For Personal Problems! Talk To Astrologer

નવરોઝ 2017: પારસીઅોનું નવું વર્ષ – અે બધું જ જે અાપ જાણવા માગો છો..!


Share on :


નવરોઝ- પારસી નવું વર્ષ 2017 શું છે?

નવરોઝ તહેવાર- પારસી નવા વર્ષના તહેવારનું અૈતિહાસિક મહત્વ
મહાન તત્વજ્ઞાની હેરાક્લિટસે કહ્યું છે કે જીવનમાં પરિવર્તન અે અવિરત પ્રક્રિયા છે. પણ અાપણે જીવનમાં પરિવર્તનની શા માટે જરૂર છે? જીવનમાં સ્ફૂર્તિદાયક નાવીન્ય લાવવા માટે તે અનિવાર્ય છે. તેનાથી પ્રેરણા પણ મળે છે. તે પૂરા વંશનાં જીવનને અાકાર અાપી શકે છે. શું તમે જાણો છો વર્તમાન સમયમાં દેશમાં પારસી વસતી કેટલી છે? હાલમાં પારસી દેશ ઉપરાંત વિશ્વભરમાં અલ્પસંખ્યા ધરાવતી જાતિ છે, તેમ છતાં તેઅો 3000 વર્ષ પૂર્વે શરૂ થયેલા ભવ્ય તહેવાર નવરોઝની જોરદાર ઉજવણી કરે છે. પર્સિયાના શક્તિશાળી મહારાજાઅે રજૂ કરેલા નવા કેલેન્ડર બાદ અા તહેવાર લોકપ્રિય બન્યો છે. તેનું નામ જમશેદ હતું. ત્યારથી અા ભવ્ય ઉજવણી નવરોઝ તહેવાર અથવા જમશેદ નવરોઝના નામે અોળખાય છે. પ્રાચીન પર્સિયાના ઇતિહાસમાં અા અેક સોનેરી તબક્કો હતો જ્યા લોકો વિજ્ઞાન, કળા, તબીબી અને કૃષિ ક્ષેત્રમાં માહિર અને નિપુણ હતા.


નવરોઝ તહેવાર 2017 અથવા જમશેદ નવરોઝ તહેવાર વિશે:
નોવરુઝના નામને બદલીને તેને નવરોઝ કરાયું છે (નવ અર્થાત નવું, રોઝ અર્થાત દિવસ). તેનો અર્થ ઇરાનિયન નવા વર્ષમાં નવા દિવસની શરૂઅાત અેવો થાય છે. ભારતમાં તે પારસી નવા વર્ષ તરીકે અોળખાય છે. પારસી નવા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે તે ઉજવાય છે. અા તહેવાર જમશેદ નવરોઝ તહેવાર તરીકે પણ પ્રચલિત છે. 

અા તહેવારની ઉજવણી મુખ્યત્વે મધ્ય- પૂર્વીય વિસ્તાર, અમેરિકા તેમજ ભારત અને પાકિસ્તાન જેવા દક્ષિણ અેશિયન દેશોમાં થાય છે. પારસીઅોના નવા વર્ષની ઉજવણીમાં અગ્નિ, સુગંધ તેમજ મિત્રતા ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે. જીવનમાં સ્વાસ્થ્ય, સંપત્તિ તેમજ સમૃદ્વિને અાવકારવા માટે સંપૂર્ણ સમર્પણ તેમજ અભૂતપૂર્વ જોશ-જુસ્સા સાથે તેની ઉજવણી કરાય છે. 


નોવરુઝ અથવા જમશેદ નવરોઝ તહેવારનું જ્યોતિષીય મહત્વ:
નવરોઝ તહેવાર જ્યોતિષીય પૂર્વભૂમિકા પણ ધરાવે છે. પર્સિયન કેલેન્ડરમાં મહત્વપૂર્ણ સુધારા તરીકે, ઇરાનિયન તત્વજ્ઞાની અને વિજ્ઞાનિક તુસીઅે જમશેદ નવરોઝ તહેવારને પર્સિયન કેલેન્ડરના પહેલા દિવસ તરીકે જાહેર કર્યો છે જ્યારે સૂર્ય મીન રાશિના નક્ષત્રમાંથી બહાર નીકળીને બપોર સુધીમાં મેષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે.

નોવરુઝ અથવા નવરોઝ તહેવાર 2017: 20 માર્ચ, 2017, સોમવાર

નવરોઝની ઉજવણી 2017 – પારસીના નવા નર્ષની ઉજવણીની પરંપરા:
જીવનશૈલીમાં પાશ્ચાત્ય રીતભાત છલકાતી હોવા છતાં અા તહેવાર પર પારસીઅો મુખ્યત્વે ચાર શુભકારક તત્વો અગ્નિ, સુગંધ, મિત્રતા તેમજ ભોજનની પરંપરાને જાળવી રાખે છે. 

