For Personal Problems! Talk To Astrologer

2017માં દર્શકોને મસ્તાની દીપિકાની દિવાનગી રહેશે


Share on :


મહત્વકાંક્ષી દીપિકા પાદુકોણ પોતાની મસ્તાની ચાલમાં સફળતાના શીખરો સર કરી રહી છે. લાગે છે કે તે જે પણ વસ્તુને સ્પર્શ કરે છે તે સોનામાં પરિવર્તિત થઇ જાય છે. બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણની પુત્રી તેમજ ત્રણ ફિલ્મફેર અેવોર્ડ્સ સહિત અનેક અેવોર્ડ જીતી ચૂકેલી દીપિકા પાદુકોણે ફિલ્મ અોમ શાંતિ અોમથી ફિલ્મી કારકિર્દીની શરૂઅાત કરી હતી. અોમ શાંતિ અોમ તેમજ કોકટેલ જેવા રોમેન્ટિક મૂવિથી લઇને પિકુ જેવા ગાંભીર્ય ધરાવતા મૂવિમાં પોતાની કલાનો કામણ પાથરનારી દીપિકા પાદુકોણ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે. તેના છેલ્લા મૂવિ બાજીરાવ મસ્તાનીને મળેલી અસાધારણ સફળતા બાદ બેંગ્લોરની કુડી હવે પદમાવતી અને XXX: રિર્ટન અોફ ઝેન્ડર કેજમાં અભિનય કરતી જોવા મળશે. દીપિકા પાદુકોણના બર્થડે પર ગણેશજી તેના ભાવિમાં ડોકિયુ કરી રહ્યા છે, ચાલો તેના ભાવિની અેક ઝાંખી કરીઅે..!

દીપિકા પાદુકોણ
જન્મતારીખ: 5 જાન્યુઅારી, 1986
જન્મસમય: ઉપલબ્ધ નથી
જન્મસ્થળ: કોપનહેગન, ડેન્માર્ક

દીપિકાની સૂર્ય કુંડળી

દીપિકાની કુંડળીની ગ્રહસ્થિતિ પર અેક નજર:
દીપિકાના જન્મના સૂર્ય, બુધ અને શુક્રથી દસમા ભાવમાંથી ગુરુ પસાર થશે. તેનો શનિ રિર્ટન ફેઝ 26 જાન્યુઅારી, 2017ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે અને ત્યારબાદ તે ધન રાશિમાં રહેલા જન્મના ત્રિકોણ પરથી ગોચર કરશે. અોગસ્ટ 2017 સુધી સિંહ રાશિમાંથી રાહુ અને કુંભમાંથી કેતુનું પરિભ્રમણ રહેશે અને ત્યારબાદ જન્મના ગુરુ પરથી કેતુનું ગોચર સ્થાન લેશે.

વર્ષ 2017 મસ્તાની માટે મસ્ત રહેશે?
ગણેશજીના મતે દીપિકા માટે અા વર્ષ કાર્યને પ્રાથમિક્તા અાપીને તેનું સુવ્યવસ્થિત અાયોજન કરવાનું બની રહેશે. અા વર્ષે પણ તે સફળતાનો અાસ્વાદ માણતી રહેશે અને અનેક પ્રસંગોથી તેનું જીવન સતત વ્યસ્ત બની રહેશે. ગુરુના અાર્શીવાદથી દરેક ફિલ્મમાં તેનું શ્રેષ્ઠત્તમ પરફોર્મન્સ અાપવામાં સમર્થ રહે તેમજ તેને કારકિર્દીમાં અનેક તકો પણ સાંપડે.

સખત પરિશ્રમ:
દિપી માટે અનેક પરબિળો સાનુકૂળ હોવા છતાં સૂર્ય, બુધ અને શુક્ર પરથી શનિનું ગોચર બાજીરાવ મસ્તાનીની કારકિર્દીની સફરને વધુ જટિલ બનાવી જાય તેવા અેંધાણ છે. તેના સામર્થ્ય છતાં પણ સખત પરિશ્રમ બાદ જ સફળતા પ્રાપ્ત થશે. તેના સર્જનાત્મક કૌશલ્યને જાળવી રાખવામાં દિપી અસક્ષમ સાબિત થાય તો નવાઇ નહીં. 


