For Personal Problems! Talk To Astrologer

ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ – રાશિવાર અસરો અને ઉપાય, શું કરવું – શું ના કરવું


Share on :


ગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે પરંતુ ભારતમાં આધ્યાત્મિક દૃશ્ટિએ પણ તેનું ખૂબ મહત્વ છે. તાજતેરમાં સૂર્ય ગ્રહણ થયું પરંતુ ભારતમાં જોવા મળ્યું નહોતું. જોકે, 16 જુલાઇની રાત્રીથી 17 જુલાઇની પરોઢ દરમિયાન ચંદ્ર ગ્રહણ થશે જે ભારત સહિત અન્ય દેશોમાં જોવા મળશે. આધ્યાત્મિક દૃશ્ટિએ ચંદ્ર ગ્રહણ દરમિયાન ઇશ્વરના જાપ કરવાનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન ‘ॐ श्रां श्रीं श्रौं स: चंद्रमसे नम:’ અથવા ‘ॐ सों सोमाय नम:’ નો જાપ કરવાનું ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન દુર્ગા સપ્તશતી કવચ મંત્ર -ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै-ના જાપ કરવાનું પણ વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન સંપૂર્ણ એકાગ્રતા અને સંયમ સાથે જાપ કરવાથી તેનું ઘણું સારું ફળ મળે છે.

ગુરુ પૂર્ણિમાએ ગ્રહણ

અષાઢ મહિનાની પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે 16 જુલાઇએ ગુરુ પૂર્ણિમાની રાત્રીએ ગ્રહણ છે. સતત બીજા વર્ષે ગુરુ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર ગ્રહણનો યોગ બન્યો છે. આ ચંદ્ર ગ્રહણ 16મી રાત્રીએ 1.30 કલાકે શરૂ થશે અને 17મીની વહેલી પરોઢે 4.30 કલાકે પૂર્ણ થશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પૂજા કરવા જોઇએ તેમજ દાનનું પણ વિશેષ મહત્વ છે.

ક્યાં ક્યાં ગ્રહણ જોવા મળશે

આ વર્ષે ગુરુ પૂર્ણિમાએ થનારું ચંદ્ર ગ્રહણ ચાલુ વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ છે જે ભારત ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, એશિયા (ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં નહીં), આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના હિસ્સામાં જોવા મળશે. ચંદ્ર અસ્તના સમયે ન્યૂઝીલેન્ડના કેટલાક હિસ્સામાં, ઓસ્ટ્રેલિયાના પૂર્વ હિસ્સામાં, ઉત્તર અને દક્ષિણ કોરિયામાં, ચીનના ઉત્તર ભાગમાં, રશિયાના કેટલાક હિસ્સામાં જોવા મળશે. આ ઉપરાંત ચંદ્રોદય સમયે આર્જેન્ટિના, ચિલી, બોલિવિયા, બ્રાઝિલના પશ્ચિમ ભાગમાં, પેરુ અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે.
ત્રણ કલાક સુધી ગ્રહણ ચાલશે, 9 કલાક સુધી સુતક રહેશે
ગ્રહણ 1.30થી 4.30 સુધી ચાલશે એટલે કે ગ્રહણનો સમય 3 કલાકનો છે. તેનો પ્રભાવ ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ રહેશે. ચંદ્ર ગ્રહણના નવ કલાક પહેલાથી સુતક લાગી જાય છે. આવી સ્થિતિમાં 1.30 કલાકે ગ્રહણ શરૂ થતું હોવાથી તેના 9 કલાક પહેલાં એટલે કે, 16 જુલાઇએ બપોર પછી 4.30 કલાકથી સુતક બેસી જાય અને ગ્રહણના મોક્ષ સુધી એટલે કે 17 જુલાઇની પરોઢે 4.30 કલાક સુધી સુતક રહેશે. સુતક દરમિયાન કોઇપણ શુભ કાર્ય કરવા ઠીક નથી. સુતક દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે અને સુતક પૂર્ણ થયા પછી મંદિરમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન કોઇ વિશેષ પૂજાપાઠ કરવામાં આવતા નથી પરંતુ ગ્રહણને અનુલક્ષીને ઇશ્વરનું ભજન અને મંત્રોના જાપ કરવામાં આવે છે. આ ઉપરાંત, ધાર્મિક ગ્રંથો પણ વાંચવામાં આવે છે.
સુતક દરમિયાન આહાર ના લેવો જોઇએ અને પાણી પણ ના પીવું જોઇએ. જે પાત્રોમાં પાણી કે ખાદ્યચીજો ભરેલા હોય તેમાં ગ્રહણ પહેલાં જ તુલસીના પત્રો મુકવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન ભુલથી પણ આ કાર્યો ના કરવા
ભોજન ના કરવું.
સ્નાન ના કરવું, ગ્રહણ પૂર્ણ થયા પછી સૌથી પહેલા સ્નાન કરવું.
ક્યારેય નરી આંખે ગ્રહણ ના જેવું. તેનાથી આંખો પર ખરાબ અસર પડે છે.

