For Personal Problems! Talk To Astrologer

અા તો માત્ર શરૂઅાત છે, ભારતીય ચલણમાં વધુ અામૂલ પરિવર્તન જોવા મળશે


Share on :


ભારતમાં સતત વધતા કાળા નાણાંના દૂષણને નાથવા માટે નરેન્દ્ર મોદીની અેનડીઅે સરકારે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારની ચલણી નોટ્સ પરની અા સર્જિકલ સ્ટ્રાઇકથી દેશમાં નિશ્વિતપણે કાળા નાણાંનું દૂષણ અોછું થઇ શકશે અને તેના પર રોક લાગી શકશે. સ્વતંત્ર ભારતની કુંડળી અને રૂપિયાના નવા ચિહ્નની સૂર્ય કુંડળીના અાર્થિક પાસાનું વિશ્લેષણ કરતા ગણેશજીને લાગે છે કે અા તો માત્ર શરૂઅાત છે અને અાગામી મહિનાઅોમાં હજુ કેટલાક પરિવર્તનો જોવા મળી શકે છે. જો કે વર્ષ 2018માં ખાસ કરીને જાન્યુઅારીથી જુલાઇ વચ્ચે નકલી નોટ્સની સમસ્યા ફરીથી સામે અાવશે તેવું પણ ગણેશજી જોઇ રહ્યા છે. ગણેશજી વધુમાં શું કહે છે ચાલો જાણીઅે..

ભારતીય ચલણના હાલના ચિહ્નની રજૂઅાત
તારીખ: 15 જુલાઇ, 2010
સૂર્ય કુંડળી


અમારા વિદ્વાન જ્યોતિષીઅોઅે હાથથી તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ મેળવો

જ્યોતિષીય અવલોકન:
ગણેશજીના મતે, રૂપિયાના નવા ચિહ્નની રજૂઅાત વખતની કુંડળી સાનુકૂળ ન હતી. 15 જુલાઇ, 2010ની સૂર્ય કુંડળીના અાધારે રૂપિયાની ઘટતી કિંમતનું વિશ્લેષણ કરવામાં અાવ્યું છે, અા દિવસે જ હાલના ભારતીય ચલણના નવા ચિહ્નની રજૂ કરવામાં અાવ્યું હતું.

ઉપરોક્ત સૂર્ય કુંડળી પ્રમાણે લગ્ન મિથુન રાશિમાં છે અને સ્વામી બુધ બીજા ભાવમાં છે. સૂર્ય અને કેતુ પહેલા ભાવમાં છે.  નાણાકીય અને અર્થતંત્ર માટે ગણાતા ભાવનો સ્વામી અેટલે કે ચંદ્ર ત્રીજા ભાવમાં મઘા નક્ષત્રમાં છે અને તેનો સ્વામી કેતુ છે. તેથી અહીયા સૂર્ય અને ચંદ્ર બન્ને કેતુના પ્રભાવ (નકારાત્મક) હેઠળ છે.

અાગામી નાણાકીય વર્ષે દશાનો સમય હશે કે જેના પ્રભાવની પણ ગણેશજીઅે ગણના કરી છે. તેથી જો અાપ સ્ટોક ટ્રેડિંગ કે પછી સટ્ટાકીય પ્રવૃત્તિમાં સક્રિય હોય તો યોગ્ય માર્ગદર્શનનો મહત્તમ ઉપયોગ કરીને નફો રળી શકો છો અને તે મુજબ વ્યૂહાત્મક નિર્ણયો લેવાની સલાહ છે.

“નવેમ્બરથી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન કેટલીક લશ્કરી પ્રવૃત્તિઅોને કારણે ભારતીય ચલણમાં અામૂલ પરિવર્તન થવાની શક્યતા રહેલી છે.”


અાગામી સમયમાં ભારતીય ચલણ કેટલીક દશાના પ્રભાવ હેઠળ અાવશે. અા અનુક્રમમાંથી પહેલા ભાગનું અગાઉ ફળકથન થઇ ચૂક્યું છે અને હાલમાં તે ફળકથન સાચુ પડી રહ્યું છે.

28 અોક્ટોબર, 2016થી 26 નવેમ્બર, 2016: શુક્ર-ચંદ્ર-સૂર્ય:
સરકારે અા સમયમાં વધુ ધ્યાન અાપીને રૂપિયાને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરવા જોઇઅે. જો અા સમયગાળામાં તેઅોનો કોઇપણ નિર્ણય સરકારને સફળતા અપાવશે.

27 નવેમ્બર, 2016 થી 21 ડિસેમ્બર, 2016: શુક્ર-મંગળ-મંગળ:
અા સમયગાળા દરમિયાન મંગળ ખૂબ મહત્વનો બની રહેશે જેને કારણે માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળશે. લશ્કરી દળો દ્વારા સરહદ પર કોઇ લશ્કરી પ્રવૃત્તિઅોથી અર્થતંત્ર પર મજબૂત પ્રભાવ જોવા મળશે અને ભારતીય ચલણને પણ અસર થશે.

