For Personal Problems! Talk To Astrologer

શુક્રનું કુંભ રાશિમાંથી ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન


Share on :


શુક્ર સંજીવની કારક ગ્રહ છે. શુક્ર એટલે જીવનની ઉર્મિ. શુક્ર એટલે જીંદગી જીવવાની જડીબુટ્ટી. શુક્ર એ મુખ્યત્વે કળા, લાલિત્ય, સૌંદર્ય, જીવનમાં વૈભવ, મોજશોખ, ભોગવિલાસ અને કામેચ્છાનો કારક ગ્રહ છે. કુંડળીમાં શુક્ર નબળો હોય તો જાતકને જીવન નિરસ લાગે છે. ગોચરના શુક્રનો તા. 6-2-2018ના રોજ બપોરે 12.00 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ થયો છે. તા. 2-3-2018ના રોજ બપોરે 11.43 મિનિટ સુધી શુક્ર કુંભ રાશિમાં જ ભ્રમણ કરશે અને ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. તા. 6-2-2018થી 11-2-2018 સુધી શુક્ર ધનિષ્ઠા નક્ષત્રમાં, તા. 11-2-2018થી 22-2-2018 સુધી શતભિષા નક્ષત્રમાં અને તા. 22-2-2018 થી 2-3-2018 સુધી શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ શુક્રનું ભ્રમણ દરેક રાશિના જાતકોને કેવું ફળ આપશે તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પરંતુ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો.)

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા સ્થાનનો માલિક થઈને લાભ સ્થાનમાંથી ભ્રમણ કરશે. તા. 6થી 12 દરમિયાન કૌટુંબિક અને આર્થિક બાબતોમાં પ્રગતિ જોવા મળશે. અંગત જીવનમાં મધુરતા જળવાશે. જાહેર જીવન અને ભાગીદારીના કામકાજોમાં યશ પ્રાપ્તિની સંભાવના છે. તા. 11 થી 22 દરમિયાન તમે જીવનસાથી ઉપરાંત પરિવારજનો સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. આર્થિક લાભની શક્યતા પણ બની રહી છે. તા. 22પછીના સમયમાં તમને આ તમામ બાબતોમાં મધ્યમ ફળ મળવાની સંભાવના છે. 

શું તમે કારકિર્દીમાં સતત સંઘર્ષથી ઝઝુમી રહ્યા છો? રાહત મેળવવા ઇચ્છો છો? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીને પ્રશ્ન પૂછો અને ૨૪ કલાકમાં સચોટ જવાબ મેળવો. 

વૃષભઃ 
વૃષભ રાશિના જાતકો માટે શુક્ર લગ્ન સ્થાન અને છઠ્ઠા સ્થાનનો માલિક થાય છે અને તમારી રાશિથી દશમા એટલે કે કર્મ સ્થાનમાં શુક્રનું ભ્રમણ થઈ રહ્યું છે. તા. 6 થી 11 સુધીમાં નોકર-ચાકરનું સુખ સારું ભોગવી શકશો. મોસાળ પક્ષથી શુભ સમાચારની આશા રાખી શકો છો. તા. 11 થી 22 દરમિયાન તમારા હાથ નીચે કામ કરતા લોકોનો સારો સહકાર મળે. રોગ અને શત્રુઓ પર વિજય મેળવી શકશો. શારીરિક અને માનસિક સ્થિતિ એકંદરે સારી રહેશે. તમારામાં સર્જનાત્મકતા વધતા પ્રોફેશનલ મોરચે કંઈક નવીન કાર્ય કરશો.જોકે તા. 22 પછી તમને શુક્રનું ગોચર મધ્યમ ફળ આપનારું રહેશે.

શું તમે નોકરીમાં પરિવર્તન માટે ઇચ્છુક છો? તમે અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કર નિર્ણય લો. 

મિથુનઃ 
મિથુન રાશિના જાતકો માટે શુક્ર પંચમેશ અને વ્યયેશ થઈને ભાગ્ય સ્થાનમાંથી ભ્રમણ કરશે. આ સમયમાં ખાસ કરીને વિદ્યાભ્યાસ, સંતાન, પ્રેમસંબંધો, આર્થિક બાબતો, રમતગમત, લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી, ધાર્મિક સ્થળોની મુલાકાત, વગેરે બાબતોમાં શુભ ફળદાયી રહેશે. આકસ્મિક અને બીમારી સંબંધિત ખર્ચનું પ્રમાણ ઘટશે. તા. 22મી સુધી આ ભ્રમણ આપના માટે શુભ ફળદાયી રહેશે પરંતુ ત્યારપછીના સમયમાં ફળ અગાઉની તુલનાએ ઓછુ થશે.

