![]() ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની સ્થાપના વર્ષ ૨૦૦૭માં એમેઝોન કંપનીથી છુટા પડેલા અને આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કરનારા દૂરંદેશી વ્યવસાયિક સચિન બંસલે કરી હતી. પ્રારંભિક તબક્કે ફ્લિપકાર્ટ ઓનલાઈન સર્વિસ પ્રા.લિ. નામથી શરૂ થયેલી આ કંપની હાલમાં મોબાઈલથી માંડીને ફર્નિચર સુધીની તમામ ચીજો ઓનલાઈન વેચે છે. ૧૬૦૦૦થી વધારે કર્મચારીઓની વિશાળ ટીમ ધરાવતી અને તમામ પ્રકારે ચુકવણીની સુવિધા આપતી આ કંપની ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોમાં સફળતાના નવાં શિખરો સર કરી રહી છે. ફ્લિપકાર્ટ આમ તો સિંગાપોરમાં રજિસ્ટર થયેલી છે પરંતુ તેનું સંચાલન બેંગલોરથી કરવામાં આવે છે. આ કંપનીએ પોતાના જ બ્રાન્ડ નામ ‘ડિજીફ્લિપ’ હેઠળ પોતાની પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચાવાનું શરૂ કર્યું છે જેમાં ટેબલેટ્સ, યુએસબી અને લેપટોપ બેગ જેવી ચીજો પણ સમાવી લીધી છે. મે ૨૦૧૪માં ડીએસટી ગ્લોબલ પાસેથી ફ્લિપકાર્ટે ૨૧૦ મિલિયન ડોલર મેળવ્યા અને, જુલાઈ મહિનામાં વર્તમાન રોકાણકારો ટાઈગર ગ્લોબલ તેમજ દક્ષિણ આફ્રિકાના મીડિયા ગ્રૂપ નેસ્પરના વડપણ હેઠળ ૧ અબજ ડોલર જેટલી જંગી રકમ ઉભી કરી. ડિસેમ્બર મહિનામાં ફ્લિપકાર્ટના છેલ્લા ફંડ-રેઈઝિંગ રાઉન્ડ(ભંડોળ ઉભુ કરવા માટેના પ્રયાસ)માં કંપનીની બજાર કિંમત ૧૨ અબજ ડોલર આંકવામાં આવી હતી. ફ્લિપકાર્ટ ભલે પોતાની આર્થિક સ્થિતિને જાહેર નથી કરતી પરંતુ બજારમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે, ગ્રાહકોને જંગી ડિસ્કાઉન્ટ્સ, માર્કેટિંગ, ટેકનોલોજી અને ડિલિવરી નેટવર્ક પાછળ જંગી ખર્ચના કારણે હાલ નહીં નફો-નહીં નુકસાનની સ્થિતિમાં આવી ગઈ છે. ગણેશજી અહીં ફ્લિપકાર્ટની સ્થાપના સમયની કુંડળીનો અભ્યાસ કરીને જણાવી રહ્યા છે કે, આ કંપની માટે સારા-નરસા પાસા કયા છે અને તેને ભાગ્યમાં શું લખ્યું છે.
ફ્લિપકાર્ટની સ્થાપના/પ્રારંભ સમયની વિગતો
જ્યોતિષીય અવલોકનોપ સપ્ટેમ્બર ૨૦૦૭, બુધવાર સવારે ૭.૦૦ કલાકે (સૂર્ય કુંડળી) સ્થળ – બેંગલુરુ ![]() સૂર્ય કુંડળી અનુસાર ઈ કોમર્સ ક્ષેત્રની આ કદાવર કંપનીની કુંડળીમાં ગણેશજી જોઈ રહ્યા છે કે સૂર્ય લગ્ન રાશિ છે. જોકે શનિ અને કેતુની યુતિ લગ્ન સ્થાનમાં છે. બીજા ભાવ(ધન સ્થાન)માં બુધ સ્વગૃહી છે, જ્યારે કંપનીના વ્યય ભાવમાં શુક્ર વક્રી છે. જ્યોતિષીય સંકેતો જ્યોતિષીય અવલોકનોમાં એવું ટાંકવામાં આવ્યું છે કે જો કુંડળીમાં સૂર્ય લગ્નભાવમાં સ્વગૃહી હોય(ફ્લિપકાર્ટની સૂર્ય કુંડળીમાં આ સ્થિતિ છે), તો કંપની અથવા તે વ્યક્તિની ખૂબ જ સારી પ્રગતી અને વિકાસ થાય છે. આ ગ્રહસ્થિતિના કારણે જ કંપનીના કર્મચારીઓ કંપની પ્રત્યે પોતાની નિષ્ઠા અને કર્તવ્ય ભાવના દર્શાવે તે શક્યતા ઘણી પ્રબળ થાય છે. મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં ઘનિષ્ઠતા અને તાલમેલ ખૂબ સારો જળવાય. સૂર્યની આ સ્થિતિના કારણે કંપનીની એકંદરે સમૃદ્ધિમાં વધારો થાય તે સ્વભાવિક છે. જોકે નબળું પાસું જોવામાં આવે તો, શનિ અને કેતુની યુતિ ફ્લિપકાર્ટની કુંડળીમાં લગ્નભાવમાં જ છે. આ યુતિના કારણે ફ્લિપકાર્ટની કુંડળીમાં લગ્નભાવમાં સૂર્યનું બળ ઘટે છે.આ પ્રકારની ગ્રહદશાના કારણે કંપનીના કર્મચારીઓમાં શિસ્તનો અભાવ, અસંતોષ અને પારસ્પરિક મુશ્કેલીઓની સમસ્યા સર્જાઈ શકે છે. તેના કારણે હરીફો, હિતશત્રુઓ અને પ્રતિસ્પર્ધી કંપનીની પ્રતિષ્ઠાને ખંડિત કરવાનો પ્રયાસ કરી શકે છે. બીજા ભાવમાં સ્વગૃહી બુધ સુચિત કરે છે કે, સંસ્થાની આર્થિક સ્થિતિ સારી રહેશે. ભારે રોકાણના કારણે કંપનીને નાણાનો સ્ત્રોત ચાલુ રહેશે અને તેનાથી કંપનીના બેંક અને આર્થિક સંસ્થાઓ સાથેના જોડાણોમાં વધારો થવાની શક્યતા પણ રહે છે. એકંદરે, ફ્લિપકાર્ટ ખૂબ મજબૂત પીઠબળ અને પાયો ધરાવે છે પરંતુ પ્રથમ ભાવમાં શનિ-કેતુની યુતિના કારણે સંઘર્ષોમાંથી પસાર થતા રહેવું પડશે. કંપનીનું ભાવી કેવું રહેશે? વર્તમાન સમયમાં ગોચરનો રાહુ કંપનીના બીજા ભાવમાં કન્યા રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. આ શુભ સંકેત નથી માટે કંપની હાલમાં આ ગ્રહદશાની ખરાબ અસર હેઠળ આર્થિક ચડાવઉતાર અથવા પડકારજનક સ્થિતિમાંથી પસાર થતી હોય તેવું બની શકે છે. આ ગોચરની વિપરિત અસર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૧૫માં વધુ જોવા મળે તેવી સંભાવના છે કારણ કે રાહુ આ સમયમાં આંશિક યુતિમાં આવશે. આમ, ફ્લિપકાર્ટમાં પ્રમોટરો અને ઉચ્ચ મેનેજમેન્ટને આ સમયમાં વિશેષ તકેદારી રાખવી પડશે. આ સમયમાં ખોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના સર્વાધિક રહેશે. અન્ય એક મુખ્ય ગ્રહ શનિ હાલમાં ચોથા ભાવમાંથી એટલે કે લાભ અને ખુશીના સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ ગોચરના કારણે સંગઠનમાં મુશ્કેલી અને અવરોધોની સંભાવના રહે. ફ્લિપકાર્ટના મેનેજમેન્ટે કામનો માહોલ સકારાત્મક રહે અને તેમની ઉત્પાદકતા પર વિપરિત અસર ન પડે તેનો ખ્યાલ રાખવો પડશે. રીઅલ એસ્ટેટ બિઝનેસ આવા ગોચર હેઠળ વધુ અસર પામે છે અને ફ્લિપકાર્ટ શનિનું ગોચર ચાલે ત્યાં સુધી એટલે કે ૨૦૧૭ની શરૂઆત સુધી આવી કોઈપણ સંસ્થાથી દૂર રહે તેમાં જ મજા છે. આ તમામ ચડાવઉતાર વચ્ચે પણ, સારી બાબત ગુરુનું ગોચર છે. કારણ કે ૧૫ જુલાઈ પછી ગુરુ સિંહ રાશિમાં એટલે કે ફ્લિપકાર્ટની કુંડળીમાં લગ્ન સ્થાનમાં પસાર થશે જે તેને ખૂબ લાભદાયી નીવડશે. જાન્યુઆરી ૨૦૧૬ સુધી ગુરુ ફ્લિપકાર્ટના કોઈપણ સાહસો માટે ખૂબ લાભદાયી નીવડશે. જોકે, જાન્યુઆરી ૨૦૧૬ પછી ગોચરનો રાહુ ગુરુ સાથે સિંહમાં યુતિ કરતો હોવાથી ગુરુનું બળ ઘટશે. એકંદરે, ગણેશજીને લાગી કહ્યું છે કે, ફ્લિપકાર્ટ એક કંપની તરીકે ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે છે અને જુલાઈ ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ સુધીનો સમય તેના માટે ઘણો સારો છે. આ એવો સમય છે જેમાં કંપની કોઈ મોટા જોડાણો કરે અથવા મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. જોકે, જાન્યુઆરી ૨૦૧૬ પછી કંપનીએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ગણેશજીના આશીર્વાદ સાથે, ગણેશાસ્પીક્સ ટીમ ધર્મેશ જોષી |
||
16 May 2015