For Personal Problems! Talk To Astrologer

જયા પાર્વતી વ્રત: મનગમતો પતિ પામવા માટે માતા પાર્વતીની પુજા


Share on :


હિન્દુ શાસ્ત્રો અનુસાર કુમારિકાઓ મનગમતો પતિ પામવા માટે માતા પાર્વતીનું વ્રત કરે છે જે અષાઢ મહિનાના શુક્લપક્ષની તેરસથી શરૂ થાય છે. આ વર્ષે 6 જુલાઈ 2017થી આ વ્રતનો પ્રારંભ થશે. વ્રત દરમિયાન કિશોરીઓ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે અને સાચા દિલથી ઉપવાસ કરે છે. અંતિમ દિવસે અખંડ દિવો પ્રગટાવીને આખી રાતનું જાગરણ કરે છે અને પરોઢે શિવજીની પૂજા કરીને બ્રાહ્મણને કાચુ સીધુ આપ્યા પછી વ્રતનું સમાપન કરે છે. આ વ્રત દરમિયાન કિશોરીઓ મીઠુ અને ધાન્ય ત્યજે છે.

જયા પાર્વતીના વ્રત પાછળ પણ અેક પૌરાણિક કથા છે. કૌન્ડિય નામના નગરમાં અેક બ્રાહ્મણ દંપતી હતું. તેઅો શિવજીના ભક્તો હતા. ઈશ્વરની કૃપાથી તેમની પાસે તમામ સુખ સંપદા હતા પરંતુ સંતાનપ્રાપ્તિના સુખથી વંચિત હોવાથી સતત મનમાં આ વસવસો તેમને સતાવતો હતો. તેઅો નિયમિતપણે મંદિરમાં પ્રભુ શિવની પૂજા અર્ચના કરતા હતા. દંપતીના ભક્તિ ભાવથી શિવજી પ્રસન્ન થયા અને કહ્યું કે જંગલમાં કોઇ જગ્યાઅે શિવલિંગ છે જેની પૂજા અર્ચના ક્યારેય થતી નથી. જો તેઅો ત્યાં જઇને તેની પૂજા કરશે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થશે. અા સાંભળીને બ્રાહ્મણ દંપતી ખુશ થયું. બ્રાહ્મણ જંગલમાં ગયા અને શિવલિંગ શોધી પૂજા આરંભી ત્યારે જ બ્રાહ્મણને સાપ કરડી જતા તે બેભાન થઇ ગયા. પતિદેવ પાછા ના અાવતા ચિંતિત થયેલી પત્ની તેને શોધવા માટે ગઇ. તેમને તેના પતિની સલામતી માટે ખૂબ અાકરી પ્રાર્થના કરી. તેની અા અાકરી તપસ્યા જોઇને વન દેવતા અને માતા પાર્વતી પ્રસન્ન થયા અને બ્રાહ્મણીના પતિના મુખમાં અમૃત નાખતા તે ભાનમાં લાવ્યા. ત્યારબાદ તેમણે શિવલિંગની સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના કરી અને તેની ફળશ્રુતિરૂપે પ્રભુના અાશીર્વાદથી તેમને સંતાનની પ્રાપ્તિ થઇ. 

એક દંતકથા અનુસાર માતા પાર્વતીએ શિવજીની પ્રાપ્તિ માટે આ વ્રત કર્યું હોવાથી કુંવારી બાળાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. વાસ્તવમાં બાળાઓમાં નાનપણથી જ પૂજા પાઠ અને સંસ્કારોનું સિંચન થાય તે માટે નાની વયે ગૌરી વ્રત કરે છે અને ત્યારબાદ જયા પાર્વતી વ્રત કરે છે. અા રીતે જયા પાર્વતી વ્રતનું નિર્માણ થયું. વ્રત દરમિયાન કોઇપણ ખાદ્યચીજો મીઠુ(નમક) સાથે ખાઇ શકાય નહીં. કોઇપણ પ્રકારના ધાન્ય ઉત્પાદનોનું સેવન પણ ના કરી શકાય. અેવું કહેવાય છે કે જયા પાર્વતી વ્રતથી પરિવારમાં ખુશીઓ આવે છે તેમજ ઉપવાસ કરતી કુમારિકાને સારો, સંસ્કારી, સમૃદ્ધિવાન પતિ પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી મહિલાઓ તેમના લગ્નના પ્રથમ વર્ષે આ વ્રત કર્યા પછી તેની ઉજવણી કરીને વ્રતનો સંકલ્પ પૂર્ણ કરે છે.

ગણેશજીના અાશીર્વાદ સાથે

28 Mar 2020


View All blogs

More Articles