મૂળરૂપે પૃથ્વી તત્વની ચર રાશિ છે. દક્ષિણ દિશામાં તથા ચતુર્થ અને દશમ ભાવમાં બળવાન બને છે.

હવે યુતિ પર નજર કરીએ તો, પૃથ્વી તત્વની રાશિમાં વાયુ તત્વના કેતુ સાથે અગ્નિ તત્વનો મંગળ યુતિ કરશે જેથી સ્વભાવિક છે કે અગ્નિને વાયુ મળવાથી તે વધુ પ્રજ્વલિત થશે અને તેનું બળ અત્યંત ચરમ સ્તરે પહોંચી જશે. આ સ્થિતિ સાર્વત્રિકરૂપે તેના નકારાત્મક પરિણામો દર્શાવે. જેમાં બે દેશો વચ્ચે યુદ્ધ, શસ્ત્રો દ્વારા હુમલા, દાવાનળ ફાટવો, વાવાઝોડા સાથે ભીષણ આગ લાગવી વગેરે સંભાવનાઓ પ્રબળ બનશે. મંગળ ટેકનોલોજી માટે પણ કારક હોવાથી કેતુની યુતિમાં આવતા ટેકનોલોજીના દુરુપયોગથી છેતરપિંડી, હુમલા તેમજ લોકો વિરોધી પ્રવૃત્તિઓ વધી શકે છે. મંગળ દક્ષિણ દિશાનો સ્વામી છે અને મકર રાશિ પણ દક્ષિણ દિશામાં બળવાન બને છે. કેતુની યુતિમાં નકારાત્મક ફળને જોતા દેશ અને દુનિયામાં દક્ષિણ પ્રાંતમાં તેની સૌથી વધુ વિપરિત અસરો દેખાય તેવી સંભાવના છે. આ યુતિના ફળ અંગે અહીં વિગતવાર ચર્ચા કરી છે.

રાજકીય – વૈશ્વિક- ભારત
હુમલાઓનું જોખમ ટાળવા માટે દુશ્મનો સાથે સરહદ ધરાવતા દેશો તેમનું સંરક્ષણ બજેટ વધારશે. નવા શસ્ત્રોની ખરીદી અને પરીક્ષણોની શક્યતા વધશે. યુનો જેવા સંગઠનોમાં દક્ષિણ પ્રાંતના પ્રતિનિધિ તરીકે ભારત વધુ આક્રમક બની શકે છે. વહીવટીતંત્ર સામે લોકોની ફરિયાદો વધે તેમજ અધિકારીઓ દ્વારા આક્રમક મિજાજમાં નિર્ણયો લેવાય. વિવિધ દેશો મૈત્રિ સંબંધોના બદલે પારસ્પરિક કૂટનીતિ ઘડવાનું  કામ વધુ કરશે. શું અાપ કારકિર્દીમાં સતત અસંતોષથી પરેશાન છો? તો અાજે જ કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન માટે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો.

આર્થિક – વૈશ્વિક – ભારત
લોકો અવિચારી સાહસો કરે. કમાણી માટે બિનપરંપરાગત માર્ગો જેમ કે સટ્ટો, જુગાર, ક્રિપ્ટો કરન્સી તરફ લોકો વધુ વળે. સરકાર દ્વારા અચાનક આવેલા અંકુશો લોકોમાં ભારે અસંતોષ જગાવશે. 

કઈ ઈન્ડસ્ટ્રી પર અસર પડશે
પૃથ્વી તત્વની રાશિમાં ધરતીપુત્ર મંગળ દુષિત થતો હોવાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જમીનથી નવા ઉભા થતા બાંધકામ વગેરેમાં મંદી આવી શકે છે. કૃષિ અને તે સંબંધિત ઓજારો, રસાયણ વગેરે ઉદ્યોગોમાં પણ સંઘર્ષની સ્થિતિ વધશે. સોનુ, તાંબુ, દવા, વાહનો, રીઅલ એસ્ટેટમાં પણ કપરાં ચઢાણ કહી શકાય. નશીલા દ્રવ્યોનું બજાર વધે. શું તમે નોકરી બદલવા માંગો છો? અાપનો અા નિર્ણય યોગ્ય છે કે પછી અયોગ્ય? દ્વિધામાં અટવાયેલા છો? તો હમણાં જ મનમાં રહેલી દરેક શંકાઓ દૂર કરવા માટે નિષ્ણાતનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

સંઘર્ષ- ત્રાસવાદી ઘટનાઓ,હુમલા, વિરોધ પ્રદર્શનો, લોકોના પારસ્પરિક સંબંધો
આતંકી સંગઠનો સક્રીય થાય અને વધુ ક્રૂરતાપૂર્ણ હુમલાઓ કરી શકે છે. સરકારના નિર્ણયોના વિરોધમાં લોકો રસ્તા પર આવે અને દેખાવો હિંસક સ્વરૂપ લેશે. લોકોની હક માટેની લડાઈ એક તબક્કે જીદમાં ફેરવાઈ શકે છે. અાપ ક્યારે પ્રભુતામાં પગલા માંડશો? અા અંગે અવઢવમાં મૂકાયા છો? તો હમણાં જ જ્યોતિષીય માર્ગદર્શનથી ચોક્કસ સમયગાળા વિશે જાણકારી મેળવો. 

કુદરતી હોનારતો
દક્ષિણ દિશામાં આવતા દેશોમાં જંગલોમાં આગ, દરિયાકાંઠે વાવાઝોડાની શક્યતા વધે. વર્ષોથી સુસુપ્ત પડેલા જ્વાળામુખીઓ સક્રીય થઈ શકે છે. એકંદરે ગરમીનું પ્રમાણ વધે પરંતુ તેની તુલનાએ વરસાદ ઓછો રહે.

સ્પોર્ટ્સ જગતમાં શું અસર
સ્પોર્ટ્સ માટે મંગળને ખાસ કારક માનવામાં આવે છે અને લગભગ છ મહિના સુધી મંગળ વિપરિત સ્થિતિમાં હોવાથી આ ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે સમસ્યાઓ વધશે. મોટા ખેલાડીઓને ઈજા થાય અથવા તેઓ અચાનક પોતાના ક્ષેત્રથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. 

આરોગ્ય પર અસર
ખાસ કરીને કમળો, ગરમીજન્ય રોગો, લોકોમાં સાંધાની સમસ્યા, લોહીના પરિભ્રમણને લગતી બીમારીઓ, પિત્ત વધી જવું વગેરે સંભાવનાઓ વધુ છે. લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉકેલવા માટે મેડિકલ સહાયના બદલે અંધવિશ્વાસમાં આવી જાદુટોણા તરફ વળે તેવી સંભાવના બનશે. તબીબો દ્વારા વ્યાપક વિરોધ અને રોષ જોવા મળે.

ગણેશજીના આશીર્વાદ સાથે


01 May 2018


View All blogs

More Articles