ગ્રહણ દરમિયાન આ ઉપાય કરવાથી ફાયદો થાય છે

એવું માનવામાં આવે છે કે ગ્રહણ પછી ઘી અને ખીરથી હવન કરવાથી ફાયદો થાય છે. જો તમે લાંબા સમયથી કોઇ બીમારીથી પીડાતા હોવ તો, તમને તેમાંથી રાહત મળે છે.
જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચંદ્ર દેવની પૂજા કરવી જોઇએ તેમજ ‘ऊं चंद्राय नम:’ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
પ્રાણાયામ તેમજ સકારાત્મક વિચારધારાથી પણ ફાયદો થાય છે.
ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરના શુદ્ધિકરણ માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ.
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિને પણ સ્નાન કરાવવું જોઇએ.
જરુરિયાતમંદ લોકોને તેમજ બ્રાહ્મણને અનાજનું દાન કરવું જો’ऊं चंद्राय नम:’એ.

ગર્ભવતી મહિલાઓ પર ચંદ્ર ગ્રહણની અસર

ગ્રહણના સમયે વાતાવરણમાં વિપુલ પ્રમાણમાં નકારાત્મક ઉર્જા હોય છે જેના કારણે ગર્ભવતી મહિલાઓ પર તેની ખૂબ જ અસર પડે છે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બહાર ના નીકળવું જોઇએ. જો  અનિવાર્યપણે બહાર નીકળવાનું થાય તો, ગર્ભ પર ચંદન અને તુલસીના પાનથી લેપ કરવો. આમ કરવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ગ્રહણનો પ્રભાવ પડતો નથી.
જો ગ્રહણ દરમિયાન અનિવાર્યપણે ભોજન લેવું પડે તો માત્ર એવી ચીજો ખાવી જેમાં સુતક શરૂ થતા પહેલા તુલસીના પાન નાંખ્યા હોય. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ચપ્પુ, છરી, બ્લેડ, કાતર જેવી કાપવાની ચીજોનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તેનાથી ગર્ભસ્થ શિશુના અંગો પર ખરાબ પ્રભાવ પડે છે. આ સમયમાં સોય-દોરાનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઇએ. 

આઠ રાશિ પર ગ્રહણનો વિપરિત પ્રભાવ જોવા મળશે

આ ગ્રહણમાં મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો પર અશુભ પ્રભાવ પડશે. આ રાશિના જાતકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો પર ગ્રહણનો અશુભ પ્રભાવ નહીં પડે પરંતુ તેઓ પણ જો આ સમયમાં મંત્ર જાપ કરે તો ફાયદો થઇ શકે છે.

