For Personal Problems! Talk To Astrologer

મહાવીર જયંતિ તહેવાર 2017: મહત્વ, ધાર્મિક વિધિ તેમજ સંબંધિત વિગતો


Share on :


મહાવીર જયંતિ: 
જ્યારે પૃથ્વી પર ધનવાન અને ગરીબ વચ્ચેની ખાઇ વધી હતી અને સાદાઇનો શૂન્યાવકાશ હતો ત્યારે અા શુભકારક સમયે અેક વ્યક્તિ હતા જેનું જીવનમાં અેકમાત્ર લક્ષ્યાંક શાંતિ અને સમૃદ્વિ હતું. તે બીજુ કોઇ નહીં પણ ભારતમાં જૈન ધર્મના સ્થાપક મહાવીર જૈન છે જેઅો અંતિમ તીર્થકર હતાં. મહાવીર જૈનના જન્મદિવસ નિમિત્તે સંપૂર્ણ ભારતમાં ભાવ-ભક્તિ સાથે મહાવીર જયંતિની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવે છે. અેપ્રિલના પહેલા સપ્તાહમાં તે અાવે છે. જૈન ધર્મના લોકો માટે અા મંગલકારી અને પાવન પર્વ હોવાથી દરેક જૈન મંદિરોમાં તેની શ્રદ્વાપૂર્વક અને ઉત્સાહથી ઉજવણી કરાય છે પણ ખાસ કરીને ગુજરાતના ગીરનાર અને પાલિતાણમાં તેની ઉજવણીનું સવિશેષ મહત્વ છે. અા પાવન પર્વ પર અનેક જૈનો મોક્ષની પ્રાપ્તિની અાશા સહ દાન-ધર્માદાની પ્રવૃત્તિઅોમાં અોતપ્રોત રહેતાં હોય છે. અા દિવસે પારંપરિક થાળી પણ તૈયાર કરાય છે અને ગરીબ લોકોને પીરસાય છે. અેકંદરે જીવનમાં પ્રામાણિક્તા અને સાદાઇ અે મહાવીર જંયતિઅે અાત્મસાત કરવા માટે મહત્વના ગુણો છે.  


મહાવીર જયંતિ 2017 તારીખ: 
9 અેપ્રિલ, 2017

મહાવીરની કથા અને મહાવીર જૈનનું મહત્વ:
ભગવાન મહાવીરનો જન્મ બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર અાવેલા કુંડલગ્રામમાં થયો હતો. 

મહાવીર જૈનના જન્મ પહેલાં તેની માતા ત્રિશલાને અાવેલા 16 શુભ સપનાઓ:
શું અાપ જાણો છો કે મહાવીરના જન્મ પહેલા તેની માતાઅે નિંદ્રામાં 16 શક્તિશાળી સપનાઓને જોયા હતા? મહાવીરનો જન્મ વહેલી સવારે ચાર કલાકે થયો હતો જે જૈન અને હિન્દુ ધર્મમાં શુભકારક સમય માનવામાં અાવે છે. 


સ્વપનમાં આવેલી વસ્તુઓ:
– સફેદ હાથી
– સિંહ
– લક્ષ્મી માતા
– સંપૂર્ણ ચંદ્ર
– કુદતી માછલીઓની જોડી
– સૂર્ય
– કમળાના ફૂલોથી છલોછલ તળાવ
–  અલૌકિક સ્થળ
–  હીરા-માણેકની ગાદી
–  હારમાળા
–  આખલો
– મંદરાના ફૂલો
– સોનાનો કળશ
– રત્નોથી ભરપૂર પાત્ર

મહાવીરના જન્મ દરમિયાન તેની અાસપાસનું વાતાવરણ મનોરમ્ય અને ખૂબજ શાંતિપૂર્ણ હતું. દેવી-દેવતાઓ પણ તીર્થકરની વંદના કરી રહ્યા હતાં. તેઓને ધાર્મિક વિધિથી સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેને વર્ધમાન અને મહાવીર નામ આપવામાં આવ્યું છે. માત્ર 30 વર્ષની ઉંમેર તેમણે ભૌતિક સંસારનો ત્યાગ કરીને ધ્યાન કરવાનું શરૂ કર્યું. અશોકના વૃક્ષ હેઠળ સતત 12 વર્ષ સુધી તપ, સાધના, ધ્યાન અને અાત્મચિંતનથી તેમણે મોક્ષની પ્રાપ્તિ કરી હતી અને અરિહંત પદવી મેળવી. 

