For Personal Problems! Talk To Astrologer

મહાશિવરાત્રિ 2017: મહાદેવની પૂજા અર્ચનાથી મોક્ષની પ્રાપ્તિ તરફનો માર્ગ..! 


Share on :


ભગવાન શિવજીને સમર્પિત થવાનું મહા પર્વ અેટલે મહાશિવરાત્રી. દેશભરમાં અા તહેવારી પૂરી અાસ્થા અને શ્રદ્વા સાથે ઊજવણી થાય છે તેમજ વિશ્વભારમાં વસવાટ કરતા ભારતીયો પણ અા દિવસે પ્રભુ શિવની ભક્તિમાં તલ્લીન થતા જોવા મળે છે. વર્ષની સૌથી અંધકારમય રાત્રીઅે શિવજીના અાશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો જાગરણ કરે છે તેમજ પૂજા અર્ચના ઉપરાંત ધાર્મિક વિધી કરીને ભક્તિમાં રાચે છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે શિવરાત્રીની રાત દરમિયાન સંપૂર્ણ બ્રહ્માંડ દૈવિક ઊર્જાથી ચીક્કાર થઇ જાય છે અને અા ઊર્જા પ્રાપ્ત કરવા માટે ભક્તો પ્રભુને પ્રાર્થના કરે છે. 

વર્ષ 2017નો વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત કરવા અહીંયા ક્લિક કરો

પ્રભુ શિવ: સાત્વીક સહજ ભક્તિ
હિન્દુ શાસ્ત્રમાં ત્રણ સૌથી પૂજનીય હિન્દુ દેવતાઅોમાં શિવજી પણ અેક છે. સૌથી પવિત્ર અને પૂજનીય દેવતાઅો અેટલે બહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ રક્ષણકર્તા અને શિવ સંહારક છે. હિમાલયના કૈલાશ પર્વતમાં અાવાસ કરતા પ્રભુ શિવજી નિરાકાર અને શાશ્વત છે. શિવલીંગ શિવજીનું અાધ્યાત્મિક પ્રતિક છે. સાત્‍વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. તેના અાશીર્વાદ ખૂબ જ શક્તિશાળી હોય છે. મહાશિવરાત્રી પર પ્રભુ શિવની ભક્તિ કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. 

મહાશિવરાત્રી પ્રભુ શિવના પાર્વતી દેવી સાથેના વિવાહની ઊજવણીના પ્રતિકરૂપે મનાવાય છે. 
મહાશિવરાત્રીની કથા અનુસાર, અા દિવસે પ્રભુ શિવના માતા પાર્વતી સાથે વિવાહ થયા હતા. તે માહ મહિનાની 13મી રાત્રીઅે અાવે છે. મહાશિવરાત્રીના અા પાવન પર્વ પર ભક્તો સંપૂર્ણ દિવસ ઉપવાસ કરે છે તેમજ ઘરે અને મંદિરમાં સંપૂર્ણ અાસ્થા અને શ્રદ્વા સાથે શિવજીની પૂજા અર્ચના કરે છે. શિવરાત્રીની પૌરાણિક કથા અનુસાર અેવું પણ કહેવાય છે કે અા દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિને સંપૂર્ણ વર્ષની અાકરી તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. શિવજી જેવા સર્વશક્તિમાન પતિદેવને પામવા માટે સ્ત્રીઅો પણ શિવને પ્રાર્થના કરે છે. 

અમારા વિદ્વાન જ્યોતિષવિદોઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ અોર્ડર કરો

નીલકંઠ મહાદેવની કથા 
મહાશિવરાત્રીની પ્રચલિત લોકકથા પ્રમાણે દેવો અને રાક્ષસોઅે અમરત્વ માટે અમૃત મેળવવા માટે કરેલા સમુદ્રમંથન દરમિયાન પહેલો ઝેરનો પ્યાલો બહાર અાવ્યો હતો. ઝેર અેટલું શક્તિશાળી હતું કે તે સંપૂર્ણ વિશ્વનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવતું હતું. કોઇપણ તેને સ્પર્શ કરવા માટે પણ તૈયાર ન હતું. અા સ્થિતિમાં માત્ર શિવજી જ તેઅોને અા ઝેરથી બચાવી શકે છે તેવું નક્કી થયું હતું. તેથી તેઅો શિવજી પાસે મદદની અાજીજી કરવા ગયા અને શિવજીઅે તરત જ ઝેર પી લીધું. જો કે, ઝેર અેટલું ખતરનાક હતું કે તેનું માત્ર અેક ટીપુ પણ શિવજીના ઉદરમાં પડ્યું હતું તો સંપૂર્ણ બ્રહ્માંડનો સર્વનાશ થઇ ચૂક્યો હોત. શિવજીઅે કાળજીપૂર્વક ઝેરને તેના ગળામાં રાખ્યું જેની અસરથી ગળું નીલા રંગનું થઇ ગયું. તેથી જ તેઅો નીલકંઠ તરીકે અોળખાયા. સંપૂર્ણ બ્રહ્માંડને સર્વનાશથી બચાવવા બદલ પ્રભુ શિવજીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મહાશિવરાત્રીની ઊજવણી કરવામાં અાવે છે. 

