For Personal Problems! Talk To Astrologer

ચેતશ્વર પુજારા 2017 – તેની ખરી કાબેલિયતને જાળવી રાખવામાં કેટલા અંશે સફળ થશે – જાણીએ ગણેશજીથી..!


Share on :


શ્રીલંકામાં હાલમાં રમાઇ રહેલી ક્રિકેટ સીરિઝમાં બે સદી ઉપરાંત અેક સદી મારીને સતત ત્રણ સદી કરનાર ચેતેશ્વર પુજારા ક્રિકેટ જગતમાં ફરીથી લાઇમલાઇટમાં છે. તેનું સુસંગતપણુ, ટેકનિક તથા વિશાળ સ્કોર કરવાની ક્ષમતાએ ક્રિકેટ પંડિતોને તેને રાહુલ દ્રવિડ અને વીવીઅેસ લક્ષ્મણ બાદ ત્રીજા સ્થાને નજરે રાખવા માટે મજબૂર કર્યા છે. વર્ષ 1988માં રાજકોટમાં જન્મેલા પુજારા જમણેરી બેટ્સમેન છે જેને 2005માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ અને 2010માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પુજારા સારું પરફોર્મન્સ કરી રહ્યો છે. તેની સફળતાથી ખ્યાતિમાં વૃદ્વિ થવાની સાથોસાથ કમાણીમાં પણ વધારો થશે. શું અાપની અાર્થિક સ્થિતિના ભાવિ અંગે ચિંતિત છો?  તો અાજે જ અાર્થિક રિપોર્ટ 2017 મેળવીને અાર્થિક ભાવિને જાણો. 

ચેતેશ્વર પુજારાએ નવેમ્બર 2012માં અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે પહેલી ડબલ સદી ફટકારીને સફળતા હાંસલ કરી હતી અને ત્યારબાદ માર્ચ 2013માં અોસ્ટ્રેલિયા સામે ડબલ સદી ફટકારીને ક્રિકેટ ચાહકો અને સમીક્ષકોમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. બન્ને વખત તેને મેન અોફ ધ મેચના કિતાબથી નવાજવામાં અાવ્યો હતો. ગણેશજી પુજારાની કુંડળી પર નજર કરી રહ્યા છે અને તેના ભવિષ્ય વિશે જણાવી રહ્યા છે. ચાલો વધુ વાંચીએ.

ચેતેશ્વર પુજારા
જન્મતારીખ: 25 જાન્યુઅારી 1988
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: રાજકોટ, ગુજરાત, ભારત

સૂર્યકુંડળી

અમારા વિદ્વાન જ્યોતિષીઓઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ અાજે જ મેળવો

જ્યોતિષીય અવલોકન 

સપ્ટેમ્બર 2017 બાદ પુજારામાં ઉત્સાહનો સંચાર થાય
ગોચરનો ગુરુ સપ્ટેમ્બર 2017 બાદ ચેતેશ્વર પુજારાની પ્રવૃત્તિઅો અને પરફોર્મન્સમાં ઉર્જા અને ઉત્સાહ પ્રદાન કરશે. તેનાથી તે વધુ જોશ અને જુસ્સા સાથે અાગળ વધશે. તદુપરાંત તેના સામર્થ્યને લઇને પુજારા વધુ અાત્મવિશ્વાસ ધરાવશે જે તેના નોંધપાત્ર પરફોર્મન્સથી ભારતીય ટીમને મેચ જીતાડવામાં સફળ રહેશે. સૌરાષ્ટ્રનું રન મશિન તેની અદ્ભુત બેટિંગ, અનન્ય ફૂટવર્ક અને સર્વશ્રેષ્ઠ અેકાગ્ર શક્તિથી વિરોધી ટીમને મ્હાત અાપવામાં વધુ પ્રભાવશાળી રહેશે. જ્યારે ભારત જીતે છે ત્યારે તેનાથી કમાણી અને વ્યાપારમાં વૃદ્વિ થાય છે. પણ અાપના વ્યાપારમાં નફો ક્યારે થશે?  હમણાં જ નિ:શુલ્ક 2017 બિઝનેસ રિપોર્ટ મેળવો અને બિઝનેસમાં ઉન્નતિ તરફ અાગળ વધો. 

ચેતેશ્વર પુજારાના અાઇસીસી રેન્કિંગમાં પણ સુધારાના સંકેત
પરિણામે, ચેતેશ્વર પુજારાના રેન્કિંગમાં પણ સુધારો થશે. તેના અેકાગ્ર પ્રયાસો, સમર્પણ તેમજ ઉત્સાહ તેની સફળતાના મુખ્ય અાધારસ્તંભો બની રહેશે. તેના માર્ગમાં અનેક વિધ્નો અને કષ્ટો છતાં તે લક્ષ્યાંકને અડગ થઇને વળગી રહેશે અને સકારાત્મક્તા સાથે દરેક ચાલ ચલશે. અા તબક્કામાં અાવનારી દરેક તકોનો ભરપૂર ઉપયોગમાં ચેતેશ્વર પુજારા સંપૂર્ણપણે નિપુણ રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

માર્ચ 2018 બાદ પરફોર્મન્સમાં ઉતાર ચડાવ
જો કે, જાન્યુઅારી 2018ના મધ્યથી ધન રાશિમાં ગોચરના શનિનું પરિભ્રમણ તેના દરેક કાર્યોને વધુ કષ્ટદાયક બનાવે. ખાસ કરીને માર્ચ 2018 બાદ ચેતેશ્વર પુજારાનું પરફોર્મન્સ વિસંગત રહેશે તેમજ તેની જ અપેક્ષા મુજબનું પરફોર્મન્સ કરવામાં નિષ્ફળ રહે.

અેપ્રિલ 2018 બાદ અારોગ્યની સમસ્યાઓ નડે
જો ચેતેશ્વર પુજારા સ્થિતિને સમજવામાં અને પડકારોની પરખ કરવામાં નિષ્ફળ રહેશો તો અેપ્રિલ 2018- સપ્ટેમ્બર 2018 વચ્ચે કારકિર્દીમાં કોઇ વિક્ષેપ કે અવરોધો અાવી શકે છે. સારું પરફોર્મ કરવાનું દબાણ રહેશે તથા અા સમયગાળા દરમિયાન કેટલીક અણધારી સમસ્યાઓ પણ અાવી પડે અથવા કેટલીક જૂની બિમારી કે સ્વાસ્થ્યની સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકે જે તેની પ્રગતિમાં બાધારૂપ બને તેવી સંભાવના છે. ગોચરનો શનિ પુજારાની અાવડત, પ્રકૃતિ અને કાબેલિયતની કસોટી કરશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે



 

10 Aug 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles