For Personal Problems! Talk To Astrologer

ઓલિમ્પિકમાં ભારતનો દેખાવઃ ખેલાડીઓ શરૂઆત સારી થશે પરંતુ મેડલ જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે


Share on :


દુનિયાભરના રમતવીરો માટે ઓલિમ્પિકમાં રમવું એટલે તેમના જીવનની સૌથી મોટી અને મહત્વની તક હોય છે અને તેમાં જ પણ મેડલ જીતવામાં સફળ રહે તો પોતાના માટે તેમજ દેશ માટે અતિ ગૌરવની વાત બની જાય છે. ખાસ કરીને ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો કોઇપણ એથલેટ માટે ઓલિમ્પિકનું મેડલ જીતવું એ ઘણું મોટું સપનું બની જાય છે. મર્યાદિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે ટોચના સ્તરની સિદ્ધિ હાંસલ કરવી કોઇ નાની વાત નથી. કદાચ આ કારણે જ ખૂબ મોટી વસ્તી સંખ્યા ધરાવતા ભારતમાંથી ગણ્યાગાંઠ્યા લોકો જ ઓલિમ્પિક સુધી પહોંચી શકે છે. તેમાં પણ જો મેડલ જીતવાની વાત કરીએ તો, હોકી સિવાયની રમતોમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા ખેલાડીઓ ઓલિમ્પિક મેડલ જીતી શક્યા છે. છેલ્લા દોઢ દાયકામાં સ્પોર્ટ્સ પ્રત્યે વધેલી જાગૃતી અને સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનોના કારણે સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો આવ્યો છે પરંતુ ભારતની કુલ જનસંખ્યાના સંદર્ભમાં વિચાર કરીએ તો મેડલની સંખ્યામાં ભારત હજી ઘણું પાછળ છે. આગામી વર્ષે એટલે કે 23જુલાઇ 2020થી જાપાનમાં રમતોનો આ મહાકુંભ શરૂ થઇ રહ્યો છે. ભારતના પણ સંખ્યાબંધ ખેલાડીઓએ ઓલિમ્પિક માટે કમર કસવાનું શરૂ કરી દીધું છે. આમ તો હજુ તેનો પ્રારંભ થવાની ઘણી વાર છે પરંતુ તૈયારીઓ તો ક્યારની ચાલુ થઇ ગઇ છે. આ સ્થિતિમાં જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે ગ્રહોનું વિશ્લેષણ કરીને આગામી ઓલિમ્પિકમાં ભારતનું પરફોર્મન્સ કેવું રહેશો તેનો ચિતાર અહીં આપવામાં આવ્યો છે.

જાપાનના સમયાનુસાર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનો સમય 23-7-2020 રાત્રે 8.00 છે. સ્વતંત્ર ભારતની કુંડળી વૃષભ લગ્નની છે અને આ કુંડળી અનુસાર ઓલિમ્પિકના પ્રારંભ વખતે ભારતની કુંડળીમાં ચંદ્રની મહાદશામાં શનિની ભુક્તિ ચાલતી હશે. 23-7-2020ના રોજ સાંજે 8.00 વાગે ગોચરના ગ્રહોની વાત કરીએ તો ભારતની લગ્ન રાશિ વૃષભમાં શુક્ર, બીજા ભાવમાં બુધ અને રાહુ, ત્રીજા ભાવમાં સૂર્ય, ચતુર્થ ભાવમાં ગોચરનો ચંદ્ર, અષ્ટમ ભાવમાં ગોચરનો વક્રી ગુરુ અને કેતુ, નવમ ભાવમાં ગોચરનો વક્રી શનિ, અગિયારમા ભાવમાં ગોચરનો મંગળ રહેશે.

આ સમયે ગોચરનો શુક્ર સ્વગૃહી હોવાથી ખેલાડીઓનું પ્રદર્શન ગેમ્સની શરૂઆતમાં સારું રહેશે. તેઓ ખૂબ સારી શારીરિક અને માનસિક રીતે મજબુતી સાથે શરૂઆત સારી કરશે. ખેલાડીઓમાં ઉત્સાહ સારો રહેશે તેનાથી બીજા દેશોના ખેલાડી પ્રભાવિત થશે. ખેલાડીઓના કૌશલ્ય, એકાગ્રતા, રમતમાં ચોક્કસાઇ વગેરેમાં સુધારોજણાશે.

