For Personal Problems! Talk To Astrologer

પાપ ગ્રહો સાથે મંગળની યુતિ અમંગળ સર્જી શકે છે


Share on :

30 એપ્રિલથી 22 જૂન દરમિયાન કુદરતી કે અકુદરતી દુર્ઘટનાઓની શક્યતા વધે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની બદલાતી ચાલ જે પ્રમાણે વ્યક્તિગત પ્રભાવ પાડે છે તે પ્રમાણે દેશ અને દુનિયાને પણ તેની સીધી અસર પડે જ છે. ખાસ કરીના કુદરતી કે અકુદરતી ઘટનાઓ, અણધાર્યા સારા કે નરસા ફેરફારો, હુમલો, ભૂકંપ જેવી ઘટનાઓ માટે પણ ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે. પૂર્વવિશ્લેષણના આધારે આવી ઘટનાઓનું પૂર્વાનુમાન પણ કરી શકાય છે. આવી ઘટનાઓ ટાળવી તો શક્ય નથી પરંતુ તેનાથી બચવા માટે ચોક્કસપણે તકેદારી લઇ શકાય છે.
30 એપ્રિલથી 22 જૂન 2019 સુધીનો તબક્કો પણ આવી જ અનઅપેક્ષિત ઘટનાઓનો સંકેત આપે છે. આ સમયમાં ગ્રહોની સ્થિતિ જોતા કુદરતી કે અકુદરતી પ્રતિકૂળ ઘટનાઓ બનવાની શક્યતા જણાઇ રહી છે. આ સમયમાં મંગળ- શનિ, કેતુ-શનિ, મંગળ-રાહુ, મંગળ-પ્લુટોની યુતિ થઇ રહી છે. મંગળ અગ્નિતત્વનો ગ્રહ છે અને સ્વભાવે ઉગ્ર છે. તે ભૂમિનું કારકત્વ ધરાવે છે માટે પાપ ગ્રહો સાથે તેની યુતિ આગામી સમયમાં ખાસ કરીને ભૂકંપ અથવા જમીનને લગતી દુર્ઘટનાઓની શક્યતા વધારે છે. મંગળ યુદ્ધનો પણ કારક છે. આ કારણે તેના પ્રભાવ હેઠળ દેશો વચ્ચે યુદ્ધ અથવા તેના જેવી સ્થિતિ અથવા વ્યક્તિગત વિવાદોની શક્યતા પણ વધી જશે.
આ સમયગાળા દરમિયાન ભૂકંપની શક્યતા હોવાથી ખાસ કરીને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ અગમચેતી રાખવી જરૂરી છે. મંગળ ગ્રહને વાહનોનો પણ કારક ગણવામાં આવે છે અને પાપગ્રહ સાથે યુતિ થતા તેના કારણે વાહન વ્યવહાર પર વિપરિત અસર પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા ઉપર દર્શાવેલા સમયગાળામાં વિમાન દુર્ઘટના, માર્ગ અથવા રેલવે અકસ્માતોની શક્યતા નકારી શકાય નહીં. આ સમયમાં કમોસમી વરસાદ, ધૂળની આંધી- વાવાઝોડુ અને હિમવર્ષા જેવો પ્રકોપ થવાની પણ શક્યતા રહેશે.
મંગળ ગ્રહ કૃષિ સાથે સંકળાયેલો હોવાથી વિપરિત ગ્રહ સ્થિતિના કારણે પાકમાં નુકસાન થવું, રોગ આવવો અથવા કમોસમી વરસાદના કારણે પાક બગડી જવો વગેરે શક્યતા છે અને તેના કારણે છેવટે આર્થિક નુકસાન થઇ શકે છે. વ્યાપક રીતે જોવામાં આવે તો આ સ્થિતિ દેશની આર્થિક વૃદ્ધિમાં અવરોધનું કારણ બની શકે છે.
મંગળની વિપરિત યુતિ દેશમાં પણ આંતરિક વિદ્રોહ, ત્રાસવાદી હુમલો, સૈન્ય ગતિવિધી વગેરેનો સંકેત આપે છે. નાણાંકીય ગોટાળાના કારણે પ્રજામાં અવિશ્વાસ વધવો અથવા આર્થિક કટોકટી સુધીની સમસ્યાઓ પણ મંગળ સાથે પાપગ્રહની યુતિના સમયમાં નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં વિદેશી મુદ્રાની તુલનાએ સ્થાનિક ચલણનું ધોવાણ પણ થઇ શકે છે અને શેરબજારમાં પણ ભારે ઉથલપાથલની શક્યતા વધશે.
જોકે, જ્યોતિષીય ઉપાયો દ્વારા ગ્રહસ્થિતિના પ્રતિકૂળ પ્રભાવથી બચી શકાય છે અથવા તેની અસર હળવી કરી શકાય છે. આ ઉપરાંત થોડી સાવચેતી રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.

ગણેશજીના આશીર્વાદ સાથે,
આચાર્ય અભિજીત
GaneshaSpeaks.com ટીમ

30 Apr 2019


View All blogs

More Articles