For Personal Problems! Talk To Astrologer

લાલુ પ્રસાદ યાદવ 2017: રાજનૈતિક કારકિર્દીના અંતની સમીપ..!


Share on :


ભૂતકાળના કુકર્મોનું માઠુ પરિણામ ભોગવતા લાલુ પ્રસાદ યાદવ 

લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવાર સામે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને સીબીઅાઇઅે તાજેતરમાં લાલુ પ્રસાદ યાદવના પટણા ખાતેના ઘર પર દરોડા પાડ્યા હતા. અા દરોડા બાદ છેલ્લા અનેક વર્ષોથી ખુદને બિહારના રાજા ગણતા અેવા લાલુના કુકર્મોનું ફળ તેને ભોગવવાનો વારો આવી ચૂક્યો છે. હોટલને બદલે જમીનના કરોડો રૂપિયાના કૌંભાડથી લાલુની છબી તો ખરડાઇ જ ગઇ છે પણ તેની સાથોસાથ તેના હજારો સમર્થકો તેની વિશ્વનીયતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. લાલુ યાદવ તેની કારકિર્દીના સૌથી કષ્ટદાયક સમયમાંથી પસાર થઇ રહ્યા છે. કંઇક અાપની પરિસ્થિતિ પણ અાવી તો નથી ને? કારકિર્દીનું ભવિષ્ય સમસ્યાઓ લઇને આવી શકે છે, તેથી જ અાજે જ 2017 કારકિર્દી રિપોર્ટ ઓર્ડર કરો અને ભવિષ્યને જાણીને પૂર્વતૈયારી સાથે કારકિર્દીને ઉજ્જવળ બનાવો. 

લાલુ પ્રસાદ યાદવ, તેની પત્ની અને પુત્ર સામે ભ્રષ્ટાચારના કેસ
વર્ષ 2006મા રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવારે રાંચી અને પુરીમાં બે ઇન્ડિયન રેલવે કેટરિંગ અેન્ડ ટૂરિઝમ કોર્પોરેશન હોટલ્સને ચલાવવા માટે અપાતા કોન્ટ્રાક્ટમાં કરેલી ગેરરીતિનાના અારોપસર સીબીઆઇઅે લાલુ પ્રસાદ યાદવ, તેની પત્ની રાબરી દેવી અને પુત્ર તેજસ્વી વિરુદ્વ ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે. 

આ રીતે ખુદને રાજા માનવા લાગ્યા..
વર્ષ 1993મા લાલુના બિહારના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના શિક્ષકોને મહિનાઓ સુધી તેના પગારની ચુકવણી નહોતી કરાતી. તેથી તેઓ યાદવ પાસે ફરિયાદ કરવા ગયા હતા. લાલુ પ્રસાદે તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવી પરંતુ રાજ્યની તીજોરી ખાલી હોવાનું કહીને પોતે અા મામલે હાથ અદ્વર કરી દીધા હતા. પણ તમે તો પૂરા બિહારમાં હેલિકોપ્ટરથી સહેલ કરો છો અને તેમાં તો ખૂબ વધુ નાણાંની જરૂરિયાત રહે છે તેવું કહીને અેક શિક્ષકે તેનો પ્રતિકાર કર્યો હતો. અા સમયે લાલુઅે વ્યાકૂળ ભાવ બતાવ્યા વગર કહ્યું હતું કે હમ રાજા હૈ, રાજા કા ખર્ચા થોડી રુકતા હૈ. જીવનની અાજીવિકા માટે નાણાં અતિ આવશ્યક વસ્તુ છે. શું અાપ તગડી કમાણી કરવા ઇચ્છો છો? તો હમણાં જ 2017 આર્થિક રિપોર્ટ મેળવીને નાણાંકીય સદ્વરતાના માલિક બનો.   

નિવેદન એક નજરે..!
લાલુના ગામ ફુલવરિયાના લોકો કહે છે કે લાલુએ લોકો પાસે જઇને સીબીઆઇઅે તેના વિરુદ્વ લગાવેલા આરોપો અંગે સ્પષ્ટતા કરવી જોઇઅે..જો તેના પુત્ર અને પુત્રી પાસે તેના નામે કરોડોની બેનામી સંપત્તિ હોય તો તે વધુ સમય સુધી છૂપી ના રહી શકે. 

