For Personal Problems! Talk To Astrologer

ગુરુ કન્યા રાશિમાં વક્રી 2017: શું અાપનું ભાગ્ય સાથ અાપશે?


Share on :


નોંધ:  અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ, લગ્નેશને પણ કેટલીક અસરો લાગુ પડે છે.

ગુરુ વક્રીની તારીખ:
શરૂઅાત: 6 ફેબ્રુઅારી, 2017
અંત: 9 જૂન, 2017

ગુરુ કન્યા રાશિમાં વક્રી: અાપણા પ્રયાસો તેમજ ભાગ્ય વચ્ચેના પ્રમાણને પુન:મૂલ્યાંકન કરવાનો તબક્કો

અા સમય વર્ષના તે તબક્કામાં ફરીથી પ્રવેશ કરવાનો છે જ્યારે ગુરુ કન્યા રાશિમાં વક્રી હશે. અા સમયગાળો 6 ફેબ્રુઅારી 2017થી 9 જૂન 2017 સુધી ચાલુ રહેશે. ગુરુ ચાતુર્ય, ઉદારતા, સદ્દવ્યવહારનો કારક છે અને તેના વક્રી તબક્કા દરમિયાન તે મિશ્ર પરિણામ અાપે છે. વક્રી ગુરુથી શૈક્ષણિક ક્ષેત્ર, અાર્થિક, ફિલોસોફી તેમજ અાધ્યાત્મિક્તાના ક્ષેત્રોમાં પ્રતિકૂળ પ્રભાવ જોવા મળે છે. તદુપરાંત અા સમયગાળા દરમિયાન અાપના ભાગ્યમાં અવરોધનું સર્જન થશે તેમજ અાપણી અાંતરસ્ફૂરણા પર પણ વિપરીત અસર જોવા મળશે. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. ગુરુ વક્રીની અાપની રાશિ પર થનારી અસર વિશે ગણેશજી શું કહે છે? ચાલો અેક નજર કરીઅે..

મેષ:

છઠ્ઠા ભાવમાં વક્રી ગુરુ:
ગણેશજીને લાગે છે કે અા સમય અાપની શારીરિક અને માનસિક રીતે પરિવર્તન લાવવાનો છે તેથી અા સમયગાળામાં અાપના સપનાઅોની નજીક પહોંચો તેવું ગણેશજી કહે છે. અા તબક્કામાં કાર્યસ્થળે અાપની સંકલ્પશક્તિ તેમજ દૃઢ મનોબળની ચકાસણી થાય તેવી સંભાવના છે. તેથી મેષ રાશિના જાતકો માટે ગુરુ વક્રી જોખમકારક રહી શકે છે. કોઇપણ સ્થિતિ અાપના કાબૂની બહાર જતી હોય તેવું જણાય. દૈનિક જીવનમાં વધુ વ્યસ્ત રહેશો. અા તબક્કામાં સ્વાસ્થ્ય સાચવવું પડે. તેથી ખાવાની અાદતો અને નિયમીત ભૌજનશૈલી પર પૂરતો સંયમ રાખવો અનિવાર્ય હોવાનું ગણેશજી જણાવી રહ્યા છે. 


વૃષભ:

પાંચમા ભાવમાં વક્રી ગુરુ:
ભૂતકાળમાં મિત્રો અને પરિવારજનો સાથે વણસેલા સંબંધોને સુધારવા તરફ અાપનું અા સમયમાં વિશેષ ધ્યાન રહેશે. અા સમયગાળામાં અાપ ભાવનાઅો કરતા તાર્કિક રીતે વધુ વિચારવાનું પસંદ કરશો. કારકિર્દીના કેટલાક પાસાઅોને લઇને અાપ અસંતુષ્ટ હશો તો અા સમયે કાર્યસ્થળે અાપ જે મેળવવા માગો છો તે માટે વધુ પ્રયત્નશીલ બનવું પડે. લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વાસ્તવિક દૃષ્ટિકોણ અપનાવજો. ગુરુ વક્રી અાપના સંબંધોની મજબૂતાઇની ચકાસણી કરશે તેથી સંબંધોમાં ધૈર્ય રાખવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. 


મિથુન:

– ચોથા ભાવમાં વક્રી ગુરુ
જો ભૂતકાળમાં અાપના પ્રિયપાત્ર સાથે કોઇ સમસ્યાઅો થઇ હોય તો તેનું નિરાકરણ અાપની મુખ્ય પ્રાથમિક્તા બની રહેશે. ગુરુ વક્રી દરમિયાન અાપના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે પૂરતા સાથ સહકાર પ્રાપ્ત થાય. કાર્યસ્થળે અાપના હેતુઅો અને કામ પાર પાડવા માટે અાપ શ્રેષ્ઠત્તમ પ્રયત્ન કરશો. ઉચ્ચ અભ્યાસની ઝંખના થાય તેમજ કારકિર્દીને વધુ મૂલ્યવાન બનાવવા તરફ ઝોક રહે. અા સમયગાળામાં અાપ વધુ માગ કરશો જે અન્ય લોકોને નિરાશ કરશે. તેથી ગણેશજી અાપને ઉપલબ્ધ વસ્તુઅોથી સંતુષ્ટ રહેવાનું તેમજ લોકો પાસેથી અોછી અપેક્ષાઅો રાખવાની ટકોર કરે છે. 


