For Personal Problems! Talk To Astrologer

શુ રઘુરામ રાજન નાણા મંત્રાલયના દબાણથી પદ છોડશે ? શુ કહે છે રાજનના ગ્રહો


Share on :

રઘુરામ રાજન, રિઝર્વ બેન્ક અોફ ઇન્ડિયાના 23મા ગર્વનર વિશ્વમાં ટોચના ભારતીય અર્થશાસ્ત્રી તરીકે અોળખાય છે. શૈક્ષણિક ક્ષેત્રે તેની કાબેલિયત દર્શાવવા IIT-Dમાથી તેની અેન્જિનિયરિંગની પદવી અને IIM-Aમાંથી મેનેજમેન્ટની પદવી પુરતી છે. તેઅોઅે અાઇઅાઇટી દિલ્હીમાંથી અને અાઇઅાઇઅેમ-અે ખાતેથી ડાયરેક્ટરનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે કે જે તેની શ્રેષ્ઠતાના સારી રીતે સાબિત કરે છે. તેની અનેક સીદ્વિઅોમાંથી અન્ય અેક સીદ્વિ તરીકે તેઅો અાઇઅેમઅેફ ખાતે સૌથી યુવાન વયના મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.

તાજેતરમાં તેઅો રાજકારણીઅોની ટીકાઅોનો ભોગ બન્યા છે. જો કે સ્પષ્ટવક્તા અર્થશાસ્ત્રી તેઅોઅે પણ સામે વળતા પ્રહાર કર્યા છે. તેથી તેઅોની અારબીઅાઇ ગર્વનર તરીકેની ટર્મ પુર્ણ થવાને અારે છે ત્યારે અેવુ અનુમાન કરાઇ રહ્યું છે કે શુ તેઅો અન્ય અેક ટર્મ માટે ગર્વનર તરીકે કાર્યરત રહેશે ?

વર્તમાન સમયમાં જ્યારે નાણા મંત્રાલય અને અારબીઅાઇ ગર્વનર વચ્ચે ચિંતાનો માહોલ છે ત્યારે અારબીઅાઇના નવા ડેપ્યુટી ગર્વનરની નિમણુંકની પેનલમાંથી રાજનને બાકાત રાખવાના સમાચારે નાણા મંત્રાલયની મરજી દર્શાવી છે. જ્યારે રાજને પોતે શૈક્ષણિક ક્ષેત્રે જવાની ઇચ્છા દર્શાવી છે ત્યારે તે ગર્વનરની અાગામી ટર્મ ઇચ્છે છે કે નહીં તે જોવુ રહ્યું.

અારબીઅાઇ ગર્વનર રાજન માટે તેના ગ્રહો શુ કહે છે ? ચાલો જાણીઅે


નામ: રઘુરામ રાજન – અારબીઅાઇ ગર્વનર
જન્મતારીખ: 3 ફેબ્રુઅારી 1963
જન્મસ્થળ: ભોપાલ
સુર્ય કુંડળી
રઘુરામ રાજનના સતત વિવાદમાં રહેવા પાછળ ક્યા કારણો જવાબદાર છે?

રઘુરામ રાજનનો જન્મ મકર લગ્નમાં થયો છે કે જેમા લગ્નસ્થાનમાં સુર્ય,શનિ અને કેતુની યુતિ છે. અા ગ્રહોની સ્થિતિ તેને મહેનતુ અને ઉદ્યમી બનાવતી હોવા છતાં તેના કામની કદર નથી કરાતી. વધુમાં વક્રી મંગળની લગ્નસ્થાન પર દુષિત દષ્ટિ તેને જિદ્દી બનાવતા તેના દુશ્મનોની સંખ્યામાં વધારો થયો છે. તે તેની પોતાના સિદ્વાંતો અને માન્યતમાં બંધાયેલા છે. તેની જન્મ કુંડળીમાં અા ગ્રહોની સ્થિતિ તેને અડગ અને સ્પષ્ટવક્તા બનાવે છે. જે લોકો તેના મંતવ્ય અને અભિગમ વિરુદ્વ પડકાર ફેંકે છે તે વ્યક્તિ સાથે તે વિવાદમાં ઉતરે છે.


અા કારણોસર તે હાલમા જે સતા ધરાવે છે અને અા સ્થિતિથી જે પ્રતિભા ધરાવે છે તેનાથી તે સતત વિવાદમા ફસાયેલા રહે છે.

રાજનની અાગામી કારર્કિદીનુ ભાવિ કેવુ રહેશે ?
વર્તમાન સમયમાં કેતુ જન્મના ગુરુ પરથી પસાર થઇ રહ્યો છે અને શનિ તેમજ મંગળ 11મા સ્થાનેથી પસાર થઇ રહ્યા હતા જો કે હાલના સમયમાં વક્રીનો મંગળ કારર્કિદીના 10મા સ્થાનેથી પસાર થઇ રહ્યા છે જેનાથી તેની હાલની ગર્વનર તરીકેની સતાના પૂર્ણ થયા સુધી પડકારોનો સામનો કરવો પડશે.

સપ્ટેમ્બર માસમાં ગોચરના સુર્ય અને રાહુની યુતિ રાજન માટે સારી નહીં હોય. જો કે હકારાત્મક પાસા તરીકે ગોચરનો ગુરુ,શુક્ર અને બુધ સંપતિના સ્થાનમાં હશે. તેથી અેવી અાશા છે તેને કદાચ અારબીઅાઇના ગર્વનર તરીકેની સતા સંભાળવાની ફરી તક મળે. તેને કદાચ વધારાની જવાબદારી સોંપવામાં અાવે અને અન્ય વિભાગમાં ખસેડાય તેવી પણ શક્યતા છે.

ગણેશજીના અાશીર્વાદ સાથે,
ધર્મેશ જોશી
GaneshaSpeaks.com ટીમ

16 Jun 2016


View All blogs

More Articles