પ્રકાશના પર્વ દિવાળીને ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી મોટા તહેવારો પૈકી એક ગણવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં પાંચ દિવસના આ તહેવારનું ધાર્મિક અને સામાજિક ઉપરાંત આર્થિક રીતે પણ મોટું મહત્વ છે કારણ કે તહેવારોની ખરીદીના કારણે બજારોમાં વધુ તેજી રહે છે. આ સમયમાં ખાસ કરીને વેપારીઓ દ્વારા ચોપડા પૂજન ઉપરાંત ઘરે ઘરે લક્ષ્મી પૂજન અને પાંચેય દિવસની વિવિધ પૂજાઓ રાખવામાં આવે છે. આ વર્ષના દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનના મુહૂર્ત નીચે દર્શાવ્યા અનુસાર છે.
ધનતેરસના રોજ લક્ષ્મીપૂજન અને કુબેર પૂજા
25 ઓક્ટોબર 2019, શુક્રવાર
ધન્વનંતરી પૂજા પ્રાતઃકાળ મુહૂર્ત – સવારે 06:28 થી 08:43
ધનતેરસ પૂજા મુહૂર્ત – સાંજે 07:08 થી 08:15
* * * *
કાળી ચૌદશની પૂજા
26 ઓક્ટોબર 2019, શનિવાર
કાળી ચૌદશ મુહૂર્ત – રાત્રે 11:40 થી 12:31
હનુમાનજીની પૂજાનું મુહૂર્ત – રાત્રે 11:40 થી 12:31
* * * *
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન
27 ઓક્ટોબર 2019, રવિવાર
લક્ષ્મીપૂજનનું મુહૂર્ત – સાંજે 06:42 થી 08:14 (પંચાંગ પ્રમાણે)
લક્ષ્મીપૂજનનું મુહૂર્ત – રાત્રે 11:39 થી 12:31 (પંચાંગ પ્રમાણે)
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન માટે ચોઘડિયા પ્રમાણે શુભ મુહૂર્ત
• બપોર પછીનું મુહૂર્ત (શુભ) – બપોરે 01:29 થી 02:53
• સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – સાંજે 05:40 થી રાત્રે 10:29
• રાત્રિનું મુહૂર્ત (લાભ) – રાત્રે 01:41 થી 28 ઓક્ટોબરની પરોઢે 03:17
• 28 ઓક્ટોબરે વહેલી પરોઢનું મુહૂર્ત (શુભ) – સવારે 04:54 થી 06:30 AM
* * * *
ચોપડાપૂજન (શારદા પૂજન)
27 ઓક્ટોબર 2019, રવિવાર
દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે શુભ ચોઘડિયા પ્રમાણે મુહૂર્ત
• બપોર પછીનું મુહૂર્ત (શુભ) – બપોરે 01:29 થી 02:53
• સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – સાંજે 05:40 થી રાત્રે 10:29
• રાત્રિનું મુહૂર્ત (લાભ) – રાત્રે 01:41 થી 28 ઓક્ટોબરની પરોઢે 03:17
• 28 ઓક્ટોબરે વહેલી પરોઢનું મુહૂર્ત (શુભ) – સવારે 04:54 થી 06:30 AM
• અમાસની તિથિનો આરંભ – 27 ઓક્ટોબર 2019ના રોજ બપોરે 12:23
• અમાસની તિથિનો પૂર્ણ – 28 ઓક્ટોબર 2019ના રોજ સવાલે 09:08
ગણેશજીના આશીર્વાદ સાથે
GaneshaSpeaks.com ટીમ
21 Oct 2019
View All blogs