For Personal Problems! Talk To Astrologer

જીજ્ઞેસ મેવાણી 2018 : વર્ષ 2018 મા અવરોધોની વચ્ચે સતર્કતા રાખીને ચાલવું પડશે


Share on :


દેશની સ્વતંત્રતાના અનેક વર્ષો બાદ પણ દેશમાં જાતિવાદ પ્રસરેલો છે. જેને કારણે પ્રવર્તમાન સમયમાં જાતિ અાધારિત અનેક સમૂહોનો ઉદય થયો છે. જાતિવાદના અા વમણ વચ્ચે ગુજરાતમાં પણ દલિત નેતા જીજ્ઞેસ મેવાણીનું નામ લાઇમલાઇટમાં આવ્યું છે. કહેવાય છે કે વર્ષ  2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને પાતળી સરસાઇમાં પલટાવનાર તરીકે જીજ્ઞેસ મેવાણીનું નામ મોખરે છે. જીજ્ઞેસ મેવાણીને કોંગ્રેસને અાપેલા સપોર્ટને કારણે જ ભાજપને પાતળી સરસાઇથી જીત મળી હતી. અા તો તેનું વર્તમાન છે. પરંતુ મેવાણીનું ભવિષ્ય શું કહે છે? શું તે અાગામી સમયમાં ટોચના નેતા તરીકે પ્રતિષ્ઠા મેળવી શકશે? અહીંયા ગણેશજીઅે તેના ભાવિને જાણવા માટે તેની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે. ચાલો વધુ વાંચીએ..!


જીજ્ઞેસ મેવાણી
જન્મતારીખ: 11 ડિસેમ્બર 1982
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત

સૂર્ય કુંડળી  અમારા વિદ્વાન જ્યોતિષીઓએ તૈયાર કરેલી આપની હસ્તલિખીત જન્મકુંડળી આજે જ મેળવો

જ્યોતિષીય અવલોકન:

ગ્રહોની દુષિત ચાલને કારણે કપરાં ચઢાણ
વર્ષ  2018ના મેથી નવેમ્બર માસના સમયગાળા દરમિયાન પાપગ્રહ કેતુ અને દુષિત મંગળ જન્મના મંગળ પરથી પસાર થશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોની અા યુતિ રાજકારણ સંબંધિત યુતિ કહેવાય છે. તેથી, જીજ્ઞેસ મેવાણી માટે રાજકારણમાં કપરાં ચઢાણ છે. તેને ખૂબજ ભોગ અાપવાની પણ માનસિક રીતે તૈયારી રાખવી પડશે. તેને શારીરિક થાક પણ લાગશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

રાજકારણમાં ઉતારચડાવનો સમય
અા જ સમય જીજ્ઞેસ મેવાણી માટે પડકારજનક પણ સાબિત થશે. તેને કેટલાક ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. રાજકારણમાં પણ અનેક ઉતાર ચડાવ રહેશે. તેના માટે અા સ્થિતિ અંકુશની બહાર જતી હોવાનો અહેસાસ થશે. એકંદરે તેના માટે અા સમય તેના ધૈર્યની કસોટી કરાવતો તેમજ પડકારોથી ભરપૂર રહેશે. કારકિર્દીમાં પણ અનેક ઉતાર ચડાવ જોવા મળે તો નવાઇ નહીં. શું તમારે પણ કારકિર્દી અંગે કોઇ સવાલ છે? તો અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો અને જરૂરી અેવું માર્ગદર્શન પ્રાપ્ત કરો.

કારકિર્દીમાં અવરોધોના અેંધાણ
વધુમાં, તેની કુંડળીમાં શનિ ત્રણ જન્મના ગ્રહો પરથી પરિભ્રમણ કરશે. તેની રાજકીય કારકિર્દી માટે અા ગોચર અશુભ છે. અા જ કારણોસર તે તીવ્ર દબાણને સહન કરવામાં પણ અસમર્થ સાબિત થશે. તેની રાજકીય કારકિર્દીમાં પડતીના અેંધાણ છે. હાર્દિક પટેલના ભાવિ વિશે અહીંયા જાણો. 

સફળતાની સંભાવના નહીવત્ 
રાજકારણમાં રહેલા દબાણ અને તણાવને કારણે તે ભાવનાત્મક સંતુલન રાખવામાં પણ નિષ્ફળ રહેશે. ગુજરાતમાં રાજકારણનું ચિત્ર અસ્થિર અને અનિશ્વિતતાઓથી ભરેલું રહેશે પરંતુ જીજ્ઞેસ મેવાણ સ્થિતિને સુધારીને તેનો ફાયદો ઉઠાવવામાં પાછીપાની કરશે. મધ્યમ ગાળાના ભાવિમાં પરિવર્તનની શક્યતાઓ છે. તે નજીકના ભવિષ્યમાં સફળતાનો સ્વાદ ચાખે તેવી શક્યતા ઓછી છે. શું તમે તમારા બિઝનેસનું ભાવિ જાણવા માંગો છો? તો અાજે જ નિશુલ્ક  2018નો રિપોર્ટ ખરીદીને તમારા પ્રશ્નોનો જવાબ મેળવો. 

અંતરાયો વચ્ચે પણ અાત્મવિશ્વાસ રાખશે
અા પરિસ્થિતિ વચ્ચે ગુરુનો પ્રભાવ જીજ્ઞેસ મેવાણી માટે સહાયરૂપ બની રહેશે. ગુરુની હાજરીથી તે તેના જીવનમાં વધુ શિસ્તબદ્વ બનશે. તેનાથી તેના વ્યક્તિત્વમાં પણ પરિવર્તન જોવા મળે. રાજકારણમાં અનેક અવરોધો છતાં તે તેનો ગજબનો અાત્મવિશ્વાસ ટકાવી રાખશે અને જીવનમાં અાગળ વધવા માટે પ્રતિબદ્વ રહેશે. તે દરેક પડકારોને ખંતપૂર્વક ઝીલશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં સાવચેતીની સલાહ
જો કે લોકો સાથે કમ્યુનિકેશન દરમિયાન જીજ્ઞેસ મેવાણીને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને જાહેર જીવનમાં તેણે વાણીવિલાસ ટાળવો પડશે. તેથી જ કેટલાક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણયો લેતી વખતે તેને ચેતીને ચાલવું જ પડશે. જો મેવાણી તેમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના વરવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. 

સારાંશ
સમગ્રપણે કહી શકાય કે જીજ્ઞેસ મેવાણી અાગામી ભવિષ્યમાં કેટલાક ગંભીર અવરોધોનો સામનો કરશે. વર્ષ  2018ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મેવાણી અન્ય રાજકારણી સામે પણ બોલાચાલીમાં ઉતરશે કે વાદ વિવાદ થશે તેવી શક્યતા નકારી શકાય નહીં. તેથી જ અાગામી સમયમાં જીજ્ઞેસ મેવાણીએ સતર્કતા અને સાવચેતી સાથે દરેક પગલાં ભરવા પડશે તેવું ગણેશજી કહે છે. 

ગણેશજીના આશીર્વાદ સાથે

વ્યક્તિગત પ્રશ્નોના જવાબ માટે હમણાં જ જ્યોતિષી સાથે વાતચીત કરો

06 Feb 2018


View All blogs

More Articles