પ્રકાશના પર્વ દિવાળીમાં માત્ર રંગબેરંગી રોશની અને દીવા પ્રગટાવીને ઘર કે બજારોમાં જ ઉજાસ નથી ફેલાવવામાં આવતો પરંતુ નવા વિચારો, નવી શૈલી, નવા અભિગમ અને નવા સંકલ્પ સાથે જીવનમાં પણ ઉજાસ ફેલાવવામાં આવે છે. આમ તો, દિવાળીના પર્વની શરૂઆત આસો સુદ બારશ એટલે કે વાઘબારશથી થઇ જાય છે અને લાભપાંચમ સુધી તેની ઉજવણી રહે છે પરંતુ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઇબીજ આ પાંચ દિવસે વિશેષ પૂજાનું મહાત્મ્ય હોય છે. આ ઉપરાંત, મોટાભાગના વેપાર -ધંધાઓ એક મીનિ વેકેશન માણ્યા પછી લાભ પાંચમના દિવસે ફરી શરૂ થતા હોવાથી આ દિવસે પણ પૂજાનું વિશેષ મહત્વ છે. વાચકો માટે અહીં દિવાળીના પર્વના વિવિધ દિવસો માટે પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો આપવામાં આવ્યા છે.
ધનતેરસ, કાળીચૌદશ અને લક્ષ્મીપૂજનના શુભ મુહૂર્ત
13 નવેમ્બર, શુક્રવાર – ધનતેરસ
ધનલક્ષ્મી પૂજા, કુબેર પૂજા, ચોપડા લાવવાનો સમય
ચલ-લાભ-અમૃત – સવારે 07.05 થી 11.11
શુભ – બપોરે 12.35 થી 1.53
ચલ – બપોરે 4.46 થી 6.05
14 નવેમ્બર, શનિવાર – કાળી ચૌદસ
કાળી ચૌદશની સાધના માટે ઉત્તમ દિવસ
શુભ – સવારે 8.05થી 9.23
ચલ – બપોરે 12.13 થી 1.33
(બપોરે 2.18 વાગ્યા પછી દિવાળી)
14 નવેમ્બર, શનિવાર દિવાળી
લક્ષ્મી પૂજન, ચોપડા પૂજનના શુભ મુહૂર્તો
અમૃત – બપોરે 2.58 થી 4.13
લાભ – સાંજે 5.44 થી 7.18
શુભ – રાત્રે 8.57 થી 10.33
ચલ-લાભ – સવારે 8.15થી 10.58
16 નવેમ્બર, સોમવાર- બેસતૂં વર્ષ/ભાઈબીજ
કારતક સુદ એકમ, નૂતન વર્ષના મુહૂર્ત
અમૃત – સવારે 6.45 થી 8.03
શુભ – સવારે 9.27 થી 10.47
ચલ-લાભ-અમૃત – બપોરે 1.35થી 7.40
19 નવેમ્બર, ગુરુવાર લાભ પાંચમ
પાંચમનાં મુહૂર્ત
શુભ – સવારે 6.46 થી 8.05
ચલ-લાભ-અમૃત – સવારે 10.50થી 2.55
શુભ-અમૃત-ચલ – બપોરે 4.19થી 8.56
– આચાર્ય ધર્માધિકારી,
11 Nov 2020
View All blogs