જીમનાસ્ટિક અે જ મારું સંપૂર્ણ જીવન છે અને હું અોલ્મિપિકમાં ભાગ લઇને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ રાખું છું. અા શબ્દો છે અમેરિકન જિમનાસ્ટ અને બે વખતની ચેમ્પિયન એલી રેઇઝમેનના. અા શબ્દો જીમનાસ્ટિક પ્રત્યેના પ્રેમ, દીવાનગી અને મહત્વને બખૂબી દર્શાવે છે. અા જ લગન અને દીવાનગી સાથે દિપા કરમાકરે 2016 સમર ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશના જીમાન્સિટક જગતમાં પ્રવેશને દર્શાવ્યો હતો. ભવિષ્યમાં તેની કારકિર્દી વધુ ઝળહળશે, પણ તમારી કારકિર્દી ક્યારે ઉજ્જવળ થશે? જાણવા માટે અાજે જ
2017 કારકિર્દી રિપોર્ટ ઓર્ડર કરો અને અાપની કારકિર્દીના ભવિષ્ય વિશે જાણીને તેમાં અભૂતપૂર્વ સફળતા મેળવો.
ઓલ્મિપિકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરનાર દિપા કરમાકર પહેલી ભારતીય જીમનાસ્ટ છે અને છેલ્લા 52 વર્ષમાં અા સિદ્વિ હાંસલ કરનાર પણ અેક માત્ર મહિલા છે. વર્ષ 2016ના રાયો અોલ્મિપિકમાં યોજાયેલી વિમેન વોલ્ટ જીમનાસ્ટિક્સમાં દિપાઅે ચોથો ક્રમાંક હાંસલ કર્યો હતો. પદ્મ શ્રી અેવોર્ડ વિજેતા કરમાકરે સ્પોર્ટ્સને વધુ સમૃદ્વ બનાવ્યું છે અને સ્પોર્ટ્સમાં ભારતની પકડને અેક નવી દિશા જ અાપી છે. અહીયા ગણેશજી તેની કુંડળીનો અભ્યાસ કરીને તેના ભવિષ્ય વિશે જણાવે છે.
દિપા કરમાકર
જન્મતારીખ: 9ઓગસ્ટ, 1993
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: અગરતાલા, ત્રિપુરા, ભારત
સૂર્ય કુંડળી
જ્યોતિષીય અવલોકન:
ગ્રહોની કૃપાદૃષ્ટિથી દિપા કરમાકરમાં જોશ અને જુસ્સાનો સંચાર
વર્ષ 2018મા થનારા
કેટલાક મહત્વપૂર્ણ ગોચરો તેના જીવનમાં બનનારી ઘટનાઓને આકાર અાપશે. ગણેશજી તેની કુંડળીનો અભ્યાસ કરતા કહે છે કે લાભદાયી ગ્રહ ગુરુ તેની સૂર્યકુંડળીના ચોથા અને પાંચમાં સ્થાનમાંથી પસાર થશે. અા ગોચરથી સ્પોર્ટ્સમાં તેની કાબેલિયત અને અાવડતોને દર્શાવવા માટે તેને પ્રેરકબળ મળશે. બેશકપણે વર્ષ 2018મા તેનું પરફોર્મન્સ જ તેના માટે સફળતાની ચાવી બની રહેશે. તે સફળતાનો સ્વાદ ચાખશે. સફળતા માટે તેના પ્રયાસો, સમર્પણ અને ઉત્સાહ જ મુખ્ય ચાલકબળ રહેશે. સ્પોર્ટ્સમાં સફળતા અેટલે જંગી કમાણી. તમે પણ જીવનમાં જંગી કમાણી કરી શકો છો. હમણાં જ
2017 અાર્થિક રિપોર્ટ મેળવો અને પૂર્વતૈયારી સાથે આર્થિક સદ્વરતા મેળવો.
સ્વાસ્થ્યની સમસ્યાઓ સતાવે
જન્મનો શનિ તેની કુંડળીના અાઠમાં સ્થાનને સૂચિત કરે છે. વર્ષ 2018મા શનિ તેની કુંડળીના છઠ્ઠા ભાવમાંથી પરિભ્રમણ કરશે. તેથી જ તેના પર સારા પરફોર્મન્સનું દબાણ વધશે અને
શનિ ગોચરનો પ્રભાવ તેના માટે કેટલીક અારોગ્યની સમસ્યાઓનું સર્જન કરશે. જૂની વ્યાધિ કે અારોગ્યની તકલીફો પણ ફરી દેખા દેશે તેવી સંભાવના છે. અેકંદરે, અણધારી રીતે કેટલીક વ્યાધીઓ સતાવશે જે તેના અારોગ્ય પર પ્રતિકૂળ અસર કરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
દિપા કરમાકર ખંતપૂર્વક પડકારો ઝીલશે
સમગ્રપણે જોતા માલુમ પડે છે કે તે ખંત અને મક્કમતા સાથે તેના લક્ષ્યાંકોને વળગી રહેશે. તેની કારકિર્દીમાં પણ તે અાગળ જતા સકારાત્મક અભિગમ અાત્મસાત કરશે જે તેને મદદરૂપ બનશે. અા પરિવર્તન સાથે તે દરેક પડકારોનો નિર્ભય અને નીડર બનીને સામનો કરશે. તે તેની કારકિર્દીમાં અાવતા અવરોધોને મ્હાત અાપીને જીમનાસ્ટિકના ક્ષેત્રમાં ઉન્નતિ તરફ અાગળ વધશે.
સારાંશ
અંતે, અાપણે કહી શકીએ કે દિપા કરમાકર જીમનાસ્ટિકમાં અનેક સિદ્વિઓ હાંસલ કરીને સફળતાના શીખરો સર કરશે. ખાસ કરીને ગ્રહોની કૃપાદૃષ્ટિથી તે તેના માર્ગમાં અાવતા દરેક અવરોધોને વધુ અસરકારક રીતે દૂર કરીને તેનું શ્રેષ્ઠત્તમ પરફોર્મન્સ અાપશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
ગણેશજીના અાશીર્વાદ સાથે
28 Aug 2017
View All blogs