માર્કેટની સ્થિતિ અને સ્ટોક પોઝિશનને ધ્યાનમાં રાખતા ગણેશજી અાપને અા સમયગાળામાં વધુ સાવચેત રહેવાની સલાહ અાપી રહ્યા છે. જો અાપ સટ્ટાકીય પ્રવૃત્તિઅો કે પછી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોવ તો ગ્રહોના પ્રભાવથી તમે વધુ અાવેશમાં અાવીને ઉતાવળમાં નિર્ણય લઇ બેસો તેવું બની શકે અને અાપની અા જ ઉતાવળ અાપને ભારે પડી શકે છે. શું અાપ પણ અાપના બિઝનેસને ખોટથી દૂર રાખીને નફો કરવા માટે તત્પર છો? તો અાજે જ વ્યાવસાય અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને બિઝનેસમાં વૃદ્વિ કરો.

21 ડિસેમ્બર, 2016થી 23 ફેબ્રુઅારી, 2017: શુક્ર-મંગળ-રાહુ:
અા તબક્કા દરમિયાન ત્રણ અલગ અલગ પ્રભાવ જોવા મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અા સમયગાળા દરમિયાન માર્કેટમાં અનિશ્વિતતા ઉપરાંત ટ્રેન્ડ્સ પણ અનિશ્વિત હશે તેથી સ્ટોક ટ્રેડર્સે વધુ કાળજીપૂર્વક ટ્રેડિંગ કરવું પડશે. અા તબક્કામાં વધુ મુંઝવણભરી સ્થિતિ જોવા મળે તો નવાઇ નહીં. અા તબક્કામાં સરકાર કઇ રીતે પગલા લેશે તે જાણવું કે સમજવું વધુ મુશ્કેલ બની રહેશે તેવું ગણેશજીને લાગે છે.

“વર્ષ 2018માં નકલી ચલણનું દૂષણ ફરીથી જોવા મળે તેવી શક્યતા છે.”


અાગામી સ્થિતિનું ચિત્ર:

ભારતીય ચલણના ભાવિને લઇને ગ્રહો કેવું ચિત્ર દર્શાવી રહ્યા છે?
ભારતીય ચલણની સૂર્ય કુંડળીમાં રાહુ તેના સ્થાનેથી ચંદ્ર, શુક્ર અને મંગળ પરથી પસાર થશે અને તેને કારણે 18 અોગસ્ટ 2017 સુધી રૂપિયામાં અફરાતફરીનો માહોલ જોવા મળશે તેવી શક્યતા છે. શનિ પણ વર્ષ 2017માં માર્ગી-વક્રી-માર્ગી ગતિમાં ભ્રમણ કરતો જોવા મળશે અને જ્યારે શનિ ધન રાશિમાં હશે ત્યારે દેશમાં અનેક જગ્યાઅે ઇન્કમટેક્સના દરોડા પડશે અને લો અેન્ફોર્સમેન્ટ અોથોરિટી અાર્થિક અનિયમિતતાના કેસમાં ખૂબજ જ સખત પગલા ભરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. શું અાપ પણ અાપના અાર્થિક ભવિષ્યને વધુ સુરક્ષિત અને સલામત કરવા ઇચ્છો છો? તો અમારા વિદ્વાન જ્યોતિષીઅો તમને મદદ કરી શકે છે.

શું રૂપિયામાં અાગામી મહિનાઅોમાં પણ પરિવર્તન જોવા મળશે? સરકાર હજુ વધુ પગલા લેશે?
ગણેશજીને લાગે છે કે અાગામી મહિનાઅોમાં ભારતીય ચલણના માળખામાં કોઇ ખાસ પરિવર્તન નહીં જોવા મળે. પણ વર્ષ 2018માં ભારતીય રૂપિયાને લઇને અનેક બ્રેકિંગ ન્યૂઝ તેમજ ટીવી સ્ક્રીન પર હેડલાઇન ચમકશે. 26 જાન્યુઅારી, 2018 થી 10 જુલાઇ 2018 દરમિયાન દેશના માર્કેટમાં ફરીથી નકલી ચલણી નોટ્સ ફરતી થાય તેવા અણસાર હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે.

ગણેશજીના મતે, નીચે અાપેલી અેન્ટાઇટી કે પછી ક્ષેત્રો મારફતે દેશમાં કાળા નાણાંને ઘૂસાડવામાં અાવે કે ફરતા કરવામાં અાવે તેવી શક્યતા છે.

1) મીડિયા અેન્ડ અેન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી
2) લક્ઝરી વસ્તુઅોનો ઉદ્યોગ
3) કેસિનો
4) ડ્રગ ફેરિયો
5) દારૂનો બિઝનેસ
6) ટેક્સટાઇલ બિઝનેસ હાઉસ

સારાંશ:
અાવનારો સમય ખૂબ જ રસપ્રદ બની રહેશે અને અનેક ઘટનાઅો પણ જોવા મળશે. મહત્વના સમયે સરકાર જરૂરી અેવા પગલા લેશે અને ભારતીય રૂપિયાની/ચલણની સ્થિરતા માટે વધુ પ્રયાસો પણ કરશે. તદુપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિથી પણ રૂપિયાની પોઝિશનને અસર થશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

ગણેશજીના અાર્શીવાદ સાથે

જીવનના કેટલાક ક્ષેત્રોને લઇને ચિંતિત છો? તો બેશકપણે જ્યોતિષી સાથે સીધી વાતચીત કરો અને યોગ્ય માર્ગદર્શન મેળવીને જીવનમાં પ્રગતિ કરો.

11 Nov 2016


View All blogs

More Articles