For Personal Problems! Talk To Astrologer

ગુડી પડવો – મરાઠીઅોનું નવું વર્ષ: મહત્વ, તારીખ, પરંપરા અને અન્ય રસપ્રદ પાસાઅો


Share on :


અાજના ગુડી પડવાના તહેવાર પર ખુદને જોશ અને જુસ્સાથી ભરપૂર બનાવવા માટે તૈયાર રહો. જી હા, અમે ગુડી પડવા અથવા મરાઠીઅોના નવા વર્ષ વિશે વાત કરીઅે છીઅે. ગુડી પડવો અે ચૈત્ર સુદ અેકમના પહેલા દિવસે ઉજવાય છે. વેદિક શાસ્ત્રો મુજબ અા દિવસે પ્રભુ બ્રહ્માઅે બ્રહ્માંડનું સર્જન કર્યું હોવાથી વર્ષનૌ સૌથી શક્તિશાળી દિવસ મનાય છે. અા પવિત્ર તહેવારમાં શુભકારક તેલના સ્નાન બાદ, હારમાળાથી ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સુશોભિત કરવું, વિધિ કર્યા બાદ ગુડીને ઊભી કરવામાં આવે છે. ચાલો ગુડી પડવાના અા પાવન અવસરને ઉત્સાહ, રંગ અને સમર્પણથી વધાવીઅે. 

ગુડી પડવો 2017 તારીખ: તહેવાર મુહૂર્ત
શુભકારક સમયનો પ્રારંભ: 08:28:49 on 28 માર્ચ, 2017
શુભકારક સમયનો અંત: 05:46:30 on 29 માર્ચ, 2017


ગુડી પડવાની વિધિ:

– ગુડી પડવાના તહેવાર પર ઘરના પ્રવેશદ્વારને રંગોળીથી સુશોભિત કરો
– ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ધાર્મિક વિધિ કરીને ગુડી ઊભી કરો. પ્રવેશદ્વારની જમણી બાજુઅે ગુડી રાખો જેને અાપના અાત્માનો સક્રિય ભાગ માનવામાં આવે છે.
– ગુડી પર ચાંદીના અલંકાર, લાલ ફૂલો તેમજ કેરીના ઝાડનો નાનકડો છોડ રાખો
– હળદરના પાવડર અને સિંદુરના મિશ્રણથી શુભકારક સ્વસ્તિક બનાવો
– તહેવાર નિમીતે મીણબતી પ્રજવલિત કરો
– અે પછીના દિવસે, તાંબાના પોટથી પાણી પીવો તેમજ ગુડી પર વાંસની લાકડીઅો રાખો. અેવું કહેવાય છે કે અા દિવસે સૂર્યના અાંતરિક બાજુ ખૂબજ સક્રિય થાય છે. સૂર્યોદયના સમયે રહેલી દૈવી ઊર્જા પસાર થાય છે અને દિવસ દરમિયાન રહે છે. તે વ્યક્તિના સેલ્સમાં જમા થાય છે અને ત્યારબાદ તેનું સેવન થાય છે.
– જરૂરિયાતમંદોને પાણી પીવડાવો.


ગુડી પડવો અથવા મરાઠી નવા વર્ષનું અાધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ
– અેવું કહેવાય છે કે ગુડી પડવાના અા પાવન પ્રસંગે પ્રભુ બ્રહ્મા દ્વારા બ્રહ્માંડનું સર્જન થયું હતું. જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઅાત દર્શાવે છે.
– પ્રાચીન ભારતમાં અાજના અા દિવસે રાજા ગૌતમીપૂત્ર સત્કર્ણીઅે સાકાસને હરાવ્યા હતા.
– છત્રપતિ શિવાજીના વિજયની ઉજવણી રૂપે પણ મહારાષ્ટ્રમાં કેટલાક લોકો ગુડી ઊભી કરે છે.
– ગુડી પડવો – મરાઠી નવા વર્ષથી રવિ પાકની ઋતુનો અંત આવે છે અને ખરીફ પાકની વાવણીની શરૂઅાત થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રના ખેડૂતો અા સવિશેષ તહેવાર નિમિત્તે ખેતીની જમીન ખેડીને સંપૂર્ણ વર્ષ દરમિયાન સારા પાકને સુનિશ્વિત કરે છે.

