કેનેડિયન- અમેરિકન બિઝનેસ ધનાઢ્ય, અેલોન રીવ્સ મસ્ક સ્પેસ અેક્સના સ્થાપક, સીઇઅો તેમજ સીટીઅો, ટેસ્લાના સીઇઅો અને પ્રોડક્ટ અાર્કિટેક્ટ, સોલાર સિટીના સહ સ્થાપક તેમજ ચેરમેન, ઓપનએલના સહ ચેરમેન, ઝીપ2ના સહ સ્થાપક તેમજ એક્સ.કોમના સ્થાપક છે. અેન્જિનિયર, રોકાણકાર, નવસર્જક અેલોન મસ્કે માત્ર 12 વર્ષની ઉંમરે તેની કુશાગ્રબુદ્વિથી બ્લાસ્ટર નામના વીડિયો ગેમના કોડને અેક કમ્પ્યુટર મેગેઝિનને 500 ડોલરમાં વેચીને તેની વ્યાપારમાં રહેલી ઊંડી સમજણ અને સૂઝને દર્શાવી હતી. હાલમાં તે માત્ર 45 વર્ષની ઉંમરે 13.9 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વનાં સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં 80મા ક્રમાંકે છે. ગત વર્ષે ફોબર્સની વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઅોની યાદીમાં તે 21મા સ્થાને હતા. અેલોન મસ્કની અેવી ઉન્નત મહત્વકાંક્ષા છે કે માનવીના વિનાશને ઘટાડવા માટે મંગળ પર અેક માનવ કોલોનીનું નિમાર્ણ કરવામાં આવે. માસ્કે કેટલીક વખત કહ્યું પણ છે કે તે મંગળ પર મરવાનું પસંદ કરશે. ગણેશજી તેની કુંડળીનું વિશ્લેષણ કરીને જણાવી રહ્યા છે કે અેલોન મસ્કનું ભાવી તેના ભૂતકાળ જેટલું ભવ્ય નથી દેખાઇ રહ્યું.
અેલોન મસ્ક
જન્મતારીખ: 28 જૂન, 1971
જન્મસમય: ઉપલબ્ધ નથી
જન્મસ્થળ: પ્રીટોરિયા, દક્ષિણ અાફ્રિકા
સૂર્યકુંડળી
અેલોન મસ્ક: બિઝનેસમાં ગગનચૂંબી સફળતાની સીડીઅો સર કરવામાં ગ્રહોની કૃપાદૃષ્ટિ
અેલોન મસ્ક: શુક્રની શુભ સ્થિતિથી કારકિર્દીને વેગ
શુક્રની તેની જ રાશિમાં શુભ સ્થિતિ અેલોન મસ્કને લાભદાયી બની રહેતા તેમણે ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ ટેસ્લા મોટર્સની શરૂઅાત કરી હતી. વર્ષ 2004માં ટેસ્લાના બોર્ડ અોફ ડિરેક્ટર્સમાં જોડાઇને ચેરમને બનવા માટે તેમણે ફંડિગની અનેક સીરિઝનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. વર્ષ 2008ની અાર્થિક કટોકટી બાદ તેઅો ચીફ અેક્ઝિક્યુટિવ બન્યા હતા અને હાલમાં પણ અે જ હોદ્દા પર સક્રિયપણે કાર્યરત છે.
અેલોન મસ્ક: સફળ ભૂતકાળ, ભાવી અંધકારમય
ભાવીને જોતા અેલોન મસ્કે અાગળ પર લાંબી મંઝલ કાપવાની છે. તદુપરાંત, ગ્રહોની સ્થિતિ પણ પ્રતિકૂળ હોવાથી તેના દરેક પ્રોજેક્ટમાં વિલંબ થાય તેવી સંપૂર્ણપણે શક્યતા રહેલી છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અેલોન મસ્ક: અોક્ટોબર- 2017 – ફેબ્રુઅારી 2018 વચ્ચે સ્થિતિ વધુ કઠીન બને
અેલોન મસ્ક: અોક્ટોબર- 2017 – ફેબ્રુઅારી 2018 વચ્ચે સ્થિતિ વધુ કઠીન બને
મસ્ક માટેનો અોક્ટોબર 2017 – ફેબ્રુઅારી 2018નો સમયગાળો વધુ કષ્ટદાયક અને સંઘર્ષમય બની રહેતા તેને અનેક મુશ્કેલીઅો અને અવરોધોનો સામનો કરવો પડશે. તેના મંગળ સ્પેસક્રાફ્ટ પ્રોજેક્ટને લઇને કોઇ કમનસીબ ઘટનાઅો પણ બને. પરિણામે તેની પ્રતિષ્ઠા અને અાબરૂને પણ હાનિ પહોંચશે. અાગામી વર્ષોમાં કોઇ મોટા સોદા કે પછી ભાગીદારીમાં પણ જંગી ખોટ સહન કરવાની નોબત અાવશે. તેથી ગણેશજીને લાગે છે કે તે અાગામી વર્ષોમાં અનેક પડકારો, ચિંતાઅો, વિક્ષેપો, અવરોધો અને સમસ્યાઅોથી ઘેરાયેલો રહેશે.
ગણેશજીના અાશીર્વાદ સાથે
12 Apr 2017
View All blogs