લાલુ પ્રસાદ હાલમાં સંકટના સમયથી ઘેરાયેલા છે ત્યારે ગણેશજી તેની ભવિષ્ય પર એક નજર કરી રહ્યા છે. ચાલો વધુ વાંચીએ..!

લાલુ પ્રસાદ યાદવ
જન્મતારીખ: 11 જૂન, 1948
જન્મસમય: 9.17 (સવારે – અજ્ઞાત)
જન્મસ્થળ: ગોપાલગંજ, બિહાર, ભારત

જન્મકુંડળી 

અમારા વિદ્વાન જ્યોતિષીઓએ તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો 

જ્યોતિષીય અવલોકન:

ગોચરના ગ્રહોના પ્રભાવ હેઠળ લાલુ પ્રસાદ યાદવ અણધારી પડતી સામે પણ નિ:સહાય થઇ જશે 
તેની જન્મકુંડળીમાં, જન્મનો રાહુ રાજનીતિ અને રાજકીય કારકિર્દીના દસમ સ્થાનને દર્શાવે છે. જન્મના ચંદ્ર અને શનિ પરથી પાપગ્રહ રાહુ પસાર થઇ રહ્યો છે. જ્યાં સુધી તેની રાજનૈતિક કારકિર્દીનો સવાલ છે ત્યાં સુધી અા ગોચર સૌથી વધુ પ્રતિકૂળ કહી શકાય. તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને વિધ્નોને કારણે તેની પડતી થઇ છે.  જન્મના ચંદ્ર અને પહેલા ભાવ દુષિત હોવાથી લાલુ પ્રસાદ યાદવ તેના જ પક્ષમાં ભાવનાત્મક આઘાતો અને અસ્થિર સ્થિતિનો સામનો કરશે. 

કાનૂની સમસ્યાઓથી રાજનૈતિક કારકિર્દીને નુકસાન થશે 
બીજી તરફ, ગોચરનો ગુરુ ચોથા ભાવમાં જન્મના કેતુ પરથી પસાર થશે અને શનિ છઠ્ઠા ભાવમાં જન્મના ગુરુ પરથી પસાર થશે. તે સૂચવે છે કે અનેક ગેરસમજો, સમસ્યાઓ અને શંકાઓ લાલુ પ્રસાદ યાદવની જાહેર છબીને વધુ નુકસાન પહોંચાડશે. તેના જ પક્ષના લોકોનો તેની સામેનો જાહેરમાં દેખાવો તેના માટે ચિંતાનું કારણ બની શકે છે. છઠ્ઠા અને સાતમો ભાવ દુષિત હોવાથી તે કાનૂની સમસ્યાઓને દર્શાવે છે અને અા પ્રકારના કૌંભાડોમાં સંડોવણીથી તેની રાજનૈતિક કારકિર્દીને મોટું નુકસાન થશે.    

તેની રાજનૈતિક વિશ્વસનીયતા ફરીથી પ્રાપ્ત કરવી લગભગ અશક્ય
ગુરુના અાગામી ગોચરનો સાથ ના મળવાથી તેના માટે નજીકના ભવિષ્યમાં ભારતીય રાજકારણમાં તેની છબી, વિશ્વસનીયતા અને સત્તા ફરીથી મેળવવી લગભગ અશક્ય બની રહેશે. અેકંદરે ઉપર દર્શાવેલા અાંતરિક (પક્ષની અંદર) અને બાહ્ય પરિબળોથી(જનસમૂહ/મતદારો)  પણ તેની સમસ્યાઓ અને તકલીફોમાં સતત વધારો થશે અને પરિણામે  તેના પ્રતિસ્પર્ધીઓ અને હરીફો માટે રાજકારણમાં સત્તા મેળવવાનો માર્ગ હવે વધુ સરળ બનશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો

23 Aug 2017


View All blogs

More Articles