ભારતની કુંડળીમાં ખેલકુદનો પંચમ ભાવનો સ્વામી બુધ છે અને ગોચરનો બધુ પરાક્રમ એટલે કે ત્રીજા ભાવમાં જન્મના ચંદ્ર-શનિ-શુક્ર-સૂર્ય સાથે છે જેથી ઓલિમ્પિકમાં સારા પરફોર્મન્સની આશા રાખી શકાય. સ્વતંત્ર ભારતની કુંડળીમાં વર્તમાન સમયમાં ચંદ્રની મહાદશા ચાલે છે જે પરાક્રમ ભાવ હોવાથી ઓલિમ્પિક્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળે, પરંતુ ગોચરમાં બુધ સાથે પાપગ્રહ રાહુ સાથે હોવાથી મેડલ સુધી પહોંચવામાં ખેલાડીઓને ઘણો સંઘર્ષ કરવો પડે. છેવટ સુધી ખૂબ સારું પરફોર્મન્સ આપ્યા પછી પણ ખેલાડીઓ કોઇ નાની ચૂકના કારણે અંતિમ તબક્કે મેડલ જીતવાથી ચુકી જાય તેવી શક્યતા વધે. મેડલ જીતવા માટે ભારતના ખેલાડીઓને છેવટના તબક્કામાં એકાગ્રતા વધારવી પડશે.

ભારતની કુંડળીમાં ત્રીજા ભાવ એટલે કે પરાક્રમ ભાવમાં સૂર્ય છે જે કોઇપણ એથલેટને ઉત્તમ પરફોર્મન્સ આપવા માટે પૂરતું સામર્થ્ય આપી શકે છે. ખેલાડીઓને પોતાના ક્ષેત્રમાં સારી સફળતા અપાવે અને તેના ઉદ્દેશ્યો તેમજ મહત્વાકાંક્ષાઓમાં પૂર્ણ કરવામાં પણ મદદ કરે. આ પ્રકારે જોતા ભારતના ખેલાડીઓ પણ તેમના કૌશલ્યથી બીજાને પ્રભાવિત કરી શકે છે. ગોચર ચંદ્ર ચતુર્થ ભાવમાં હોવાથી ખેલાડીઓનો અનુભવ અને ગુણવત્તામાં વધારો કરવા માટે મહેનત કરવી પડશે. આ ગ્રહ સ્થિતિ બીજા દેશના ખેલાડીઓ પર વર્ચસ્વ મેળવવાની અને તેનાથી આગળ વધવાની ભાવના જગાવે જે સારા પરિણામ આપવા માટેની તેની ક્ષમતામાં વધારો કરશે.

અષ્ટમ ભાવમાં ગોચરના ગુરુ-કેતુનું ભ્રમણ થતું હોવાથી ખેલાડીઓને મેડલ લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નવમા એટલે કે ભાગ્ય ભાવમાં ગોચરના શનિનું ભ્રમણ હોવાથી ખેલાડીઓને આત્મવિશ્વાસ વધારવો પડશે અને તેમણે પોતાના કૌશલ્ય પર વધુ ભરોસો રાખવો પડશે.

અગિયારમા એટલે કે લાભ સ્થાનમાં ગોચનાર મંગળનું ભ્રમણ ખેલાડીઓને ‘હોટ-શોટ’ બનાવે છે. ખેલાડીઓ સામાન્ય રીતે સખત ટાસ્કમાસ્ટર્સ હોય છે. શિસ્ત સાથે સંકળાયેલ હોય. સાથે સાથે ખેલાડીઓને શારીરીક ઇજા થવાની પણ શક્યતાઓ રહેલી છે. લાભ ભાવમાં ગોચર મંગળ જુસ્સો આપે છે. રમતના સંદર્ભમાં આ સારો ગુણ માનવામાં આવે છે અને તેના પ્રભાવ હેઠળ ખેલાડીઓને ઓલિમ્પિકમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.

સાથે સાથે જો ચંદ્ર મહાદશામાં શનિની ભુક્તિ જોઇએ તો ચંદ્ર પરાક્રમ ભાવનો માલિક છે અને તે સ્વગૃહી થઇને બુધ-શનિ-શુક્ર-સુર્ય સાથે બેઠો છે. ભુક્તિનાથ શનિ, ભાગ્ય અને કર્મ ભાવનો માલિક બને છે અને ભારતની કુંડળીમાં તે પરાક્રમ ભાવમાં બેઠો છે.

ચંદ્રની મહાદશામાં શનિની અંતરદશા ભારતના ખેલાડીઓ માટે સંઘર્ષનું કારણ બની શકે છે. ખેલાડીઓને સારું પરફોર્મન્સ આપવા માટે વિઘ્નો અને અડચણોનો સામનો કરવો પડશે. ખેલાડીઓને મહેનત વધુ કરવી પડશે. સારા પરફોર્મન્સ માટે મનને વધુ શાંત અને મક્કમ બનાવવું પડશે. અંતિમ ચરણોમાં વધુ મહેનત કરવાથી શુભ થાય.

04 Nov 2019


View All blogs

More Articles