તમને જીવનસાથી ક્યારે મળશે? ક્યારે માંડશો પ્રભુતામાં પગલા? જાણવા માટે અહીંયા ક્લિક કરો અને સાથોસાથ તકોને ઉજળી કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષની પરામર્શ સેવાનો લાભ ઉઠાવો. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે શુક્ર સુખેશ અને લાભેશ છે અને કુંભ રાશિમાં તે આઠમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. તા. 6 થી 22 સુધી શુક્રનું ફળ સારું અથવા ઉત્તમ ગણી શકાય તેવું રહેશે પરંતુ ત્યારપછી અશુભ ફળની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં મૈત્રી સંબંધો ખીલશે, સ્થાવર મિલકતો આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળે. ઉચ્ચ અભ્યાસ, માતા સંબંધિત બાબતો, મોટા ભાઈ બહેન સાથેના સંબંધો વગેરેમાં સારું ફળ મળે. જોકે છેલ્લા ચરણમાં આ દરેક બાબતે સચાવવું પડશે.

શું તમે અાર્થિક ખેંચથી પરેશાન છો? તો અાજે જ અમારા જ્યોતિષ સાથે પરામર્શ કરીને અાર્થિક સદ્વરતા તરફ પ્રયાણ કરો. 

સિંહઃ 
સિંહ રાશિના જાતકો માટે કુંભનો શુક્ર ત્રીજા અને દશમા સ્થાનનો માલિક બને છે અને સાતમા એટલે કે જીવનસાથી અને ભાગીદારીના સ્થાનમાંથી પસાર થાય છે. આ જાતકો માટે આ સમયમાં ખાસ કરીને નાના ભાઈ બહેન સાથેના સંબંધો, મિત્રો, વિવિધ એક્ટિવિટી, ટૂંકા અંતરની મુસાફરી, પિતા સંબંધિત બાબતો, વ્યાવસાયિક ક્ષેત્ર વગેરેમાં તા. 22મી સુધી શુભ ફળ મળી શકે છે. ત્યારપછીના સમયમાં આપને આ ક્ષેત્રોમાં મધ્યમ ફળ મળવાની સંભાવના જણાઈ રહી છે.

ક્યારે મળશે તમને ગમતું પાત્ર? અાજે જ વિદ્વાન જ્યોતિષ પાસેથી સચોટ જવાબ મેળવો.

કન્યાઃ 
કન્યા જાતકો માટે શુક્ર બીજા અને નવામા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરે છે. તા. 22મી સુધી કૌટુંબિક બાબતો ઉકેલી શકશો. રોજિંદી કમાણીમાં વધારો કરવાની તકો મળે. ભાગ્યવૃદ્ધિની પણ આશા રાખી શકો છો. ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ થશે. તમારાથી નાની વયના સાળા-સાળી સાથે સંબંધો સારા રહેશે. જોકે ત્યારપછીના સમયમાં ખાસ કરીને તમારે કમાણી માટે કરેલા પ્રયાસોમાં સતર્ક રહેવું પડશે. સંબંધો મામલે પણ નબળું પરિણામ મળી શકે છે.

શું તમે નોકરીમાં પરિવર્તન માટે ઇચ્છુક છો? તમે અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કર નિર્ણય લો. 

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે કુંભ રાશિનો શુક્ર લગ્નેશ અને અષ્ટમેશ થઈને પંચમ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. ખાસ કરીને તા. 22મી સુધી તમે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતાનો અહેસાસ કરશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પરણિતોને શ્વસુર પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. વારસાગત મિલકતોના અટકેલા કાર્યોનો નિકાલ આવી શકે છે. જોકે ત્યારપછી સ્વાસ્થ્ય થોડુ સાચવવું પડશે.

શું તમે કારકિર્દીમાં સતત સંઘર્ષથી ઝઝુમી રહ્યા છો? રાહત મેળવવા ઇચ્છો છો? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીને પ્રશ્ન પૂછો અને ૨૪ કલાકમાં સચોટ જવાબ મેળવો. 

વૃશ્ચિકઃ 
વૃશ્ચિક રાશિના જાતકો માટે કુંભ રાશિનો શુક્ર બારમા અને સાતમા સ્થાનનો માલિક થઈને ચોથા સ્થાનમાંથી ભ્રમણ કરશે. ખાસ કરીને દાંપત્યજીવન, અંગતજીવન, જાહેરજીવન, ભાગીદારીના કામકાજો, સંયુક્ત સાહસો, ધાર્મિક બાબતો વગેરેમાં તા. 22મી સુધી શુભ અથવા શ્રેષ્ઠ ફળ મળી શકે છે. આ સમયમાં બીમારી અથવા અન્ય કોઈ આકસ્મિક ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. તા. 22મી પછી તમારે કટેલાક ખર્ચની તૈયારી રાખવી પડશે. સંબંધો પણ સાચવવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે.

ક્યારે મળશે તમને ગમતું પાત્ર? અાજે જ વિદ્વાન જ્યોતિષ પાસેથી સચોટ જવાબ મેળવો.