રાશિવાર ગ્રહણની અસર અને ઉપાય

મેષ રાશિ
મેષ જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. આ જાતકોએ તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી આવશ્યક છે. આર્થિક સ્થિતિમાં પણ તકલીફ આવી શકે છે. તમારે આકસ્મિક હાનિનો સામનો કરવો પડે તેવી સંભાવના પણ નકારી શકાય નહીં.
ઉપાય – ગોળ અને મસૂરની દાળનું દાન કરવું
વૃષભ રાશિ
વૃષભ જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. જો તમને ભૂતકાળમાં સ્વાસ્થ્યની કોઇ સમસ્યા હોય તો અત્યારે ફરી માથુ ઊંચકે તેવી સંભાવના છે.
ઉપાય – શ્રી સુક્તનો પાઠ કરવો
મિથુન રાશિ
મિથુન જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. તમારી માનસિક સ્થિરતા ભંગ થઇ શકે છે. તેના કારણે તમે કામકાજમાં ઓછુ ધ્યાન આપી શકો અને તેમાં વિલંબ થઇ શકે છે. તમે કોઇપણ બાબતે નક્કર નિર્ણય કે તારણ પર આવવામાં સમય લેશો. કદાચ એકાદ વખત નિષ્ફળતા મળી શકે છે.
ઉપાય – આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું જોઇએ
કર્ક રાશિ
કર્ક જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ નહીં પડે. તમારા પરિવાર અને વ્યક્તિગત સંબંધો પર સારી અસર પડી શકે છે. ઘરમાં શાંતિ અને સુલેહ વધશે.
વિશેષ લાભ માટે ઉપાય – ભગવાન શિવની પૂજા કરવી
સિંહ રાશિ
સિંહ જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. પારિવારિક અને વ્યક્તિગત સંબંધોમાં અસર પડવા ઉપરાંત જીવનમાં શાંતિ હણાઇ ગઇ હોય તેવું લાગે. અજંપો વધી શકે છે.
ઉપાય – ગાયત્રી મંત્રની 21 માળાના જાપ કરવા જોઇએ.
કન્યા રાશિ
કન્યા જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. માનસિક તણાવ અને બેચેની વધશે. જો તમે કોઇપણ પ્રકારે તાત્કાલિક ઉકેલની આશા રાખતા હોવ તો હાલમાં સફળતા મળવાના અણસાર નથી.
ઉપાય – કિન્નરને લીલા રંગની બંગડીનું દાન કરવું
તુલા રાશિ
તુલા જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ નહીં પડે. ધનની આવકમાં વધારો થશે પરંતુ જો ખર્ચનું પૂર્વાયોજન નહીં હોય તો પૈસા ક્યાં જતા રહે છે તે સમજાશે નહીં. કોઇને ઉધાર આપવું નહીં.
ઉપાય- શ્રી સુક્તના 11 પાઠ અવશ્ય કરવા

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વ્યવહારકુશળ બનવું પડશે. પરિવારમાં શાંતિ અને સૌર્હાદ જાળવવાની મોટી જવાબદારી તમારા પર આવી શકે છે.
ઉપાય- હનુમાનજીની આરાધના કરવી
ધન રાશિ
ધન જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. પરિવારમાં વડીલો સાથે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે અને તમારા કારણે તેમનામાં અસંતોષની લાગણી જન્મી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થતા ઇલાજ પાછળ ખર્ચ થઇ શકે છે.
ઉપાય – વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરવો
મકર રાશિ
મકર જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે. તમારા પરિવારના સભ્યો અને બાળકો સાથે ઉગ્ર બોલાચાલી થઇ શકે છે. તમને અપેક્ષિત પરિણામ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળી શકે છે.
ઉપાય – સુંદરકાંડનો પાઠ કરવો

કુંભ રાશિ
કુંભ જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ નહીં પડે. છતાં પણ સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે.
ઉપાય – હનુમાન ચાલીસાના પાઠ કરવા
મીન રાશિ
મીન જાતકો પર ચંદ્ર ગ્રહણનો ખરાબ પ્રભાવ નહીં પડે. પરિવારજનો અને પ્રિયજનો તરફથી સારો સહયોગ મળવાની અપેક્ષા રાખી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં ઉન્નતિની શક્યતા વધશે.
ઉપાય – વિષ્ણુ ભગવાનની પૂજા અવશ્ય કરવી


ગણેશાસ્પીક્સ ડોટ કોમ/ગુજરાતી

10 Jul 2019


View All blogs

More Articles