For Personal Problems! Talk To Astrologer

કાર્તિ ચિદમ્બરમનું રાશિ ભવિષ્ય 2018 – ઓક્ટોબર 2018 સુધીનો તબક્કો કષ્ટદાયક બની રહેશે


Share on :


ભૂતપૂર્વ નાણાં મંત્રી, ગૃહમંત્રી અને રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અેક રાજકારણી અને ઉદ્યોગપતિ છે. વર્ષ 2015-16માં મીડિયામાં તેની ઇન્ટરનેશનલ કંપનીઓના વ્યાપક નેટવર્કની છૂપી માલિકીનો પર્દાફાશ થયો હતો. કાર્તિ ચિદમ્બરનો ભૂતકાળ સારો રહ્યો છે પરંતુ વર્તમાનમાં તે કાયદાના સ્કેનર હેઠળ હોવાથી ખરાબ સમયમાંથી પસાર થાય છે. ગણેશજી અહીંયા તેની કુંડળીનો અભ્યાસ કરીને તેના ભવિષ્ય પર નજર કરી રહ્યા છે. 

કાર્તિ ચિદમ્બરમ

જન્મતારીખ: 16 નવેમ્બર 1971
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: ચેન્નાઇ, તામિલનાડુ, ભારત

સૂર્ય કુંડળી  
 


અમારા વિદ્વાન જ્યોતિષવિદોઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો 

કાર્તિ ચિદમ્બરમ – પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનમાં કુશાગ્ર બુદ્વિનો ઉપયોગ કરવામાં માહિર
કાર્તિ ચિદમ્બરમની કુંડળીમાં બુધ-ગુરુ અને શુક્રની વૃશ્વિક રાશિમાં યુતિ છે જે દર્શાવે છે કે ખૂબ જ બુદ્વિશાળી છે અને બિઝનેસ તેમજ વ્યક્તિગત જીવનમાં પણ તેની કુશાગ્ર બુદ્વિનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં માહિર છે. વધુમાં, તે ઊંડાઇ સુધી જવાનું પણ અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. તેની વૃશ્વિક રાશિ પ્રમાણે તે તેના ગુણોને સાથે રાખીને વ્યૂહરચના બનાવીને લક્ષ્યાંક તરફ આગળ વધવામાં નિપુણ છે. કાર્તિ ચિદમ્બરમે કારકિર્દીમાં પ્રગતિ માટે તેના સામર્થ્યનો ભરપૂર ઉપયોગ કર્યો છે. શું તમે પણ કારકિર્દીમાં પ્રગતિ માટે ઇચ્છુક છો? તો અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ ઓર્ડર કરીને તેમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ જાણીને સફળતા મેળવી શકો છો.  

તકોને ઓળખવાની અદ્ભુત દૂરદેંશી 
તે ખૂબ લાગણીશીલ હોવા છતાં ગમે તેવી હતાશ કરતી પરિસ્થિતિમાં પણ તે તેના દુ:ખને જાહેરમાં વ્યક્ત નથી કરતો. તેની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પ્રમાણે તે સ્વકેન્દ્રિ છે તેમજ તકોને ઓળખીને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં પણ નિપુણ છે. કુંડળીમાં રહેલ રાજયોગ તેના સ્વાભિમાની દેખાવ સાથેના મજબૂત વ્યક્તિત્વ અને ઝડપી ગતિઅે સફળતાની સીડીઓ ચડવાના કાબેલિયતને દર્શાવે છે. જીવનમાં કંશુક શીખવા અને કમાવવા માટે તકો મહત્વપૂર્ણ છે. શું તમે તમારા આર્થિક ભવિષ્યને જાણવા માટે જિજ્ઞાસુ છો? તો અમે મદદ કરી શકીએ છીએ. અમારા 2017 આર્થિક રિપોર્ટની મદદથી આર્થિક મોરચે બનનારી ભાવી ઘટનાઓનું ચિત્ર મેળવીને તમે પૂર્વતૈયારી અને અાયોજન સાથે તેમાં ધારી સફળતા મેળવી શકો છો.  

