For Personal Problems! Talk To Astrologer

શ્રાવણ મહિનામાં રાશિ અનુસાર કરો ભગવાન શિવની પૂજા


Share on :


શ્રાવણ મહિના સાથે દેવોના દેવ મહાદેવનો ગાઢ સંબંધ છે. પુરાણો અનુસાર, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા અને અભિષેક કરવાથી ઝડપથી અને અનેકગણું ફળ મળે છે. આ કારણે જ ભક્તો શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની ભક્તિમાં વધુ લીન થાય છે અને તેમને રિઝવવા માટે વિશેષ ઉત્સાહિત રહે છે. શ્રાવણ મહિનામાં શિવજી જ સૃષ્ટિનું સંચાલન રકે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા -આરાધનાનું આગવું મહાત્મ્ય છે. શ્રાવણમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ખૂબ જ ભોળા છે અને ઝડપથી પ્રસન્ન થઇ જાય છે. તેમના ભક્તોને ક્યારેય પણ કોઇપણ પ્રકારનો ભય કે સંકટ સતાવતા નથી. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભક્તો તેમની પૂજા કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. અહીં અમે તમારી રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા-વિધિ જણાવી રહ્યા છીએ જે આ શ્રદ્ધાપૂર્વક કરીને ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ ભગવાન શિવજીને મધ અને દુધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઇએ અને લાલ ચંદન તેમજ લાલ રંગના ફુલ ચડાવવા જોઇએ. આ જાતકોએ નાગેશ્વરાય નમ:નો જાપ કરવો. આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધે છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે. આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો તેમને ઘણું શુભ ફળ મળે છે. સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી, ચમેલીના ફુલ ચડાવવા અને રુદ્રાષ્ટાકર પાઠ કરવો તેમજ બિલ્વપત્ર ચડાવવાથી માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઇ શકશો. તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

મિથુન

મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી અજ્ઞાન ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે. કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે. ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચડાવવા. સાથે શિવજીના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને ભાંગ, સાકર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ પણ કરવો જોઇએ. સાથે આંકડાના ફુલ શિવજીને અર્પણ કરવા જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં સારો લાભ થશે. બિનજરૂરી ગુંચવણોમાંથી પણ રાહત મળશે. શિક્ષણના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.


સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવને કરેણના લાલ રંગના ફુલ અર્પણ કરવાથી તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે. તેનાથી શાસત-સત્તાની બાબતોમાં સહયોગ મળશે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ પૂરી થઇ શકે છે. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી મોટા વડીલો તેમજ કોઇ અધિકારીઓ તરફથી સારો સહકાર મળે અને તેમના કારણે સફળતા હાંસલ થાય. આ રાશિના શિવભક્તોએ ભગવાન શિવને બિલ્વપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચડાવવા જોઇએ અને પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયના ઘી અને અત્તર અથવા સુગંધિત તેલ અથવા સાકર મિશ્ર કરેલા દુધથી અભિષેક કરવો જોઇએ. કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચડાવવો જોઇએ. ભગવાન શિવના સહસ્ત્રનામનો જાપ કરવો. તેનાથી તમારી રચનાત્મકતામાં વધારો થશે અને તમારા પ્રયાસો ફળીભુત થશે. શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં પણ અપેક્ષિત ફળની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ મધ ને પાણીનું મિશ્રણ કરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. ધન, યશ, કિર્તીમાં વધારો થસે. શાસત અને સત્તાનો સહયોગ રહેશે. જો મધ ના હોય તો સાકર મિશ્ર કરીને પણ અભિષેક કરી શકાય. ભગવાન શિવને ગુલાબનું ફુલ અને બિલ્વપત્રનું મૂળ ચડાવો. રુદ્રાષ્ટકનો પાઠ કરો.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાના શિવના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તમે ભગવાનને પીળા ફુલો અર્પણ કરો અને ખીરનો ભોગ ધરાવી શકો ચો. શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ. આમ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે અને ભૌતિક ચીજોની પ્રાપ્તિ થશે.


મકર રાશિ

મકર રાશિના જાતકોએ તેલના તલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ જેથી ભૌતિક સુખ-સંપદામાં વધારો થશે. ભગવાન શિવજીને બિલ્વ પત્ર, ધતુરાનું ફુલ, ભાંગ અને અષ્ટગંધ ચડાવવાથી તેમજ પાર્વતીનાથાય નમઃનો જાપ કરવાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે.


કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળીયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ. તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને સંતાનનું જીવન સુખમય બને છે. તેનાથી પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ વ્યાપે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર પંચામૃત, દહીં, દુધ અને પીળા રંગના ફુલો ચડાવવા જોઇએ તેમજ ચંદનની માળાથી 108 વખત પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તેનાથી પારિવારિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય છે.

01 Jul 2019


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles