For Personal Problems! Talk To Astrologer

કેન્દ્રીય બજેટ – મંદી, મોંઘવારી અને ક્રેડિટ રેટિંગના ચક્રવ્યૂહમાંથી નાણામંત્રી અર્થતંત્રને બહાર કાઢી શકશે? – જાણો ગણેશજીનું મંતવ્ય


Share on :

નોટબંધી અને જીએસટી આમ તો, જુના થઇ ગયા પરંતુ તેના પડઘારૂપે આવેલી મંદીના મોજાના કારણે આજે પણ આમ આદમીની કળ ઉતરી નથી. ડૉલરના ભાવમાં અનિયંત્રિત વધારો, અમેરિકા -ઇરાન વચ્ચે ઉભા થયેલા તણાવના કારણે વૈશ્વિક સ્તરે વ્યવસાય જગતમાં ફેલાયેલા ગભરાટના માહોલ વચ્ચે ભારતમાં IMF સહિત વૈશ્વિક ક્રેડિટ રેટિંગ દ્વારા ભારતના અપેક્ષિત વૃદ્ધિદરમાં કરાયેલો ઘટાડો, ઓટોમોબાઇલ, રીઅલ એસ્ટેટ સહિત લગભગ તમામ બજારોમાં ઘટતું સેન્ટિમેન્ટ અને કોર્પોરેટ જગતમાં સતત અનિશ્ચિતતાની ચિંતાના કારણે બજારો અત્યારે કફોડી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. વ્યવસાયજગત સરકાર તરફથી મોટી રાહતોની અપેક્ષા રાખે છે પરંતુ સરકાર દ્વારા લેવાતા પગલાં અથવા જાહેરાતો કદાચ આ અપેક્ષામાં ખૂબ જ વધુ ઊણી ઉતરી છે. આ કારણે જ થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ સેક્ટરને કરવેરામાં આપેલી મોટી રાહત પણ બજારમાં તેજીનો મૂડ બનાવવામાં નિષ્ફળ રહી છે. જ્યાં મધ્યમ કદના તેમજ નાના વેપારીઓ જીએસટીની માયાજાળમાં અટવાયા છે ત્યાં મોંઘવારીનો કદાવર દૈત્ય આમ આદમીના ઘરનું બજેટ ખોરવી રહ્યો છે. ક્રેડિટ રેટિંગના નબળા આંકડાઓ કોર્પોરેટ સેક્ટરના ધબકારા વધારી રહી છે. આવી સ્થિતિમાં 1 ફેબ્રુઆરીએ મોદી 2.0 સરકારનું બીજુ કેન્દ્રિય બજેટ આવી રહ્યું છે. 
અર્થશાસ્ત્રના પંડિતો પણ અત્યારે બજારનો મૂડ પારખવામાં કાચા પડી રહ્યાં છે ત્યારે પ્રશ્ન એ થાય કે, શું નાણામંત્રી સીતારમણ આગામી બજેટમાં દેશના અર્થતંત્રને મંદી, મોંઘવારી અને ક્રેડિટ રેટિંગના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢી શકશે? જ્યોતિષીય પરિપ્રેક્ષ્યથી અહીં ભાવિ બજેટનો ચિતાર રજૂ કર્યો છે.

સ્વતંત્ર ભારતનીકુંડળી :-

બજેટની તારીખની કુંડળી:- 
01/02/2020, સવારે – 11.00 વાગ્યે, સ્થળ – નવી દિલ્હી


જ્યોતિષીય વિશ્લેષણો: 
સ્વતંત્ર ભારતની કુંડળીમાં કર્ક રાશિમાં સૂર્ય છે અને ગોચરનો સૂર્ય ભાગ્ય સ્થાનમાં શનિ સાથે યુતિ બનાવી રહ્યો છે તેમજ બંનેની પૂર્ણ દૃષ્ટિ જન્મના  (ચંદ્ર, બુધ, શનિ, શુક્ર અને સૂર્ય) પાંચ ગ્રહો પર થઇ રહી છે. આવી સ્થિતિમાં નાણામંત્રી સોના સંબંધિત નીતિ, જાહેર ક્ષેત્રના એકમો (PSU), GDPમાં વૃદ્ધિ, કરવેરાનું માળખું, આવકવેરો અને વેચાણવેરો જેવા ક્ષેત્રોમાં કેટલાક મહત્વના નિર્ણયો લે તેવી સંભાવના છે.

બજેટના દિવસે દશમ ભાવમાં બુધ અને શુક્રનું ગોચર થશે છે જેના કારણે કોર્ટ, સોનુ, પોલીસ, સૈન્ય, ઉચ્ચ અધિકારીવર્ગ, જાહેરક્ષેત્રના એકમો, GDPમાં વૃદ્ધિ, કરવેરાું માળખું વગેરે ક્ષેત્રોમાં મોટા ફેરફારોની આશા રાખી શકાય.