ગ્રહોની સ્થિતિથી સાનુકૂળ-પ્રતિકૂળ બન્ને સંજોગોમાં અટવાતા કાર્તિ ચિદમ્બરમ
બુધના નક્ષત્રમાં રહેલા શુક્ર-બુધ અને ગુરુ તેને પ્રબળ અાંતરસૂઝ, વિશ્લેષણ શક્તિ, અાંતરસ્ફૂર્ણા અને સ્વાભિમાની વલણ જેવા ગુણો પ્રદાન કરે છે જે તેને કાંટાળા માર્ગમાં પણ ઊંચાઇઓ તરફ જવામાં મદદરૂપ બને છે, જો કે બીજી તરફ રાહુ અને કેતુ તેને અવળે માર્ગે દોરીને તેને સંઘર્ષ, ચિંતા, દોષારોપણ અને કાયદાકીય સમસ્યાઓ તરફ ધકેલીને તેમાં ફસાવે છે. 

શનિ તેને કાયદાકીય અાંટીઘૂંટીમાં ફસાવી શકે
વૃશ્વિક રાશિમાં શનિના ગોચર દરમિયાન તેની સામે શત્રુઅો બાંયો ચઢાવશે જે તેની છબીને હાનિ પહોંચાડવા માટે પ્રયાસો કરશે, તેથી તે સ્વભાવે વધુ અાક્રમક અને અધીરા બનશે. શનિદેવના દુષ્પ્રભાવથી તેના વ્યક્તિગત અને પ્રોફેશનલ સંબંધોમાં પણ અંતર વધશે અને ખટરાગ થવાના સંજોગો પણ ઊભા થાય તેવી સંભાવના છે. શનિ તેના જીવનમાં કાનૂની સમસ્યાઓ અને સત્તાધિકારીઓ સાથે ઘર્ષણની સ્થિતિ પણ ઊભી કરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગ્રહોના દુષ્પ્રભાવથી તણાવદાયક સ્થિતિનું સર્જન 
કર્ક રાશિમાં રાહુના અાગમનથી કાર્તિ ચિદમ્બરની કાનૂની સમસ્યાઓ અને પ્રશ્નોમાં વધારો થશે. ઓક્ટોબર 2017ના અંત સુધીમાં વૃશ્વિક રાશિમાં ગોચરનો શનિ અને કર્ક રાશિમાં રાહુ તેને કષ્ટદાયક સંજોગો તરફ ધકેલશે.  કાર્તિ ચિદમ્બરની જ્યોતિષીય કુંડળી પ્રમાણે તે તેને માનસિક યાતના અને બેચેની આપશે. અા દરેક પરિબળોને કારણે કાર્તિ ચિદમ્બરનાં સંબંધોમાં અંતરની સાથોસાથ ખૂબજ તણાવનો માહોલ પણ પ્રવર્તશે. 

ઓક્ટોબર 2018 સુધી રાહતના કોઇ અણસાર નથી
જો કે, તુલા રાશિમાં ગોચરનો ગુરુ કાર્તિ ચિદમ્બરમને અા સ્થિતિ સામે સકારાત્મક અભિગમ સાથે લડવા માટે પૂરતું સામર્થ્ય પ્રદાન કરશે. અા સામર્થ્યથી તે પડકારોને ખંતપૂર્વક ઝીલી શકશે. નવેમ્બર 2017ના મધ્યાંતર બાદ ગુરુના સાનુકૂળ ગોચરને કારણે ભાગ્ય વધુ બળવાન બનતા તેને કાનૂની પ્રશ્નોમાં હલ મેળવવામાં સફળતા પ્રાપ્ત થશે. જો કે ઓક્ટોબર 2018 સુધી અેક અથવા બીજી સમસ્યા તેને સતત ચિંતિત અને સક્રિય રાખશે તેથી તે સમય સુધી સંપૂર્ણ રાહત મળે તેવા કોઇ અણસાર દેખાતા નથી. અનેક પ્રકારની મુશ્કેલીઓ કે અવરોધો તેને સતત વ્યાકૂળ અને વ્યથિત રાખશે પણ કેટલાક સકારાત્મક પરિબળો તેને અા સમસ્યાઓથી સુરક્ષિત રાખવા માટે સક્રિય થશે. ઓક્ટોબર 2018 પછીનો સમયગાળો તેને સકારાત્મક દિશા અને પ્રગતિ તરફ દોરશે, જો કે તેમ છતાં અા માર્ગ કેટલાક અંશે કપરો તો રહેશે જ. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો. 

 
01 Sep 2017


View All blogs

More Articles