ગુડી પડવો – મરાઠી નવા વર્ષના ફાયદાઅો
– ધ્વજારોપણથી ગુડી ગોઠવવાથી જીવનમાં સમૃદ્વિ આવે છે અને ભાગ્યોદય થાય છે.
– અેવું કહેવાય છે કે અા તહેવાર પર લીમડાના પાંદડાઅો રક્તને શુદ્વ કરે છે અને રોગ પ્રતિકારકશક્તિ વધારે છે. તે ચહેરાનો નિખાર વધારે છે અને તેને વધુ સુંવાળી પણ બનાવે છે.
– નવા સાહસનો પ્રારંભ કરવા માટે પણ અા સમય ખૂબજ શુભકારક માનવામાં આવે છે.
– જો અાપ કોઇ નવું કાર્ય કરો અથવા ઘરે કોઇ નવું ફર્નિચર વસાવો અથવા કોઇ ચોક્કસ ફંડમાં રોકાણ કરો તો પાછળથી તેનું લાભદાયી વળતર પ્રાપ્ત થાય છે.
– ગુડી પડવાનો તહેવાર લણણીનો તહેવાર કહેવાય છે. તેથી જો અાપ ઋતુગત નવા ફળફળાદી અથવા શાકભાજી ખરીદવા ઇચ્છુક હોવ તો બેશકપણે ખરીદી કરીને સ્વાસ્થ્ય સુખાકારી મેળવી શકો છો.


ગુડી પડવાની ઉજવણી:
– વહેલી સવારને તમારા શરીરને સ્ફૂર્તિમય બનાવવા માટે અાયુર્વેદિક તેલથી સ્નાન અને મસાજ કરો.
– સૂર્યોદય દરમિયાન તમારા ઘરના પ્રવેશદ્વાર પર ધ્વજારોહણથી ગુડી ગોઠવો.
–  હવે, સૂર્યોદય બાદ અા ધ્વજની પૂજા કરો
–  ત્યારબાદ ઘરના દરેક ખુણાને સ્વચ્છ કરો
–  લાલ, નારંગી અને પીળા રંગોથી સુંદર રંગોળી કરો. રંગબેરંગી રંગોળીના શણગાર વગર ગુડી પડવાની ઉજવણી અધૂરી છે.
– તમારા પ્રવેશદ્વાર, લિવિંગ રૂમ તેમજ બાથરૂમને લીમડાના પાંદડાઅો તથા ગલગોટાના ફૂલોથી સજાવો.
–  ગુડી પડવાના દિવસે ખાસ પરિધાન ધારણ કરો. મહિલાઓઅે ખાસ કરીને મરાઠી સ્ટાઇલની સાડી નૌવારી પહેરવી જ્યારે પુરુષો માથા પર પાઘડી, કુર્તા પાયજામા પહેરી શકે છે. 
– અા તહેવાર પર તમારા પરિવારજનો અને સંબંધીઅોની મુલાકાતનો પ્રસંગ ગોઠવો
– દરેકને ગુડી પડવાની શુભકામનાઅો અને ગુડી પડવાની શુભેચ્છાઅો આપો.
– ગુડી પડવા પર ખાસ પંચાગ લાવો.
– અાજના અા શુભકારક દિવસ પર પરિવારના પ્રત્યેક સભ્યોના ગુડી પડવાના ફળકથનને તૈયાર રાખો. અા દિવસે મુહૂર્ત પણ નક્કી કરો.
– ગુડી પડવાના તહેવાર પર પ્રસાદ તરીકે લીમડાના પાંદડાઅો લેવાય.
– અાજના અા પાવન અવસર પર સાબુદાણાના વડા, શ્રીખંડ, પુરણપોળી અને ખીર જેવી સ્વાદિષ્ટ વાનગીઅો તૈયાર કરો.
– ગુડી પડવા પર ખાસ નૃત્ય લેઝિમ કરો.

ગણેશાસ્પિક્સ તરફથી અાપ સૌને ગુડી પડવા 2017ની ખૂબ સારી શુભેચ્છાઓ.

ગણેશજીના અાશીર્વાદ સાથે

27 Mar 2017


View All blogs

More Articles