For Personal Problems! Talk To Astrologer

રાશિ ને ધ્યાનમાં રાખીને 2020 જન્માષ્ટમીની ઉજવણી


Share on :


પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તેમના જીવન સાથે સંકળાયેલી તમામ ઘટનાઓ, પ્રસંગો અને તેમની લીલાઓના કારણે ભક્તોના હૃદયકુંજમાં વિશેષ સ્થાન ધરાવે છે. ગાયો ચરાવતા અને માખણ ચોરીને ખાતા બાળ કૃષ્ણ હોય કે પછી કુરુક્ષેત્રમાં અર્જૂનને પોતાના વિરાટ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા શ્રી કૃષ્ણ હોય, તેમનું દરેક રૂપ મનમોહક અને મંત્રમુગ્ધ કરનારું છે. શ્રાવણ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી જો જ્યોતિષશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો પછી તેનું ફળ પણ અનેરું જ હોય છે. વિવિધ રાશિના જાતકોએ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના પૃ્થ્વી પર અવતરણના આ પર્વની ઉજવણી કરવી તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

મેષ રાશિ

જન્માષ્ટમીના પર્વએ તમે પરિવાર સાથે રહેશો અને ખૂબ ઉલ્લાસ અને આસ્થાપૂર્વક બાળકૃષ્ણના આગમનની વધામણી કરશો. આજે આપ નવા પકવાન રાંધીને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવી શકો છો અને પ્રસાદરૂપે આપ પણ તેનો આનંદ માણી શકો છો. માખણ- મીસરી બાળકૃષ્ણને અતિ પસંદ હોવાથી તેનો ભોગ ચડાવી શકાય. પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવણી તમને ઘણી ખુશી આપશે.
ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મીસરીનો પ્રસાદ ચડાવો તેમજ તેના ભજન-કર્તિનમાં દિવસ વ્યતિત કરો.

વૃષભ રાશિ

આજના શુભ દિવસે આજે તમે તન-મનથી ખુશ રહેશો અને કૃષ્ણ ભક્તિનો ઘણો ઉત્સાહ તમારા દિલમાં રહેશે. આજે આપ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રહેશો. પરોપરાકર કરવાની વૃત્તિ વધશે અને બીજાને મદદ કરીને તમે ધન્યતા અનુભવો. જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા અબોલ પશુ-પંખીઓને મદદ કરીને તમે અલગ અંદાજમાં કૃષ્ણ ભક્તિ કરશો.
ઉપાય- ગુલાબનું ફુલ અથવા હાર ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી શકાય.

મિથુન રાશિ

આપને આજે અગાઉ કરેલી ભૂલો સમજાય તેમજ પરિપકવ માનસિકતા સાથે અન્ય લોકોના દૃષ્ટિકોણથી વિચાર કરવાની આપને ઇચ્છા થાય. આના કારણે તમે શ્રી કૃષ્ણની ભક્તિની સાથે સાથે ભૂલોની માફી માંગીને પસ્તાવાના બોજમાંથી મુક્ત થવાની ઇચ્છા રાખશો.
ઉપાય- બાળકૃષ્ણને પસંદ હોય તેવી ચીજ તેમના જન્મદિવસની વધામણી નિમિત્તે ભેટ ધરી શકો છો.

કર્ક રાશિ

શ્રી કૃષ્ણ સાથે તમારા દિલનો સંબંધો આજે વધુ ઘનિષ્ઠ બનશે અને તમે કૃષ્ણ ભક્તિમાં લીન થશો. આપના બુદ્ધિબળની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ તેમના જીવન અને શબ્દો દ્વારા શીખવેલા શ્રેષ્ઠ આચરણના વચનોનું આજે આપ આચમન કરશો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી શકો છો. આજે યથાશક્તિ દાન કરવાથી પણ તમે શ્રી કૃષ્ણની સેવાને સાર્થક કરી શકો છો.
ઉપાય- કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આજે તેમનું પારણું અને સુંદર ફુલોથી સજાવો.

સિંહ રાશિ

આપના દિલમાં આજે શ્રી કૃષ્ણનું એક વિશેષ સ્થાન અને અપાર ભક્તિ દેખાઇ આવશે. પરિવાર સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તમારો મોટાભાગનો સમય પસાર થાય. તમે અપાર આસ્થા સાથે કૃષ્ણની પૂજા-અર્ચના કરશો. સાંસારિક કાર્યોમાંથી પરવારીને તમે મોટાભાગે આજે કૃષ્ણમય રહેવાનું પસંદ કરો.
ઉપાય- ફુલો અને રંગબેરંગી વસ્ત્રોથી આજે ભગવાન શ્રી કૃષ્ણનું પારણું સજાવીને તેમની ભક્તિ-પૂજા કરવી જોઇએ.કન્યા રાશિ

કોઇપણ સ્થિતિ, કોઇપણ સંજોગોમાં તમે આજે શ્રી કૃષ્ણ અને તેમની ભક્તિથી એક ક્ષણ પણ દૂર રહેવાનું પસંદ નહીં કરો. આથી જ, તમે મોટાભાગનો સમય સંપૂર્ણ મનથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરશો. લાગણીમાં આવીને તમે શ્રી કૃષ્ણ સાથે ક્યારેક ક્યારેક મનોમન વાત કરશો અને પોતાના મનની ઇચ્છા તેમના સમક્ષ રજૂ કરી શકશો. ભાગ્યવૃદ્ધિ સાથે આજે તમે કોઇક લાભની અપેક્ષા રાખી શકો છો.
ઉપાય- શ્રી કૃષ્ણને આવકારવા માટે આજે પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતી ચીજોથી ઘરમાં સજાવટ કરી શકો છો.