અગ્નિ:
– જમશેદ નવરોઝ તહેવારના દિવસે પારસી અગિયારી કે અગ્નિ મંદિરની મુલાકાત લેવી
– મંદિરમાં પ્રાર્થના દરમિયાન માથાને ઢાંકી લો. કાળા રંગની વેલવેટ ટોપી પહેરવી. પરિવારના બાળકોને સોના અથવા ચાંદીના કીનખાબની ટોપી પહેરવાનું કહેવું.
– પરમેશ્વરના અાભાર માટેની પ્રાર્થના જશનમાં હાજર રહીને ઇશ્વરને યાદ કરો.
– પવિત્ર અગ્નિને ચંદન અર્પણ કરો.
– પારસી નવા વર્ષ પર અેકબીજાને સાલ મુબારક કહેવાનો સમય અાવી ચૂક્યો છે.


સુગંધ:

– અાજના અા શુભકારક દિવસ પર અાપની અાત્માનું શુદ્વિકરણ કરો.
– સવારે વહેલા ઉઠો.
– ગુલાબના પાણીમાં સુગંધિત અને પવિત્ર સ્નાન કરો.
– નવા વસ્ત્રો ધારણ કરવાનો સમય કહેવાય.
– પરફર્યુમનો છટકાંવ કરવાનું ના ભૂલશો.
– સુગંધિત અગરબત્તીઅો પ્રજવલિત કરો.
– લાલ ગુલાબ તેમજ જાશ્મીનના ફૂલોથી ઘરની સાજ સજાવટ કરો. પ્રાકૃતિક ગુલાબનો છટકાંવ રૂમમાં સકારાત્મક અાભાનો પ્રસાર કરે છે.
– રૂમમાં ચંદનના પાવડરનો છટકાંવ કરો.
– ગુલાબ, શ્રીફળ તેમજ સિંદુરથી ચાંદીની થાળી તૈયાર રાખો.
– ઘરમાં પ્રવેશ કરતા દરેક અતિથીઅો પર ગુલાબજળનો છટકાંવ કરો.
– સૂર્યની અાભાને વધુ મજબૂત બનાવવા માટે લાલ, ગુલાબી, જાંબલી, નારંગી તેમજ પીળા રંગથી ફૂલોથી શણગારેલી અને માછલી હોય તેવી રંગોળી પ્રવેશદ્વાર પર તૈયાર કરો. તેનાથી અાપની ઉર્જા તેમજ અાત્મવિશ્વાસમાં વધારો થશે.


મિત્રતા:
– નવરોઝના તહેવાર પર સૌથી મહત્વપૂર્ણ વાત જે તમે નોંધી હશે તે અે છે કે સમાનતાનું ચિહ્ન ધરાવતી પારસી જાતિના લોકો અા દિવસે બેઠકનું અાયોજન કરે છે.
– નવરોઝ અથવા જમશેદ નવરોઝ, પારસી નવા વર્ષના અા શુભકારક દિવસ પર તમારા પરિવારજનોને અેકત્રિત કરીને ઉજવણી કરો.
– ઘરે તમારા સંબંધીઅો, પાડાશીઅો, મિત્રો, સહકર્મીઅોની મુલાકાતનું અાયોજન કરો.
– અેકબીજાને અાલિંગ્ન અાપીને સાલ મુબારક કરો.
– સુંદર રીતે શણગારેલી ભેટ-સોગાદો, ફૂડ પેકેટ તેમજ વસ્ત્રોનું અાદાન પ્રદાન કરો.
– પારસી કોમના જીવનમાં અા તહેવારનું સવિશેષ મહત્વ રહેલું છે અને તેઅો માટે અા સૌથી સ્મરણીય તહેવાર છે. તેથી અાનંદો, ખુશખાલ રહો અને ખૂબજ હસો.

ભોજન:
નવરોઝ, પારસી નવા વર્ષની ઉજવણી પર ભોજન ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. પારસી ભોજનને ભારતભરમાં સૌથી વધુ અારોગ્યપ્રદ અને પ્રોટિનયુક્ત માનવામાં અાવે છે અને તેમાં મધ્ય-પૂર્વ તેમજ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી રસથાળનું મિશ્રણ હોય છે. અા તહેવાર ખાસ કરીને નાવીન્ય અાધારિત હોવાથી ભોજન પણ નાવીન્યપૂર્ણ રીતે તૈયાર કરવામાં અાવે છે. 

નવરોઝ – પારસી નવા વર્ષની ઉજવણી પર નાસ્તો:
– અા દિવસે કેટલીક સ્વાદિષ્ટ વાનગીઅો બનાવી શકાય.
– રવો અથવા દૂધ કે ખાંડથી બનાવેલા રવાની વાનગી પીરસો.
– કિસમિસથી ભરપૂર તેમજ ખાંડની ચાસણીથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ સેવ બનાવો.
– ગાજરનો હલવો, ફાલૂદા કે પછી ઠંડી સેવની ડિશ તૈયાર કરો.

