For Personal Problems! Talk To Astrologer

ભારત-પાકિસ્તાન-ચીન સંબંધોઃ શું ભારતની નીતિ ‘પહેલો સગો પડોશી’ની રહેશે?


Share on :


ભારત -પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો આમ તો જગજાહેર છે અને છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં 370ની કલમ દૂર કરાયા પછી પાકિસ્તાન પોતાના સમર્થન માટે દુનિયાભરમાં જે પ્રકારે હવાતિયાં મારી રહ્યું છે તે પણ કોઇનાથી છુપું નથી. આમ તો ડ્રેગન દેશ ચીનને પાકિસ્તાનને પરમ મિત્ર ગણવામાં આવે છે પરંતુ કાશ્મીરના કેસમાં તો ચીને પણ હાથ અદ્ધર કરીને પાકિસ્તાનનૈ વૈશ્વિક ફલક પર વિમાસણમાં મુકી દીધું છે. જોકે, ચીન પર સીધો જ ભરોસો કરીને તેના આ વલણને અંતિમ વલણ માની લેવાની ભુલ કરાય તેવું નથી. ચીન માટે “બતાવવાના જુદા અને ચાવવાના જુદા” ઉક્તિ જરાય ખોટી નથી. આવી સ્થિતિમાં મનમાં સવાલ થાય કે એક તરફ યુદ્ધની ધમકીઓ આપતા અને ઝેર ઓકતા પાકિસ્તાન સાથે તેમજ ડ્રેગન દેશ ચીન સાથે ભારતના સંબંધો કેવા રહે છે. ખાસ કરીને જિનપિંગ તાજેતરમાં ભારતની મુલાકાત લઇને ગયા ત્યારે ચીનનું વલણ પણ જાણી લેવું જરૂરી છે. ગણેશાસ્પીક્સના જ્યોતિષી દ્વારા સ્વતંત્ર ભારતની કુંડળીનો અભ્યાસ કરીને આ સંબંધોની ભાવિ સ્થિતિનો જ જ્યોતિષીય દૃશ્ટિએ સંભવિત ચિતાર આપવાનો પ્રયાસ કરાયો છે.

સ્વતંત્ર ભારતની કુંડળી
સ્વતંત્ર ભારતની તારીખ – ૧૫-૦૮-૧૯૪૭
સ્વતંત્ર ભારત સમય – ૧૨.૦૦ am
સ્વતંત્ર ભારતનું સ્થળ – દિલ્હી, ભારત


સ્વતંત્ર ભારતનું કુંડળી જોતા, હાલમાં ભારત ચંદ્રની મહાદશામાંથી પસાર થાય છે અને ભારતની કુંડળીમાં ચંદ્ર તૃતીય ભાવનો માલિક છે. તેમજ ચંદ્ર તૃતીય ભાવમાં બુધ-શનિ-શુક્ર-સુર્ય સાથે યુતિમાં છે. તેથી ભારત, પાકિસ્તાન અને ચીન આ ત્રણે દેશો યુદ્ધના બદલે એકબીજાની સાથે સંબંધો વધારવાનો પ્રયાસ કરે અને કોઇપણ વિવાદનું વ્યૂહાત્મક રીતે તેમજ શાંતિથી મંત્રણા દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા વધી જાય છે. ચીન સાથે પણ ભારતના મૈત્રી સંબંધોમાં ઘનિષ્ઠતાના એંધાણ છે અને તેનાથી ત્રણેય દેશો એકબીજાના વિકાસ માટે આગળ આવશે.

ત્રણેય દેશો વચ્ચે જે પણ વિવાદો ચાલી રહ્યા છે તેના નિરાકરણ માટે અને વિકાસ માટે ભારત એક સારા પાડોશી દેશ તરીકે બંને દેશોને મદદ કરવા માટે તૈયાર થશે અને ભારતના વધતા જતા વૈશ્વિક પ્રભૂત્વથી ચીન અને પાકિસ્તાન પર વિકાસના માર્ગે આગળ વધવાનું વધુ પસંદ કરશે. જેથી ત્રણેય દેશોમાં શાંતિ અને વિકાસ સાથે સંબંધો મજબુત થશે અને આ પ્રકારના પ્રયાસો ભારત દેશ જારી રાખશે. 

મોદીએ ચીન સાથેના સંબંધો મજબુત કરવા તરફના પ્રયાસોને પણ વેગ આપવાની વાત કરી હતી. મોદી અને ઇમરાન ખાન બન્નેના આ નિવેદનો અને પ્રયાસોને ચીને આવકાર્યા છે. ચીને જણાવ્યું હતું કે અમે બન્ને દેશના વડાઓની પહેલનું સ્વાગત કરીએ છીએ અને જે પણ ક્ષેત્રમાં અમારી જરુર પડશે અમે મદદ કરવા તૈયાર છીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે રક્ષા ક્ષેત્રે પણ સહમતી બનશે.

વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગના ભારત પ્રવાસથી બન્ને દેશો વચ્ચેના સંબંધોને ઐતિહાસિક બળ મળવાની આશા છે.

બન્ને દેશના વડાઓ એ મહત્વનું નિવેદન આપી જણાવ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે ઘણા મુદ્દે મતભેદ છે, પરંતુ બંને દેશ આ મતભેદને ક્યારેય પણ વિવાદ નહીં બનવા દે. બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી સતત વધી રહી છે. તેવામાં ઘણા મતભેદ થવાની સંભાવના  છે. પરંતુ તેને વિવાદ બનવા દેવાશે નહીં.

બંને દેશના વિદેશપ્રધાન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાના મુદ્દે પણ ચર્ચા અને જમ્મુ-કાશ્મીર મુદ્દે કહ્યું કે ભારતે જે નિર્ણય લીધો છે તેના પર તે જરૂરી છે કે તે વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે. ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે પણ કંઇ બની રહ્યું છે તેની અમને જાણકારી છે. મુલાકાત બાદ બંને દેશોએ વર્ષ 2020 માટે એકશન પ્લાન પર પણ હસ્તાક્ષર કર્યા છે.

પાકિસ્તાનની વાત કરીએ તો, પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે ચારેતરફથી તેને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. હુમલાનાં એક દિવસ બાદથી જ ભારતે પાકિસ્તાનનાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. ત્યારબાદ હવે પાકિસ્તાન પર વ્યાપારીક સકંજો કસતા ભારતે ત્યાંથી આયાત થનારા તમામ સામાન પર સીમા શુલ્ક વધારીને 200 ટકા સુધી વધારી દીધું છે. ભારતનાં આ પગલાથી કંગાળ થવાની અણી પર ઉભેલ પાકિસ્તાનને આર્થિક ફટકો પડશે. એવામાં પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારિક દૃષ્ટીએ ઘણું મોટુ નુકસાન ઉઠાવવું પડશે. તેથી પાકિસ્તાન પણ પોતાની છબી સુધારવામાં ભારત સાથે મૈત્રીભર્યુ પગલું ભરશે. ટુંકમાં કહીએ તો ત્રણેય દેશોના સંબંધોમાં ભારતની બોલબાલા રહેશે.

04 Nov 2019


View All blogs

More Articles