ધનઃ 
ધન રાશિના જાતકો માટે કુંભ રાશિનો શુક્ર છઠ્ઠા અને અગિયારમા સ્થાનનો માલિક થઈને ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનમાંથી પસાર થાય છે. તા. 6 થી 22 સુધી ખાસ કરીને નોકર-ચાકરનું સુખ સારું મેળવી શકશો. નવા મિત્રો બનશે. વિજાતીય મિત્રો સાથે નીકટતા વધશે. નોકરી, મોસાળ અને આર્થિક બાબતોમાં શુભ ફળ મળે. મોટા ભાઈબહેનો તમને દરેક બાબતોમાં સાથ સહકાર આપશે. ટૂંકી મુસાફરીની શક્યતા બનશે. તા. 22મી પછી ખાસ કરીને આર્થિક સાહસો ખેડતી વખતે બીજાના ભરોસે ન રહેતા. દરેક કાર્યોમાં સાચવીને ચાલજો. 

ક્યારે માંડશો પ્રભુતામાં પગલા? જાણવા માટે અહીંયા ક્લિક કરો અને સાથોસાથ તકોને ઉજળી કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષની પરામર્શ સેવાનો લાભ ઉઠાવો. 

મકરઃ 
મકર રાશિના જાતકો માટે શુક્ર પાંચમાઅને દશમા સ્થાનનો માલિક થઈને ધન સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તા. 22મી સુધી ખાસ કરીને પ્રણયજીવન, વિદ્યાભ્યાસ, આર્થિક બાબતો, કમ્યુનિકેશન, રમત-ગમત, પિતા સાથેના સંબંધો મામલે આ ગોચર શુભ ફળદાયી જણાઈ રહ્યું છે. તા. 22મી પછી આર્થિક વ્યવહારો કરતી વખતે સાવચેતી રાખવી અને લેખિત નોંધ રાખવી. આવકનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘટશે. સંતાન સંબંધિત એકાદ ચિંતા તમને પરેશાન કરી શકે છે.

શું તમે અેક સારી નોકરીની શોધમાં છો? તો હમણાં જ અમારી સેવાનો લાભ ઉઠાવીને તે અંગેના યોગ અને સમય વિશે જાણકારી મેળવો. 

કુંભઃ 
કુંભ રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને નવમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિમાંથી જ ભ્રમણ કરી રહ્યો છે. આ શુક્ર આપને માતા, વાહન, સ્થાવર અને જંગમ મિલકતો, ભાગ્યવૃદ્ધિની તકો, ધાર્મિક મુસાફરી વગેરે બાબતોમાં તા. 22મી સુધી સારું અને શ્રેષ્ઠ ફળ આપશે જ્યારે ત્યારપછી મધ્યમ ફળ આપશે. આ સમયમાં તમારામાં વિજાતીય પાત્રો તરફ આકર્ષણ રહેશે. જીવનસાથી અને ભાગીદાર જોડે સંબંધો વઘુ ઘનિષ્ઠ બનશે. તમે નિજાનંદ પાછળ વધુ ખર્ચ કરશો. 

શું તમે અાર્થિક ખેંચથી પરેશાન છો? તો અાજે જ અમારા જ્યોતિષ સાથે પરામર્શ કરીને અાર્થિક સદ્વરતા તરફ પ્રયાણ કરો. 

મીનઃ 
મીન રાશિના જાતકો માટે કુંભનો શુક્ર ત્રીજા અને આઠમા સ્થાનનો માલિક થઈને બારમા સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યો છે. નાના ભાઈબહેનો, મિત્રો, વિવિધ એક્ટિવિટી, સ્વાસ્થ્ય અને મિલકતો મામલે આપને શરુઆતના ચરણમાં સારું પછી ઉત્તમ અને તા. 22મી પછી મધ્યમ ફળ મળશે. આ સમયમાં તમારી જીવનશૈલી વધુ વૈભવી થશે અને ઠાઠમાઠ પાછળ તમે ખર્ચ કરશો. વિજાતીય આકર્ષણ અગાઉની તુલનાએ વધશે માટે તમારી જાત પર થોડો અંકુશ રાખવાની પણ સલાહ છે. 

શું તમે કારકિર્દીમાં સતત સંઘર્ષથી ઝઝુમી રહ્યા છો? રાહત મેળવવા ઇચ્છો છો? તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીને પ્રશ્ન પૂછો અને ૨૪ કલાકમાં સચોટ જવાબ મેળવો. 

ગણેશજીના આશીર્વાદ સાથે, 
પ્રકાશ પંડ્યા

સમસ્યાઓના ઉકેલ માટે હમણાં જ અમારા જ્યોતિષવિદો સાથે વાત કરો

06 Feb 2018


View All blogs

More Articles