For Personal Problems! Talk To Astrologer

પહેલા ત્રણ મહિના સુધી ક્રૂડમાં ખૂબ સાચવીને ચાલવા જેવું છે


Share on :


અખાતી દેશોમાં ઉભો થયેલો અજંપો, વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક દેશો સાઉદી અરેબિયા અને ઇરાનમાં આવેલા રાજકીય સંકટો સહિત વૈશ્વિક સુરક્ષા અને મહાસત્તાઓ વચ્ચે ગોઠવાઇ રહેલા રાજકીય સોગઠાઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રૂડના ભાવોમાં ઘણી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. શસ્ત્રો પર નિયંત્રણ બાબતે ઇરાન કોઇપણ સંજોગોમાં અમેરિકા સામે ઝુકવા તૈયાર નથી માટે તેના પર લાદેલા પ્રતિબંધો આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્રને “ક્રૂડના આંસુ”એ રડાવી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં સાઉદી અરેબિયામાં સરકારી ઓઇલ ઉત્પાદક કંપની અરામકો પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના કારણે ક્રૂડના ભાવોમાં રાતોરાત વધારો થયો છે. એક તરફ ડોલર સામે નબળો પડી રહેલો રૂપિયો ભારત માટે ટેન્શન વધારી રહ્યો છે તેવી સ્થિતિમાં ક્રૂડના કારણે વિવિધ દેશોના રાજકીય સંબંધોમાં લાગેલી “આગ” ભારતના અર્થતંત્રને દઝાડી શકે છે.

જ્યોતિષીય દૃશ્ટિએ આખા ચિત્ર પર નજર કરવામાં આવે તો ક્રૂડનો કારક ગ્રહ શનિ છે જે અત્યારે પાપગ્રહ કેતુ સાથે યુતિમાં હોવાથી તેમાં મોટી આશા રાખવા જેવી નથી. અત્યારે તેમાં ચાલી રહેલી ઝડપી અને અણધારી ઉથલપાથલ પણ આ યુતિને આભારી છે. 4 નવેમ્બરથી ગુરુ પોતાની રાશિ એટલે કે ધન રાશિમાં આવી શનિ અને કેતુ સાથે યુતિ કરતા તેના શુભ પ્રભાવમાં થોડી રાહત થાય પરંતુ ખાસ કરીને આ ક્ષેત્રે ટ્રેડિંગ કરતા હોય તેમને સરળતાથી સોદા પડે અથવા સારો નફો મળે તેવી શક્યતા ઓછી. સાચવીને આગળ વધજો નહીંતર ક્રૂડના ભાવની અણધારી ઉથલપાથલ ગમે ત્યારે મોટી ખોડના ખાડામાં ઉતારી શકે છે. જોકે, ખાસ કરીને ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય દરમિયાન આ બંને ગ્રહો સાથે ગુરુ, સૂર્ય, ચંદ્ર, શુક્ર અને બધુ પણ યુતિમાં આવશે જે પડતા પર પાટુ મારવાનું કામ કરશે. આ સમય ક્રૂડના ભાવો માટે સૌથી કટોકટી ભર્યો જણાઇ રહ્યો છે. ડિસેમ્બરનું અંતિમ ચરણ તમામ પ્રકારે સૌથી કટોકટીપૂર્ણ જણાઈ રહ્યું છે.

ફેબ્રુઆરીથી શનિ પોતાની રાશિ બદલીને મકરમાં આવશે જ્યાં સ્વગૃહી થશે અને છેલ્લા દોઢ વર્ષથી કેતુ સાથેની યુતિમાંથી અલગ થશે. એક રીતે જોવામાં આવે તો આ સકારાત્મક પરિવર્તન કહી શકાય કારણ કે તેનાથી ક્રૂડના ભાવમાં તેજીની આશા રાખી શકાય. જો બજારમાં મોટી ઉથલપાથલ ના થાય તો પણ કમસેકમ અણધાર્યા ચડાવઉતારથી બચવાની આશા ચોક્કસ રાખી શકાય.

છેલ્લા કેટલા સમયમાં ક્રૂડ ઓઈલનાં ટેન્કર પર હુમલા વધ્યા હોવાથી તે પણ ક્રૂડના ભાવો માટે એક ચિંતાકારક પાસું છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળામાં જો અમેરિકા અને ઇરાન વચ્ચે કોઇપણ તણાવ થાય તો વર્ષના પૂર્વાર્ધમાં ક્રૂડ ભડકે બળશે તેમ કહેવામાં જરાય ખોટું નથી.

વર્ષાંતમાં ગ્રહોની સ્થિતિ સુધારા તરફી જણાતી હોવાથી ખાસ કરીને સપ્ટેમ્બર મહિના પછી આ સેક્ટરમાં કમાણીની તકો મળી શકે છે. જોકે, તેનો આધાર જે-તે સમયે અર્થતંત્રની મજબૂતી અને રાજકીય સ્થિરતા પર પણ રહેલો છે.

04 Nov 2019


View All blogs

More Articles