For Personal Problems! Talk To Astrologer

ગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે ?


Share on :


દેશના આર્થિક વિકાસમાં મોટા ગજાના બિઝનેસનો મહત્વપૂર્ણ ફાળો રહેલો હોય છે. બિઝનેસમાં સતત નવા સંશોધનાત્મક પગલાંઓ તેમજ સામાજિક પરિવર્તનથી વિકાસ, સમૃદ્વિ અને સદ્વરતાને વેગ મળે છે. જેમાંથી અેક ખૂબ જ અાગવું નામ અેટલે અદાણી ગ્રૂપ. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેના પરિવારજનો દ્વારા સંચાલિત અદાણી ગ્રૂપનો બિઝનેસ અંદાજિત 8.81 અબજ યુએસ ડોલર છે જે તેને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની યાદીમાં વિશેષ સ્થાન અપાવે છે અને વૈશ્વિક કક્ષાએ પણ તેની ખ્યાતિ દર્શાવે છે. ગૌતમ અદાણી ભવિષ્યમાં તેના અા વ્યાપારને કેટલો સમૃદ્વ કરી શકશે તે જાણવા માટે ગણેશજીએ તેની કુંડળીનું અહીંયા વિશ્લેષણ કર્યું છે અને તેના વિશે વિસ્તૃતમાં ચિતાર અાપ્યો છે. 

ગૌતમ અદાણી
જન્મતારીખ – 24-6-1962
જન્મસમય – અજ્ઞાત
જન્મસ્થળ- અમદાવાદ

અંકશાસ્ત્ર અનુસાર સ્થિતિ

લાગણીશીલતાનો ગુણ
ગૌતમ અદાણીની જન્મતારીખ 24-06-1962 હોવાથી મૂળાંક 2+4 = 6 છે જે શુક્રનો અંક છે જ્યારે ભાગ્યાંક 2+4+0+6+1+9+6+2 = 30 = 3+0 = 3 છે જે ગુરુનો અંક છે. અહીં શુક્ર અને ગુરુ બંને એકબીજાના શત્રુ હોવાથી જીવનમાં સંઘર્ષની શક્યતા છે. જન્મતારીખ 24 હોવાથી ચંદ્રનો અંક 2 અને રાહુનો અંક 4 બંને ભેગા થઈને શુક્રનો અંક 6 બનાવે છે. અંકોની સ્થિતિ ગૌતમ અદાણીમાં વધુ લાગણીશીલતાનો ગુણ દર્શાવે છે તેમજ તેઓ કંઈપણ જુનુ તોડીને નવસર્જન કરવાની વૃત્તિ ધરાવે છે. 

શું અાપ સંપત્તિ અંગેના પ્રશ્નોથી ચિંતિત છો? તો અાજે જ સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન (સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને સમસ્યાઓનું નિરાકરણ મેળવો. 

સાહસ-સંઘર્ષ-સફળતાનો સમન્વય ધરાવતું જીવન
તેમના જીવનમાં સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થાય. જોકે, સંઘર્ષના અંતે સફળતા મળવાની શક્યતા પણ પ્રબળ રહે. ગૌતમ અદાણીની જન્મ તારીખમાં ચંદ્ર અને શુક્રનો અંક બે વખત આવે છે જ્યારે રાહુ, સૂર્ય, મંગળ એકજ વખત આવે છે. તેમના જીવનમાં સાહસ, સંઘર્ષ અને સફળતા બધુ જ જોવા મળે. 

જ્વલંત પ્રગતિની સંભાવના
તેમના નામાંક પર નજર કરીએ તો, GAUTAM(7+1+3+2+1+4) ADANI(1+4+1+5+9) = 18+20 = 38 = 12 = 3 થાય જે ગુરુનો અંક છે. ગૌતમ અદાણીનો નામાંક અને ભાગ્યાંક બંને 3 છે જે ગુરુનો અંક સૂચિત કરે છે આથી તેમના જીવનમાં જ્વલંત પ્રગતિની સંભાવના વધી જાય છે. 

