For Personal Problems! Talk To Astrologer

જસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે


Share on :


વર્તમાન સમયમાં તેના અદ્ભુત પરફોર્મન્સને કારણે જસપ્રિત બુમરાહ ન્યૂઝમાં છે. ગેમની શોર્ટ ફોર્મમાં ડેથ ઓવર્સમાં તે ચોક્કસાઇ અને નિપુણતા સાથેની યોર્કર બોલિંગથી બેટ્સમેનને પણ અચંબામાં મૂકી દેવાની કાબેલિયત ધરાવે છે. વર્તમાન સમયમાં ઉજ્જવળ કારકિર્દી માણી રહેલા જસપ્રિત બુમરાહની કુંડળીમાં ગણેશજી ડોકિયુ કરીને તેના ભાવિ અંગે અાપણને પરિચિત કરે છે. વધુ વાંચીએ..!


જસપ્રિત બુમરાહ
જન્મતારીખ: 6 ડિસેમ્બર 1993
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત

સૂર્ય કુંડળી 


અમારા વિદ્વાન જ્યોતિષવિદોએ તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો

જ્યોતિષીય અવલોકન

ગુરુની શુભ દૃષ્ટિથી તે ગેમમાં અેકાગ્રતા સાથે રમશે
સપ્ટેમ્બર 2017થી જસપ્રિત બુમરાહ તુલા રાશિમાં ગુરુ પરથી ગુરુના ભ્રમણના પ્રભાવ હેઠળથી પસાર થશે. તેથી જ તે તેની કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને જે ઇચ્છે તે પ્રાપ્ત કરવામાં પણ દૃઢ હશે. તે લોકો, ચાહકો અને અનુયાયીઓમાં પણ માન-સન્માન પ્રાપ્ત કરશે. તેનાથી તે ઉન્નતિ તરફ અાગળ વધશે. રાશિચક્રની ધન રાશિ પ્રમાણે તેની ટીમના અન્ય સભ્યો અને ઉપરીઓ સાથેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જસપ્રિત બુમરાહની કુંડળી પ્રમાણે તેના પ્રયાસો, સમર્પણ અને ઉત્સાહ જ અાગળ જતા તેના સફળતા માટેના મુખ્ય પરિબળો બની રહેશે. તેની કુંડળીમાં ગ્રહોની સકારાત્મક સ્થિતિને સારી રીતે જોઇ શકાય છે. અાપની જન્મકુંડળી અાપના પ્રારબ્ધ વિશે કેવા સંકેતો અાપે છે? અાજે જ જ્યોતિષીય પ્રોફાઇલ  મેળવીને ખુદ વિશે વધુ જાણો.   

સકારાત્મક અને સતત પ્રયાસોથી લોકપ્રિયતા પામશે બુમરાહ 
તેના ગેમમાં પરફોર્મન્સના પરિપ્રેક્ષ્યમાં તેના દરેક પ્રયાસોનું તેને બહેતર પરિણામ પ્રાપ્ત થશે. તેની લોકપ્રિયતા અને યશકિર્તીમાં પણ ધીરે ધીરે વધારો થાય. કારકિર્દીમાં અવરોધો કે કષ્ટ છતાં તે નિર્ધારિત લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે મનમાં સકારાત્મક્તા સાથે ખંતપૂર્વક અાગળ વધશે. જસપ્રિત બુમરાહ તેના પ્રયાસોમાં દૃઢ અને અેકાગ્ર છે. અા જ તેની કારકિર્દીમાં ઉદયનું પાસુ છે. શું તમે પણ કારકિર્દીમાં ઉન્નતિ ચાહો છો? તો અાજે જ 2018 કારકિર્દી રિપોર્ટ મેળવીને કારકિર્દીમાં અદ્ભુત પરિવર્તનના સાક્ષી બની શકો છો. 

જાન્યુઅારી 2018-મે 2018 વચ્ચે સ્વાસ્થ્યની સમસ્યાઓ સતાવે
જો કે જાન્યુઅારી 2018ના મધ્યાંતરથી મે 2018 સુધીનો તબક્કો તેના માટે અગવડભર્યો રહેશે કારણ કે અા સમયમાં અારોગ્યને લગતી અેક યા બીજી તકલીફ તેને શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ રાખશે. તે તેના પ્રગતિમાં પણ અવરોધરૂપ સાબિત થશે. અા જ સમયમાં ટીમમાં સારુ પરફોર્મ કરવાનું દબાણ પણ તેના પર જોવા મળશે અને કોઇ અણધારી સમસ્યાઓ પણ અાવી પડે તેવી સંભાવના નકારી શકાય નહીં. 

મે 2018 બાદ બુમરાહનો ક્રિકેટ ગ્રાફ ઊંચાઇઓ સર કરશે
જો કે, મે 2018 બાદના ચરણમાં કારકિર્દીમાં સફળતા માટેનો માર્ગ વધુ મોકળો બનશે. અા ચરણમાં ગ્રહોના અાશીર્વાદથી તે ઉન્નતિ તરફ સફળતાપૂર્વક અાગળ વધશે તેવું ગણેશજી કહે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો 

07 Sep 2017


View All blogs

More Articles