For Personal Problems! Talk To Astrologer

ગુરુ પૂર્ણિમા 2019: ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ


Share on :


ગુરુના મહિમાથી તો કોણ અજાણ હોય? ગુરુ જ ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોવાથી ભારતમાં ગુરુને ઇશ્વરથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવે છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિ પોતાના ગુરુને વંદના કરે છે, તેમના ગુણગાન ગાઇને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. વર્ષ 2019માં ગુરુ પૂર્ણિમા 16 જુલાઇના રોજ આવે છે. ગુરુ મોક્ષનો માર્ગ ચિંધે છે. કબીરજીએ ગુરુના મહિમાનું વર્ણન કંઇક આવી રીતે કર્યું છે.

गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पांय।
बलिहारी गुरु आपनो, गोविंद दियो बताएं।

મતલબ સ્પષ્ટ છે કે, ગુરુને ગોવિંદ એટલે કે ઇશ્વરથી પણ મોટા માનવામાં આવે છે કારણ કે ગોવિંદ સુધી પહોંચવાનો માર્ગ ગુરુ બતાવે છે.


ગુરુ પૂર્ણિમા 2019: પૂજા વિધિ



– સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને તૈયાર થઇ જાવ.
– ઘરમાં ઉત્તર દિશામાં સફેદ વસ્ત્ર પાથરીને ગુરુની તસવીર મૂકો. જો તમારા ગુરુ તમારી સાથે જ હોય અથવા આશ્રમમાં હોય તો ત્યાં ઉત્તર દિશામાં બાજોટ મૂકીને તેના પર કપડું પાથરી ગુરુને બેસાડો.
– તમે હાથમાં જળ લઇને તમારા નામ, ગોત્રનું ઉચ્ચારણ કરીને ગુરુની પૂજાનો સંકલ્પ કરો.
– ભગવાન વિષ્ણુ, ભગવાન શંકરનું ધ્યાન ધરીને ગુરુના ચરણ ધુઓ.
– આ દિવસે સફેદ અથવા પીળા વસ્ત્રો પહેરીને ગુરુની પૂજા કરવી જોઇએ.
– તે પછી ગુરુને ફુલોની માળા અર્પણ કરો અને તેમની પ્રિય મીઠાઇ ખવડાવો અથવા તેમની તસવીર સમક્ષ ભોગ ધરો. જો ગુરુએ કોઇ મંત્ર આપ્યો હોય તો તે મંત્રની કમસે કમ એક માળા જરૂર કરો.
– ગુરુને પ્રણામ કરીને આશીર્વાદ લેવા. ગુરુની તસવીર અથવા સાક્ષાત ગુરુની આરતી ઉતારવી. ભગવાન સત્યનારાયણની વાર્તા વાંચવી. ગુરુ પૂર્ણિમા આમ તો ગુરુના મહિમાનો ઉત્સવ છે પરંતુ પૂર્ણિમા હોવાથી આ દિવસ ભગવાન સત્યનારાયણની પૂજા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
– ગુરુ પૂર્ણિમાના રોજ પોતાના ગુરુની પૂજા કર્યા પછી ભગવાન સત્યનારાયણના વ્રતની વાર્તા વાંચવી. આ દિવસે ઉપવાસ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વેદવ્યાજની પૂજા કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

ગુરુ પૂર્ણિમા 2019- શુભ મુહૂર્ત

પૂર્ણિમાની તિથિની શરૂઆત – 16 જુલાઇ 2019 -બપોરે 1.48 વાગે
પૂર્ણિમાની તિથિ સમાપ્ત – 17 જુલાઇ બપોરે 3.07 વાગે


શુભ મુહૂર્ત – બપોરે 1.30થી 4.00 કલાક સુધી રાહુકાળ રહેશે. તે પહેલાં ગુરુ પૂર્ણિમાની પૂજા કોઇપણ સમયે કરી શકાય.

ગુરુ પૂર્ણિમા ક્વોટ(teacher qoutes)

જેમણે બનાવ્યા તમને ઇશ્વર, ગુરુનો કરો સદાય આદર,
અક્ષર જ્ઞાન જ નહીં, ગુરુએ આપ્યું જીવનજ્ઞાન, ગુરુમંત્રને આત્મસાત કરવાથી, થઇ જાય ભવસાગર પાર,
એક તમે જ આધાર સદગુરુ, કરાવો ભવસાગર પાર.


08 Jul 2019


View All blogs

More Articles