For Personal Problems! Talk To Astrologer

ડી માર્ટ ફળકથન 2017: ડી માર્ટ માટે અાગામી તબક્કો સાનુકૂળ- પ્રતિકૂળ પરિસ્થિતિથી ભરપૂર હશે


Share on :


ડી માર્ટના અાઇપીઅોને લઇને હાલમાં ખૂબ ચર્ચાઅો ચાલી રહી છે. NSEના રિપોર્ટ અનુસાર રિટેઇલ ચેઇન ડી માર્ટના સંચાલક અેવેન્યુ સુપરમાર્ટ્સનો ઇસ્યુ 104 ગણો ભરાઇ ચૂક્યો છે અને 462.96 કરોડની બોલી મેળવેલી છે. અા લેખમાં ગણેશજી ડી માર્ટની સ્થાપના સમયની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે અને કંપનીના ભાવિ વિશે અાપણને જણાવી રહ્યા છે. 

ડી માર્ટ
સ્થાપના સમયની કુંડળી: 15મે, 2002
સ્થાપના સ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

સૂર્ય કુંડળી


પરિબળોનું વિશ્લેષણ: 

ડી માર્ટની સ્થાપના સમયની કુંડળી: છ ગ્રહોનું સ્ટેલિયમ:
ગણેશજી કહે છે કે ડી માર્ટની સ્થાપના સમયની કુંડળીમાં કેટલાક અસાધારણ અને અણધારી ગ્રહોની સ્થિતિ છે. કુંડળીના પહેલા સ્થાનમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર, શનિ અને રાહુ છે. છ ગ્રહોની યુતિ હોવાથી પરિસ્થિતિ ખૂબ જ તીવ્ર હશે. જ્યારે વસ્તુ સકારાત્મક હશે ત્યારે અેકંદરે સ્થિતિ પણ સકારાત્મક હશે પણ નકારાત્મક સ્થિતિ સર્જાશે ત્યારે સ્થિતિ સંદતર વિરુદ્વ જોવા મળશે. 


ડી માર્ટની કુંડળીમાં ગજ કેસરી યોગની કૃપાદૃષ્ટિ:
બીજા ભાવમાં ગુરુ અને ચંદ્રની યુતિ મજબૂત રાજયોગ ગજ કેસરી યોગનું નિમાર્ણ કરે છે. કુંડળીના બીજા ભાવમાં અા યોગ બનતો હોવાથી કંપનીની અાર્થિક સ્થિતિ સારી રહેશે અને નાણાંકીય પ્રવાહ પણ જળવાઇ રહેશે. 

ડી માર્ટ: સકારાત્મક પાસાઅો
સૂર્યનું પરિબળ:
પહેલા ભાવમાં સૂર્ય કંપનીની ઝડપી વૃદ્વિ અને વિકાસ દર્શાવે છે. કર્મચારીઅો પણ કંપની પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હશે અને કંપનીના લક્ષ્યાંકો અને વિચારો પણ જોડાયેલા રહેશે. અા ગ્રહસ્થિતિ કંપનીની સફળતાને સુનિશ્વિત કરે છે. 

મંગળનો પ્રભાવ:
પહેલા સ્થાનમાં મંગળ વ્યાપારિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને કર્મચારીઅોમાં પણ જોશ અને જુસ્સો ભરે છે. જેનાથી તેઅો વધુ ઉત્સાહી અને ખંતીલા બને છે. 

બુધની ઉપસ્થિતિ:
પહેલા સ્થાનમાં બુધની ઉપસ્થિતિ સાનુકૂળ પરિણામ અાપશે તથા વ્યવસાય અને વાણિજ્ય સંબંધિત બાબતોની પ્રક્રિયાને વધુ સરળ અને સહેલી બનાવશે. તેનાથી કંપનીને સંલગ્ન કંપનીઅો સાથે સારા સંબંધો બની રહેશે અને રોકાણકારોમાં પણ વિશ્વાસ જોવા મળશે. 

શુક્રના અાશીર્વાદ:
ડી માર્ટની કુંડળીમાં શુક્ર અે લગ્નેશ છે અને લગ્નરાશિમાં જ તેની ઉપસ્થિતિથી કાર્યપ્રણાલી વધુ સંતુલિત અને સૌહાર્દપૂર્ણ બને છે. અા પરિબળને કારણે કંપની સહેલાઇથી રોકાણકારોને અાકર્ષિત કરી શકશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

નકારાત્મક પરિબળ:
શનિ- રાહુ યુતિ:
પહેલા ભાવમાં શનિ અને રાહુની યુતિ કેટલાક ક્ષેત્રોમાં અનેક અવરોધો અને વિલંબોનું સર્જન કરશે. અા પરિબળને કારણે કંપનીઅે અણધારી અને ગેરશિસ્તની સમસ્યાઅોનો સામનો કરવો પડે. તેનાથી પ્રસંગોપાત કંપનીની છબીને પણ નુકસાન પહોંચશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ડી માર્ટ: હવે શું?

વૃદ્વિ અને સ્ટોક માર્કેટનું વિસ્તરણ:
વર્તમાન સમયમાં, વિસ્તરણનો ગ્રહ ગુરુ સ્ટોક માર્કેટના ગણાતા પાચમા ભાવમાંથી પસાર થઇ રહ્યો છે. પાંચમા ભાવમાં ગોચરનો ગુરુ શુભ પરિણામ અાપે છે અને તેનાથી કંપની તાલીમ અને વિકાસ તેમજ વહીવટી વિષયક પ્રવૃત્તિઅોમાં પરિવર્તન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તેનાથી અેકંદરે સમૃદ્વિ મળશે. 

બીજી તરફ, શુક્ર તેની જ ઉચ્ચ રાશિમાં અગિયારમા સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. ગણેશજી કહે છે કોઇપણ રિટેઇલ કંપનીની સફળતા માટે શુક્ર નોંધપાત્ર રીતે મજબૂત હોય તે અાવશ્યક છે. ડી માર્ટના કેસમાં કુંડળીમાં શુક્ર મજબૂત હોવાની સાથોસાથ ગોચર પણ બળવાન છે. તેથી કંપની પર શુક્રની કૃપાદૃષ્ટિ બની રહેશે. તેનાથી રોકાણકારો અને વ્યાપારીઅો પણ અાકર્ષિત થશે તેવું ગણેશજી જણાવે છે. 

અા બન્ને પરિબળોને ધ્યાનમાં રાખતા કંપનીને અાઇપીઅો સેક્ટરથી સારો અેવો લાભ પ્રાપ્ત થશે અને ઉચ્ચ સ્તરનો નાણા પ્રવાહ મેળવવામાં પણ સમર્થ રહેશે. 


શનિ: કંપની માટે બાધારૂપ:
અા બધી બાબતોની વચ્ચે, શનિ તેની ભૂમિકા નિભાવે અને કેટલીક અડચણોનું સર્જન કરશે. ખાસ કરીને 21 જૂન, 2017થી 26 અોક્ટોબર, 2017 વચ્ચે શનિ સાતમા ભાવમાંથી પસાર થશે તેમજ પહેલા ભાવમાં રહેલા સ્ટેલિયમ પર દૃષ્ટિ કરશે. તેથી ગણેશજી રોકાણકારોને સલાહ અાપી રહ્યા છે તેઅોઅે અા સમયગાળામાં પ્રોફિટ બૂક કર્યા બાદ તેમાંથી અેક્ઝિટ કરવી જોઇઅે. કંપની માટે અા સમયગાળો પ્રતિકૂળ હશે તેવું ગણેશજી કહે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

10 Mar 2017


View All blogs

More Articles