પ્રોજેક્ટની ભરમાર:
અા વર્ષે અનેક ફિલ્મોથી દિપી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહેશે. તદુપરાંત અેક જ સમય અેક કરતા વધુ પ્રોજેક્ટમાં દિપી વ્યસ્ત રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

સકારાત્મક વલણ:
ધન રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ પરથી શનિનું ગોચર તથા જન્મના ગુરુ પરથી કેતુનું પરિભ્રમણ દીપિકાના મનોબળ તેમજ ઉત્સાહ પર પ્રતિકૂળ પ્રભાવ પાડે. તેથી ગણેશજી તેણીને સકારાત્મક રહેવાની સલાહ અાપે છે. તે ઉપરાંત સ્વાસ્થ્ય અને સ્વભાવગત સમસ્યાઅો પણ તેની મુશ્કેલીમાં વધારો કરી જાય. ગ્રહો તેની સફળતા માટે અાર્શીવાદરૂપ હોવા છતાં પ્રસંગોપાત તે હતાશાનો ભોગ બને તેવી સંભાવના પણ છે. પણ સપ્ટેમ્બર બાદ તેના અાશાવાદને વેગ મળે તેવું ગણેશજી કહે છે.

લાંબા ગાળાના નિર્ણયો:
વર્ષ 2017 તેના માટે ખૂબ સક્રિય રહેશે પણ તે લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથમાં લેશે તેમજ તેમાં તેને ખૂબ જ મહેનત કરવી પડશે. અા વર્ષે સ્વાસ્થ્ય અને મન:સ્થિતિની ખાસ કાળજી રાખવી પડશે. દિપીઅે નકારાત્મક વિચારો અને તણાવથી દૂર રહેવું પડશે જ્યારે ગ્રહો સફળતા દર્શાવી રહ્યા છે. સંબંધોમાં મુશ્કેલીઅોનો સામનો કરવો પડશે. અાર્થિક દૃષ્ટિઅે અા વર્ષ ખૂબ લાભદાયી રહેશે તેવું ગણેશજી કહે છે. 

શું કહે છે બોલિવૂડ ભાઇનું અાગામી વર્ષ, જાણવા અહીં ક્લિક કરો: સલમાન બોક્સ અોફિસ પર ‘દબંગ’ રહેશે પણ તેના અંગત જીવનમાં ‘ખામોશી’ છવાયેલી રહેશે

સંબંધો પર પ્રતિકૂળ પ્રભાવ:
શનિના ગોચરના પ્રતિકૂળ પ્રભાવની અસર તેના સંબંધોમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. કોમ્યુનિકેશનમાં અવરોધ કે ગેરસમજ ઉભી થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે.

દિપીનું વર્ષ 2017: સારાંશ
અેકંદરે, દીપિકા માટે અા વર્ષ સાનુકૂળ બની રહે તેમજ તેને મોટા ભાગના પ્રોજેક્ટમાં અભૂતપૂર્વ સફળતા સાંપડે તેવું ગણેશજી જુવે છે. પણ, કેટલાક વિલંબ તેમજ નિરાશાનો સમય પણ જોવા મળે. અા વર્ષે તે તેના ભૂતકાળમાં લીધેલા નિર્ણયો પર પુન:વિચારણા અને પુન:મૂલ્યાંકન કરે તેવી સંભાવના છે. અા સિવાય જુલાઇના છેલ્લા સપ્તાહથી અોગસ્ટના અંતિમ સપ્તાહ સુધીનો સમયગાળો તેણી માટે ખૂબ મહત્વનો રહેશે.

ગણેશજીના અાર્શીવાદ સાથે,

અાપના વ્યક્તિત્વના કેટલાક અનેરા પાસાઅો વિશે જાણવા ઇચ્છુક છો? તો અાજે જ જ્યોતિષીય પ્રોફાઇલ તદ્દન નિ:શુલ્ક પ્રાપ્ત કરીને વ્યક્તિત્વને અાકર્ષક કરો.

03 Jan 2017


View All blogs

More Articles