
કેન્દ્રમાં આરુઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર 1 ફેબ્રુઆરી 2019ના રોજ તેમની ટર્મનું અંતિમ બજેટ રજૂ કરશે. આ બજેટ તેમના માટે અને જનતા માટે ખૂબ મહત્વપૂર્ણ અને આશાવાદી રહેશે કારણ કે બજેટ પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી સરકાર આ વખતે જનતાને ખુશ કરવામાં કોઈ કસર નહીં છોડે તેવું રાજકીય પંડિતો અત્યારથી જોઈ રહ્યા છે. તાજેતરમાં જ 5 રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો અને આમ આદમીનું વલણ જોયા પછી કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની છે. આ કારણે જ આગામી બજેટ એનડીએ સરકાર માટે ડુબતામાં સહારા જેવું સાબિત થઈ શકે છે. આ વખતનું બજેટ ઉદ્યોગો ઉપરાંત સામાન્ય જનતાને પણ મોટાપાયે અસર કરનારું રહેશે તેવું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ફૂગાવાનો અભૂતપૂર્વ દર અને ઈંધણના વધતા ભાવો સરકાર માટે અવરોધનું કામ કરી શકે છે. અગાઉ પણ સરકારે જનતાને ખુશ કરવા માટે કેટલાક સાહસિક પગલાં લીધા જ છે પરંતુ તેમાં ઘણી વખત તેમની ગણતરી ખોટી પડી હોવાનું પણ પૂરવાર થયું હોવાથી સરકાર આ વખતે ક્યાંય કાચુ કાપવાના મૂડમાં નથી. આ બધી જ અટકળો વચ્ચે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ બજેટ વાસ્તવમાં આમ આદમીને ફાયદો કરાવનારું પુરવાર થશે? સ્વતંત્ર ભારતની કુંડળી અને બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના ઊંડા અભ્યાસના આધારે ગણેશજી અહીં આગામી બજેટ કેવું રહેવાની સંભાવના છે તેનો ટૂંકો ચિતાર આપી રહ્યા છે.
જ્યોતિષીય વિશ્લેષણ
શિક્ષણ ક્ષેત્રને ફાયદો થઈ શકે છે.
સ્વતંત્ર ભારતની કુંડળીમાં સૂર્ય ચંદ્ર રાશિ કર્કમાં છે અને ગોચરનો સૂર્ય નવમ ભાવમાંથી પસાર થઈ રહ્યો છે. ગોચરનો સૂર્ય અત્યારે કેતુ અને બુધ સાથે યુતિમાં રહીને નવું સમીકરણ આપવાનો પ્રયાસ કરશે. ગ્રહોની આ સ્થિતિ દર્શાવે છે કે નાણામંત્રી સુવર્ણ નીતિ, જાહેરક્ષેત્રના એકમો (પીએસયુ), જીડીપીનો વૃદ્ધિદર, કરવેરા, આવકવેરા ઉપરાંત ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ અંગે કેટલાક નવા નિર્ણયો લઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં 5મું સ્થાન મ્યુચ્યુઅલ ફંડ, સટ્ટાબાજી, બ્રોકરેજ હાઉસ અથવા કંપનીઓ, શિક્ષણ ક્ષેત્ર અને યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત જન્મનો બુધ કર્ક રાશિમાં છે અને કેન્દ્રિય બજેટના દિવસે ગોચરનો બુધ નવમ ભાવમાં કેતુ સાથે યુતિમાં હોવાથી આ યુતિ સારી માનવામાં આવતી નથી. આ કારણે શેરબજારમાં આ દિવસે મોટી ઉથલ-પાથલ જડોવા મળે તેવો નવાઇ નહીં. જોકે, એકંદરે આ સ્થાન શુભ હોવાથી શિક્ષણક્ષેત્ર અને યુનિવર્સિટીઓ આ બજેટમાંથી સારા સમાચારની આશા રાખી શકે છે.
ગોચરનો શુક્ર અત્યારે શનિ અને ચંદ્ર સાથે યુતિ બનાવે છે જે ભારતની કુંડળીમાં અષ્ટમ ભાવમાં છે માટે તેને ખાસ શુભ માનવામાં આવે નહીં. આ કારણે ખાસ કરીને મીડિયા અને મનોરંજન, વૈભવી ચીજો, ઈલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો, રેડિમેડ ગારમેન્ટ્સ, સ્પિનિંગ એજન્સીઓ માટે વધુ આશાસ્પદ બજેટ નહીં હોય.
ફૂડ પ્રોસેસિંગ અને પાવર સેક્ટર માટે સકારાત્મક જાહેરાત થઈ શકે છે
બીજા ભાવનો સ્વામી બુધ ભારતની કુંડળીમાં બીજા ભાવમાં છે બજેટના દિવસે બુધની સ્થિતિ ન્યુટ્રલ છે. આ કારણે આયાત-નિકાસ ઉદ્યોગ, વિદેશી વ્યાપાર, રાષ્ટ્રીય બચત યોજનાઓ, કરન્સી, આરબીઆઈ પોલિસી અને ગ્રામીણ વિકાસ કાર્યક્રમો માટે કંઈ સમજાય નહીં તેવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે. આ યોજનાઓ લાંબાગાળા માટે સારી રહેશે પરંતુ તેની તાકીદની અસર જોવા નહીં મળે.
આ પ્રકારે ગુરુ અત્યારે વૃશ્ચિક રાશિમાં સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો હોવાથી આયાત-નિકાસ અને નવી ભાગીદારી સંબંધિત કેટલીક પ્રોત્સાહક જાહેરાતો થવાની આશા રાખી શકાય. જોકે, ચંદન, સોનુ, ડાયમંડ અને તેના દાગીના તેમજ પરફ્યૂમ વધુ મોંઘા થઈ શકે છે. ફૂડ પ્રોસેસિંગ ઉપરાંત પાવર સેક્ટર માટે કોઈ સકારાત્મક જાહેરાત થવાની શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે.
ભારતની લગ્ન રાશિનો સ્વામી શુક્ર બજેટના દિવસે અષ્ટમ ભાવમાં રહેશે જેથી સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો, ખાણકામ, પેટ્રોલિયમ પેદાશો અને ગેસ, કોલસો વગેરેમાં કંઈક નવું થવાની સંભાવના છે પરંતુ અષ્ટમ ભાવ હોવાથી જે પણ જાહેરાત થાય તેનો વાસ્તવિક અર્થ સમજવામાં તમારે વાર લાગશે. આ બધાની વચ્ચે, જીવનવીમા પોલિસી અથવા મેડિકલ અને લેબર સર્વિસિઝમાં કેટલાક લાભ મળવાની આશા જણાઈ રહી છે.
ગ્રહો જોતા મોટા પરિવર્તન શક્ય છે પરંતુ બજેટને ખાસ પ્રશંસા નહીં મળે
ભારતની કુંડલીમાં ત્રીજા ભાવમાં પાંચ ગ્રહો છે અને તેના પરથી ગોચરનો એક નેગેટિવ ગ્રહ પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત તેની બરાબર સામેથી, ત્રણ ગ્રહોનું પરિભ્રમણ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં તમામ નવ ગ્રહો કોઈને કોઈ મોટા પરિવર્તનની સંભાવના દર્શાવી રહ્યા છે. ઉપરાંત, સૂર્ય આ સમયમાં નબળો પડી રહ્યો છે. આ કારણે ભલે વડાપ્રધાન અને નાણામંત્ર કેન્દ્રિય બજેટ તૈયાર કરતી વખતે વિકાસદર, ફૂગાવો અને સંપૂર્ણ અર્થતંત્રને ધ્યાનમાં રાખે પરંતુ તેના ઘણા પ્રયાસો પછી પણ બજેટને મોટી પ્રશંસા મળવાની શક્યતા નથી.
બજેટના દિવસે બુધ અને ચંદ્રની સ્થિતિ શુભ નથી
ભારતનો બુધ ખૂબ મહત્વપૂર્ણ છે પરંતુ આ બધાની વચ્ચે બજેટના દિવસે તે ટૂંકાગાળા માટે ડિસ્ટર્બ થઈ રહ્યો છે. આ કારણે કેન્દ્રિય બજેટ તૈયાર કરતી વખતે નાણામંત્રી ટેક્સ કલેક્શન, મહેસુલ ખાધ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફ્લો પર વિચાર કરી શકે છે. જોકે, આ સમય દરમિયાન કોઈ મોટા નીતિગત ફેરફારોની જાહેરાત થવાની શક્યતા જણાતી નથી. છતાં પણ નાણામંત્રી ચોક્કસપણે સલામતી ભરી ચાલ સાથે વિકાસદર જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બજેટના દિવસે જ્યોતિષીય ગણતરી પ્રમાણે સુક્ષ્મ રીતે જોવામાં આવે તો ચંદ્ર (ચંદ્ર-ગુરુ-બુધ-ચંદ્ર-કેતુ)ની દશામાં બજેટ થશે જે સામાન્ય ગણી શકાય. બહુ સારું પણ નહીં અને સાવ ખરાબ પણ નહીં. આ સ્થિતિ મિશ્ર ફળદાયી ગણી શકાય જે આમ આદમી માટે થોડું ભ્રામક પણ હોઈ શકે છે કારણ કે તે દિવસે ચંદ્રની સ્થિતિ ઠીક નથી.
