For Personal Problems! Talk To Astrologer

દિવાળી શોપેથોનમાં ફ્લિપકાર્ટ તેના પ્રતિસ્પર્ધીઅોને મ્હાત અાપી બાજી મારશે


Share on :


છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં અોનલાઇન શોપિંગનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે ત્યારે ઇ-કોમર્સનો વ્યાપ પણ પૂરજોશમાં વધી રહ્યો છે. વર્તમાન સમયમાં દરેક વસ્તુ અોનલાઇન ઉપલબ્ધ છે તેમજ અોનલાઇન સાઇટ્સ પર સરળતાથી ટ્રાન્ઝેક્શન થઇ શકતું હોવાથી પણ વધુને વધુ લોકો ઇ-શોપ મારફતે ખરીદી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રખ્યાત સાઇટ્સને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. પણ અા લેખમાં ગણેશજીઅે ફ્લિપકાર્ટ, અેમેઝોન તેમજ સ્નેપડીલને ધ્યાનમાં રાખ્યા છે અને તેઅોના ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીને તેના ભાવિનો ચિતાર અાપ્યો છે.

1) ફ્લિપકાર્ટ
તારીખ: 5 સપ્ટેમ્બર 2007, બુધવાર
સમય: 07:00:00 ( સૂર્ય કુંડળી)
સ્થળ: બેંગ્લોર, કર્ણાટક, ભારત

ફાઉન્ડેશન ચાર્ટ


અાજે જ વિદ્વાન જ્યોતિષીઅોઅે હાથથી તૈયાર કરેલો જન્માક્ષર રિપોર્ટ મેળવો

ગુરૂનું ગોચર અાગામી વર્ષ માટે ત્રણેય અોનલાઇન કંપનીમાંથી ફ્લિપકાર્ટ માટે સૌથી સાનુકૂળ જણાઇ રહ્યું છે. 

ફ્લિપકાર્ટના ફાઉન્ડેશન ચાર્ટ પર અેક નજર:
1) સૂર્ય તેના જ ભાવમાં છે.
2) ઉચ્ચનો બુધ ધનસ્થાનમાં છે.

નકારાત્મક બાબત:
1) બે મહત્વના ગ્રહો – સૂર્ય અને શનિ દુષિત કેતુ સાથે યુતિમાં છે.
2) દસમા ભાવનો સ્વામી બારમા ભાવમા સ્થાનમાં છે અને તે પણ વક્રીમાં છે.

ગ્રહોની સ્થિતિ શું સંકેત અાપે છે?
કંપની તેના ગ્રાહકોમાં સારી લોકપ્રિયતા મેળવી શકશે. કંપનીની અાર્થિક સ્થિતિ ખૂબ મજબૂત હશે અને કંપની જે નાણાકીય વ્યૂહરચના તૈયાર કરે છે તેનાથી પણ ફળદાયી પરિણામ મળી રહેશે. પણ પ્રસંગોપાત કંપનીને પ્રોડક્ટની ગુણવત્તાને લઇને ફરીયાદનો સામનો કરવો પડે.

કંપનીનું ભાવી કેવું રહેશે?
ગણેશજીને લાગે છે કે જન્મના બુધ પરથી ગુરૂનું ગોચર કંપની માટે અાગામી મહિનાઅોમાં લાભદાયી રહેશે. અા સ્થિતિ કંપનીઅે કરેલા જંગી નફાથી સારા પ્રમાણમાં બાહ્ય વૃદ્વિના સંકેત પણ અાપી રહી છે. અાગામી વર્ષમાં કંપની નોંધપાત્ર નફો રળશે. અાપના વેપાર માટે ગ્રહો શું સૂચવી રહ્યા છે તે જાણવા માગો છો? તો અાજે જ વ્યવસાય અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને વેપારને વૃદ્વિ તરફ લઇ જાઅો.

2) સ્નેપડીલ
તારીખ: 4 ફેબ્રુઅારી, 2010
સમય: 07:00:00 (સૂર્ય કુંડળી)
સ્થળ: નવી દિલ્હી, ભારત

ફાઉન્ડેશન ચાર્ટ


અાજે જ વિદ્વાન જ્યોતિષીઅોઅે હાથથી તૈયાર કરેલો જન્માક્ષર રિપોર્ટ મેળવો

સ્નેપડીલની છબીમાં સુધારો થવા છતાં તેની નાણાકીય વ્યૂહરચનાથી ઇચ્છિત પરિણામ નહીં મેળવી શકે અને અાગામી વર્ષના અેપ્રિલ-અોગસ્ટ દરમિયાન સુધારાના સંકેત છે.

જ્યોતિષીય અવલોકન:
1) યોગકારક શુક્ર લગ્નમાં છે. અા ખૂબ જ મજબૂત સ્થિતિ છે કારણ કે શુક્ર અોનલાઇન શોપિંગ, મનોરંજન તેમજ ફેશનનો કારક છે.

