For Personal Problems! Talk To Astrologer

મંગળ ગ્રહનું સિંહ રાશિમાં ગોચર 2017: જીવનમાં અાવનારા પરિવર્તન માટે તૈયાર રહો..!


Share on :


મંગળ ગ્રહ અાપણા હિન્દુ ધર્મ અને ખાસ કરીને ભારતીય વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ખૂબજ મહત્વનું અને અાગવુ સ્થાન ધરાવે છે. જેના નામ માત્રથી શક્તિ, ઉર્જા અને બોલવાથી બધુ ‘મંગળ’ થઇ જાય અેવો અા ગ્રહ વિશે અાપણે વિગતવાર જાણીઅે. 

મંગળ ગ્રહ પૃથ્વીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપતિ તથા વ્યક્તિના શરીરમાં રહેલી શારીરિક શક્તિનો પણ કારક ગ્રહ છે. શારીરિક અને માનસિક અાવેગો પર તેનો અધિકાર છે. દરેક પ્રકારની ગતિનો મૂળ કારણરૂપ છે. ક્રોધ, મનોબળ, ઇચ્છાશક્તિ, અગ્નિતત્વનો કારક છે. તે દક્ષિણ દિશાનો સ્વામી છે. તે ક્રૂર અને પાપગ્રહ પણ કહેવાય. પુરુષ અને ક્ષત્રિય વર્ણનો છે. તેનામાં પિત પ્રકૃતિ છે, અાક્રમક સ્વભાવનો છે. કુમારઅવસ્થા અને યુદ્વભૂમિ, અસ્ત્રશસ્ત્ર, સેના, ફોજ, લડાઇનો પણ કારક છે. તે ઉપરાંત મંગળને ભાઇ-ભાંડુ, શૌર્ય, મર્દાનગી, વિરતા તેમજ બધી જ યાંત્રિક શક્તિઅોનો પણ કારક કહેવાય છે. 

ઘણીવાર મંગળ અાપણી જન્મકુંડળીમાં ‘મંગળદોષ’ ઊભો કરીને લોકો માટે અમંગળ યોગનું સર્જન કરે છે. અા રીતે દરેક ગ્રહોની અલગ અલગ વિશેષતાઓ હોય છે. જ્યાં સુધી કુંડળીમાં મંગળ સક્રિય નથી ત્યાં સુધી શક્તિ વગરનું શરીર શવ સમાન છે. મંગળ પ્રાણ ઉર્જા પણ છે.

મંગળ 27 અોગસ્ટ 2017થી સવારે 8:28 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અા સાથે જ સૂર્ય, મંગળ તેમજ બુધની યુતિનું પણ સર્જન થશે. 18 સપ્ટેમ્બર 2017 સુધી તે અસ્તનો પણ રહેશે તેમજ તારીખ 13 અોક્ટોબર 2017સુધી તેનું સિંહ રાશિમાં ભ્રમણ જોવા મળશે. 

મંગળના સિંહ રાશિમાં ભ્રમણની વિવિધ રાશિ પર થનારી અસરો પર અેક નજર કરીઅે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત ચે. પણ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો. 

મેષ રાશિ :
અા રાશિના જાતકો માટે મંગળ પોતે તેમની રાશિનો સ્વામી થાય છે તથા મૂળત્રિકોણી પણ બને છે. મંગળનું રાશિથી પાંચમે ભ્રમણ સંતાનોની સુખાકારી માટે પ્રતિકૂળ છે, અકસ્માત કે માંદગીના અશુભ યોગ બને. પ્રિયપાત્ર સાથે અણબનાવ થાય. પ્રેમ-પ્રસંગમાં નિષ્ફળતા સાંપડે. અભ્યાસમાં કોઇ જાતના અવરોધથી અેકાગ્રતા ના રહે.  મેષ રાશિના જાતકો અવિચારી પગલા લઇને કામ બગાડે તેવી પણ સંભાવના નકારી શકાય નહીં. ખાસ કરીને વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં ધ્યાન અાપવું. ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું. અકસ્માતના યોગ હોવાથી વાહન ચલાવવામાં પણ સચેત રહેવું તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. ક્યારેક સરળ જીવન પણ કષ્ટદાયક બનતું હોય છે અને તેથી જ પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટથી જીવનને સરળ બનાવો. 