સ્વતંત્ર ભારતની કુંડલીમાં ચંદ્ર ત્રીજા ભાવનો સ્વામી છે. આથી ચંદ્રની મહાદશા અને રાહુ જેવો ગ્રહ પણ ત્રીજા ભાવમાંથી પસાર થઈ રહ્યો હોવાથી પરિવહન, દૂરસંચાર અને રેલવેને શેરોની સાથે સાથે કુરિયર કંપનીઓને પણ ધ્યાનમાં રહેશે.
મંગળ અને બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરતા સેક્ટર
ભારતની કુંડલી અને આ વર્ષની કુંડળીને ધ્યાનમાં રાખતા આ વર્ષે મંગળ અને બુધ બંનેનો પ્રભાવ આપણને જોવા મળશે. કયા સેક્ટર પર તેનો પ્રભાવ જોવા મળશે તે આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ.
કાસ્ટિંગ અને ફોર્જિંગ, રસાયણ, રીઅલ એસ્ટેટ, ડિટર્જન્ટ, ટાઇલ્સ, માર્બલ્સ અને સિરામિક, ડ્રાય બેટરી, ડાય અને પિગમેન્ટ, ચા અને કોફી, સિગારેટ, રિફાઈનરી, મેટલ – એલોય, કૃષિ રસાયણ, જંતુનાશકો, ગ્રેનાઇટ, તાંબુ, લાલ મરચુ, ખનીજ પદાર્થ, સૈન્ય અને સંરક્ષણ પ્રોડક્ટ્સ, ફાયર ફેકટ્રીઓ, ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ, ટ્રેડિંગ સેક્ટર્સ, ટ્રાન્સપોર્ટ, એફએમસીજી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, બેંક, કુરિયર કંપનીઓ, ટેલિકોમ, પોસ્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઈનાન્સ, ન્યૂઝ એજન્સીઓ અને મીડિયા કંપનીઓ, ઈન્ટરનેટ- વેબસાઈટ આધારિત કંપનીઓ અને ડિજીટાઈઝેશન પ્રોડક્ટ્સ, બ્રોકરેજ હાઉસ, એનબીએફસી
શેરબજાર પર અસર
જે દિવસે કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે સ્ટોક માર્કેટનો સ્વામી બુધ નવમા સ્થાનમાં સૂર્ય અને કેતુ સાથે છે અને ચંદ્રના નક્ષત્રમાં અસ્તનો હોવાથી તે દિવસે શેરબજારમાં સતત ચડાવઉતાર જોવા મળશે. ગણેશજી જણાવે છે કે 01-02-2019ના રોજ નિફ્ટી જોબિંગની તક આપશે. ગણેશજીની સલાહ છેકે સતત એન્ટ્રી-એક્ઝિટ કરીને નાના માર્જિનમાં નફો લઈને નીકળી જાવ.
ગણેશજી આપને ઝીરો વેઈટેજ તારીખોની યાદી આપે છે જેની આસપાસના સમયનો સમય અને ટ્રેન્ડ નિફ્ટિ પર સૌથી વધુ અસ્થિર, ચડાવઉતાર વાળો, અનિશ્ચિત અને ધારણા ના કરી શકાય તેવો હોય છે. આવા સમયની આસપાસમાં જ અનિચ્છિત ઘટનાઓ જેમ કે ભૂકંપ, સુનામી, આતંકી હુમલો, પૂર વગેરે આવવાની શક્યતા રહે છે જે સ્પષ્ટપણે શેરબજાર પર સીધી અસર કરે છે. આવી તારીખો 15 ફેબ્રુઆરી, 06 માર્ચ અને 11 માર્ચ 2019 છે.
આપણા દેશ પર ગણેશજીની કૃપા હંમેશા રહે તેવી શુભેચ્છા સાથે,
આચાર્ય ધર્માધિકારી
GaneshaSpeaks.com
29 Jan 2019
View All blogs