નકારાત્મક બાબત:
1) નીચનો મંગળ ભાગીદારીના સાતમા ભાવમાં છે.
2) ટ્રાન્સપોર્ટેશન/લોજિસ્ટિક્સ/ કોમ્યુનિકેશનનો કારક બુધ બારમા ભાવમાં છે અને રાહુથી દુષિત થાય છે.

કંપનીનું ભાવી કેવું રહેશે?
સ્નેપડીલ માટે કેતુ અાગામી વર્ષના અોગસ્ટ મહિના સુધી બીજા ભાવમાથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ ગુરૂ નવમા ભાવમાંથી પસાર થશે. ગ્રહોના અા ગોચરની અસરને કારણે કંપનીના અાર્થિક વ્યૂહરચના પણ નિષ્ફળ રહેતા ઇચ્છિત પરિણામ નહીં મેળવી શકે અને પ્રોફિટ માર્જિન પણ નીચલા સ્તરે જોવા મળશે. પણ ગુરૂ મહત્વના ગ્રહો પર તેનો લાભદાયી પ્રભાવ પાડતો હોવાથી કંપની વિસ્તરણ કરશે અને ગ્રાહકો માટે વધુ સર્વિસ અને પ્રોડક્ટ રજૂ કરશે. કંપનીની છબીમાં પણ વૃદ્વિ થશે તેવું ગણેશજીને લાગે છે.

3) અેમેઝોન ડોટ ઇન
તારીખ: 5 જૂન, 2013
સમય: 7:00:00 (સૂર્ય કુંડળી)
સ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

ફાઉન્ડેશન ચાર્ટ


અાજે જ વિદ્વાન જ્યોતિષીઅોઅે હાથથી તૈયાર કરેલો જન્માક્ષર રિપોર્ટ મેળવો

અેમેઝોન અાગામી કેટલાક મહિનામાં માર્કેટિંગ અને પબ્લિસિટી પાછળ વધુ નાણાં ખર્ચશે. શનિની પ્રતિકૂળ સ્થિતિથી કેટલાક અવરોધ જોવા મળી શકે છે.

જ્યોતિષીય અવલોકન:
1) બુધ તેની જ રાશિમાં છે અને ગુરૂ અને બુધ સાથે યુતિમાં છે.
2) શનિ ઉચ્ચનો છે.

નકારાત્મક બાબત:
શનિ અને રાહુની યુતિથી શનિ-રાહુ શાપિત દોષ બને છે.

કંપનીનું ભાવી કેવું રહેશે?
અેમેઝોનના કિસ્સામાં કેતુ અાગામી વર્ષે દસમા સ્થાનમાંથી પસાર થશે. અા સ્થિતિને કારણે ટોચના મેનેજમેન્ટ સ્તરમાં કેટલીક સમસ્યાઅો જોવા મળી શકે છે. દસમો ભાવ સફળતાનો કારક છે અને કેતુનું ગોચર કંપની માટે અવરોધ ઊભા કરી શકે છે. કંપની માર્કેટિંગ, પ્રસિદ્વિ અને પ્રોડક્ટના પ્રમોશન પાછળ જંગી રકમ ખર્ચશે તેમ છતાં ધારી સફળતા નહીં મેળવી શકે. અન્ય તરફ ગુરૂ પાચમા ભાવમાંથી પસાર થશે. અા ગોચરથી કંપનીઅે જંગી ખોટ સહન નહીં કરવી પડે તેમજ સારો ધનલાભ થશે. શું અાપની અાર્થિક સ્થિતિના ભાવિ વિશે જાણવા માગો છો? તો અાજે જ સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો.


તુલનાત્મક વિશ્લેષણ અને સારાંશ:

ગણેશજી કહે છે કે ત્રણેય કંપનીમાંથી ફ્લિપકાર્ટનું અાર્થિક ભાવિ દિવાળી 2016 અને તેના પછીના અેક વર્ષ માટે ઉજ્જવળ છે અને તેની મદદથી બેંગ્લોર સ્થિતિ કંપની માર્કેટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવી શકશે. અેમેઝોન બીજા ક્રમે જ્યારે સ્નેપડીલ ત્રીજા સ્થાને જોવા મળે તેવી શક્યતા છે.

ગણેશજીના અાર્શીવાદ સાથે

જીવનના વિવિધ ક્ષેત્રોને લઇને કોઇ પ્રશ્ન અાપને સતાવી રહ્યો છે? તો અાપ નિશ્વિતપણે જ્યોતિષ સાથે કરો સીધી વાત મારફતે યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ મેળવી શકો છો.

14 Oct 2016


View All blogs

More Articles