અાજે જ કુંડળી મેળાપક રિપોર્ટ માટે અહીંયા ક્લિક કરો

શિવરાત્રી પર થતી ધાર્મિક વિધિ
શિવરાત્રીના દિવસ પહેલા, ભક્તોઅે માત્ર અેક જ સમય ભોજન અારોગવું જોઇઅે. મહાશિવરાત્રીના દિવસ દરમિયાન સવારની જીવનશૈલી પૂર્ણ કર્યા બાદ ભક્તોઅે સંપૂર્ણ દિવસ દરમિયાન ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો જોઇઅે અને તેના પછીના દિવસે તેને તોડવો જોઇઅે. શિવરાત્રીના પૂજા દિવસે ભક્તોઅે શિવપૂજા પૂર્વે બીજી વખત સ્નાન કરવું જોઇઅે, તે રાત્રી દરમિયાન કરવામાં અાવે તે વધુ ઉત્તમ છે. રાત્રીઅે સ્નાન કર્યા બાદ ઉપવાસ પૂર્ણ કરવો જોઇઅે.  

શ્રેષ્ઠત્તમ પરિણામ માટે મહાશિવરાત્રીની રાત્રીઅે ચાર વખત પ્રાર્થના કરો
શિવરાત્રી પૂજા રાત્રીઅે અેક વખત અથવા ચાર વખત કરવામાં અાવે છે. ચાર વખત શિવપૂજા કરવા માટે સંપૂર્ણ રાત્રીને ચાર ભાગમાં વહેંચી શકાય. ચાર ભાગ દરમિયાન પ્રભુ શિવજીને જે પ્રસાદ અર્પણ કરવાનો છે તેની યાદી નીચે અાપેલી છે.

સમય શિવરાત્રી પર શિવજીને ધરાવાતો પ્રસાદ
પહેલો ભાગ તલ, જવ, કમળ, બીલીપત્ર
બીજો ભાગ વિજોરાનું ફળ, લીંબુ, ખીર
ત્રીજો ભાગ તલ, ઘઉં, માલપુઅા, દાડમ, કપુર 
ચોથો ભાગ અડદ દાળ, જવ, મગ, શંખપુસ્પીના પાન, બીલીપત્ર અને અડદની દાળના પકોડા 

મહાશિવરાત્રી પર શિવજીની પૂજા અર્ચનાથી થતા ફાયદાઅો
–  પ્રભુ શિવને અભિષેક કરવાથી વ્યક્તિના અાત્માનું શુદ્વિકરણ થાય છે
– મહાશિવરાત્રી પર નિવેદ કરવાથી વ્યક્તિ દિર્ઘાયુ અને સંતોષકારક જીવન પ્રાપ્ત કરે છે.
– મહાશિવરાત્રી પર દિવડાઅો કરવાથી વ્યક્તિ વધુ જ્ઞાની બને છે.
– તમ્બુલ ધરાવાથી ફળદાયી પરિણામ પ્રાપ્ત થાય છે.
– શિવલીંગ પર દૂધનો અભિષેક કરવાથી વ્યક્તિ જન્મદાતા બને છે.
– શિવજીને દહીંથી નવડાવ્યા બાદ વ્યક્તિ વાહનની ખરીદી કરી શકે છે.
– જળ મિશ્વિત દર્ભ શિવજીને ધરાવવાથી રોગમુક્ત થઇ શકાય છે.
– જો શંકર ભગવાનને મધ, ઘી તેમજ શેરડીનો પ્રસાદ ધરાવાય તો સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
– ગંગાના પાણીથી શિવજીને નહાડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

21 Feb 2017


View All blogs

More Articles