કર્ક:

ત્રીજા ભાવમાં વક્રી ગુરુ:
ગુરુ વક્રી કર્ક રાશિના જાતકો માટે સાનુકૂળ રહેવાનું ગણેશજી કહે છે. અા સમયમાં પર્યટન કે મુસાફરીના યોગ છે. તે ઉપરાંત નવી જગ્યાની મુલાકાત અથવા નવી વસ્તુ શીખવાની ધગશ અાપને વધુ સક્રિય રાખે. કાર્યસ્થળે અાપની જાતને સાબિત કરવા માટે વધુ મહેતન કરવી પડશે તેમજ અા માર્ગ પણ કપરો બની રહેશે. અાપના માર્ગ પર અાવનારા પરિવર્તન સાથે તાલમેલ જ અાપની કારકિર્દીને સફળતા તરફ અાગળ લઇ જશે. અા સમયમાં અાપ વધુ ફિલસૂફી સાથે વાત કરવાનું પસંદ કરશો. સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. જીવનમાં તદુંરસ્તી માટે કેટલીક શારીરિક કસરતોને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવાની ગણેશજી અાપને સલાહ અાપે છે. 

સૂચિત પ્રોડક્ટ: 2017 વાર્ષિક રિપોર્ટ

સિંહ:

બીજા ભાવમાં વક્રી ગુરુ:
અા સમયગાળામાં સિંહ રાશિના જાતકોઅે લોકો સાથેના વાર્તાલાપ કે વાણીના અાદાન પ્રદાન તરફ કાળજી રાખવી પડે. જો તમારી લાગણીઅો કે વિચારોને વ્યક્ત કરવામાં નિષ્ફળ રહેશો તો લોકો સાથે બિનજરૂરી ખટરાગ કે બોલાચાલી થવાની સંભાવના છે. અા સમયગાળા દરમિયાન અાપની અાર્થિક સ્થિતિમાં અણધાર્યું પરિવર્તન અાવે તેથી અે પ્રમાણે અાર્થિક બાબતોનું પૂર્વાયોજન તમારા માટે અનિવાર્ય બની રહે. ખુદને નીચા ના અાંકશો. તમે ચાતુર્ય તેમજ જ્ઞાનનું વિસ્તરણ કરશો તથા લોકોની સાથે અાપના વિચારોની ચર્ચા પણ કરો. અા સમયગાળામાં સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે નિયમીત ભૌજનશૈલીમાં વધુ સુવ્યવસ્થિત અભિગમ અપનાવજો. 


કન્યા:

પહેલા ભાવમાં ગુરુ વક્રી:
અા સમયગાળામાં તમારામાં પરિવર્તન કે વિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇઅે. અા તબક્કે અાપ લોકો પ્રત્યે વધુ માયાળુ તેમજ ઉદાર બનો. તમારા વ્યક્તિત્વનું અા પાસુ જ લોકોને પ્રભાવિત કરી જાય. તમારી નિયમીત જીવનશૈલીની વિપરીત કંઇક નવુ મેળવીને જીવનના ખરા હેતુ તરફ અાગળ વધવા માટે પ્રયત્નશીલ બનવું જોઇઅે. તમારી સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે. ગુરુ વક્રી ધ્યાન તેમજ અાગામી મહિનાઅોમાં જીવનને વધુ શાંત બનાવવા માટે ઉત્તમ સમયગાળો છે. 


તુલા:
બારમા ભાવમાં ગુરુ વક્રી:
અા તબક્કામાં શરીરમાં ઉત્સાહની કમી જણાય તેમજ તમારા અભિગમમાં પણ પરિવર્તન અાવશે. લોકો પર દોષ કે અારોપ કરવાનો અભિગમ જોવા મળે. બારમા ભાવમાં વક્રી ગુરુ હોવાથી વિદેશગમનને લગતી બાબતોને લઇને સમસ્યાઅોનો સામનો કરવો પડશે.અા તબક્કા દરમિયાન અણધાર્યા ખર્ચા અાવી પડે જે તમારી મુશ્કેલીમાં વધારો કરી જાય. તેથી તેના માટે પણ માનસિક તૈયારી રાખવી પડે. જીવનમાં અાવનારા સતત પરિવર્તનને કારણે ભાવનાત્મક અસ્થિરતા જોવા મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.