વૃષભ રાશિ: 
અા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું રાશિથી ચોથા ભાવમાં ભ્રમણ અશુભ બનાવોનું સર્જન કરે છે. જાતકને મકાન, સ્થાવર મિલકત વગેરેમાં પ્રશ્નો ઊભા થાય. કોઇ પ્રકારની મુશ્કેલી કે નુકસાની પણ થવાના અણસાર છે. પારિવારિક સમસ્યાઓ માથુ ઊંચકે. અા સમયમાં તાવ, રક્તવિકાર અને છાતીના રોગ થવાનો ઉપદ્રવ વધે. હૃદય અને મન બેચેન રહે. માતાને કષ્ટ-પીડા થાય. અારોગ્ય બાબતે ખાસ સાચવવું. મનમાં અશાંતિનો અનુભવ થાય. સૂમેળભર્યા સંબંધોથી લોકપ્રિયતા મેળવી શકાય છે, પણ તેમાં શંકાઓ સંબંધોની મજા બગાડે છે, તેથી જ સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ અાપના સંબંધોમાં રહેલી ગૂંચવણો ઉકેલી શકે છે.

મિથુન રાશિ:
મિથુન રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું અા ગોચર જન્મની રાશિથી ત્રીજે થશે જે મિથુન રાશિના જાતકોને ખૂબ જ સારું પરિણામ અાપે તેવું ગણેશજી કહે છે. ત્રીજા ભાવના કારક તરીકે તે મંગળ પોતાના કારક સ્થાનમાં વધુ ફળદાયી બને છે. જાતકો સાહસિક પ્રવૃત્તિઅો કરે. શત્રુઅો પરાસ્ત થાય. વ્યક્તિગત પ્રભાવમાં વૃદ્વિ થાય. ખાસ કરીને ધાતુ કે તેને લગતા વેપારમાં વૃદ્વિથી ધનપ્રાપ્તિ થાય. તર્કશક્તિ પણ વધે. પ્રતિષ્ઠિત વ્યક્તિઅો સાથે મુલાકાતના પ્રસંગો બને. મિત્રો તરફતી લાભ થાય. ખાસ કરીને ભાઇ-ભાંડુઅો સાથે વ્યાવહારિક મતભેદ ટાળવો. અાપ અાર્થિક સદ્વરતા ઇચ્છો છો? તો અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક વૃદ્વિ કરો. 

કર્ક રાશિ:
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું ગોચર રાશિથી બીજા ભાવમાં સ્થાન લેશે. અા સમયગાળામાં પારિવારિક પ્રશ્નો ઊભા થાય.જાતકને અાર્થિક નુકસાની વેઠવી પડે. અાંખમાં પીડા થાય. વિદ્યાભ્યાસમાં વિધ્નો અાવે. વાણી કે વર્તનમાં ઉશ્કેરાટ થાય. વાદ-વિવાદથી સંભાળવું. સંબંધોમાં મતભેદ થાય. શરીરમાં પિત્તનું પ્રમાણ વધે. અાહારમાં સાત્વકિતા રાખવી અને સંયમ સાથે અાહારનું સેવન કરવું. દાંપત્યજીવનમાં કોઇ તકલીફોથી ઘેરાયેલો છો? તો દાંપત્યજીવન વિશે પૂછો અેક પ્રશ્ન(વિગતવાર જવાબ) રિપોર્ટની પસંદગી કરીને તેમાં ફરીથી મધુરતા લાવો.     

સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું તેમના જન્મના ચંદ્ર ઉપરથી ભ્રમણ અેક અદ્ભુત લક્ષ્મીયોગનું સર્જન કરે છે. જન્મરાશિમાં મંગળનું ચંદ્ર ઉપર ભ્રમણ ધન પ્રાપ્તિ કરાવે. નવા કાર્યોની શરૂઅાત કરશો. અા ભ્રમણ દરમિયાન મનમાં નવા વિચારોનો જન્મ થાય. શરીરમાં જુસ્સો, સાહસ અને શક્તિ વધારે. સાથે સાથે ક્યારેક અાક્રમક્તા પણ અાપી જાય. મનમાં અસ્થિરતા રહે. અા સમય દરમિયાન સિંહ રાશિના જાતકોને તાવ, પડવા વાગવાથી ઇજા, અકસ્માત, અાગ, ઇલેક્ટ્રિક શોક તથા હથિયારોથી ઇજા થવાની સંભાવના રહેલી છે. વધુ પડતો ક્રોધ કે અાવેશ આવે. લોકો સાથે તકરાર, વાદ વિવાદ તેમજ શત્રુતા વધે. શરીરમાં પિત્ત અને ગરમીનું પ્રમાણ પણ વધે. સિંહ રાશિ અગ્નિતત્વની રાશિ હોવાથી મંગળ પૂરબહાર ખીલી ઉઠે છે. અાપ અાર્થિક સદ્વરતા ઇચ્છો છો? તો અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક વૃદ્વિ કરો. 

કન્યા રાશિ:
અા રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું અા ભ્રમણ જન્મરાશિથી બારમાં સ્થાનમાં થશે. અા ગોચરથી ખાસ કરીને પારિવારિક પ્રશ્નો સર્જાય. જેમાં પતિ-પત્ની વચ્ચે મતભેદ તેમજ તકરાર થાય. જાતક પોતાને મળેલી લાભદાયી તકો ગુમાવી બેસે તેવી પણ નોબત અાવે તેવી સંભાવના છે. કર્મચારીઓ દ્વારા તકલીફો થાય. કોર્ટ-કચેરીના કામોમાં નિષ્ફળતા સાંપડે. ભાઇ-બહેન સાથે અણબનાવના પ્રસંગો બને. માનહાનિ થાય તેમજ સંભવિત રીતે અારોગ્ય પણ બગડી શકે છે. ઘરથી કોઇ કામને લઇને દૂર જવાના સંજોગો ઊભા થાય. અાંખો અને ગરમી સંબંધિત બિમારી થવાની વધુ શક્યતા હોવાથી પૂરતી પળેજી પાળવાનું ગણેશજીનું સૂચન છે. ગ્રહો પ્રોફેશનલ જીવનમાં સામાન્ય પરિણામ દર્શાવી રહ્યા છે. પણ તમે પ્રારબ્ધને બદલી શકો છો. 2017 કારકિર્દી રિપોર્ટથી પ્રોફેશનલ જીવનમાં પ્રગતિના દ્વાર ખોલો. 

તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે અા મંગળ જન્મરાશિથી અગિયારમાં ભાવમાં ભ્રમણ કરશે જે જાતકને અાર્થિક ઉન્નતિ, લાભ અને સારું અારોગ્ય પ્રદાન કરનારું બની રહેશે. અાવકના સાધનો અને કમાણીમાં વૃદ્વિ થાય. પારિવારિક ખર્ચાઓ વધે. અા સમયમાં જમીનથી કોઇ લાભની પ્રાપ્તિ થાય. સંતાનોને લઇને કોઇ સારા સમાચાર સાંભળવા મળે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. દરેક કાર્યોમાં સફળતા મળે. શત્રુઅો અને હરીફો સામે વિજયી બનો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જો વધુ નફો રળવા માંગતા હોવ તો 2017 બિઝનેસ રિપોર્ટ અચૂક ખરીદો. 

વૃશ્વિક રાશિ:
અા રાશિના જાતકો માટે મંગળનું અા ભ્રમણ રાશિથી દસમ ભાવમાં થશે. ઘણીવાર અા ગોચરમાં બે મત જોવામાં અાવ્યા છે. અેક રીતે અા શુભ પણ છે અને અશુભ પણ છે. પરંતુ સામાન્યપણે અા મંગળ નોકરી તેમજ વ્યવસાયમાં વિધ્નો અને તકલીફો ઊભી કરે છે. ઘરમાં ચોરી થવાની શક્યતા નકારી શકાય નહીં. મનમાં અશાંતિ, ઉશ્કેરાટ રહે. સંતાનોના પ્રશ્નો સતાવે. દસમ ભાવમાં મંગળના પ્રવેશનો પૂર્વાર્ધ તકલીફદાયક અને ઉત્તરાર્ધ શુભફળ અાપનાર હોય છે. જો પ્રણયજીવનમાં કોઇ સમસ્યાઓ હોય તો પ્રણય સંબંધે મુંઝવાયેલા છો? પુછો એક સવાલ રિપોર્ટથી પ્રણયજીવનની સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરો.

