For Personal Problems! Talk To Astrologer

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે


Share on :


પ્રવર્તમાન ફૂટબોલ જગતના સૌથી શ્રેષ્ઠ ખેલાડી અેટલે પોર્ટુગીઝ પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડો દોસ સાન્તોસ અવેઇરો. જે રિયલ મેડ્રીડ સ્પેનિશ ક્લબ તેમજ પોર્ટુગલ નેશનલ ટીમ તરફથી રમે છે. વર્ષ 2009 મા સૌથી મોંઘા ખેલાડી તરીકેની ખ્યાતિ ધરાવતા ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની માનચેસ્ટર યુનાઇડેટ થી રિયલ મેડ્રિડમાં ફેરબદલ કરાઇ હતી. જેની અંદાજિત કિંમત 80 મિલિયન પાઉન્ડ હતી. તેના બેસ્ટ પરફોર્મન્સ માટે મળેલા પાંચ બલોન દોર એવોર્ડઝથી તેની વિશ્વના સૌથી શ્રેષ્ઠ ખેલાડી તરીકેની ગણનાને સાર્થક થતી જોઇ શકાય છે. ફૂટબોલના ઇતિહાસમાં ચાર વખત યુરોપિયન ગોલ્ડન શૂઝ જીતનાર તે પહેલો ખેલાડી છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની કારકિર્દી દરમિયાન ચાર યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ્સ અને અેક યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશિપ સહિત  કુલ 25 ટ્રોફી તેના નામે કરી છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેના ક્લબ તેમજ દેશ તરફથી 600 ગોલ કર્યા છે. ચાલો તેના ભાવિ વિશે વધુમાં વાંચીએ. 

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

જન્મતારીખ: 5 ફેબ્રુઅારી 1985
જન્મસમય: 05:25 સવારે (અજ્ઞાત)
જન્મસ્થળ: ફુંચલ, મદૈરા, પોર્ટુગલ, 

જન્મકુંડળી

અમારા વિદ્વાન જ્યોતિષીઓઅે તૈયાર કરેલી અાપની હસ્તલિખીત જન્મકુંડળી હમણાં જ મેળવો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની કારકિર્દીમાં ગોચરનો શનિ બાધારૂપ બની શકે
ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની કુંડળીમાં ગોચરનો શનિ સંપૂર્ણ વર્ષ દરમિયાન લગ્ન રાશિમાંથી પસાર થશે, જે તેની કારકિર્દીમાં અનેક અવરોધોનું સર્જન કરશે. લાયોનેલ મેસ્સી વિશે પણ વાંચવું ગમશે.  

રોનાલ્ડોનું પરફોર્મન્સ અસાતત્યપૂર્ણ રહેશે
ગોચરનો રાહુ પણ જન્મના ચંદ્ર પરથી પસાર થશે જે તેના પરફોર્મન્સને અસાતત્યપૂર્ણ બનાવશે. ગ્રહોની અા  ચાલને કારણે તેના પરફોર્મન્સ પર પ્રતિકૂળ અસર પડશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

શું કારકિર્દીમાં સતત સંઘર્ષથી ચિંતાતુર છો? તો અાજે જ તેની પાછળનું કારણ જાણીને તેને દૂર કરવાના સચોટ ઉપાયો મેળવો.

ગુરુના અાશીર્વાદથી પ્રતિકૂળતાઓ દૂર થાય 
વર્ષ  2018 દરમિયાન ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની કુંડળીના અગ્યાર અને બારમાં ભાવમાંથી ગોચરનો ગુરુ પસાર થશે જે તેની કારકિર્દીમાં અાવી રહેલી પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે તેને સામર્થ્ય અને શક્તિ પ્રદાન કરશે. 

વર્ષનું પૂર્વાર્ધ પ્રતિકૂળતાભર્યું રહેશે 
વર્ષ  2018 તેની કારકિર્દી માટે ઉતાર ચડાવથી ભરપૂર રહેશે. વર્ષ  2018 ના પૂર્વાર્ધમાં બેસ્ટ પરફોર્મન્સ અાપવામાં ગ્રહોનો દુષ્પ્રભાવ બાધારૂપ બનશે. શું તમારો બિઝનેસ ગ્રોથ તો અટકી નથી ગયો ને? કમાણીના દ્વાર બંધ થઇ ગયા છે? તો અાજે જ  2018નો બિઝનેસ રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને સ્થિતિને તમારી તરફેણમાં કરીને જીવનમાં સમૃદ્વિના દ્વાર ખોલો. 

ઓન-ઓફ ફિલ્ડમાં સમસ્યાઓની ભરમાર
તેને ફિલ્ડમાં અનેક કપરાં ચઢાણોનો સામનો કરવો પડશે તેમજ તેના ટીમના અન્ય ખેલાડીઓ સાથેના સંબંધો પણ તણાવભર્યા રહેશે. પરફોર્મન્સમાં પણ ઉતારચડાવ રહે તો નવાઇ નહીં. 

જુલાઇ  2018 બાદ ફરીથી ફોર્મમાં અાવશે
તે ફરીથી તાલબદ્વ થવા માટે પડકારો સામે ઝઝુમશે અને સતત તણાવ હેઠળ પણ રહેશે. તેથી જ તેને કોઇપણ સંજોગોમાં કેન્દ્રિત રહેવું પડશે પરંતુ તેને તેના પ્રયાસોનું ફળ માત્રને માત્ર જુલાઇ 2018 પછી જ ચાખવા મળશે તેવું ગણેશજી જણાવે છે. 

જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિકૂળ અસરો થશે
વર્ષ  2018 દરમિયાન તે વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરશે. વધુમાં, જીવનના અેક પાસાની બાબતો તેના જીવનના અન્ય ક્ષેત્રોને પણ અસર કરશે. 

અાંતરિક સામર્થ્યથી મુશ્કેલી ઉકેલશે
અા પ્રકારના કપરાં ચઢાણો છતાં તેને તેની કારકિર્દી દરમિયાન મેળવેલા સામર્થ્યથી અા અડચણો કે વિધ્નોને દૂર કરવાનું તે સામર્થ્ય ધરાવે છે. 

જુલાઇ 2018 બાદ દમદાર પરફોર્મન્સનો અાશાવાદ
જુલાઇ  2018 બાદ તેના પરફોર્મન્સમાં ઉત્તરોઉતર સુધારો થશે અને તે અેક મહત્વપૂર્ણ સિમાચિહ્ન પણ પ્રસ્થાપિત કરશે. 

સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડશે
સ્વાસ્થ્યના મોરચે તેને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે વિશેષ રીતે કાળજી રાખવી પડશે. માર્ચ 2018  થી ઓગસ્ટ 2018 વચ્ચે તેને રમત દરમિયાન શારીરિક ઇજા કે અારોગ્યને લઇને કોઇ પરેશાની થાય તેવી શક્યતા હોવાથી તેને ખાસ સાવચેત રહેવું પડશે તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

અાપની અંગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 


17 Jan 2018


View All blogs

More Articles