જન્મના ગ્રહોની સ્થિતિ અને તેના પ્રભાવ પર એક નજરઃ
ગૌતમ અદાણીની સૂર્યકુંડળી જોતા મિથુન લગ્ન અાવે છે. પરાક્રમેશ સૂર્ય દેહભુવનમાં મિથુન રાશિમાં રાહુના નક્ષત્રમાં છે. ધનેશ ચંદ્ર ભાગ્યસ્થાનમાં કુંભ રાશિમાં પૂર્વા ભાદ્રપ્રદ નક્ષત્રનો છે. છષ્ઠેષ તથા લાભેશ મંગળ અગ્યારમે લાભ સ્થાનમાં મેષ રાશિમાં ભરણી નક્ષત્રમાં છે. લગ્નેતશ તથા સુખેશ બુધ બારાં સ્થાનમાં વૃષભ રાશિમાં વક્રી છે. સપ્તમેશ તથા કર્મેશ ગુરુ ભાગ્યસ્થાનમાં કુંભ રાશિમાં છે. વળી ચંદ્ર સાથે યુતિમાં છે. પંચમેશ તથા વ્યયેશ શુક્ર બીજા સ્થાનમાં કર્ક રાશિમાં છે. ભાગ્યેશ તથા અષ્ટમેશ શનિ અાઠમે મકર રાશિમાં છે. રાહુ બીજા સ્થાનમાં કર્ક રાશિમાં છે. જ્યારે કેતુ અાઠમે મકર રાશિમાં છે.

પ્રબળ સાહસવૃત્તિના ગુણો
સૂર્ય કુંડળી મુજબ ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ પણ ભાગ્ય સ્થાનમાં પ્રબળ ધનાઢ્ય યોગ બનાવે છે. વળી પરાક્રમેશ સૂર્ય ઉપર કર્મેશ તથા સ્પતમેષ ગુરુની દૃષ્ટિ તેની સાહસવૃત્તિમાં અનેક ગણો વધારો કરે છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ઉદ્યોગપતિ તરીકેની ખૂબીઓનું વિશેષ સંગમ
લાભેશ મંગળ તથા અષ્ટમેશ અને ભાગ્યેશ શનિ સ્વગૃહી છે. વળી કેન્દ્ર દૃષ્ટિથી અેકબીજાને જુએ છે. જે અેક ઉદ્યોગપતિનો યોગ બનાવે છે. પંચમેશ શુક્ર યુવાવસ્થાનો છે. જે વ્યયેશ પણ હોવાથી વિદેશને લગતા ધંધાકીય જોડાણમાં પણ પ્રગતિ દર્શાવે છે. યુવાવસ્થાનો સ્વગૃહી શનિ તેને પરિશ્રમી બનાવે છે. જ્યારે કુમાર અવસ્થાનો બુધ ધંધામાં અાગવી સૂઝ પ્રદાન કરે છે. સૂર્ય કુમાર અવસ્થાનો છે. જે તેમને મહદ્ અશે આત્મવિશ્વાસ તેમજ ધંધાકીય કૂટનીતિના ગુણો અાપે છે. 

શનિ-કેતુ શ્રાપિત દોષનું સર્જન
નકારાત્ક દૃષ્ટિઅે જોઇએ તો શનિ-કેતુ અેક શ્રાપિતદોષ બનાવે છે. જે સંઘર્ષમય જીવનના અણસાર આપે છે. સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ સરકારી કામોમાં ગૂંચવાડો ઉભો કરે છે. પરંતુ સૂર્ય ઉપર ગુરુની દૃષ્ટિ તેને સલામતી પુરી પાડે છે. તેથી સંઘર્ષને અંતે સફળતા જોવા મળે છે. 

ગોચરના ગ્રહોની સ્થિતિ પર એક નજરઃ
સૂર્યકુંડળી પ્રમાણે ગોચરના ગ્રહો જોઇએ તો સૂર્ય દસમાં સ્થાનમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તથા શનિ સાતમાં સ્થાનમાંથી ધન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ દસમાં સ્થાનમાંથી મીન રાશિમાં સૂર્ય સાથે ભ્રમણ કરે છે. ગોચરનો ગુરુ પાંચમાં સ્થાનમાંથી તુલા રાશિમાં ભ્રમણ કરે છે. ગોચરનો શુક્ર અગ્યારમાં સ્થાનમાંથી મેષ રાશિમાં જન્મના મંગળ પરથી ભ્રમણ કરે છે. ગોચરનો રાહુ કર્ક રાશિમાં જન્મના શુક્ર તથા રાહુ પરથી ભ્રમણ કરે છે. જ્યારે ગોચરનો કેતુ અાઠમાં સ્થાનમાંથી મકર રાશિમાં જન્મના શનિ-કેતુ ઉપરથી ભ્રમણ કરે છે. 

આગામી વર્ષ અંગે ફળકથનઃ

કાર્યોમાં રૂકાવટો અને ચિંતાઓના અણસાર
હાલમાં સૂર્યકુંડળી મુજબ તેનો લગ્નેશ બુધ દસમે છે. તથા વળી પરાક્રમેશ સૂર્ય પણ દસમે છે. જે શનિ-મંગળ સાથે સ્કેવરમાં છે. હાલનો સમય તેને કાર્યક્ષેત્રમાં રૂકાવટો તેમજ અકારણ ચિંતાઓ તેમજ સરકારી ગૂંચવાડો અાપનારા છે. વધુમાં જન્મના સૂર્યની સામે ગોચરના શનિની પૂર્ણ દૃષ્ટિ છે. જે કાર્યક્ષેત્રમાં સરકારી બાબતોમાં રૂકાવટો આપે છે. 

અાપના બિઝનેસને સમૃદ્વિ તરફ લઇ જવા માંગો છો? તો અાજે જ અમારા નિ:શુલ્ક બિઝનેસ રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો.

આર્થિક બાબતોમાં તણાવ- ધંધાકીય મુશ્કેલીઓનું સર્જન
તેમને બિમારીમાં પણ વિશેષ કાળજી રાખવી પડે. ગોચરનો રાહુ તેના ધન સ્થાનમાં જન્મના શુક્ર અને રાહુ ઉપરથી પસાર થાય છે. જે આર્થિક બાબતોમાં તણાવ દર્શાવે છે. જ્યારે અાઠમાં સ્થાનમાંથી જન્મના શનિ અને કેતુ પરથી પસાર થતો કેતુ ભાગ્યવૃદ્વિમાં રૂકાવટો આપે. ધંધાકીય મુશ્કેલીઓનું સર્જન કરે છે. પરંતુ ગોચરનો ગુરુ જન્મના ગુરુ અને ધનેશ ચંદ્ર પરની દૃષ્ટિ તેને ધંધામાં અને અાર્થિક ક્ષેત્રે સુરક્ષા પુરી પાડે છે. 

અૉક્ટોબર 2018 સુધીનો સમય કાયદાકીય રાહત અપાવે
તુલાનો ગુરુ તેમજ લિટિગેશનનો કારક તથા સ્વામી મંગળને સંપૂર્ણ દૃષ્ટિથી જુએ છે. માટે કાયદાકીય તકલીફોમાં તારીખ 12-10-2018 સુધી તુલાનો ગુરુ તેને સલામતી પુરી પાડે છે. વધુમાં સરકારનો કારક સૂર્ય તેમજ પરાક્રમેશ સૂર્ય પર ગુરુની દૃષ્ટિ સરકારી કામોમાં પણ તેને મદદરૂપ થાય છે. 

માર્ચ 2019 થી નવેમ્બર 2019 નો સમયગાળો મિશ્ર પરિણામ આપશે
જો કે 8-03-2019 પછી મિથુનનો રાહુ તેમજ ધનનો કેતુ તેને અનેકગણી મુશ્કેલીઓ અને તકલીફો આપશે. વૃશ્વિકનો ગુરુ તા. 12-10-2018 થી તા.29-03-2019 સુધી તેના બુધને પૂર્ણ દૃષ્ટિથી જોશે. તા. 29-03-2019 થી 23-04-2019 સુધીનો ધન રાશિનો ગુરુ સૂર્યને પૂર્ણ દૃષ્ટિથી જોશે. જે સરકારી ગૂંચવણોમાંથી માર્ગ નીકાળશે. તા. 23-04-2019 થી તા. 5-11-2019 દરમિયાન વૃશ્વિકનો ગુરુ વળી પાછો આવતા બુધ, શુક્ર ને જોશે. જે સલામતી પુરી પાડશે. 

અામ અેકંદરે, 2018, 2019 તેને સંઘર્ષ, કાયદાકીય ગૂંચવણો તથા રૂકાવટોને અંતે સફળતા પ્રદાન કરશે. 

ગણેશજી અાપને જીવનના તમામ ક્ષેત્રમાં પ્રગતિ પ્રદાન કરે તેવી શુભકામનાઓ. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા

અાપની વ્યક્તિગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે હમણાં જ અમારા જ્યોતિષવિદો સાથે સીધી વાતચીત કરો.

12 Apr 2018


View All blogs

More Articles