ધન રાશિ:
ધન રાશિના જાતકો માટે અા મંગળનું ગોચર ભાગ્યસ્થાન અેટલે કે નવમાં સ્થાનમાંથી થશે, જે અચાનક તમને કોઇ નવી તકો પ્રદાન કરશે. બહારગામ કે ટૂંકી મુસાફરી પર જવાના યોગ બને. પિતા માટે કષ્ટદાયક સમય. ધન રાશિના જાતકો અા સમયગાળા દરમિયાન થોડા વધારે સાહસિક બને. ધર્મ વિરુદ્વ અાચરણ કરે. અા ચરણમાં ભાઇ-બહેન સાથે મનદુ:ખ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસથી પણ લાભ થાય.  ક્યારેક સરળ જીવન પણ કષ્ટદાયક બનતું હોય છે અને તેથી જ પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટથી જીવનને સરળ બનાવો. 

મકર રાશિ:
અહીંયા અા મંગળનું ભ્રમણ જન્મની રાશિથી અાઠમાં સ્થાનમાં થશે. અા ગોચરના દુષ્પ્રભાવથી જાતકને દરેક કાર્યોમાં વિધ્નો અથવા મુશ્કેલી અાવે. પારિવારિક ખર્ચાઅો થાય. વાણીમાં બેકાબૂ બનતા લોકો સાથે વાદ વિવાદ અથવા બોલાચાલી થાય. નોકરીમાં પણ સંઘર્ષપૂર્ણ સમય રહે તથા વાહન અકસ્માત થવાની સંભાવના હોવાથી વાહન કાળજીપૂર્વક હંકારવું. પડવા વાગવાથી બચવું. નાની મોટી પીડા સહન કરવી પડે. ઇજા થાય. હરસ-મસા, અાંખ અને ગરમીને લગતો વિકાર ઉદ્ભવે. પરિવારમાં કોઇ અણધારી અાફત કે સમસ્યાઓ આવી પડે. તેથી અા સમયમાં પરિવારમાં ખૂબજ ધીરજ અને શાંતિથી સમય પસાર કરવો. અારોગ્ય સાચવવું. તમે અાર્થિક સંકટમાં ઘેરાયેલા છો? રસ્તો નથી મળતો? તો અાજે જ સંપત્તિ વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવો. 

કુંભ રાશિ:
અા રાશિના જાતકો માટે મંગળનું અા ગોચર સાતમાં ભાવમાંથી થશે. જે દાંપત્યજીવનમાં અશાંતિ સર્જે. પત્ની સાથે તકરાર કે મતભેદ થાય. શારીરિક અસ્વસ્થતા રહે. ભાગીદારીમાં ભાગીદાર સાથે મતભેદ કે મનદુ:ખ થાય. જાહેરજીવનમાં મનદુ:ખના પ્રસંગો સર્જાય. ઉતાવળિયા કે અવિચારી નિર્ણયો લેવાનું ટાળવું. નવું કામ કે ધંધાની શરૂઅાત હાલ પૂરતી મોકુફ રાખવી અન્યથા પાછળથી પસ્તાવાની નોબત પણ અાવી શકે છે. ધંધામાં નુકસાન પણ વેઠવું પડે તેથી ધંધામાં પૂરતી સાવધાની અને સતર્કતા રાખવી. ધનનો વ્યય  થવાના અણસાર હોવાથી બિનજરૂરી કે અતિશય ખર્ચાઅો પર અંકુશ રાખવો. જો વધુ નફો રળવા માંગતા હોવ તો 2017 બિઝનેસ રિપોર્ટ અચૂક ખરીદો. 

મીન રાશિ:
મીન રાશિના જાતકો માટે મંગળનું છઠ્ઠે ભ્રમણ ખૂબજ સાનુકૂળ હોવાનું ગણેશજી કહે છે. મંગળ કુંડળીના છઠ્ઠા ભાવમાં અાવતા દરેક કામો સૂપેરા પાર પડે અને તેમાં વિજય થાય. સફળતાની પ્રાપ્તિ થાય. અારોગ્યની ચિંતાઅો દૂર થતા સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. અગાઉની બિમારીમાં પણ મહદ્ અંશે રાહત વર્તાય. શત્રુઅો પરાસ્ત થાય. કોર્ટ-કચેરીના કામો સરળતાપૂર્વક પાર પડશે. વિદેશગમનના યોગ ઊભા થાય. જમીનની લાભ થાય. દેવાથી મુક્તિ મળે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અાપ અાર્થિક સદ્વરતા ઇચ્છો છો? તો અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાર્થિક વૃદ્વિ કરો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
ઉજ્જવલ રાવલ અને ધર્મેશ જોષી

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો  

25 Aug 2017


View All blogs

More Articles