ષડ્બળ :- 

બજેટના દિવસે ષડ્બળ પર નજર કરીએ તો સૌથી વધુ વેઇટેજ શનિ (1.51)નું છે, બીજા ક્રમે સૂર્ય (1.50) છે. આવી સ્થિતિમાં આપને આ ગ્રહોના પ્રભાવમાં આવતા સેક્ટર વધુ ફોકસ જોવા મળે જેમાં ખાસ કરીને ઓટોમોબાઇલ, સીમેન્ટ, કોમ્પ્રેસર, ભારે એન્જિનિયરિંગ, મશીનરી, ફાસ્ટનર્સ, રબર, ટાયર, ફાઉન્ડ્રી અને કોલસા તેમજ દવાઓ, ઉર્જા, ખેતીવાડી ઉત્પાદનો, તમાકુ, લાકડુ, વીજળી, બેંકો – જાહેર ક્ષેત્રની, આઇટી અને સોફ્ટવૅર, સ્વાસ્થ્ય સંભાળમાં નવા સમીકરણો બની શકે છે.

બજેટના દિવસે શુભ ગ્રહ ગુરુ અષ્ટમ ભાવમાં કેતુ સાથે ભ્રમણ કરશે આથી એજ્યુકેશન અને ગંભીર બીમારીની દવાઓ માટે મોટા પગલાં લેવામાં આવે તેમજ આરોગ્યને અનુલક્ષીને લિક્વિડ કૅશ વધારવા માટે કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી સંભાવના છે. જાહેર સ્વાસ્થ્યને લગતા કોઇ મોટા પગલાં લેવામાં આવે તેવી સંભાવના નકારી શકાય નહીં.

બજેટના દિવસે, ચંદ્ર અશ્વિની નક્ષત્રમાંથી પસાર થશે અને સ્વતંત્ર ભારતની કુંડળીમાં તે બારમા ભાવમાંથી પસાર થશે.  સ્થિતિમાં FIIનો નાણાં પ્રવાહ, NRIને લગતી બાબતો, રાષ્ટ્રીય દેવું, વિદેશ મંત્રાલયને લગતી બાબતોમાં નાણામંત્રી આર્થિક વૃદ્ધિ જાળવવા માટે કેટલાક પ્રયાસ કરી શકે છે.

બજેટના દિવસે સ્વતંત્ર ભારતની કુંડળીમાં જન્મના મંગળ પરથી ગોચરનો રાહુ પસાર થશે અને જન્મના કેતુ પરથી ગોચરનો મંગળ પસાર થશે જે જ્યોતિષીય દૃષ્ટિએ જોખમી સ્થિતિ છે. આનો અર્થ એવો થાય કે, નાણામંત્રી દ્વારા ક્યાંકને ક્યાંક મોટા આકરા નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે અને જો સેક્ટરની વાત કરીએ તો, નીચે જણાવેલા સેક્ટરમાં એક અઠવાડિયા સુધી કોઇપણ પ્રકારનું ટ્રેડિંગ ના કરવું અથવા જોખમ લેવું નહીં તારણ કે આ તમામ સેક્ટર ખૂબ જ ગુંચવણભર્યા અને અનપ્રિડિક્ટેબલ (ફળકથન ના થઇ શકે તેવા) પૂરવાર થઇ શકે છે.

કાસ્ટિંગ અને ફોર્જિંગ
રસાયણો
રીઅલ એસ્ટેટ
ડિટર્જન્ટ, ટાઇલ્સ, માર્બલ, સિરામિક
ડ્રાય સેલ
ડાય અને પિગમેન્ટ્સ
ચા, કોફી અને સિગારેટ
રિફાઇનરીઓ
ધાતુઓ અને બિન લોહ ધાતુઓ
કૃષિ – રસાયણો
પાક સુરક્ષાના જંતુનાશકો
ગ્રેનાઇટ
તાંબુ
લાલ મરચુ
ખનીજો
સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનો
ફાયર ફેક્ટરીઓ
ઇલેક્ટ્રિક ઉત્પાદનો

સ્વતંત્ર ભારતની કુંડળી વૃષભ લગ્ન છે અને જ્યારે બજેટ શરૂ થશે ત્યારે મેષ લગ્ન ઉદિત થશે જે ભારતની કુંડળથી વ્યય સ્થાન છે અને તે દિવસે સૂર્ય તેમજ શનિ યુતિમાં રહેશે અને ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહેશે. આ પ્રમાણે જોવામાં આવે તો, સૂર્ય અને ચંદ્ર બંને નબળા પડતા હોવાથી નાણામંત્રી ગમે તેટલું સારું બજેટ આપે તો પણ તેમને જેટલો યશ મળવો જોઇએ એટલો નહીં મળે.

દેશ અને તમામ દેશવાસીઓ પર ગણેશજીની કૃપા રહે તેવી શુભેચ્છા.

ગણેશજીના આશીર્વાદ સાથે,
આચાર્ય ધર્માધિકારી
GaneshaSpeaks.com ટીમ

23 Jan 2020


View All blogs

More Articles