વૃશ્વિક:

અગિયારમા ભાવમાં ગુરુ વક્રી:
ગુરુ વક્રી દરમિયાન અાપને ભાગ્યનો સાથ પ્રાપ્ત થાય. અાપના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વધુ પ્રયાસ કરશો તેમજ અાપના કાર્યો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં ગુરુ વક્રી અાશીર્વાદરૂપ બને. જો અાપની કુંડળીમાં ગુરુ વક્રી હોય તો અા સમયગાળો અાપના માટે ખૂબ સાનુકૂળ રહેશે. સંબંધોમાં કોઇ નવો વળાંક અાવે પણ અસામાન્ય બનાવ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેજો. અા વક્રી દરમિયાન અાર્થિક બાબતોમાં કેટલાક વિલંબો કે અવરોધો અાવે. પણ, ગણેશજી અનુસાર અંતે અાર્થિક બાબતોમાં તમે ખૂબ સફળતા પ્રાપ્ત કરશો તેમજ ફળદાયી પરિણામ પણ મેળવશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 


ધન:
દસમા ભાવમાં વક્રી ગુરુ:
ગુરુ વક્રી દરમિયાન ધન રાશિના જાતકો અંગત અને કારકિર્દીની બાબતોનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે દૃઢ મનોબળ સાથે પ્રયાસો કરશે. કાર્યસ્થળે અાપની બઢતીના યોગ બને તે માટે અાપ કેટલીક ખાસ અાવડતો કે કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો અથવા પ્રયત્નશીલ થશો. નોકરીમાં વાસ્તવિક રીતે પ્રગતિ કરવા ઇચ્છુક હશો તો કામમાં સંપૂર્ણપણે સમર્પણ અનિવાર્ય રહેશે.  અંગત જીવનમાં કેટલાક અવરોધો તેમજ અનિશ્વિતતાઅોથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે તેવું ગણેશજીને લાગે છે. કોઇપણ સ્થિતિ અથવા વસ્તુ વિશે વધુ પડતુ ચિંતન મનન માનસિક બેચેની વધારશે તેથી તે ટાળજો. અા ગોચર દરમિયાન શાંતચિત્તે કામ લઇને અાગળ વધવાથી બધુ સાનુકૂળ રીતે પાર પડશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

સૂચિત પ્રોડક્ટ: પૂછો કોઇપણ પ્રશ્ન

મકર:

નવમા ભાવમાં વક્રી ગુરુ:
ગુરુ વક્રી 2017ની અસરોનું ફળકથન થઇ શકે છે પણ અંત સુધી તે નિશ્વિત રહે તેવુ ના કહી શકાય. જ્યારે ગુરુ વક્રી ગોચર પૂર્ણતાના અારે અાવશે ત્યારે સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે. હકીકતમાં અા સમયમાં વધુ પડતી મુસાફરીના યોગ હોવાનું ગણેશજી કહે છે. અા સમયગાળા દરમિયાન સતત મુસાફરી કે બહાર જવાનું થવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અા વક્રીથી અાર્થિક ખોટ સહન કરવી પડે તેમજ ખર્ચમાં પણ અતિશયોક્તિ થાય તેવી સંભાવના છે. ગણેશજી અાપને અા સમયમાં ખર્ચ પર કાબૂ રાખવાની સલાહ અાપે છે.

સૂચિત પ્રોડક્ટ: 2017 અાર્થિક રિપોર્ટ

કુંભ:

અાઠમા ભાવમાં ગુરુ વક્રી:
અા સમયગાળા દરમિયાન પરિવારજનો સાથે કોઇ ખટરાગ કે બોલાચાલી થવાની શક્યતા હોવાથી સમય પ્રતિકૂળ જણાઇ રહ્યો છે. મિત્રો સાથેના સંબંધો પણ બગડે તેવી સંભાવના છે. અાપના સતત પ્રયત્નો છતાં પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત ના થતા મનમાં નિરાશા અને બેચેની રહે તેમજ જુસ્સામાં પણ ઘટાડો થશે. અા ગોચર દરમિયાન નોકરીમાં પણ પ્રગતિના અાડે કોઇ અવરોધ કે વિધ્ન અાવે તેવા અશુભ યોગ હોવાથી કોઇપણ પ્રકારનું સાહસ ખેડવાની ભૂલ ના કરી બેસો તેની ખાસ તકેદારી રાખવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. ગણેશજી અાપને મક્કમ મનોબળ રાખીને લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત સલાહ અાપી રહ્યા છે. 

સૂચિત પ્રોડક્ટ: 2017 અંગે પૂછો અેક પ્રશ્ન

મીન:

સાતમા ભાવમાં વક્રી ગુરુ:
મીન રાશિના જાતકો માટે અા સમયગાળો કપરો સાબિત થાય તેવું ગણેશજી કહે છે. અા તબક્કા દરમિયાન તમે વધુ પડતા તત્વચિંતક બનશો તેમજ લોકોને તેની પ્રગતિ માટે જરૂરી અેવા ઉપાયો અને સૂચનો પણ અાપશો. ગુરુ વક્રી 2017 દરમિયાન અાપની અાધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિનો અનુભવ કરો. પ્રોફેશનલ જીવનમાં પણ લોકો સાથે કોઇ અણબનાવ કે સંઘર્ષની સંભાવના હોવાથી તે અાપની ચિંતાનું કારણ બને અને લોકો સાથેના સંબંધોમાં પણ કડવાશ જોવા મળે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.


ગણેશજીના અાશીર્વાદ સાથે
અાંકાક્ષા જુનજુનવાલા
ગણેશાસ્પિક્સ ટીમ

11 Feb 2017


View All blogs

More Articles