તુલા રાશિ

આજે આપને પોતાની મસ્તીમાં કૃષ્ણની ભક્તિ, સ્મરણ કરવાની ઇચ્છા થશે. જન્માષ્ટમીની ઉજવણી માટે કંઇક અનોખુ આયોજન પણ કરી શકો છો. તેમાં જ પરિવારનો પણ સાથ મેળવશો તો આપનો આજનો આનંદ અનેકગણો વધી જશે. આજે કૃષ્ણના જીવનમાંથી કંઇક નવું શીખવાની આપને તક મળી શકે છે. દરેક મોરચે ન્યાયની લાગણી તમારામાં રહેશે અને આમ પણ આપની રાશિનો મૂળ ગુણધર્મ સંતુલનનો જ છે.
ઉપાય- પંચામૃતથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરી તેમને નવા વસ્ત્રો પહેરાવો.

વૃશ્ચિક રાશિ

પરિવારજનો અથવા જીવનસાથી જોડે આપ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન રહેશો. કૃષ્ણને વધાવવા માટેની આપની તૈયારીઓમાં પરિવારજનોનો સાથ મળી રહેશે. સૌ જોડે મળીને નજીકમાં દેવદર્શને પણ જઇ શકો છો. જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આપ ભગવાન શ્રી કૃષ્ણ આજીજી કરીને તેમને રિઝવવાનો પ્રયાસ કરશો.
ઉપાય- બાળકૃષ્ણને આવકારવા માટે આજે આપ બાળકોને જ કંઇક આપીને તેમને ખુશ રાખી શકો છો.

ધન રાશિ

ભગવાન શ્રી કૃષ્ણ પર આપની અપાર શ્રદ્ધાના કારણે આજે આપની કોઇ સમસ્યા અથવા મહત્વકાંક્ષા તેમના સમક્ષ રજૂ કરશો તો ચોક્કસ ઉકેલ અને યોગ્ય ફળની પ્રાપ્તિ થશે. શ્રી કૃષ્ણની ઉપાસનાના ખૂબ જ જાણિતા મંત્ર “શ્રી કૃષ્ણ શરમં મમ:”નો સતત જાપ કરવાથી પણ મનોવાંચ્છિત ફળ મેળવી શકો છો. જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરવા માટે આજે આપને શ્રી કૃષ્ણનું શરણ સૌથી ઉત્તમ રહેશે.
ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરો, ચંદન અથવા કેસરનું તિલક કરો અને તેમની પૂજા કરો.

મકર રાશિ

આજે આનંદનું પર્વ હોવાથી સવારે ઉત્સાહ અને ઉંમગ સાથે જ તમે દિવસની શરૂઆત કરશો અને સવારથી જ આપના કાર્યોમાં, આપના આચરણમાં અને વિચારોમાં શ્રી કૃષ્ણની ભક્તિ છવાયેલી રહેશે. તમે મોટાભાગનો સમય ભગવાનને યાદ કરવામાં અને તેમની પૂજા અર્ચનામાં ફાળવી શકશો. આજે બાળકોમાં પણ તમે બાળકૃષ્ણના દર્શક કરશો અને લાગણીસભર થઇને જન્માષ્ટમીની ઉજવણીમાં તેમને સામેલ કરશો.
ઉપાય- નાના બાળકોને આનંદ આવે તેવી કોઇપણ ચીજો તેમને ભેટમાં આપી શકો છો.

કુંભ રાશિ

આપ આપનું પર્વ પરિવાર સાથે રહીને ઉજવી શકશો. શ્રી કૃષ્ણએ આપેલા જીવનના બોધપાઠ શીખીને તેનું આચરણ કરવાની તમારી ઇચ્છા થશે. જન્માષ્ટમીના કારણે આપ્તજનો વચ્ચે રહીને અને ઉજવણી કરીને તમે મનોમન ઘણો આનંદ અને ખુશીનો અહેસાસ કરી શકો. આજે પરિવાર સાથે બેસીને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થઇ શકે છે. તમે શ્રી કૃષ્ણને ભાવતા ભોજનનો ભોગ ધરાવીને તેનો પ્રસાદ માણી શકો છો.
ઉપાય- મીઠાઇઓ અને માખણનો ભોગ શ્રી કૃષ્ણને ધરાવો.


મીન રાશિ

તહેવારના ઉત્સાહમાં તમે આજે પરિવાર અથવા મિત્રો સાથે મળીને સવારથી જ જન્માષ્ટમીની ઊજવણીનું વિશેષ આયોજન કરી શકો. મોટાભાગનો સમય ભગવાન શ્રી કૃષ્ણની પૂજા-અર્ચનામાં પસાર કરવાથી તમે મનોમન આનંદનો અહેસાસ કરી શકો. બાળકૃષ્ણના પ્રેમાળ સ્વરૂપને વધાવવા માટે તમારા દિલમાં અનોખો ઉત્સાહ જોવા મળશે.
ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો, તેમને નવા વસ્ત્રો પહેરાવો અને બાળકૃષ્ણના ભજન-કિર્તન કરો.

07 Aug 2020


View All blogs

More Articles