For Personal Problems! Talk To Astrologer

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગાસનથી ગ્રહોના દુષ્પ્રભાવને દૂર કરો


Share on :


21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ તો, ભારતમાં પ્રાચીનકાળથી ઋષિ-મુનિઓ યોગ દ્વારા પોતાને નિરોગી રાખતા હતા પરંતુ હવે સામાન્ય લોકો પણ બહેતર સ્વાસ્થ્ય માટે યોગાસનનો સહારો લઇ રહ્યા છે. તાજેતરમાં છેલ્લા કેટલાંક વર્ષમાં યોગની લોકપ્રિયતા વધી છે અને ભારત ઉપરાંત વિદેશોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિરોગી રહેવા માટે યોગ અપનાવ્યા છે. યોગ માત્ર તમારા શરીર અને મનને જ સ્વસ્થ રાખે છે તેવું નથી પરંતુ વિભિન્ન યોગના શુભ પ્રભાવથી આપની કુંડળીમાં રહેલા જન્મના ગ્રહોના દુષ્પ્રભાવને પણ ઘટાડી અથવા દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ, આ વિશ્વ યોગ દિવસે કેવા યોગાસન દ્વારા ગ્રહોના દુષ્પ્રભાવને દૂર કરી શકાય છે અને શારીરિક સમસ્યાઓમાં મુક્તિ મેળવી શકાય છે.

સૂર્ય માટે યોગાસન – સૂર્ય નમસ્કાર, અનુલોમ-વિલોમ અને અગ્નિસાર


જો કુંડળીમાં સૂર્ય નકારાત્મક હોય તો આત્મવિશ્વાસ ડગમગે છે. તેનાથી આંખોનું તેજ, સ્નાયુતંત્ર, હૃદયને લગતી બીમારી અને લોહી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી બચવા માટે નિયમિત સૂર્ય નમસ્કાર, અનુલોમ-વિલોમ અને અગ્નિસાર જેવા યોગ કરવા જોઇએ.

યંદ્ર માટે યોગાસન -અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામ


કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો જાતક હંમેશા તણાવ અને બેચેની પૂર્ણ સ્થિતિનો અહેસાસ કર છે. આવી સ્થિતિમાં પોતનું સ્વાસ્થ્ય જાળવવા માટે અને કુંડળીમાં ચંદ્ર મજબૂત કરવા માટે નિયમિત અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જોઇએ. તે ઉપરાંત શક્ય હોય એટલું વધારે પાણી પીવું જોઇએ.

મંગળ માટે યોગાસન – પદ્માસન, મયૂરાસન અને શીતલીકરણ પ્રાણાયામ


નબળા મંગળનો પ્રભાવ નકારાત્મક હોય છે. તમારા જીવનમાં કોઇપણ ચીજની અતિશયોક્તિ અથવા ઉણપ થવા લાગે છે. મંગળના નકારાત્મક પ્રભાવથી બચવા માટે પદ્માસન, મયૂરાસન અન શીતલીકરણ પ્રાણાયામ કરવાથી આપને ફાયદો થશે.

બુધ માટે યોગાસાન – અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા


બુધ નકારાત્મક સ્થિતિમાં હોય તો તમારે સંખ્યાબંધ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે નિયમિતરૂપે અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા કરવાથી લાભ થઇ શકે છે.

ગુરુ માટે યોગાસન – કપાલ ભાતિ, સર્વાંગાસન અને અગ્નિસાર ઉપરાંત સૂર્ય નમસ્કાર

જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. જાતકને ડાયાબિટિસ અને કેન્સરની પણ પીડા થઇ શકે છે. તેનાથી બચવા માટે નિયમિતરૂપે કપાલ ભાતિ, સર્વાંગાસન અને અગ્નિસાર ઉપરાંત સૂર્ય નમસ્કાર લાભદાયી નીવડે છે.

શુક્ર માટે યોગાસન – ધનુરાસન, હલાસન અને મૂલબંધ

જો શુક્ર નબળો હોય તો ગુપ્ત સમસ્યાઓ વધી શકે છે. મહિલાઓને પણ ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. તેનાથી બચવા માટે નિયમિતરૂપે ધનુરાસન, હલાસન અને મૂલબંધ વગેરે કરવાથી ફાયદો થાય છે.


શનિ માટે યોગાસન – કપાલભાતિ, અનુલોમ-વિલોમ


શનિ નબળો હોય તો તેના નકારાત્મક પ્રભાવના કારણે ગેસ્ટ્રિક સમસ્યા, એસિડિટી, આર્થરાઇટ્સ, હાઇ બ્લડપ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓ થઇ શકે છે. તે ઉપરાંત ઘણી અન્ય સમસ્યાઓ પણ થઇ શકે છે. તેનાથી બચવા માટે કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને અગ્રિનસાર તેમજ ભ્રામરી લાભદાયક છે.

રાહુ માટે યોગાસન – અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા

રાહુ એક નકારાત્મક ગ્રહ છે. બુધની જેમ રાહુ પણ તમારા મગજ અને વિચારવા તેમજ સમજવાની શક્તિ પર અસર પાડે છે. તેના માટે ધ્યાન (મેડિટેશન) સૌથી કારગત નીવડે છે. જોકે, નિયમિતરૂપે અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા કરવાથી પણ ઘણો લાભ થાય છે.

કેતુ માટે યોગાસાન – અનુલોમ-વિલોમ અને કપાલભાતિ

કેતુના નકારાત્મક પ્રભાવથી એનિમિયા તેમજ હરસ, પેટ સંબંધિત રોગ અને સ્નાયુતંત્રની બીમારીઓ થઇ શકે છે.  તેના દુષ્પ્રભાવને દૂર કરવામાં અનુલોમ-વિલોમ અને કપાલભાતિ લાભદાયી નીવડે છે.


20 Jun 2019


View All blogs

More Articles