નવરોઝ પરનું ભોજન:
– નીચે અાપેલા સ્વાદિષ્ટ અને સુરુચિપૂર્ણ ભોજનની વાનગીઅો તૈયાર કરીને અા તહેવારની ખુશી સાથે ઉજવણી કરો
– મગની દાળ અને ભાત
– દૂધ, ખાંડ અને ચાસણીથી બનતી રબડી
– ધાન્શક


નવરોઝ તહેવારના ફાયદાઅો: જીવનમાં નસીબ, પ્રેમ, સમૃદ્વિને પામવાનો વિશેષ અવસર

– હંમેશા સમાનતામાં માનો તેમજ સારી વિચારસરણી રાખો. વિનમ્ર વાણી વાપરો તેમજ સારા કર્મો કરો અને તેની સાથોસાથ જરૂરિયાતમંદોને મદદ કરો. અાજના અા પવિત્ર દિવસે પ્રત્યેક પારસી ફ્રવાસીના પવિત્ર સિદ્વાંતોને ધારણ કરે છે.
– 20 માર્ચ, 2017ના રોજ દિવસ અને રાત્રી અેક થઇ જવાથી સંબંધોમાં સૌહાર્જ જળવાઇ રહે તેનો ખાસ પ્રયત્ન કરવો જોઇઅે. તેથી અા દિવસે કાજુ, બદામ અને અન્ય ડ્રાયફૂટર્સની વહેંચણી કરવી જોઇઅે.
– અા તહેવાર ગાથા, સુગંધિત મીણબત્તીથી વધુ અાનંદિત બને છે. અા દિવસે સિરામિક પ્લેટમાં અંકુરિત ઘઉં કે કઠોળ, ચાંદીના સિક્કાઅોથી ભરેલું નાનો વાટકો, ફૂલો, ચિત્ર કરાયેલા ઇંડા, મીઠાઇ અને ગુલાબજળ (સંબંધોની મીઠાશ માટે) તેમજ ગોલ્ડફિશ. અા પ્લેટનો સેટ રાખવાથી જીવનમાં સમૃદ્વિ, સંપત્તિ અને ખુશીઅોનું અાગમન થાય છે.

નવરોઝ – પારસી નવા વર્ષની ઉજવણી સુખમય જીવનના સાત તત્વોને દર્શાવે છે:
– સાત નંબર અે સુખમય જીવનનું પ્રતિક હોવાથી પારસી લોકોમાં તેનું સવિશેષ મહત્વ રહેલું છે. પ્રેમ, સંબંધો તેમજ સંપત્તિની સકારાત્મક અાભાના પ્રસાર માટે તમે ઘરની સાજ સજાવટ કરી શકો છો અથવા નીચેના સાધનો ટેબલ પર મૂકી શકો છો.

– સુંદરતા વધારો: ટેબલ પર બે સફરજન રાખો અને યુવાન અને તંદુરસ્ત રહેવા માટે રોજ બે સફરજન અારોગો.
– પ્રેમને અાકર્ષિત કરો: નવરોઝના અા પવિત્ર પ્રસંગે સેંજિદના ડ્રાયફ્રૂટનું સેવન કરો.
– હંમેશા સકારાત્મક રહો: જો નકારાત્મક્તા અાપના મન પર હાવી થવાનો પ્રયત્ન કરે તો સોમઘ ખાઇ શકો છો.
– તંદુરસ્તી: સલામત અને સુરક્ષિત રહેવા માટે ટેબલ અથવા તમારા ખિસ્સામાં લસણની કડીઅોનું ઝૂમખો રાખો. તંદુરસ્તી માટે તમે ક્યારેય પણ લસણની કડીનું સેવન કરી શકો છો.
– ધીરજ રાખો: જો તમે અથવા પરિવારનું કોઇ પણ સભ્ય માનસિક રીતે હતાશ હોય તો અા તહેવાર દરમિયાન વિનેગારથી તૈયાર કરેલા ભોજનનું સેવન કરો.
– પુનર્જન્મ: પર્સિયન ગ્રંથો પ્રમાણે અેવું કહેવાય છે કે જો તમે ઘઉં, જવ અથવા દાળથી ભરપૂર શાક અારોગો તો પુનર્જન્મ શક્ય બને છે.   
– જીવનમાં સમૃદ્વિ પામો: નવરોઝની સકારાત્મક અસરોને ધ્યાનમાં રાખતા સમાણુંનું સેવન કરો.  
– રૂમમાં સુગંધિત અગરબત્તી પ્રજવલિત કરવાથી રૂમની શુદ્વતા વધે છે અને તમારું મન સ્ફૂર્તિદાયક રહે છે.
– જીવનમાં સમૃદ્વિનું અાગમન કરવા માટે સિક્કો રાખો.

અાપના અને અાપના પરિવારને પારસી નવા વર્ષની ખૂબ સારી શુભકામનાઅો.

ગણેશજીના અાશીર્વાદ સાથે

20 Mar 2017


View All blogs

More Articles