ભારતભરમાં ફરીને મહાવીરે અંધશ્રદ્વા અને અન્ય ગેરમાન્યતાના દૂષણને નાથવા માટે લોકોને જ્ઞાન આપીને જાગૃત કર્યા. તેમણે નીતિશાસ્ત્ર, નૈતિક સિદ્વાંતો અને સત્યના માર્ગને સ્થાપિત કરવા માટે ધર્મની સ્થાપના કરી હતી. મહાવીરે અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. કોઇપણ વ્યક્તિ ધ્યાન અને ઉપવાસ માત્રથી અનેક સદ્ગુણો મેળવી શકે છે. 


મહાવીર જયંતિએ કરાતી વિધિઓ:

– અા પર્વ પર સાદાઇનું આચરણ કરો અને દિવસ દરમિયાન ઉપવાસ કરો
– પૂજાના અોરંડાને ફૂલોથી સુશોભિત કરો
– જૈન મંદિરની મુલાકાત લેવી
– મહાવીરની મૂર્તિને શ્રદ્વાપૂર્વક સ્નાન કરાવો
– ભગવાન મહાવીરની મૂર્તિને ફૂલો, ચોખા, ફળફળાદી અને દૂધની પ્રસાદી ધરો
– મંદિરની ટોચ પર ધ્વજ ગાળો
– મહાવીરની મૂર્તિને ભવ્ય સરઘસ માટે તૈયાર રાખો
– મહાવીર જંયતિની પ્રાર્થના કરો
– જરૂરિયાતમંદોને કપડાં, નાણાં, ખાદ્યપદાર્થો અથવા મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડો
– અાધ્યાત્મિક સ્વતંત્રતા, નૈતિક સિદ્વાંતો અને મહાવીરના સદાચારના નિયમો સમજો
– મહાવીર જયંતિના મંગલકારી પર્વ પર ખીર બનાવીને તેને પીરસો

મહાવીર જયંતિ મંત્ર:
નમ: અરિહંતાનમ
નમ: સિદ્વનમ
નમ: અરાયીયનમ
નમ: ઉવજાયનમ
નમ: લોયે સવ્વા સાહુનમ
નમ: પંચ નમકારો
નમ: પાવ પાસ્નાો
નમ: મંગલાંચા સાવેસિમ
પધમમ હવેઇ મંગલમ

નમોકાર મંત્રનો અર્થ:
દરેક અરિહંતને મારા પાયલાગણ (બોધિત અાત્માઓ)
દરેક સિદ્વને મારા પ્રણામ ( મુક્ત આત્માઓ)
દરેક આચાર્યને મારા વંદન ( ધાર્મિક નેતાઓ) 
દરેક ઉપાધ્યાયને મારા સતસત પ્રણામ (ધાર્મિક ગુરુઓ) 
દરેક સાધુને મારી વંદના (સંતો અને ધર્મગુરુઓ)

“નવકાર મંત્ર” સર્વોપરી અને સર્વશક્તિમાન મંત્ર છે જે માનવજાતની ભલાઇ માટે છે.  

મહાવીર જંયતિના ફાયદાઓ – પ્રભુ મહાવીર પાસેથી જીવનમાં અાત્મસાત કરી શકાય તેવા પાઠ 
ભગવાન મહાવીર માનવજાતના કલ્યાણ માટે સૌથી વધુ જાણીતા છે. તે દુનિયામાં સત્ય અને શાંતિ સ્થાપિત કરવા માંગતા હતા. ઉપર દર્શાવેલી પ્રાર્થનામાં જૈન લોકો તીર્થકરો કે ધર્મગુરુ પાસેથી ભૌતિક ફાયદાઓની પ્રાપ્તિની માંગણી નથી કરતાં. તેઅો કોઇ ચોક્કસ તીર્થકર કે સાધુને પ્રાર્થના નથી કરતાં. જીવનનાં ખરા અાનંદ, મોક્ષની પ્રાપ્તિ તેમજ દરેક દુ:ખોથી મુક્તિ માટે આ મંત્રો અેક અદ્ભુત પ્રાર્થના બની રહે છે. 

ગણેશજી તરફથી અાપ સૌને મહાવીર જયંતિની હાર્દિક શુભેચ્છા..!

ગણેશજીના અાશીર્વાદ સાથે,

08 Apr 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles